વૃક્ષપ્રેમીઓને ખુલ્લો પત્ર – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 27 મે 2026 )

“પ્રિય પર્યાવરણવાદી વૃક્ષમિત્રો,

સુપ્રીમ કોર્ટે પર્યાવરણના નામે ચરી ખાતા તમારા જેવા લોકોને તાજેતરમાં બરાબરના ખખડાવ્યા એ વાત તો તમે છાપામાં વાંચી જ હશે.

તમે બધા લોકો મળીને જ્યારે વૃક્ષ બચાવવા નીકળી પડો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે એ વિચાર કરવો જોઈએ કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં પણ થોડા દાયકા પહેલાં વૃક્ષો જ હતાં.

તમે ‘વૃક્ષ બચાવો ઝુંબેશ’નાં પૅમ્ફ્લેટ, પુસ્તિકા અને પ્રચારપત્રો છપાવો છો તે કાગળ પણ વૃક્ષમાંથી બને છે.

તમે વૃક્ષ બચાવવા માટે જ્યાં સભા, સરઘસો, આંદોલનો કરો છો તે મેદાનો પર પણ ક્યારેક વૃક્ષો હતાં.

તમે સભાસ્થળ સુધી પહોંચવા માટે, તમારી ઑફિસ, તમારી સંસ્થાની ઑફિસ, તમારા ધંધાની ઑફિસ સુધી પહોંચવા માટે ટ્રેન, બસ કે કારમાં જાઓ ત્યારે યાદ રાખો કે અત્યારે આ ટ્રેનના પાટા-સ્ટેશનો છે ત્યાં અને આ ડામર કે કૉન્ક્રીટની સડકો છે. ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં. જો એ વૃક્ષો ન કપાયાં હોત તો તમારી અવરજવર, તમારું કમ્યુટિંગ ઠપ થઈ ગયું હોત.

તમે રોજ સવારે જે ટૂથપેસ્ટ – ટૂથબ્રશ – ટન્ગ ક્લિનર વાપરો છો, નહાવા-ધોવા માટે જે સાબુ વાપરો છો, શૅમ્પુ અને ટુવાલ વાપરો છો, સાઈકલ-સ્કૂટર કે કાર વાપરો છો, સેલફોન – ટીવી – કમ્પ્યુટર વાપરો છો, પંખો – એસી – કૂલર વાપરો છો – એ બધાનું મેન્યુફેકચરિંગ કરનારી ફેક્ટરીઓ અત્યારે જે જગ્યાએ ઊભી છે ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં.

તમે જે સ્કૂલમાં ભણ્યા, તમારાં સંતાનો જે સ્કૂલમાં ભણ્યાં એ શાળાઓ-કૉલેજો અને યુનિવર્સિટીઓનાં મકાનો વૃક્ષો કાપીને જ ઊભાં થયાં છે. તમે જ્યાં લગ્ન કર્યાં તે મંદિર/ કોર્ટ/ પાર્ટી પ્લોટ/ હૉલ પણ વૃક્ષો કાપીને જ બંધાયાં છે. તમે જે હિલસ્ટેશન પર હનીમૂન કરવા ગયા ત્યાંની એ તમારી માનીતી થઈ ગયેલી હૉટેલ પણ વૃક્ષો કાપીને જ બંધાઈ છે.

તમે જે દુકાનોમાંથી તમારી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદો છો, તમે બીમાર પડો ત્યારે જે હૉસ્પિટલમાં સારવાર માટે જાઓ છો, તમે મનોરંજન માટે જે થિયેટર/ મલ્ટીપ્લેક્સમાં જાઓ છો તે પણ એક જમાનામાં જ્યાં વૃક્ષો હતાં તે જ જગ્યાએ, એને કાપીને-જમીન સમથળ કરીને જ બંધાયાં છે.

તમે જે ટીવીના સ્ટુડિયો પર આવીને પર્યાવરણ વિશે ચિલ્લાચિલ્લી કરો છો, અમારા જેવા ‘વૃક્ષનું નિકંદન કાઢનારાઓ’ને મણ-મણની ચોપડાવો છો અને ફરિશ્તાઓનો તેજપુંજ તમારા સર પર હોય અને અમે બધા જ શૈતાનની ઔલાદ હોઈએ એવી ચપડચપડ વાતો કરો છો એ ટીવી સ્ટુડિયો પણ ‘જંગલો કાપીને’ જ બંધાયા છે.

તમને દેશમાં જે હજારો નવાં શૌચાલયો જોઈએ છે, ગામડાઓમાં સ્કૂલો – હૉસ્પિટલો – લાઈબ્રેરીની સુવિધા જોઈએ છે, વિદ્યાર્થીઓ માટે કિતાબો જોઈએ છે એ બધું જ વૃક્ષો કાપ્યા વિના શક્ય નથી બનવાનું.

એક જમાનામાં વૃક્ષો કાપીને કાપડમિલો ન બની હોત તો તમે અત્યારે નાગા ફરતા હોત. એક જમાનામાં વૃક્ષો કાપીને વાસણો બનાવવાનાં, ગેસના સિલિન્ડર-ચૂલા બનાવવાનાં, મરીમસાલા-તેલ-ઘી બનાવવાનાં કારખાનાં ન બન્યાં હોત, લોટ પીસવાની ચક્કીઓ ન બની હોત તો તમે અત્યારે ભૂખ્યા પેટે હોત, કદાચ ઑલરેડી ભૂખે મરી ગયા હોત. તમારી પાસે અત્યારે જે ખોલી, વનરૂમ કિચન, ટુ બીએચકે, ડુપ્લે, રૉ હાઉસ કે બંગલો છે તે ન હોત અને જંગલમાં રામજીની જેમ કુટિયા બાંધીને રહેતા હોત તો તમારી સીતાજીને રાવણો ઉપાડી જતા હોત.

મુંબઈમાં મેટ્રો-થ્રીના પ્રોજેક્ટ માટે, ગોરેગાંવ – મુલુંડના એલેવેટેડ વૅ માટે આરે કૉલોનીનાં સેંકડો વૃક્ષો કાપવાનો તમે વિરોધ થઈ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોરબંદરથી ગૌહત્તી સુધીનો ‘જયમાલા માર્ગ’ બનાવવાની ઘોષણા કરી તે માટે પણ હજારો વૃક્ષ કાપવાં પડશે. મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન શરૂ કરવા માટે અને દેશની બીજી ડઝનબંધ નવી રેલવેલાઈનો માટે તથા એક્સપ્રેસ વેઝ બાંધવા માટે વૃક્ષો કપાવાનાં છે.

મુંબઈથી પૂનાનો, અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ વે બન્યો ત્યારે તે શું ઝાડપાન કાપ્યા વિના બન્યો હતો? એ માર્ગો બન્યા તે પહેલાંનાં હાઈવેઝ શું વૃક્ષો કાપ્યા વિના બન્યા હતા? મુંબઈની મેટ્રો-થ્રી પહેલાંની શહેરની યાતાયાત યોજનાઓ ચાહે એ વેસ્ટર્ન રેલવે-સેન્ટ્રલ રેલવે કે હાર્બર રેલવેની લાઈનો હોય કે પછી બેસ્ટ બસના ડેપોઝ અને બેસ્ટની બસો જે સડકો પર દોડે છે તે સડકો હોય, એ બધી જ યોજનાઓ – વૃક્ષો કાપ્યા વિના નથી બની.

પચ્ચીસ, પચાસ કે સો વર્ષ પહેલાં ‘વૃક્ષોનું નિકંદન’ કાઢીને તમે આ બધી સુવિધાઓ મેળવી લીધી. હવે પચ્ચીસ-પચાસ વર્ષ પછી જેમના માટે અનિવાર્ય બનવાની છે એવી યોજનાઓ માટે તમે વિરોધ કરો છો? પોતે ભોગવી લીધું, માણી પણ લીધું એ ભારતની નવી પેઢીઓને તમે આ જ સુવિધાઓથી વંચિત રાખવા માગો છો? કેટલા સ્વાર્થી છો તમે? કે દેશની પ્રગતિની તમે આડે આવો છો અને તે પણ સેવાના નામે.

અમે આવું કહીએ છીએ ત્યારે હજુ પણ માનસિક મુગ્ધાવસ્થાના ઊંબરે ઊભેલાઓ અમને કહે છે: ‘તો શું અમારું ઘર તોડીને ત્યાં પાછું ઝાડ ઉગાડીએ?’ અથવા ‘એટલે શું અમારે વૃક્ષ બચાવવાની ઝુંબેશ નહીં ચલાવવાની? કે પછી ‘મેં તો કંઈ ઝાડ કાપીને ત્યાં મારું ઘર નથી બનાવ્યું. મેં તો જે ખાલી હતો તે પ્લોટ ખરીદ્યો હતો.’

અરે મારા સ્માર્ટ-ચતુરો તમે નહીં તો કોઈએ તો ત્યાંના ઝાડ હટાવ્યાં હશે ને?

અને હા, તમને જો વૃક્ષો બહુ જ પ્યારાં હોય તો કરી જુઓ – તમારો બંગલો પાડીને ત્યાં ઝાડ વાવી જુઓ. (વાત કરો છો ખાલીપીલી?)

વૃક્ષ જીવન છે અને જીવન માટે વૃક્ષોનું ‘નિકંદન’ પણ અનિવાર્ય છે. આ બેઉ વાત સાચી છે.

નવી યોજનાઓ, નવા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે વૃક્ષો કાપવા પડે તો કાપવાનાં અને એના કરતાં બમણાં વૃક્ષો બીજે ક્યાંક ઉગાડવાનાં. મુંબઈમાં કે અમદાવાદમાં કે પછી વડોદરા-સુરત-રાજકોટમાં કે તમારા શહેરમાં/નગરમાં/ગામમાં તમે અત્યારે જે કંઈ સુવિધાઓ ભોગવો છો એમાંની ઘણી સુવિધા વૃક્ષો કપાવાને લીધે તમને પ્રાપ્ત થઈ છે. ખાલી ફૂટપાથ જોઈને પોતાનો ધંધો પસારીને બેઠેલો ફેરિયો જૂનો થઈ ગયો એટલે નવો આવતો હોય તેને એ ફૂટપાથ પર પગદંડો જમાવવા ન દે એવી મેન્ટાલિટી મુંબઈના મેટ્રો-થ્રીનો વિરોધ કરતા પર્યાવરણવાદીઓની હતી. મુંબઈના જ શું કામ ભારત આખાના પર્યાવરણવાદીઓની એવી મેન્ટાલિટી છે.

પોતે કપાયેલાં ઝાડને કારણે મળતી બધી જ સગવડો મેળવી લીધી અને હવે જાણે પોતાના બાપનું રાજ હોય એમ નવી આવનારી નવી પેઢીઓને એ સુવિધાઓ ન મળે એ માટે પ્રપંચ કરવાના.

જે લોકો એમ નથી કહી શકતા કે ફલાણો એક્સપ્રેસ વૅ બાંધવામાં એક નાનકડો હિસ્સો મારા બાપનો પણ છે, ફલાણી મેટ્રો યોજનાની સફળતામાં મારા પિતાએ પણ એક અધિકારી તરીકે કે પછી એક મજૂર તરીકે ફાળો આપ્યો છે તેઓ આવી યોજનાનો વિરોધ કરીને, વિકાસનાં કાર્યોમાં રોડાં નાખીને ચીપ પબ્લિસિટીમાં મહાલતા હોય છે. આવા ડબલ સ્ટાન્ડર્ડવાળા પર્યાવરણવાદીઓ કે કોઈપણ વાદીઓનો મેન્ટલ ગ્રાફ કોઈ દિવસ ઍનેલાઈઝ કરીશું, મજા આવશે. બાકી બધું બીજા બુધવારે.

એ જ લિખિતંગ,

-તમારે જે મને કહેવું હોય તે”

સાયલન્સ પ્લીઝ

મૈં યહાં ધૂપ મેં તપ રહા હૂં મગર

વો પસીને મેં, ડૂબા હુઆ કૌન હે

-બશીર બદ્ર

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here