ફાટેલી વાંસળીના સૂરને કારણે ઝવેરી બજારમાં અત્તરનું ટેન્કર ઢોળાયું : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૩૧ ડિસેમ્બર ૨૦૨૩)

બે અંતિમો છે. એક તો : પેલો માણસ કેવો ? તો કહે – સો ટચના સોના જેવો. બીજું, એમ કહેવાય કે શુદ્ધ સોનાનો દાગીનો બનાવીને પહેરવા માટે એમાં થોડોક ભેગ કરવો જરૂરી છે. અર્થાત્ ચોવીસ કૅરેટના સોનાની લગડીને તિજોરીમાં સાચવીને મૂકી રાખવી હોય તો ભલે પણ એનો જો વ્યવહારમાં ઉપયોગ કરવો હોય તો એમાં થોડીક ‘અશુદ્ધિ’ ઉમેરવી જરૂરી અન્યથા ઘરેણું મજબૂત ન બને.

ઉપરના બેય અંતિમો પહેલી નજરે જોઈએ તો પરસ્પર વિરોધાભાસી છે. જે લોકો બીજાઓ દ્વારા પોતાના માટે બધું જ ચલાવી લેવામાં આવે એવો આગ્રહ રાખતા હોય છે તેઓ પોતાના કરતાં અનેકગણી શુદ્ધ, પવિત્ર અને સમાજને ઉપયોગી એવી વ્યક્તિમાં રહેલા આવા કે આવા અન્ય વિરોધાભાસને સમજી શકતા નથી કે સ્અવીકારી શકતા નથી અથવા સમજ્યા પછી પણ એ વિશે સતત નિંદા-કૂથલી કરતા હોય છે.

અવસરવાદીઓ કે તકવાદીઓમાં રહેલા વિરોધાભાસની વાત સાવ જુદી હોય છે. તેઓ જ્યાં લાભ મળે ત્યાં લેટી જતા હોય છે. એમને સિદ્ધાંતો કે નીતિમત્તા સાથે કોઈ લેવાદેવા નથી હોતી. તેઓ આજીવન લાવ પૈસા, લાવ પૈસા કરતા હોય છે. પૈસા ઉપરાંત તેઓ પોતાના માટે પ્રતિષ્ઠા, ઓળખાણો, વગ, પદ અને સુખસગવડો મેળવવામાં અને એને સાચવવામાં પડ્યા પાથર્યા રહે છે. એવાઓની આપણે અહીં વાત નથી કરતા.

જેઓ શુદ્ધ છે, જેમનું લક્ષ્ય સમાજ માટે શુદ્ધ ઘરેણું બનાવવાનું છે એમની વાત કરીએ છીએ. આ ઘરેણું બનાવવા માટે એમણે થોડોક ભેગ કરવો પડે છે, કેટલીક અશુદ્ધિઓનું શરણું લેવું પડે છે.

હું વર્ષોથી સંગીતનું એક આલબમ સાંભળતો આવ્યો છું. કૅસેટનો જમાનો હતો ત્યારથી. ભારતના ટોચના સંગીત મહારથીઓએ એમાં ગાયું છે. અદ્ભુત સંગીત અને અદ્ભુત શબ્દો. તમે મોહી પડો. મારે એ આલબમની વિશેષતાઓની અહીં વાત નથી કરવી. આ સર્વાંગીસુંદર આલબમમાં મને દર વખતે એક રચના ગવાતી હોય ત્યારે ખૂંચે છે તેની વાત કરવી છે. એ રચનાની ધૂન અને શબ્દો પણ આલબમની બાકીની રચનાઓ જેટલાં જ મનભાવન છે. પણ એને ગાનાર વ્યક્તિના અવાજમાં મને ખાસ કંઈ દમ લાગ્યો નથી. ક્યાં આલબમમાંના અન્ય જગમશહૂર ગાયક-ગાયિકાઓ અને ક્યાં આ પર્ટિક્યુલર રચનામાં સંભળાતો ફાટી ગયેલી વાંસળીમાંથી નીકળતો હોય એવો કોઈ અજાણો અવાજ? (ફાટેલી વાંસળી શબ્દપ્રયોગ મારો નથી, એક મિત્રનો છે હું આવા અપમાનજનક શબ્દપ્રયોગથી દૂર રહીશ. અહીં માત્ર સગવડ ખાતર વાપરું છું.) પહેલી વાર સાંભળતી વખતે મને જેટલું ઈરિટેશન થયેલું તે આજે પચ્ચીસ વર્ષે પણ એટલું જ થાય છે – જાણે સોનાની થાળીમાં લોઢાની મેખ.

પણ હવે સમજાય છે કે એ સોનાની થાળીમાં લોઢાની મેખ નથી પણ સોનાની થાળી ઘડવા માટે એમાં ઉમેરેલી કોઈ હલકી ધાતુ છે. એ ધાતુ ઉમેર્યા વિના આ થાળી બની શકી જ ન હોત. કારણ કે આ સંગીત આલમબ કમર્શ્યલી રિસ્કી હતું. કોઈ મોટી રેકોર્ડ કંપની આવો પ્રોજેક્ટ હાથમાં ન લે. આ પ્રોજેક્ટમાં મશહૂર ગાયકોને સાંકળવામાં ન આવે તો આલબમની આભા અડધી થઈ જાય, જેને કારણે એ બહુ બધા લોકો સુધી પહોંચે નહીં – ગમે એટલું માર્કેટિંગ કરો તોય. ટોચના ગાયકોનો એમાં અવાજ હોય તો સૂર અને શબ્દોના સોનામાં આપોઆપ સુગંધ ભળે. કહો કે ઝવેરી બજારમાં અત્તરનું આખેઆખું ટૅન્કર ઢોળાય એવી ઘટના બને.

પણ એટલા પૈસા લાવવા ક્યાંથી? આ આલબમમાં જે અજાણ્યો અવાજ છે તે અતિ શ્રીમંત-વગદાર વ્યક્તિનો છે. તેઓ પ્રોફેશનલ ગાયક નથી, સંગીતનો શોખ છે એમને. ટોચના ગાયકો સાથે ઓળખાણ છે. અને કમર્શ્યલી એ સૌને ફી એમને પોસાય. એવી આ વ્યક્તિએ આલબમની જવાબદારી ઉપાડી. પોણો-એક કલાકના આ અમર આલબમને આજની તારીખેય મારા જેવા લાખો સાંભળનારાઓ ચાહે છે (અને એમાંના એક ગાયકને સહન કરી લે છે).

ગાંધીજીએ સાધ્યશુદ્ધિ અને સાધનશુદ્ધિની વાત કરી. તમારું જે લક્ષ્ય હોય, સાધ્ય હોય – ત્યાં સુધી પહોંચવાનાં સાધનો, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ શુદ્ધ જ હોવો જોઈએ. ગાંધીજીની આ વાત સાચી છે પણ એમાં અપવાદો હોઈ શકે છે, હોવા જ જોઈએ. પણ આ અપવાદો ગામના ઉતાર જેવા લોકો માટે નથી. જેઓ શુદ્ધ હૃદયથી અને પવિત્ર ઈરાદાઓથી સમાજને ઉપયોગી એવાં કામ કરવા માટે મોટા મોટા પ્રોજેક્ટો પાછળ તનમનધનથી લાગી પડે છે તેઓને મોઢે જ આવા અપવાદોની વાતો શોભે.

સંગીતનું એ આલબમ ખૂબ મોટો પ્રોજેક્ટ હતો. જાણીતી રેકોર્ડ કંપનીઓ માટે પણ નાણાકીય રીતે જોખમી પ્રોજેક્ટ હતો. એટલે જ તો એ લોકોએ હાથમાં ન લીધો અને પ્રાઈવેટલી પ્રોડ્યુસ કરવું પડ્યું. ફાટેલી વાંસળી જેવો અવાજ ધરાવનાર સંગીતશોખીન શ્રીમંતે પૈસા ન રોક્યા હોત તો આપણે સૌ આ આલબમ સાંભળવાના આનંદથી વંચિત રહી જાત. આલબમમાં એમણે પોતે ગાવાની શરત સામેથી મૂકી કે પછી સંગીતકારો કે બીજાઓના આગ્રહથી એમણે ગાયું એ વાત ગૌણ છે. પણ ગાયું એ હકીકત છે. જે દિગ્ગજ ગાયકોના ચરણની રજ બરાબર નથી એવાઓની સાથે એમનું નામ બોલાય/લખાય એવી ધૃષ્ટતા પ્રથમ નજરે તમને કઠે, મને અઢી દાયકા સુધી કઠતી રહી. પણ આ સમજ ઉગ્યા પછી નથી કઠતી.

એ ફાટેલી વાંસળીને હું મળ્યો નથી, ક્યાં રહે છે કે પછી વિદ્યમાન છે કે દિવંગત છે તેની પણ મને ખબર નથી. પણ મારી આ સમજણને ઉઘાડવામાં એમનો આડકતરી રીતે મોટો ફાળો છે. અથવા તો એમ કહો કે જે સમજ પહેલેથી હતી તેને સમર્થન આપવામાં એમણે મને મદદ કરી.

શુદ્ધ અને પવિત્ર હૃદયથી અને એવા જ શુદ્ધ અને પવિત્ર ઈરાદાઓથી આપણે આપણા ગજા મુજબનાં નાનામોટાં કે પછી ગંજાવર કામ કરવા માગતા હોઈએ ત્યારે જાતને (કે બીજાઓને, છેતર્યા વિના ચોવીસ કૅરેટના સોનામાં ફાટેલી વાંસળીઓની મદદ કામે લાગતી હોય તો સંકોચ નહીં રાખવાનો કે આમાં અમારું કેવું લાગશે.

સાધ્ય કે લક્ષ્ય જો ઉમદા હોય તો સાધન સાથે થોડી બાંધછોડ કરવામાં વાંધો નહીં. ગાંધીજીને જે આર્થિક મદદો મળતી એ આપનારા ઉદ્યોગપતિઓ કે વ્યાપારીઓ કંઈ બધા જ દૂધ ધોયેલા નહોતા. આજની તારીખે દેશમાં ઢગલાબંધ નવી યોજનાઓ આકાર લઈ રહી છે જેને કારણે આપણા સૌનું સામાજિક/આર્થિક સ્તર હજુય ઉપર જવાનું છે. કોઈ તમને કહે કે પોતાને પવિત્ર ગણાવતા લોકો પણ અમુક એવા લોકોના સાથ લે છે જેમને એમણે ચીપિયાથી પણ ન અડકવું જોઈએ તો તમારે ઝાઝી દલીલબાજીની લપનછપ્પનમાં પડ્યા વિના એટલું જ કહેવાનું : ભલે.

પાન બનારસવાલા

કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો (છતાં) તેનાં ફળ છોડે તે ચડે… ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી… ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ.

– ગાંધીજી (ગીતાના ગુજરાતી અનુવાદ ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Hari Om….
    Suuuuuuuuuuperb….
    I vouch for this …as a humble attempt to high light the unmatched. traits of my beloved .. intact beloved of all real Indians ( not so called Indians ) …the immense source of inspiration… the real karm yogi … our Respected Prime Minister .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here