મી ટૂ, યુ ટૂ, વી ટૂ

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 14 ઓક્ટોબર 2018)

એક પણ જુવાન અને જેની કરિયર પાટે ચડીને સડસડાટ ચાલતી હોય એવી સ્ત્રી બોલતી નથી કે કોઈ પુરુષે અમુક વખત પહેલાં મારી સાથે છેડતી કરી. બધી રહી ગયેલીઓ જ મી ટૂના કૅમ્પેનમાં જોડાઈ રહી છે. આધેડ ઉંમરની, શરીરે અને ચહેરે બેડોળ અને બદસૂરત બની ચૂકેલી તથા કરિયરમાંથી ફેંકાઈ ગયેલી, ચુસાઈ ગયેલી ગોટલીઓને જ આલ્ઝાઈમર થાય તે પહેલાં યાદ આવી રહ્યું છે કે કયા પુરુષે મારો હાથ કે બીજા કોઈ અંગને પકડવાની કોશિશ કરી હતી. 

અને તમે જુઓ કે જેમના પર આક્ષેપો થાય છે તે બધા જ પુરુષો જાણીતા છે, પોતપોતાના ક્ષેત્રના હુઝ હુ છે. મી ટૂવાળીઓમાંથી કોઈએ કહ્યું નથી કે કોઈ લિફ્ટમૅને, રિક્ષાવાળાએ, ઘરના નોકરે કે પછી કાકાવાળા વગેરેએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. 

અને કર્યું હતું તો કર્યું હતું. છેક રહી રહીને હવે યાદ આવ્યું? બહુ અપમાનિત થવા જેવું વર્તન હતું તો તે વખતે તરત જ હોહા કેમ ન કરી? બે દિવસ, બે સપ્તાહ, બે મહિના પછી પણ ઊહાપોહ થઈ શક્યો હોત. અત્યારે મેનોપોઝ થઈ ગયા પછી શું કામ આવા મુદ્દાઓ રહી રહીને ઉછાળવામાં આવે છે. 

અને જે આક્ષેપોને પુરાવાઓનું પીઠબળ ન હોય તેનું વજૂદ શું? પેઈડ મીડિયા અને નવરી બજાર જેવા સોશિયલ મીડિયાને તો મઝા જ આવવાની છે આવું કોઈ ગોળનું ગાડું મળી જાય છે ત્યારે. પણ પોલીસ શું કરી રહી છે? અદાલત શું કરી રહી છે? કોઈપણ પ્રતિષ્ઠિત પુરુષનું ધોતિયું સરેઆમ ખેંચવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવનારી સત્તાઓ ચૂપચાપ બેસી રહે? કાલ ઊઠીને યુ ટૂ કૅમ્પેન શરૂ થશે અને પુરુષો કહેવા માંડશે કે ફલાણી જાણીતી એક્ટ્રેસ તો પૈસા લઈને સૂઈ જવા માટે જાણીતી છે, ત્યારે શું એવી હરકત પણ ચલાવી લેવાની? પુરુષોના ચારિત્ર્ય પર ડાઘ લગાડવો જેટલું આસાન છે એટલું જ સહેલું સ્ત્રીના ચારિત્ર્યને હલકું ચીતરવાનું છે. પુરુષો આવો કૅમ્પેઈન શરૂ કરે એટલી જ વાર છે. 

અને વળી કેટલાક દોઢડાહ્યા પુરુષો તથા દોઢડાહી સ્ત્રીઓ ઈન્ડાયરેક્ટલી મી ટૂના કૅમ્પેઈનમાં જોડાઈ જાય છે. ‘આની પર લાંછન લાગ્યું છે. હું હવે એની સાથે કામ નહીં કરું’ એવું કહીને તેઓ લોકો સમક્ષ પોતાને દૂધે ધોયેલા દેખાડવા માગે છે. કેટલીક સ્ત્રીઓ પણ આ જ રીતે પોતે સતી સાવિત્રીના અવતારસમી છે એવું જતાવવા માટે મી ટૂવાળીને સપોર્ટ કરતી થઈ જાય છે. 

જુઓ ભાઈ, કોઈની મરજી વિરુદ્ધ સેક્સ્યુઅલ હરકત જ નહીં કશું પણ કરવું તે નીંદનીય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકનું સન્માન, ગૌરવ સચવાવું જ જોઈએ. વ્યક્તિ નિર્ધન હોય કે ધનિક, જાણીતી હોય કે આમ જનતા હોય દરેકની સાથે ગૌરવભર્યો વ્યવહાર જ કરવાનો હોય. આ વાત તમે સમજો છો, અમે સમજીએ છીએ છતાં ભારપૂર્વક લખવી પડે છે, રિપીટ કરી કરીને કહેવી પડે છે જેથી કોઈ એવું ન કહી જાય કે ભૈ, તમે તો છેડતીના, સેક્સ્યુઅલ ઍબ્યુઝના સમર્થક છો. કોઈ સમર્થક બમર્થક નથી આવી હરકતોના. પણ અમે સખત વિરોધી છીએ મી ટૂ જેવા કાદવ ઉછાળ કૅમ્પેનના. અમે વિરોધી છીએ. વીમેન એમ્પાવર્મેન્ટના નામે થતી ગંદી હરકતોના, પ્રતિષ્ઠિત વ્યક્તિઓની આબરૂ લૂંટવા માટે થતા મી ટૂ જેવા કૅમ્પેનના. 

મઝા તો ત્યારે આવશે જ્યારે કોઈ રહી ગયેલી સાઈડ એક્ટ્રેસ મેઈન સ્ટ્રીમના નામી કળાકાર સામે આક્ષેપ કરીને કહેશે કે એ પુરુષે મારો હાથ પકડીને મારી પાસે અણછાજતી માગણી કરેલી અને જવાબમાં પેલો પ્રતિષ્ઠિત નામી કળાકાર ભોંઠા પડવાને બદલે હૅશટેગ યુ ટૂ વાપરીને કહેશે કે પેલીએ મેકઅપ રૂમમાં મારી માગણી પૂૂરી કરી હતી એટલું જ નહીં યુનિટમાં જેટલા લોકો હતા – પ્રોડ્યુસરથી માંડીને સ્પૉટ બૉય સુધીના સૌ કોઈની માગણીઓ એ જરૂર પૂરી કરતી હતી, બહુ પૉપ્યુલર હતી ઈન્ડસ્ટ્રીમાં, એટલે જ તો એનામાં મર્યાદિત ટેલન્ટ હોવા છતાં નાના મોટા રોલ મળી જતા હતા. 

બૅકલેશ આવવાનો છે. જબરજસ્ત બૅકલેશ આવવાનો છે. રૅપને લગતા કાયદાઓનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, દહેજ અને ડોમેસ્ટિક વાયોલન્સ (ઘરેલું હિંસા અર્થાત્ પતિપત્ની વચ્ચે થતી મારામારી)ને લગતા કાયદાઓનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને નવરી પડી ગયેલી, બુઝાઈ ગયેલી દીવાસળી જેટલી કામની હોય એટલી જ કામની રહી ગયેલી ઔરતો મી ટૂ કહીને, પ્રતિષ્ઠિત પુરુષો સાથે એક જમાનામાં જલસા કરવાનો લહાવો લઈ લીધા પછી, જે રીતે એમની જ પગડી ઉછાળીને આબરૂ લેવાની કોશિશ કરી રહી છે એ બધી જ વાતોનો બૅકલેશ આવશે અને પ્રત્યાઘાત એવા આવશે જેમાં સમગ્ર નારી સમાજનું અહિત થશે, જે ન થવું જોઈએ પણ થશે. માટે દરેક સમજુ પુરુષો જ નહીં, દરેક સમજુ સ્ત્રીએ પણ આ મી ટૂવાળીઓના વિરોધમાં હૅશટેગ વી ટૂ સાથે પ્રતિકાર કરવો જોઈએ કે બંધ કરો આવી હરકતો.

કાગળ પરના દીવા

જેની પાસે ઓછું છે તેને કોઈપણ સુખી કરી શકે છે…

… પણ જેને ઓછું જ પડે છે તેને ઈશ્ર્વર પણ સુખી કરી શકતો નથી. 

– વૉટ્સએપ પર વાંચેલું 

સન્ડે હ્યુમર

બકાની ઑફિસમાં એક સેક્રેટરી આવીને ફરિયાદ કરવા લાગી:

‘બૉસ, ઑફિસની બધી જ છોકરીઓએ તમારા પર છેડતીનો આરોપ મૂક્યો છે. એક મારી જ છેડતી તમે કરી નથી. હું તમારા પર મારી સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ મૂકું છું.’

8 COMMENTS

  1. જવાની ના દીકુ જેનુ સવીટુ સોનુ અત્યારે મી..ટુ મી.ટુ ઓનલાઈન રમે છે

  2. જો ઈ તુ અને ગમતુ,જોડેહોવા છતાં ન મળે ત્યારે માણસ સાધુ થઈ જાય.

  3. બસ હવે સત્યમેવ જયતે માં આમિર ખાન ક્યારે me to વિશે એપિસોડ લાવે છે તેની રાહ જોવાની.
    હિન્દુ સંસ્કૃતિ મંદિર અને રીત રિવાજ માટે કૂથલી નિંદા કરે છે .તો હવે તેના પોતાના proffession માટે ક્યારે બોલે છે . #Metoo nun church ફાધર‌ અને મસ્જિદ મા‌‌ થતી‌ ગેર‌રીતી‌ ને ક્યારે ઉજાગર કરશે?

  4. સૌરભભાઈ,
    કોઈ બાળક અત્યારે તે પ્રસિદ્ધ પુરુષ હોય તેની સાથે વર્ષો પહેલા કોઈ સ્ત્રી એ પોતાની હવસ બુઝાવા કંઇક કર્યું હોય તો એવા બાળકે સોરી પુરુષે પણ #Me Too કરવું જોઈએ…??

  5. સૌરભભાઈ.. તમારી સાથે હું સંપૂર્ણપણે સહેમત નથી… તમે સિક્કાની એક બાજુનુ સટીક વિશ્લેશણ કર્યુ છે…પણ બીજી બાજુ કે જે વર્તમાન સમયમા કંઈક અંશે અવયહવારું કહી શકાય પણ નકારી તો ન જ શકાય..
    કોઈ સ્ત્રી એની કારકિર્દીની તદ્દન પ્રારંભિક તબક્કામાં હોય અને એણે કોઈ એનાથી ઉપરી વ્યક્તિના ભોગ બનવુ પડયું હોય તો એ સંજોગો મા એ પોતાની કારકિર્દી ખતમ થઈ જવાના ડરે અથવા તો આ તબક્કે એનું કોઈ માનશે નહીં અને ઉલ્ટા મારે જ એના ભોગ બનવાનો વારો આવશે એવા ભય સાથે એ તે સમયે ચૂપ રહે એ બિલકુલ સત્ય છે… કાદાચ એ ડરમાં એના અસ્તિત્વ જોખમમાં આવે એવી આશંકા પણ થાય.. પછી જ્યારે એ વ્યક્તિ કાયમએ ચુપ રહી એવી ગુનાહિત લાગણી થી પીડાયા કરે અને તે વખતે એને કોઈ આવુ પ્લેટફોર્મ મળે તો ચોક્કસ એનો ઉપયોગ કરશે જ…. આ બધી બાબતોનો દુરુપયોગ થાય એ પણ સત્ય છે… પણ એને કારણે આપણે સાવ એકતરફી વાતો કરીએ તે પણ ન થવુ જોઈએ…

    • Me too થી બધા સહમત હોય કે નહીં પરંતુ દરેક સ્ત્રી નું સન્માન જડવાવું જોઈએ અને કોઈ પુરુષ ને અન્યાય ના થવો જોઈએ. એટલે વિરોધ કરનાર સ્ત્રી ની થતા અન્યાય ની તરફેણ કરનાર નથી અને me too ને સપોર્ટ કરનાર હમેશાં સ્ત્રી ઓ નું સન્માન કરનાર જ છે એવું માનવું પણ યોગ્ય નહી હોઈ॥સમિતિ ના નિમણૂક થાય દરેકે જજ ના નામ નક્કી કરી ત્રણ દિવસ દેશ ની મહિલા ને સમય આપવો કે આમાંથી એક પણ જજ ઉપર કોઈ સ્ત્રી me too નો આરોપ મૂકવા માગતી હોઈ તો અત્યાર થી કહી દે પાછા વડી એમને ગુનેગાર સાબિત કરવા બીજા જજ ગોતવા પડસે.

    • મજબૂરીનો સમય ગાળો વિસ વિસ વર્ષ લાંબો હોય એ પણ એક ખૂબ મોટું આશ્ચર્ય છે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here