મોદી-ટ્રમ્પની દોસ્તીથી કોના પેટમાં તેલ રેડાય છે


ગુડ મૉર્નિંગ: સૌરભ શાહ

(newspremi.com, ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦)

વર્ષના નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્શ્યલ ઈલેક્શન્સ થશે ત્યારે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા જે ડેમોક્રેટ ઉમેદવાર હશે એ બર્ની સેન્ડર્સ હોય એવા ચાન્સીસ ઘણા છે. બર્ની સેન્ડર્સ નહીં હોય તો પછી જો બિડેન કે એલિઝાબેથ વૉરેન હશે. આ ત્રણેય ડેમોક્રેટ્સ છે. ભારતમાં લેફ્ટિસ્ટ, સેક્યુલર, માઓવાદી, જિહાદી, સેલ્ફ પ્રોક્લેમ્ડ લિબરલ કે લિબરાન્ડુ જેવાં વિશેષણોથી જે લોકો જાણીતા છે એમના જેવી જ વિચારધારા અમેરીકાના ડેમોક્રેટ્સની હોય છે— લઘુમતીને (અર્થાત્ બ્લેક્સને) ખુશ કરો, અડોશપડોશમાંથી (અર્થાત્ મેક્સિકોમાંથી) આવતા ગેરકાયદે શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખીને એમની વોટબૅન્ક તૈયાર કરો. આ લોકોનાં સૂત્રો પણ કેજરીવાલ જેવાં હોય છે. બર્ની સેન્ડર્સ પોતાના ઈલેક્શન ફન્ડ માટે બે ડૉલર (દોઢસો રૂપિયા)માં મળતું ટી-શર્ટ ૨૭ ડૉલરમાં (પોણા બે હજારમાં) પોતાની વેબસાઈટ પરથી વેચે છે જેના પર લખ્યું હોય છે: કૉલેજ ફૉર ઑલ, મેડિકેર ફૉર ઑલ, જૉબ્સ ફૉર ઑલ, જસ્ટિસ ફૉર ઑલ. અખિલેશ-માયાવતીની જેમ બિજલી-પાની-સડક જેવા જ વાયદાઓ આ ડેમોક્રેટ્સ આપતા હોય છે.

ડૉનાલ્ડ ટ્રમ્પ માટે ૨૦૧૬ની ચૂંટણી કપરાં ચઢાણસમી હતી. ૨૦૨૦માં તો ડેમોક્રેટ્સ મરણિયા થઈને ટ્રમ્પની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે એકલે હાથે ડેમાક્રેટ્સને ઊંધે માથે પછાડ્યા છે. સીએનએન અને વૉશિંગ્ટન પોસ્ટ તથા ન્યુ યોર્ક ટાઈમ્સ જેવા ડેમોક્રેટ્સનાં મુખપત્રોની સાથે ટ્રમ્પ ઝઝૂમ્યા છે, જીત્યા છે.

ટ્રમ્પની ભારતમુલાકાત જેમ અહીંના જેહાદી-લેફ્ટિસ્ટોને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એમ ધોળિયા લિબરાન્ડુઓના પેટમાં પણ આ મુલાકાતથી તેલ રેડાયું. બર્ની સેન્ડર્સે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ભારતીય સમય પ્રમાણે મધરાતે બે વાગ્યે એક ટ્વિટરિયું ફેંક્યું જેમાં લખ્યું ૨૦ કરોડ મુસ્લિમો ભારતને પોતાનું ઘર માને છે. વ્યાપક મુસ્લિમ-વિરોધી રમખાણોમાં ૨૭થી વધુનાં મોત થયાં છે અને કેટલાય ઈજા પામ્યા છે. આ પરિસ્થિતિ વિશે ટ્રમ્પ કહે છે: ‘એ ભારતનો મામલો છે.’ આપણી નેતાગીરી (અર્થાત્ ટ્રમ્પ) હ્યુમન રાઈટ્સના મામલે તદ્દન નિષ્ફળ ગઈ છે.

બર્ની સેન્ડર્સના આ ટ્વિટમાં અને સોનિયા ગાંધી ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં જે બોલ્યાં તેમાં તત્ત્વતઃ કશો જ ફરક નથી. સોનિયા ગાંધી ઉપરાંત કેજરીવાલ, પવાર, સીતારામ યેચુરી વગેરે મોદીવિરોધીઓ (અર્થાત્ રાષ્ટ્રવિરોધીઓ, હા- જેઓ મોદીનો વિરોધ કરે છે, મોદી સરકારની નીતિઓનો વિરોધ કરે છે તેઓ અલ્ટીમેટલી તો આ રાષ્ટ્રની પ્રગતિનો જ નહીં, રાષ્ટ્રના અસ્તિત્વ સામે પણ વિરોધ કરે છે) અને બર્ની સેન્ડર્સ કોરસમાં ગાય છે. ટ્રમ્પ-મોદીની દોસ્તીથી આ માઓવાદી-જેહાદીઓનું ધનોતપનોત નીકળી રહ્યું છે. ટ્રમ્પ ફરી ચૂંટાશે તો અમેરિકામાં બરાબર એવો માહોલ સર્જાશે જેવો ૨૦૧૯ના મેમાં મોદી પુનઃ ચુંટાઈને આવ્યા ત્યારે સર્જાયો હતો. અમોરિકાના રાજદીપ સરદેસાઈઓ, બરખા દત્તો, રવિશકુમારો તથા શેખર ગુપ્તાઓએ ગત સાડા ત્રણ વર્ષ દરમ્યાન ટ્રમ્પને નિષ્ફળ શાસક તરીકે ચીતરવાની ખૂબ કોશિશ કરી. સીએનએન અને વૉશિંગ્ટન પોસ્ટ, ન્યુ યોર્ક ટાઈમ્સ વગેરે અમેરિકાનાં એનડીટીવી, ઈન્ડિયા ટુડે અને ટાઈમ્સ ઑફ ઈન્ડિયા છે. દિલ્હીની પ્રેસ કૉન્ફરન્સમાં ટ્રમ્પે સીએનએ અને બીબીસી સહિતના મિડિયા હાઉસના કુલ ચાર પત્રકારોને જાહેરમાં નિર્વસ્ત્ર કરી નાખ્યા. (એ જોઈને તમને ૨૦૦૨ના ગુજરાતના મુખ્યમંત્રી યાદ આવે. રાજદીપ સરદેસાઈએ ૨૦૦૨ના ડિસેમ્બરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ૧૮૨માંથી ૧૨૭ બેઠકો પર ભાજપને જીત અપાવી ત્યારે એક ઈન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે શું તમે એમ કહેવા માગો છો કે મિડિયાએ ગુજરાતને બદનામ કર્યું? ત્યારે મોદીએ કહ્યું હતું: ‘મિડિયા નહીં, યુ, મિસ્ટર રાજદીપ સરદેસાઈ, યુ.’ અને રાજદીપનો ચહેરો કાળોધબ્બ પડી ગયો હતો).

ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે જે કક્ષાએ પહોંચ્યા છે તેમાં આ બંને દેશોની સરકારોને, પ્રજાઓને ખૂબ મોટો ફાયદો છે. પણ પાકિસ્તાન-ચીન સહિતના ઘણા દેશોનો ગરાસ આને કારણે લૂંટાઈ જઈ રહ્યો છે. અમેરિકાનું અને ભારતનું લેફ્ટિસ્ટ-જેહાદી મિડિયા દોસ્તીના આ હવનમાં હાડકાં જ નહીં આખે-આખાં હાડપિંજરો નાખીને એની પવિત્રતાને અભડાવી રહ્યું છે. અત્યાર સુધી અલમોસ્ટ અહિંસક રહેલું શાહીલબાગનું આંદોલન ટ્રમ્પની મુલાકાત વેળાએ જ અચાનક ઈશાન દિલ્હી ને આગની જ્વાળાઓમાં લપેટી લે એ ઘટના કાગનું બેસવું અને ડાળનું પડવું જેવી ઘટના નહોતી. આ એક આંતરરાષ્ટ્રીય આયામવાળું ષડયંત્ર હતું. જેના મૂળ સુધી ઊતરવા માટે મોદીએ સ્થાનિક લેવલના પોલીસ અધિકારીને નહીં પણ અજિત ડોભાલ જેવા નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝરને મેદાનમાં ઉતાર્યા.

11 COMMENTS

  1. Most of the media is paid. They have sold their soul. International media is even worst, on the name of liberalism, they don’t want to say the truth. They brainwash common people’s mind. True majority’s voice is chocked by this paid media. They want riots, or chaos. In America – BJP equivalent party you can say is Republican party and they also got non political leader President Donal Trump. Media makes fun about him, but he is not a true politician with political background. Other party in America is Democrats equivalent to Congress in India – they target for appeasement, promises to give free medical, free education etc at the cost of common tax payer’s money. Trump is bold enough to fight against illegal immigration, remove food stamp subsidy list will be very long.

    Nation can become strong if leadership is strong. Common people regardless of religion not interested in riots or dharna for several days. They will abide the laws and live their life in peaceful manner.

  2. તમારી વાત સો ટકા સાચી છે પરંતુ આપણી કમનસીબી એ છે કે કહેવાતા ભણેલા, ગણેલા પણ સાવ આંધળાની જેમ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. સામાન્ય જનતા પણ સાવ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં નથી આવતી. જે રીતે અત્યારે ચારે કોર મુસ્લિમો રસ્તા ઉપર ઉતરી પડયા છે અને તેઓ જે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે જેમ ફાવે એમ આપણે સાંભળી પણ ન શકીએ એવા શબ્દો વાપરે છે તેનો સબળ અને ખુલ્લો વિરોધ આપણે નથી કરતા.

  3. Its wake call for all true Indians. Time to counter attack all Anti-National elements (read here Leftists, Communists and so called minorities).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here