શિશુપાલ, શાહીનબાગ અને દિલ્હીનાં તોફાનો

ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ

(newspremi.com, ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦)

અજિત ડોભાલ એ માયા છે જેમણે આજથી એક વર્ષ પહેલાં, ૨૬ ફેબ્રુઆરીના ૨૦૧૯ના દિવસે બાલાકોટના પાકિસ્તાની આતંકવાદી ટ્રેનિંગ કૅમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા હુમલાનું પ્લાનિંગ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સોનિયા-મનમોહનના રાજમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ચીફ રહી ચૂકેલા અજિત ડોભાલની પ્રોફેશનલ ક્રેડિબિલિટી એટલી ઊંચી છે કે મોદીસરકારે ૨૦૧૪માં આવતાંવેંત એમને નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝર બનાવ્યા. એન.એસ.એ. ડોભાલને તમે ૭૫ વર્ષની ઉંમરે ગઈ કાલે કામ કરતાં જોયા. ઍરકંડિશન્ડ કૅબિનમાં નહીં પણ પગપાળા સ્ફૂર્તિથી ચાલતા જોયા. દિલ્હીના તોફાનગ્રસ્ત ઇલાકાઓમાં. એમનો હોદ્દો કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટરની ઈક્‌વીવેલન્ટ છે. એટલે એમની આસપાસ ઝેડ પ્લસ સિક્યુરિટીનું સુરક્ષાચક્ર તો હોવાનું. ગમે એટલી સિક્યુરિટી હોવા છતાં તમે જ્યારે દિલ્હીના સીલમપુર, જાફરાબાદ, મોજપુર અને ગોકુલપુરી જેવા દંગાગ્રસ્ત વિસ્તારોમાં ખુલ્લા માથે એક કલાક સુધી પગપાળા ફરીને અસરગ્રસ્ત લોકોને મળો છો ત્યારે જાનનું જોખમ અનેકગણું વધી જાય.

બાલાકોટની ઍરસ્ટ્રાઈકનું પ્લાનિંગ કરવામાં સાથ આપનારા અજિત ડોભાલને પ્રાઈમ મિનિસ્ટર મોદી જ્યારે શાહીનબાગની ચિનગારીએ ભડકાવેલી આગ ઠારવા મોકલે છે ત્યારે એમની પસંદગીનું મહત્વ વધી જાય છે. ગૃહ મંત્રીનો આ વિષય છે. પોલીસ કમિશ્નર દ્વારા આ મામલાને કાબુમાં લેવાનું કોઈએ પણ વિચાર્યું હોત. આમ છતાં આનો ઈલાજ પોલીસ કમિશ્નર જેવા ફ્રૅમિલી ડૉક્ટર પાસે કરાવવાને બદલે એનએસએ જેવા સુપર સ્પેશ્યાલિટીના સર્જનને સોંપવામાં આવે છે. એક્‌સ-રે, બ્લડ રિપોર્ટ્‌સ અને એમઆરઆઈ સ્કેન જેવાં બીજાં બે ડઝન ઈન્વેસ્ટિગેશન્સના રિપોર્ટ જેવા ઈન્ટેલિજન્સ બ્યુરોની ખૂફિયા માહિતીએ પી.એમ. અને એચ.એમ.ને જાણકારી આપી હોવી જોઈએ કે શાહીનબાગથી શરૂ થયેલો આ રેલો ઈશાન દિલ્હી સુધી આવીને અટકવાનો નથી. આ કોઈ શરદી-ખાંસી કે મેલેરિયા જેવી મામૂલી બીમારી નથી. ઍન્ટી-સીએએ નામનો વાયરસ કોરોના વાયરસ કરતાં પણ વધુ ખતેરનાક પુરવાર થાય એમ છે. શાહીનબાગ કે ઈશાન દિલ્હીને શાંત કરવા જશો તો અલીગઢ, હૈદરાબાદ અને કેરળમાં જઈને ફૂટી નીકળશે. આખા દેશમાં બીજાં પાંચસો શાહીનબાગો કરવાનાં પ્લાન છે, એટલું ફંડિંગ પાણ આવી મૂક્યું છે અને સ્થાનિક પ્રજાની લાગણીને પલીતો ચાંપવા માટેની નેતાગીરી પણ છે.

અજિત ડોભાલને રસ્તા પર ઉતારીને મોદી-શાહે આપણને, આ દેશની તમામ સહિષ્ણુ પ્રજાને ભરોસો આપ્યો છે કે દેશને અશાંત કરવાની સાઝિશનાં મૂળિયાં ક્યાં છે એની એમને ખબર છે અને ઉપરછલ્લી ડાળીઓ કાપીને, દિલ્હીમાં શાંતિ સ્થપાઈ ગઈ હોવાનો દેખાવ કરીને, તેઓ બેસી રહેવાનાં નથી. આ સમસ્યા જડમૂળથી ખતમ કરવાની એમની તમન્ના છે અને એ સાકાર કરવા માટેનું ડિટેલ્ડ પ્લાનિંગ પણ છે.

“મોદી-શાહ શું કરે છે? કેમ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે? કડક પગલાં કેમ લેતા નથી? શાસક તરીકે આવી અપેક્ષા નહોતી એમની પાસે. અફસોસ છે કે એમને વોટ આપ્યો. તેઓ નિર્માલ્ય પુરવાર થયા છે. સરકરમાં બેસવાને લાયક નથી.”

અત્યાર સુધી ખોબલે ખોબલે મોદીસરકારનાં વધામણાં લેતાં કેટલાક લોકો છેલ્લા બે-અઢી મહિનામાં આવું બોલતા થઈ ગયા હતા. શાહીનબાગનું ગતકડું મોદી-શાહની ધીરજની કસોટી સમાન હતું. શાહીનબાગમાં કેટલા દેખાવકારો હતા? વધુમાં વધુ પાંચ હજાર? મોદીની ફૂંકથી એટલા તો ઊડી જાય. તમને એમની તાકાતની ખબર છે તો શું એમને ખબર નહીં હોય. એક કલાકમાં પોલીસ આવીને શાહીનબાગની દાદીઓને ઘરભેગી કરી દઈ શકે.

શાહીનબાગમાં ભેગા થઈને લેફ્‌ટિસ્ટ મિડિયા દ્વારા દેશભરમાં કોહરામ મચાવી રહેલા પાંચ હજાર લોકો સામે સખ્તાઈથી પોલીસ પગલાં લીધાં હોત તો ત્યારે જ ત્યાં તોફાનો ફાટી નીકળ્યાં હોત અને ધમાચકડીમાં કેટલાંક બાળકો-સ્ત્રીઓનાં મોત થયાં હોત. જે બાળકોને મતાધિકાર પણ નથી એ બાળકોને શાહીનબાગમાં દેખાવો કરવા શું કામ લઈ આવવામાં આવે છે? ‘મોદીને અમે મારી-કાપી નાખીશું!’ એવું શું કામ એમની પાસે બોલાવવામાં આવે છે? શાહીનબાગમાં દેખાવો કરતી ભારતીય મુસ્લિમ મહિલાઓનો સીએએ દ્વારા વાળ પણ વાંકો નથી થવાનો એવું કહેવાને બદલે શું કામ એમના આકાઓ/હેન્ડલરો એમને ઊલટી પટ્ટી પઢાવે છે? આવા પ્રશ્નો પૂછવાને મિડિયાએ શાહીનબાગ સામે પગલાં લેવાં બદલ મોદી-શાહના માથે માછલાં ધોયાં હોત. ‘શાંતિથી દેખાવો’ કરી રહેલા લોકોને પણ આ જુલમી સરમુખત્યારો સાંખી નથી શકતા એવું વાતાવરણ ભારતીય લોકોના અને વિદેશી મિડિયાના મગજમાં ઊભું કર્યું હતું.

મોદી-શાહ આ ચાલબાજીને જાણતા હતા. એટલે જ તેઓ વ્યૂહ મુજબ એમને લૉન્ગ રોપ આપતા ગયા – ત્યાં સુધી જ્યાં સુધી એ લોકોની અસલિયત ઉઘાડી ન પડે ત્યાં સુધી. અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતનો દિવસ જેવો નજીક આવ્યો કે તરત એ લોકોની અસલિયત ઉઘાડી પડી ગઈ.

શિશુપાલની ૯૯ ગાળો માફ કરનારા શ્રીકૃષ્ણની જેમ શાહીનબાગવાળાઓને ૯૯વાર માફ કરી ચૂક્યા પછી મોદી-શાહે સોમી ગાળ બોલાઈ કે તરત જ અજિત ડોભાલ નામનું સુદર્શન ચક્ર છુટ્ટું ફેંક્યું છે. શિશુપાલનો કિસ્સો મહાભારતના યુદ્ધ પહેલાં સર્જાયો હતો. કુરુક્ષેત્રની અઢાર દિવસની મહાલડાઈ તો હજુ બાકી છે.

21 COMMENTS

  1. Previous lekh tame Minority aa desh nu ahit nathi karta e vishay par lakhyo Majorly i also believe same that all muslims are not bad butin this article when you write some mulim areas name at that time u wrote ki khatarnak area just want to understand why we all get one kind of fear by listning thi areas name in Mumai also we have this type of areas in gujrat also why this good minority people are not trying to clear this image

    • Very difficult to understand so much long comment in Roman script. Either use Gujarati script or write in English or keep you comment limited to 10 words in Roman. Aatlu lambu roman ma koi nahi vanche,sir.

  2. તમે જે લિસ્ટ મૂક્યું છે ટ્વીટર પર, એ બતાવે છે હાની બંને પક્ષે થઈ છે. એન્ટી caa, વાળા પ્રો caa વાળા ને સાંખી ના શક્યા એક પણ દિવસ. પેહલા જ દિવસે એમણે બતાવી દીધું કે અસહિષ્ણુ કોણ છે.
    ટ્રમ્પ સાહેબ ના આગમન સાથે પોલીસ અને પેરમિલ્ટ્રી ને હાઈ એલર્ટ પર રાખવાની જરૂર હતી. જે લોકોએ જાન ખોઈ, એમના પરિવાર માટે એ વ્યક્તિ ખૂબ મહત્વ ની છે.
    જ્યારે આપણે દુશ્મન ને જાણતા હોઈએ, તો એલર્ટ રેહવું ખૂબ જરૂરી છે.

    • Please read the list again. Those who are shot in police firing are from which side? Who is killed in police firing? Those who are bent on killing others. Same was the case during 2002.

  3. સાહેબ, આ સુપ્રીમ કોર્ટ ને શું થયું છે, શાહીન બાગ ના મામલા માં ગળું ખંખેરી ને બોલતા નથી, અને હાથ ઊંચા કરી દીધા છે ?? ગેર કાયદેસર અને બીજા ના હક્કો ને કચડી ને જેઓ અઢી મહિના થી, લાખો લોકો અવરજવર કરે છે એ રસ્તા પર બેઠા છે, એ લોકો ને હટાવવા નો આદેશ આપવા ને બદલે, નામદાર જજ સાહેબો, (કટ્ટર મોદી વિરોધી) ત્રણ મધ્યસ્તો ને મોકલે, અને એવો પોતાના રીપોર્ટ માં એમ કહે, પ્રોટેસ્ત કાયદેસર અને વ્યાજબી છે. પછી, સુપ્રીમ કોર્ટ દિલ્હી તોફાન નું બહાનું કાઢી ને એક મહિના પછી ની તારીખ આપી દે છે.
    સાહેબ, આ શું નૌટંકી ચાલે છે ? જજ સાહેબો પોતાની ફરજ માંથી કેમ છટક બારી શોધે છે ?

  4. આ રમખાણો માં કોન્ગ્રેસ તથા આપ ખુલ્લા પડ્યા. હિન્દુ નાં ભાગે જાનહાનિ અને માલ હાનિ ભોગવવાની આવી. ઇન્ટેલીજન્સે સતર્કતા દાખવી હોત તો?

    • ગુણો ભરી ભરી ને ઈંટો,પથ્થરો, એસિડ બોમ્બ પેટ્રોલ, બોમ્બ પિસ્તોલ ( લગભગ ૪૦% ઘાયલો ગોળી થી ઘાયલ થયા છે), એક યુવાન ના માથા માં ડ્રિલ્લિંગ મશીન થી કાણું પાડ્યું. પોલીસ intelligence ની સંપૂર્ણ failure છે. ઈસ્લામિક આતંકવાદ ભારત માં કડવી વાસ્તવિકતા છે, અરાજકતા, કોમી વિખવાદ, એનું ધ્યેય છે, માટે દરેક ભારત વાસી એ જાગવું પડશે

      • ખબર નથી કે આ અનુભવ નવોસવો થોડો છે ??? અમે તો અમદાવાદમા નાનપણથી જ, એટલે કે લગભગ 55 વરષો પહેલા ખાડિયામા અદ્દલ આવા અનુભવોથી ટેવાઈ ગયા છીએ !!! એને કાબૂમા લેવા માટે શુ કરવુ તે અગત્યનુ છે
        ,અમે 55 વર્ષ પહેલા જેની ફરિયાદ કરતા હતા, તે પીડા આજે દેશભરમા અનુભવાઈ છે !

  5. દેશ વિરોધી ઓના મનસૂબા ખુલ્લા પાડવા મેદાને પડેલાં ત્રણ ઝાબાંજો – રજત શર્મા, અનુપમ ખેર અને શ્રી સૌરભ શાહ.

  6. ગમે તેવી પરિસ્થિતિ વણસે છતાં ઇચ્છા રાખીયે કે
    જેમ કૃષ્ણ સારથી બની પાંડવ કુલ ઉદ્ધાર યો તેમ
    મોદીજી દ્વારા દેશનો ઉદ્ધાર છેજ.
    સત્યમેવ જયતે.
    ???????

    • હા મોદીજી કૃષ્ણ સ્વરૂપે જ કમૅ કરી રહ્યા છે

  7. લોકોને જાગૃત કરવા બદલ ખુબ ખૂબ આભાર,
    જે લોકો લખી શકતા નથી, બોલી શકતા નથી તેમને આ લેખ વધુમાં વધુ share કરવા વિનંતી…..
    કોઈને કોઈ સંગઠનમાં જોડાઈ સક્રિય બનીએ.

  8. ખુબજ સરસ !! આપને વાંચી ને અમને પરિસ્થિતિ ઘણી વધુ સ્પષ્ટતા થાય છે.અફસોસ અમે આવા સરસ લેખ બીજા ગ્રુપ માં મોકલી શકતા નથી .

  9. ખરેખર આ ગંદા રાજકારણ એ દેશની પ્રજા ને રીતસર બે.ભાગમાં વહેંચી નાખી છે. જે લોકો બહેકવામાં આવી જાય છે એ હોવી ના 10 15 વર્ષ પછી પસ્તાસે પણ ત્યારે સમય હાથમાં થી સરકી ગયો હશે.

  10. શાહીન બાગના વિષય ઉપર લખવું એ ખૂબ જ હિંમતભર્યું કામ છે અને આવો આર્ટીકલ લખવો એ ખાડાની ધાર ઉપર ચાલવા જેવું છે માત્ર સૌરભભાઈ જ આ વિષયને આવી રીતે હેન્ડલ .કરી શકે. આવા આર્ટિકલ માટે ધન્યવાદ છે.

  11. Tame hamesha amne vicharva mate ek navo j angle aapo chho.
    Tamara articlethi Modi ane Shah ne alag rite samjva male chhe.

  12. મોદી – શાહની સાથે સાથે તેમના પ્રખર સમર્થનમાં એવા આપણે સૌ માટે પણ આ સમય ખૂબ જ કસોટી કારક અને સાથે ધીરજ ધરી સમજદારી દર્શાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here