સજાતીય સંબંધો અને ભારતીય સંસ્કૃતિ

ગુડ મોર્નિંગસૌરભ શાહ

૨૦૧૪નું વર્ષ ભારતના ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆતનું વર્ષ ગણાશે. આ એ વર્ષ હતું જ્યારે કેટલાય સુપ્રસિદ્ધ અને ક્ધફર્મ્ડ સેક્યુલરો યુ-ટર્ન મારીને હિન્દુ વિચારધારાની તરફેણમાં બોલવા – લખવા લાગ્યા. ગુજરાતીમાં જ નહીં નેશનલ લેવલ પર આ સેક્યુલરવાદીઓ પોતાને હિંદુવાદી કહેવડાવવા લાગ્યા. હું એમને મતલબવાદી ગણું છું. આ બનાવટી હિંદુવાદીઓએ જોઈ લીધું કે દેશમાં હવે પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે. હિંદુ વિચારધારા માટે આ છદ્મ હિંદુવાદીઓ ખતરનાક પુરવાર થઈ રહ્યા છે.

તેઓ વાતો આપણી પરંપરાની કરશે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પ્રાચીન સંસ્કૃતિની મહત્તાનાં ગુણગાન ગાશે જેથી આપણે ભોળાભાવે માની લઈશું કે કેવા વિદ્વાન છે આ લોકો. અને આમેય આપણે તો ચપડ ચપડ અંગ્રેજી-હિંદી-ગુજરાતી બોલનારા બોલબચ્ચનોથી ત્વરિત પ્રભાવત થઈ જનારી પ્રજા છીએ. આવું કોઈક મળે કે તરત એમને માથે ચડાવીને નાચવા માંડીએ.

ટીવી પર પણ આવી હિંદુવાદી ચેનલો શરૂ થવા માંડી. ન્યુઝ ચેનલો તો હતી જ જે પ્રી-મોદી યુગમાં હિંદુ સંસ્કૃતિને, હિંદુ પ્રજાને અને હિંદુ પરંપરાને ગાળો આપીને કૉન્ગ્રેસી એજન્ડાને આગળ ધપાવતી, લેફટિસ્ટોના ઈશારે નાચતી અને સેક્યુલરનો જયજયકાર બોલાવતી. આવી ઘણી ન્યુઝ ચેનલોએ પોસ્ટ મોદી યુગમાં પલટી મારીને હિંદુવાદનો અંચળો ઓઢી લીધો.

કેટલીક ખાસ ચેનલો શરૂ થઈ જે ઍપરન્ટલી ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન ગાવા માટે શરૂ કરવામાં આવી છે એવું શરૂઆતમાં આપણને લાગતું. એપિક એમાંની એક ચેનલ હતી, પણ ધીમે ધીમે ખબર પડતી ગઈ કે એમાં બધા જ સેક્યુલરો ભર્યા છે. મુસ્લિમવાદીઓ ભર્યા છે જેમને ટ્રેનિંગ મળી છે કે હિંદુત્વનાં વખાણ કરતા હો એ રીતે હિંદુ પરંપરાની બદબોઈ કરવાની. આ એક ટીવી માટે નવું વિશ્ર્વ હતું. વાત હિંદુત્વની કરવાની અને હિંદુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવનારાઓને લાગે કે ચાલો, કંઈક સારું થઈ રહ્યું છે આ ટીવી ચેનલોના વિશ્ર્વમાં પણ અંદરખાનેથી હિંદુ સંસ્કૃતિની બદબોઈ કરવાની. દેવદત્ત પટ્ટનાયક આવા લોકોના સરદાર એવા લેખક-એન્કર છે. યુ ટ્યુબ પર તમે રાજીવ મલ્હોત્રા જેવા સાચા ભારતપ્રેમીને વીડિયો જોઈ લેજો. કલાક કરતા લાંબો છે. પટ્ટનાયકની બરાબરની પોલ મલ્હોત્રાએ ખોલી છે. આ વીડિયો પ્રચલિત થયો તે પહેલા મેં પટ્ટનાયકનાં કેટલાંક પુસ્તકો મગાવીને વાચ્યાં હતાં અને મારો શક ખાતરીમાં પલટાઈ ગયો હતો કે આ માણસ બનાવટી હિન્દુવાદી છે. હિન્દુઓમાં માન્યતા મેળવીને હિન્દુ સંસ્કૃતિની ભાંગફોડ કરવાનો એમનો એજન્ડા છે.

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે સજાતીય સંબંધોને ગુનો ઠેરવતી ૩૭૭મી કલમ ઈન્ડિયન પીનલ કોડમાંથી રદ કરી તે પછી પટ્ટનાયકે ટિપિકલ સેક્યુલર અંદાજમાં જાહેર કર્યું કે ભારતીય પરંપરામાં ક્યાંય વિમાન (પુષ્પક) મેન્યુફેક્ચર થવાના પુરાવા નહીં મળે પણ સજાતીય સંબંધોના પુરાવા જરૂર મળશે.

સ્માર્ટ. અબુધો તરત જ અંજાઈ જાય એવી સ્માર્ટ દલીલ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં સજાતીય સંબંધોના પુરાવાઓ તો મળશે જ એ ઉપરાંત પ્રાચીન ભારતમાં તમને ચોરી, છેતરપિંડી થતી હોવાના પણ પુરાવાઓ મળશે. તેને કારણે શું આપણે એવું માની લેવું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ચોરીની હતી? છેતરપિંડીની હતી?

એમ તો પાંચ હજાર વર્ષ પછી મુંબઈ કે બીજાં શહેરોમાં ખોદકામ કરતી વખતે ગટરો નીકળશે. તો શું એવું માની લેવાનું કે ભારતમાં ગટર સંસ્કૃતિ હતી? પ્રાચીન ભારતમાં ગે લોકો હતા. હોય એ તો. એને કારણે શું આપણી સંસ્કૃતિ હોમો સેક્સ્યુઅલ્સ કે લેસ્બિયન્સની સંસ્કૃતિ બની ગઈ?

અગાઉ ઘણી વાર આ વાત લખી છે અને આજે ફરી એક વાર સેક્યુલર તથા લેફ્ટિસ્ટ ઈતિહાસકારો દ્વારા આપણા મન પર ઠસાવી દેવામાં આવ્યું છે કે આપણે ત્યાં સતીપ્રથા હતી, બાળકી જન્મે તો એને દૂધ પીતી કરી દેવાની પ્રથા હતી.

પ્રથા એટલે સર્વમાન્ય અને સર્વવ્યાપક વ્યવહાર. એ બધા જ લોકો પોતાને ત્યાં પુત્રી જન્મે ત્યારે કથરોટમાં દૂધ ભરીને એને ડુબાડી દેતા હોત તો એ વખતે સતીપ્રથા કેવી રીતે શક્ય બને? બાળકીઓ જ ન હોય તો સમાજમાં સતી કોણ થાય! અને જો બધી સ્ત્રીઓ સતી થઈ જતી હોત તો મારીતમારી પરદાદીની પરદાદીની પરદાદી પણ સતી થઈ ગઈ હોત. તો પછી આપણે જન્મ્યા કઈ રીતે? આપણા પૂર્વજોમાં જો માત્ર પુરુષો જ બાકી બચ્યા હોત તો કોની કૂખે આપણે અને આપણા બાપદાદાઓ જન્મ્યા?

એકલદોકલ છૂટાછવાયા કિસ્સાઓને એક ધાગામાં પરોવી દો એટલે કંઈ એ પ્રથા ન બની જાય. ભારતમાં આજે દર વર્ષે અમુક ખૂન થાય છે, અમુક બળાત્કાર થાય છે (અમેરિકામાં આવા દરેક ગુનાઓનો રેશિયો આપણા કરતાં અનેકગણો છે એ તમારી જાણ ખાતર). શું આપણે એમ કહીશું કે ભારતમાં ખૂન કરવાની પ્રથા છે? ભારતમાં બળાત્કાર કરવાની પ્રથા છે?

અમેરિકામાં તો એવા જંગલી ધોળિયાઓ વસતા હતા જેઓ આફ્રિકામાંથી સ્ત્રી-પુરુષો ઉપાડી લાવીને એમને ગુલામ તરીકે વેચતા. અબ્રાહમ લિન્કને એ પ્રથા દૂર કરાવી. માણસ જેવા માણસની લેવેચ કરનારી, એમનું દરેક રીતે શોષણ કરનારી પ્રજાએ એમની સ્ત્રીઓને મતાધિકાર આપ્યો તે પહેલાં આપણે ત્યાં સ્ત્રીઓને મતાધિકાર મળી ગયો હતો અને આપણે ત્યાં સ્ત્રી વડા પ્રધાન તેમ જ રાષ્ટ્રપતિના હોદ્દા પર પહોંચી ચૂકી છે, એ લોકોને ત્યાં હજુ સુધી કોઈ વુમન પ્રેસિડેન્ટ બની નથી. અને પાછા આ પશ્ર્ચિમીઓ આપણને પછાત ગણાવે છે.

પણ વાંક એમનો નથી. આપણે ત્યાંના બ્રાઉન સાહેબોનો છે. હજુય આપણી આસપાસ એવી હલકી માનસિકતાવાળા લોકો જોવા મળે છે જેમને ભારતની ટીકા કરવામાં, ભારતની પરંપરાની ઠેકડી ઉડાડવામાં પિશાચી આનંદ આવે છે. કમનસીબીની વાત એ છે કે હજુય આપણામાંના કેટલાક લોકો આવા ગંદા લોકોને ઈન્ટેલેકચ્યુઅલ તરીકે પૂજતા રહે છે.

સંબંધો સજાતીય કે વિજાતીય – એના દેખાડા કરવાના ન હોય. તમારી રુચિ જો પુરુષ તરીકે કોઈ પુરુષમાં હોય કે સ્ત્રી તરીકે કોઈ સ્ત્રીમાં હોય તો એના માટે સરઘસો કાઢીને ભવાડા કરવાની કોઈ જરૂર નથી. પ્રાઈવસીમાં તમારે જે કરવું હોય તેની અગાઉ પણ છૂટ હતી, હજુય છૂટ છે જ. આધુનિક કે લિબરલ દેખાવા માટે ગે હોવું કે ગે લોકોને સમર્થન આપવું જરૂરી નથી એ જરા સમજો. આપણી સંસ્કૃતિમાં અપવાદરૂપ એવા સજાતીય સંબંધોના કિસ્સા મળી આવે તેને લીધે આપણી પરંપરામાંથી સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોનું મહત્ત્વ ઘટી જતું નથી. પણ અધકચરા તથા અભણ અને નાસમજ લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પોતાને લિબરલ કહેવડાવવા પોતાની ટેક્સીઓને, પોતાની ઍપ્સને, પોતાની પ્રોડક્ટ્સને રેનબો વડે રંગવાનું ચાલુ કર્યું છે તે શોચનીય છે, નીંદનીય છે. અમેરિકા પોતાના વ્હાઈટ હાઉસને રેનબો વડે રંગે તો ભલે રંગે. એક જંગલી સંસ્કૃતિનો વારસો ધરાવતા દેશનું આપણે અનુકરણ કરવાનું?

મેઘધનુષ, ઈન્દ્રધનુષ અને સપ્તરંગી કમાન સાથે કેવાં ભવ્ય કુદરતી દૃશ્યોની કલ્પના આપણા મનમાં ઊભરે! આ ગે લોકોએ એ નિર્દોષ રંગો પણ છીનવી લીધા.

આજનો વિચાર

જન્મ વેળા તેં રૂદન દઈ મોકલ્યો’તો પ્રભુ,
એક-બે મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો.

– રઈશ મનીઆર

એક મિનિટ!

સાસુ: વહુ, જરા ચા લાવજો.

વહુ: એ હમણાં જ લાવું, જરા દાઢી બનાવી લઉં!

( મુંબઇ સમાચાર : બુધવાર, 12 સપ્ટેમ્બર 2018)

5 COMMENTS

  1. Saurabh bhai, who is promoting LG in India ? Persons sitting on a bench with a pen , newspapers and media. One who wants to bring rot ( sado ) of USA in India , are sponsors of it. Who wants to destroy Indian family values ? With deeper thinking and Captain Ajit Vadkayil ‘s blogs , it will be clear.

    Amish Tripathi pan ej gang no sabhya che. Aapna Purano ma poison ghusadi ne , pachi aapani majak udadse ke tamara bhadwan to aava hata ke tamara desh ma to aavu hatu ? Pachi aa loko ne bramit kari ne , convert karvana ke pachi temna deep roots thi door karvana. Ane pachi current wokeism nu gaadu chalavi ne yuvano ne pura desh , eni ancient sanskriti thi pura vimukh karvana. US ma family system je haalat che, ene ahi lavavano marag toh melord kari j rahya che. Eni asar bija 10 years pachi dekhava mandse. 30 varas pehla & aajna yuva pedihi na values bahu change che. Aa badhu long term planning thi thay che. Bhdrat ne todva mate. Tamara lekho thi loko ne jagruk banavo please.

  2. વિકૃતિઓ એ વિકૃતિઓ જ કહેવાય ! એને શબ્દો નાં આંચળા હેઠળ અને ખુલ્લા વિચારો નાં આંચળા હેઠળ નવાં કપડાં પહેરાવી મઠારી ન શકાય !! પશ્ચિમના દેશો અને તેમની સંસ્કૃતિ કેટલી જુની ? તેમની કહેવાતી ઉદાર મત વાદી વિચારધારા ત્યાંના જે તે દેશ માં જઈ ને જુઓ અને તેમના સમાજની વિકૃતિઓ સમજો અને જાણો તો સમજાય કે ભારતીય સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને અનંત છે !! આપણી સંસ્કૃતિ અને હિંદુ ધર્મ ને મૃતપ્રાય કરવા કંઈ કેટલાય વર્ષોથી પ્રયત્નો થયાં અને આક્રમણ પણ થયા છતાંય હજું આપણે અડીખમ છીએ !! આંખો મીચીને બીલાડી દૂધ પીવે એટલે એવું નહીં સમજવાનું કે સામાજિક વિકૃતિઓ સ્વીકાર્ય ગણી લેવાય !! અંતે વિકૃતિઓ તો વિકૃતિઓ જ રહેશે !!

  3. u turn
    મારવાવાળા લાખો છે ઓળખવા પડે જાતને સાચવવી પડે . સાચું વિશ્લેષણ અભિનંદન સર.
    ભારત માતાકી જય.

  4. I an following the EPIC Chanel for quite a long time & finds the same thing while watching serials regarding old Indian culture & tribes somewhere sometimes I figured out something going wrong but after watching Rajivji’s prog. On U tube and reading today’s article it’s clear that what is wrong with the chanel.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here