કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? : સૌરભ શાહ

(આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો.

આ લેખ વાંચીને મીડિયાના મારા મિત્રો સલાહ આપતા કે : ‘તું સારો પત્રકાર છે, લેખક તરીકે વાચકોમાં આદર પણ છે, તારે આવા કોમવાદી લેખ લખવાની શું જરૂર છે?’

૧૯૯૨થી ૨૦૦૨ દરમ્યાન મેં લખેલા ‘કોમવાદી’ લેખોનું પુસ્તક પ્રગટ થયું. ૨૦૦૩ના માર્ચમાં પ્રગટ થયેલા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. ૨૦૦૩નો એ ગાળો દેશમાં અને સમગ્ર મીડિયામાં હડહડતા સેક્યુલરવાદની જોહુકમીનો સમય હતો. આ પુસ્તકનું પુન:મુદ્રણ થઈ રહ્યું છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ પહેલાં બજારમાં આવી જશે. આર.આર. શેઠ છાપે છે.

સમગ્ર ભારતના પત્રકારોમાંથી દસ-બાર પત્રકારોએ તે વખતે, આ લેખમાં છે એવો સુર ધરાવતા, લેખ કે તંત્રીલેખ લખ્યા હતા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે ત્યાર બાદ બીજા કેટલાક રાજકીય વિશ્લેષકો આ સુરમાં લખતા થયા. ૨૦૧૪ પછી આ સંખ્યા રાતોરાત હજારો પર પહોંચી ગઈ. આજે અનેકગણી થઈ ગઈ છે જે સારું છે. )

**********

આતંક ચાલી રહ્યો છે. પોતાને બિન-સાંપ્રદાયિક કહેવડાવવાના ઉત્સાહનો અતિરેક કરનારા તંત્રીઓ આઠ કૉલમના પોતાના રજવાડામાં આતંક ચલાવી રહ્યા છે. દેશની નેવું ટકા પ્રજા જ્યારે અયોધ્યાની ઘટનાથી ખુશખુશાલ થઈ ગઈ છે ત્યારે વાચકોનો બૌદ્ધિક સ્તર ઊંચો લાવવાનો ઠેકો લઈને બેઠેલા ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિકો મોં લટકાવીને પોતાની કલમને કાળો સાડલો ઓઢાડીને બેઠાં છે. ફૅબ્રિક ઑફ સેક્યુલરિઝમની વાતો કરતાં એમનું મોઢું સૂકાતું નથી અને બિન-સાંપ્રદાયિકતાના એ પોતમાંથી ચિંદરડીઓ બનાવી એની ધજા ફરકાવતાં તેઓ થાકતા નથી.

અયોધ્યામાં જે થયું તે થવાનું જ હતું. રવિવારે આ થયું ન હોત તો ભવિષ્યમાં કોઈ પણ ઘડીએ એવું થયું હોત. કૉંગ્રેસીઓ દ્વારા બિનસાંપ્રદયિકતાના પ્રેશર કૂકરમાં ઠાંસવામાં આવેલી બહુમતી હિન્દુ પ્રજાની વરળ જો આ રીતે ન નીકળી હોત તો આખું કૂકર ઍટમબૉમ્બની જેમ ફાટ્યું હોત. મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

રામજન્મભૂમિ કે બાબરી મસ્જિદ (હવે ભૂતકાળ)ની કોઈ કોમવાદની સમસ્યા નથી. કોમવાદ આ સમસ્યાની આડપેદાશ છે. આ આડપેદાશને કેન્દ્રમાં રાખીને વિશ્લેષણ કરનારાઓ જાણીજોઈને ભીંત ભૂલે છે. હિન્દુ-મુસ્લિમ અલગાવ માટે છેલ્લા સાડાચાર દાયકાથી તકવાદી ને મતવાદી કૉંગ્રેસી નેતાઓ બિનસાંપ્રદાયિકતાના શસ્ત્રનો ઉપયોગ કરતા આવ્યા છે.

સરકારે કોમવાદી પક્ષો પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૯૨માં આપણે ૧૯૪૮વાળી જોઈ રહ્યા છીએ. પ્રતિબંધિત પક્ષોમાં મુસ્લિમ લીગનું નામ નથી. સરકાર કયા પક્ષને કોમવાદી કહેશે? જે પક્ષો હિન્દુવાદી છે એ શું આપોઆપ કોમવાદી થઈ જાય? અને જે પક્ષ ઝનૂનભેર કોમવાદ ફેલાવે છે, પણ તે મુસ્લિમોનો પક્ષ છે એટલે શું તે આપોઆપ બિનસાંપ્રદાયિક થઈ ગયો? હિન્દુસ્તાનમાં રહીને આપણે જો એ જ જોવાનું હોય કે હિન્દુત્વનો અર્થ કોમવાદ થાય તો પ્રત્યેક હિન્દુએ હવે નમાજ પઢતાં શીખી લેવું પડશે. ઈસ્લામિક રિપબ્લિક ઑફ ભારતની ઘોષણા કરવાની જ બાકી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ મસ્જિદ જમીનદોસ્ત થવાની ઘટનાને મહાત્મા ગાંધીની હત્યાના બનાવ સાથે સરખાવી. ગાંધીજીનું આવું જાહેર અપમાન અને એ પણ રાષ્ટ્રના એક ઉચ્ચ આસને બિરાજતી વ્યક્તિના હાથે અગાઉ ક્યારેય નથી થયું. ગાંધીજીની હત્યા થોડાક ભાનભૂલેલા ચળવળિયાઓના આક્રોશનું પરિણામ હતું અને માત્ર એક જ વ્યક્તિના હાથે એ ઘટના બની. બાબરી મસ્જિદની જમીનદોસ્તી પાછળ કરોડો હિન્દુઓની લાગણીનો ટેકો હતો અને બે, પાંચ કે સો, બસો નહીં પણ દોઢ લાખ કરતાં બધુ હિન્દુવાદીઓએ મસ્જિદ પર આક્રમણ કર્યું. આ જુસ્સો એમનામાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરી છે? હિન્દુઓ માટે બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનાનું પ્રતીકાત્મક મૂલ્ય છે. કોમવાદી મૂલ્ય બિલકુલ નથી. આ ઘટના દ્વારા હિન્દુઓએ એક સ્પષ્ટ સંદેશો નવી દિલ્હીને અને એના આંગણાંમા રમતાં લઘુમતી ગલૂડિયાંઓને પહોંચાદી દીધો છે: “ઈનફ ઈઝ ઈનફ. લઘુમતી પ્રજાઓ હિન્દુસ્તાનમાં રહે જરૂર રહે, પણ અમનથી રહે. ચમન પણ કરે. પરંતુ જે ઘડીએ એમના નેતાઓએ રાજકારણીઓના ખભા પર ચડીને હિન્દુઓના બાપ બનવાની કોશિશ કરી છે તે ઘડીએ એમનો અસલી, બદતર ચહેરો દુનિયાને દેખડી દઈશું.”

‘મુસ્લિમો પર લાગેલા આ ઘા રુઝાતાં વર્ષો વીતી જશે’—બિનસાંપ્રદાયિક તંત્રીઓ એકસાથે ઊંચા અવાજે બોલે છે. આવું લખીને આ તંત્રીઓ મુસલમાનોને ઉશ્કેરી રહ્યા છે. મુસ્લિમોને વિચાર ન આવતો હોય તો પણ પરાણે એમના દિમાગમાં તેઓ એ વાત ખોસી રહ્યા છે કે ભાઈ મુસલમાન, તારા આ ઘાને ફરી ફરી કાપી, મીઠું લગાડી જીવતા રાખજે, અમારી દંભી બિનસંપ્રદાયિકતાની આબરૂનો સવાલ છે.

બહુમતી હિન્દુઓ વિરુદ્ધ લખતા આ તંત્રીઓના છાપામાં કામ કરતા પત્રકારો અને ફોટોગ્રાફરોને અયોધ્યામાં માર ન પડે તો જ નવાઈ.

પીટીઆઈએ અયોધ્યાથી ક્રીડ કરેલી એક આઈટેમમાં જણાવ્યું છે કે બાબરી મસ્જિદનો કાટમાળ ખસેડીને મંદિર માટે પાયો ખોદતાં જમીનમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા. પુરાતત્વની દૃષ્ટિએ તપાસતાં આ અવશેષો અગાઉ અહીં મંદિર હતું તેના છે તે બહાર આવ્યું. આમ છતાં કેન્દ્ર સરકાર આ જમીન પર ફરી મસ્જિદનું નિર્માણ કરવાની જીદ લઈને બેઠી છે. આવું થશે તો કારસેવકોએ સ્થાપેલી રામની પ્રતિમાનું વિસ્થાપન કરવું પડશે. સરકારની જીદથી જે હિન્દુ બેક્લેશ સર્જાશે તે ખાળવાનું ગજું દુનિયાની કોઈ મિલિટરીમાં નહીં હોય.

બાબરી મસ્જિદ ફરી ચણાય કે પછી ત્યાં રામમંદિર ઊભું થાય : આ બંને શક્યતાઓનું મહત્વ રવિવારની ઘટના જેટલું નથી. કાલ ઊઠીને લાલકૃષ્ણ અડવાણી પોતે જ સ્ટ્રેટેજી બદલીને મસ્જિદની પહેલી ઈંટ ગોઠવે તો પણ બહુમતી દ્વારા લઘુમતીઓને જે સંદેશો પહોંચાડવાનો હતો તે રવિવારે જ પહોંચી ગયો છે. સંદેશો બહુ સાદો સીધો છે: અમે બહુમતી છીએ, અમારી પાસે જે છે તે બધું જ ‘બહુ’ છે.

હવે શું થશે? બિનસાંપ્રદયિકતાનું પહેરણ પહેરીને બૌદ્ધિકમાં ખપવા માટે એક આખો વર્ગ ઊભો થશે. ચર્ચા-સેમિનારોમાં ભાજપનું નામ ખાંડણીમાં મૂકી એને દસ્તા વડે ખાંડવામાં આવશે. અપીલો બહાર પડશે. બિનસાંપ્રદાયિક જેવા, કૉંગ્રેસી રીતરસમને કારણે બિભત્સ વની ગયેલા, શબ્દને શેરડીના સંચામાં વારંવાર એનો ડૂચો વાળી નાખવામાં આવશે અને બહુમતી હિન્દુઓની લાગણીને વાચા આપતા ગણ્યાગાંઠ્યા જાગૃત હિન્દુઓને ફાંસીને માંચડે લટકાવવામાં આવશે.

ભારતના બંધારણની વાતો થાય છે પણ આ બંધારણના ઘડવૈયાઓએ કરેલી ભૂલોની વાતો નથી થતી. મુસ્લિમોના દબાણ હેઠળ કાશ્મીરને અપાયેલી ત્રણસો સિત્તેરમી કલમ રદ કરવાની વાત થતી નથી. કલ્યાણ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં, તું શું જવાનો, હું તને લાત મારીને કાઢી મૂકીશ એવી ભાવના સાથે થયેલા, લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી એક રાજ્ય સરકારને સસ્પેન્ડ કરવાના ગેરબંધારણીય પગલાની વાત થતી નથી. જવાહરલાલ નહેરુએ શરૂ કરેલી બિનસાંપ્રદાયિકતાની રાજરમતની વાત થતી નથી.

અમેરિકાના વિદેશ ખાતાએ આ ઘટના ‘ભારતની આંતરિક સમસ્યા છે’ કહીને ડહાપણભરી રીતે એમાં માથું ન મારવાની જાહેરાત કરી છે છતાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના વૉશિંગ્ટનસ્થિત સંવાદદાતા અહેવાલ મોકલે છે, જે છપાય પણ છે: અયોધ્યા લોઅર્સ ઈન્ડિયા ઈન અમેરિકન આઈઝ. દોઢડહાપણનું આ જ્વલંત ઉદાહરણ છે.

ભાજપ અને હિન્દુવાદી પક્ષના નેતાઓએ સરકારને તથા અદાલતને આપેલા વચનનો ભંગ થયાની વાત કરનારઓએ પહેલાં એ તપાસવું જોઈએ કે છેલ્લા સાડા ચાર દાયકા દરમિયાન ભારતીય પ્રજાને આપેલાં કયાં વચનો કૉંગ્રેસે નિભાવ્યાં? ગરીબી, ભ્રષ્ટાચાર અને કોમવાદ દૂર કરવાનાં વચનો લોકોને કોણે આપ્યાં હતાં?

ભારત બંધ અનેક વાર યોજાયા છે. ક્યારેય દૂરદર્શન જેવાં સરકારી માધ્યમોએ આ બંધની પૂર્વઘોષણા કરી નથી. બાબરી મસ્જિદ ઍક્શન કમિટીએ મંગળવાર, આઠમી ડિસેમ્બરે ભારતબંધની ઘોષણા કરી (ભાજપ સિવાયના અન્ય વિરોધ પક્ષો પાછળથી એમાં જોડાયા) અને ટીવીએ એને ફુલ પબ્લિસિટી આપી—આ જ જો બિનસાંપ્રદાયિકતા હોય તો તે લઘુમતીઓને મુબારક.

મુસ્લિમો સામે અંગત દ્વેષભાવ કોઈનેય નથી. એમનો હાથા તરીકે ઉપયોગ કરનારા મુસ્લિમ અને હિન્દુ નેતાઓ સામેનો આક્રોશ અયોધ્યાની ઘટના દ્વારા બહાર આવ્યો છે. કેટલાક લોકો સુવર્ણમંદિરમાં થયેલા ઑપરેશન બ્લુસ્ટારના બનાવ સાથે આ ઘટનાની સરખામણી કરે છે. આ લોકોને ખબર નથી કે આવું કરીને તેઓ ધર્મને નામે ચલતા ઝનૂનવાદનો બચાવ કરી રહ્યા છે. કોમવાદનું ઝનૂન ખતરનાક હોય છે. અયોદ્યાની ઘટનાએ પુરવાર કર્યું છે કે એથીય વધુ ખતરનાક ઝનૂન બિનસાંપ્રદાયિકતાનું હોય છે.

(‘સમકાલીન’ : બુધવાર, ૯ ડિસેમ્બર ૧૯૯૨)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here