જેમની પાસે મિત્રોનું સુખ નથી એ અધૂરા છે : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 7 ઑગસ્ટ 2022)

ભારતીય પરંપરા અને સનાતન સંસ્કૃતિનો દ્વેષ કરનારાઓએ ગ્રીટિંગ્સ કાર્ડના ઉત્પાદકો સાથે મળીને જે અભદ્ર રીતરસમોનો આવિષ્કાર કર્યો છે તેના પરિણામ સ્વરૂપ આપણે ત્યાં મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે કૃત્રિમ તહેવારો ઉજવાતા થયા છે. બાકી, આપણે તો આ બધા સંબંધોનું મૂલ્ય બીજાઓ કરતાં ઘણું વધારે જાણીએ જ છીએ. આપણા અસ્તિત્વનો આ સૌ સંબંધો અનિવાર્ય આધાર છે. માતાપિતાનાં ગુણગાન ગાતાં શ્લોક—વાર્તાઓ આપણને ગળથૂથીમાંથી મળે છે. દોસ્ત-મિત્ર-ફ્રેન્ડ સાથે કેવું વર્તન કરાય અને કેવો વ્યવહાર ન કરાય એના પાઠ આપણે ગ્રીટિંગ્સ કાર્ડ પર છાપેલાં લખાણો નહીં પણ કૃષ્ણ-સુદામા તથા દ્રોણ-દ્રુપદની વાતો પરથી શીખીએ છીએ.

મૈત્રી વિશે વાત શરૂ કરતાં પહેલાં દ્રોણ-દ્રુપદ વિશે વાત કરી લઈએ. એ વિશેનો મહાભારતનો કિસ્સો લઈને ખૂબ લાંબો લેખ હું ઑલરેડી લખી ચૂક્યો છું. અહીં દ્રોણ-દ્રુપદના કિસ્સા પરથી મૈત્રી વિશે તારવેલા ચાર નિષ્કર્ષનો ઉલ્લેખ કરી લઈએ, પછી આગળ વધીએ:

૧. ભાવાવેશમાં કોઈનેય જીવનભરના મિત્ર બનાવાય નહીં. મિત્રો વચનથી નહીં, વર્તન દ્વારા સર્જાતા હોય છે. જીવનભર ટકતી મૈત્રીઓ જીવનભર ટકી રહે ત્યારે જ પાછળ જોઈને એ મૈત્રીની લંબાઈ, ઊંડાઈ માપી શકાય. મૈત્રીના આરંભે એના લાંબાપહોળા નકશાઓ ન બનાવાય. મૈત્રી દરમિયાન આવેશમાં આવીને મોટાં મોટાં પ્રૉમિસ નહીં આપવાનાં. જે પ્રૉમિસ આપવાનું મન થાય એવું કામ કંઈ કહ્યા વિના ચૂપચાપ કરી બતાવવાનુ.( લવ એટ ફર્સ્ટ સાઇટવાળા મામલામાં પણ આ સઘળી વાતો લાગુ પડે. આકાશમાંથી તારા તોડી લાવવાનું વચન આપવાને બદલે એ કામ ચૂપચાપ કરીને બતાવી દેવાનું).

૨.જૂની મૈત્રીના આધારે આશાઓ રાખવી નહીં. દરેક મૈત્રી ( ઇન ફેક્ટ દરેક સંબંધ)નું સત્ય તે સ્થળ અને તે કાળ પૂરતું સીમિત હોવાનું. સમય અને સ્થળ બદલાય છે ત્યારે પરિસ્થિતિ બદલાય છે અને આ બદલાઈ જતા સંદર્ભોમાં મિત્રના વિચાર-વર્તનમાં પરિવર્તન આવી શકે છે એનું ધ્યાન રાખીએ.

૩. ગમે એટલા મોટા થઈ ગયા હોઈએ તો પણ કોઈ દોસ્ત મદદ માગવા આવે તો એનું અપમાન ન થાય. મદદ માગનારી વ્યક્તિ સાવ અજાણી કે ઓછી પરિચિત હોય તો પણ એનું અપમાન ન થાય. સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ સ્વમાન છોડીને હાથ લંબાવી રહી છે ત્યારે એ જરૂર ગંભીર ભીડમાં રહેંસાઈ રહી હશે.

૪. દોસ્ત પાસેથી મદદની અપેક્ષા હોય અને તે ન મળે ત્યારે પોતાની લાચારી બદલ ખાનગીમાં બે આંસુ સારી લેવાનાં. મદદ ન આપનાર માટે મનમાં પણ દુર્ભાવ લાવવાનો ન હોય. એણે તમને મદદ જ નથી આપી, તમારી પાસેથી કશું છીનવી લીધું તો નથી.

તો હવે મૈત્રી વિશે. એક વાત તો સ્પષ્ટ છે કે દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમે એને બદલવાની કોશિશ નથી કરતા, તમારું એના પ્રત્યેનું વલણ બદલી નાખો છો અને બદલામાં એવો વ્યવહાર મેળવી શકો છો જેવો તમે ઈચ્છો છો. તમારે પોતે લોકોને શીખવવું પડતું હોય છે કે એમણે તમારી સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે નહીં, અને કઈ મર્યાદા જાળવવી. કોઈ તમારી સાથે સારી રીતે વર્તતું ન હોય તો એમાં વાંક માત્ર સામેની વ્યક્તિનો નથી હોતો, તમારો પણ એટલો જ વાંક હોય છે, આ તમારે સ્વીકારવું પડે. તમારી ખૂબ નજીકના વર્તુળમાં પ્રવેશી જતી વ્યક્તિઓ કોઈ એક તબક્કે તમને દુખી કરવા માંડે ત્યારે એમનો વાંક કાઢવાને બદલે વાંક તમારો નીકળવો જોઈએ – તમે શા માટે એમને તમારી આટલી નજીક આવવા દીધી, શા માટે તમે એમના માટે મર્યાદાઓનું સીમાંકન કર્યું નહીં? હવેથી ખ્યાલ રાખવાનો.

જે જેન્યુઈન દોસ્તો છે એમની સાથેના વ્યવહારમાં આવો ખ્યાલ રાખવાની જરૂર પડતી નથી. સ્વાર્થ વગરના સંબંધો આ દુનિયામાં જવલ્લે જ રચાય છે. કશુંક તમને જોઈતું હોય છે એમની પાસેથી, કશુંક એમને મેળવવું હોય છે તમારી પાસેથી. એ કશુંક દરેક વખતે ભૌતિક કે સ્થૂળ સ્તરનું જ હોય એવું જરૂરી નથી. સૂક્ષ્મ અને અભૌતિક પણ હોઈ શકે. પરંતુ અંતે તો લેવડદેવડની જ વાત હોય છે. ગોઠણ સુધી પહોંચતા કપડાં પહેરતાં ત્યારે દોસ્તોનો જે સંપૂર્ણપણે નિર્દોષ પ્રેમ મળ્યો હોય એવો પ્રેમ ફુલ પેન્ટ પહેરવાની ઉંમર પછી મળતા મિત્રો પાસેથી નથી મળતો. સ્કૂલના દિવસો દરમિયાન ક્યાં કશું ભાન હોય છે દુનિયાદારીનું? ક્લાસમાં સાથે ભણતો છોકરો ધીરુભાઈનો છે કે એમના ડ્રાઈવરનો એવી સ્ટેટસ સભાનતા નથી આવી હોતી તે વખતે.જેની સાથે જામી ગયું તે જ દોસ્તાર. જેની સાથે સ્કૂલમાં રમવાની, ભણવાની, રખડવાની અને ઝઘડવાની મજા આવી હોય એવા મિત્રો તમારી મોટી ઉંમરે પણ તમારાથી એટલા જ નજીક હોય તો (તો-ની નીચે જાડી અંડરલાઈન કરીને વાંચજો, પછી કહેતા નહીં કે અમે કહ્યું નહીં!) તમે નસીબદાર કહેવાઓ. ખૂબ નસીબદાર કહેવાઓ. અને મોટી ઉંમરે જો કોઈને આવી ઉમદા મૈત્રી મળે એ તો ભગવાનનો સવાયો લાડકવાયો કહેવાય. બધા પાસે આવું નસીબ નથી હોતું. જેમની પાસે આવા મિત્રોનું સુખ નથી તેઓ એક વાત સમજવા ક્યારેય તૈયાર નથી થતા કે સોદાબાજી વગરના સંબંધોનું પણ અસ્તિત્વ છે આ જગતમાં.

લાગણીઓને માપીજોખીતોળીને વહેંચનારાઓ માટે ક્યારેય તમારા અંતરંગ વિશ્વમાં સ્થાન નથી હોતું. જેમની સાથેની દોસ્તી દાયકાઓ પછી અકબંધ રહી હોય એમની પ્રશંસા તમે સાચા દિલથી કરી શકો છો, કારણ કે વખાણ કરીને તમારે એમની પાસેથી કંઈ મેળવવાનું નથી હોતું. એમની ટીકા પણ તમે કોઈ જાતના દંશ વગર કરી શકો છો, કારણ કે ટીકા સાંભળીને એ તમારી પાસેથી કશું પાછું લઈ લેવાના નથી એની તમને ખાતરી હોય છે. તદ્દન નિર્ભાર થઈને તમે એમની સાથે વર્તી શકો છો. તમારા તમામ મહોરાં, નકાબ, બુરખાઓને બાજુએ મુકી તમે જેવા છો એવા જ પેશ આવી શકો છો. જિંદગીનો આ ઘણો મોટો આનંદ છે. લોકો તમને ફોલી ન ખાય એ માટે સતત પહેરવું પડતું બખ્તર તમે આવા મિત્રોને મળો છો ત્યારે શરીર પરથી ઉતારીને ઊંચું મૂકી દો છો

આવા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ નથી હોતી કારણ કે તમને ક્યારેય એમની પાસે કોઈ અપેક્ષા નથી હોતી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બહાના નથી હોતાં, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી. તમને ખબર હોય છે કે તેઓ આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો આશય એકદમ શુભ છે, અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્દન દોષરહિત છે. આવી મૈત્રી તમને દુનિયામાં ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓની હાજરી તમારા જીવનમાં ચોવીસે કલાક ન હોવા છતાં એક અહેસાસ તમને થયા કરે છે કે તેઓ તમારી સાથે જ છે. તમારી આસપાસનું વાતાવરણ બનીને સતત તમારી પડખે છે. એમની હાજરીમાં થતું તમારું દરેક હાસ્ય અને દરેક રુદન તમારા અંગત ખજાનાનો હિસ્સો બની જાય છે. જન્મોજન્મનો સાથ જો માગવાનો હોય તો આવા મિત્રોનો માગવાનો હોય.

દુનિયામાં ટકી રહેવા તમને આવા મિત્રોની અનિવાર્યતા મહેસૂસ થાય છે, કારણ કે તમે જુઓ છો કે મોટા થયા પછી તમારી નજીક આવી જઈને પોતાને તમારા મિત્ર કહેવડાવતા લોકો જ તમારી પડતી સમયે સૌથી વધુ તાળીઓ પાડવા લાગે છે. તમારા એકાંતમાં તમને સંભળાય છે એ અને એ તાળીઓને તમે ગૂંજન માનીને સાચવી રાખો છો તમારી પાસે, જે પુખ્તતાનું એક વધુ પગથિયું ચડવામાં કાખઘોડી તરીકે કામ લાગશે, આ લોકો તમારી ચડતી વખતે ફરી પાછા હાજર થઈ જાય છે અને હવે એમના બેશરમ સ્મિતથી તમે ભોળવાતા નથી. તમારી પાસે આવા લોકો સાથે પનારો પાડવા માટે એક ઇનબિલ્ટ શોક ઍબ્ઝોર્બર, એક સ્ટેબિલાઈઝર આવી ગયું હોય છે જેને કારણે તમે લાગણીપ્રૂફ બની જાઓ છો. એમની બનાવટી પ્રશંસા અને એમની બેવજૂદ ટીકાથી અકળાતા નથી. તમારો સો ટચનો આક્રોશ કે તમારી ચોવીસની કેરેટની હૂંફ – કશુંય તમે આવા લોકોમાં વહેંચતા નથી, વેડફતા નથી. કારણ કે તમને ખબર હોય છે કે દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે.

માગવાનું કશું જ નથી હોતું ભગવાન પાસે, કારણ કે તમારી હૃદયની ઈચ્છાઓ હોઠ પર શબ્દસ્થ થાય તે પહેલાં જ, જરાય ટટળાવ્યા વગર એ બધું આપતો રહે છે. છતાં માગવાનું હોય તો એની પાસે એક જ વસ્તુની માગણી થાય : મૈત્રી

પાન બનાર્સવાલા

અજાણ્યું કોઈ નથી આ દુનિયામાં, જે છે તે હજુ સુધી નહીં મળેલા મિત્રો જ છે.

(—ડબ્લ્યુ. બી. યીટ્સ.)

• • •

ઑગસ્ટ મહિના માટે કૉન્ટ્રિબ્યુશનની અપીલ: સૌરભ શાહ

પ્રિય મિત્રો,

૭૫મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાના શુભ દિવસથી— ૧૪મી ઑગસ્ટ થી ‘ન્યુઝપ્રેમી’ની યુટ્યુબ ચેનલ શરૂ થઈ રહી છે. આરંભ એક રસપ્રદ અને બહુમૂલ્ય સિરીઝથી થશે. જરૂર જોજો. મઝા આવશે અને ઘણું જાણવાનું મળશે. એની વિગતો આગામી દિવસોમાં તમારા સુધી પહોંચશે.

ઘણા બધા વાચકોએ આ અપીલ પોસ્ટ થાય એ પહેલાં જ ઑગસ્ટ મહિનાનું સ્વૈચ્છિક આર્થિક કૉન્ટ્રિબ્યુશન મોકલી આપ્યું છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર.

‘ન્યુઝપ્રેમી’ જેવા વન પેન આર્મીથી ચાલતા રાષ્ટ્રપ્રેમી ડિજિટલ માધ્યમ માટે ભવિષ્ય આટલું સોનેરી ક્યારેય નહોતું.

એક તરફ પ્રિન્ટ મીડિયાનાં વળતાં પાણી છે, બીજી બાજુ ટીવી ચેનલોની કન્ટેન્ટનું સ્તર ટીઆરપીની સ્પર્ધામાં ઉત્તરોત્તર કથળતું જાય છે. આવા સમયમાં રાષ્ટ્રપ્રેમી ડિજિટલ મીડિયાનો સુવર્ણયુગ શરૂ થવા જઈ રહ્યો છે.

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશના ભવિષ્યના નકશાઓ બનાવવાનો, વર્તમાનની વાસ્તવિકતાઓને સમજવાનો અને ભૂતકાળની ભૂલોથી થઈ ચૂકેલા નુકસાનોનું સમારકામ કરવાનો આ અવસર છે અને આમાં અન્ય ભારતીય ભાષાઓના રાષ્ટ્રપ્રેમી ડિજિટલ માધ્યમોની સાથે ‘ન્યુઝપ્રેમી’ પણ ગૌરવભેર જોડાઈ રહ્યું છે.

‘ન્યુઝપ્રેમી’ પાસે વન પેન આર્મી છે જેને લીધે કન્ટેન્ટની, બૅકગ્રાઉન્ડ મટીરિયલની આધારભૂત રેફરન્સીસની તેમ જ રજુઆતની ખૂબીઓની કોઈ કમી નથી.

ભવિષ્યમાં આવી રહેલી સુવર્ણ તકને ઝડપી લઈને એક મોટી હરણફાળ ભરવા માટે ‘ન્યુઝપ્રેમી’ પાસે નક્કર ઇન્ફ્રાસ્ટ્રકચર અને અડીખમ સેટઅપ હોય એ જરૂરી છે.

આ માટે ફન્ડ્સની જરૂર પડવાની, સતત અને અવિરત પૈસાના પ્રવાહની જરૂર પડવાની.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે. ”ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. ( https://www.newspremi.com/cutting-chai-series-all-articles/ )

ઑગસ્ટ મહિના માટેનું કૉન્ટ્રિબ્યુશન મોકલી આપશો. બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:

જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda

A/c name: Saurabh Ashvin Shah

A/c No. : 33520100000251

A/c type : Savings

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

BHIM, PhonePe, G pay, UPI ID : hisaurabhshah@okaxis

Paytm : 90040 99112

તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. આપ સૌને દરેક પર્વ માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

સૌરભ શાહ

રવિવાર, 7 ઑગસ્ટ 2022

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. આજના સંદર્ભમાં મિત્ર અને મિત્રતા પર એક ગહન અભ્યાસ અને ચિંતન પૂર્ણ લેખ આપવા બદલ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here