શિલાન્યાસથી પ્રાણ પ્રતિષ્ઠા સુધીની યાત્રા : સૌરભ શાહ

( એ વખત હતો જ્યારે ‘મંદિર વહીં બનાયેંગે’ના નારાની ભૂત-પિશાચો મજાક ઉડાવતા. આ લોકો મોદીને ટોણા મારતા કે ‘ મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે’.

૨૨ જાન્યુઆરીની જાહેરાત પછી દેશ આખો આ સેક્યુલર દાનવોને કહી રહ્યો છે : ‘મંદિર વહીં બનાયા હૈ.’

પ્રસ્તુત છે બે નોસ્ટાલ્જિક પીસ.)

છઠ્ઠી ડિસેમ્બરથી પાંચમી ઑગસ્ટ સુધીની યાત્રા: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ સોમવાર, 3 ઑગસ્ટ, 2020)

“એક મંદિર બનાવવા મળ્યું એમાં આટલી હોહા શું કામ? દેશને મંદિરોની નહીં હૉસ્પિટલો, લાયબ્રેરીઓ અને સ્કૂલોની વધારે જરૂર છે. તમારી ધાર્મિક અંધશ્રદ્ધા દેશને ઓગણીસમી સદીમાં ધકેલી દેશે. શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ થકી દેશ એકવીસમી સદીમાં આગળ વધશે. માટે જ ભારતની ધર્મઝનૂની પ્રજાએ સૌની સાથે હળીમળીને રહેતાં શીખવું જોઇએ.”

અવતરણ ચિહ્નોમાં મૂકેલા આ વાક્યો કોઈ એક વ્યક્તિના નથી પણ ‘સેક્યુલર’ના નામે ઓળખાતી થયેલી એક આખી પ્રજાતિના છે. આ કમજાત પ્રજાએ ભારતના હિન્દુઓને કેવા ધીબેડ્યા છે એનો આખો તાજેતરનો ઇતિહાસ આંખ સમક્ષ અત્યારે તરવરી રહ્યો છે. હિન્દુ હોવું, હિન્દુ હોવા બદલ ગૌરવ અનુભવવું, હિન્દુત્વની પરંપરાને અનુસરવું અને હિન્દુ આસ્થાની વાતો કરવી—આ સઘળુંય હજુ ગઈ કાલ સુધી પછાત, ગમાર, અભણ અને અંધશ્રદ્ધાળુ પ્રજાનાં લક્ષણ ગણાય, તમારી ચારેકોર મજાકો થાય, વર્ક પ્લેસમાં તમારી સાથે આભડછેટ રાખવામાં આવે, સરકારી લાભોની છાશ વલોવી વલોવીને ઉપર તરતું માખણ બધું જ એ લોકો લઈ જાય અને તમારા ભાગે ખાટી છાશ માંડ આવે એવું વાતાવરણ 1947ની પંદરમી ઑગસ્ટની આગલી મધરાતથી 1992ની છઠ્ઠી ડિસેમ્બરની બપોર સુધી રહ્યું.

લગભગ પોણા પાંચ સદી સુધી રામ જન્મભૂમિની છાતી પર ઊભી કરવામાં આવેલી આ અપવિત્ર મસ્જિદને હિન્દુસ્તાનની પ્રજાએ સહન કરી.

છઠ્ઠી ડિસેમ્બરના એ રવિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે, અયોધ્યાની રામ જન્મભૂમિ પરના ઐતિહાસિક મંદિરને તોડીને બાબરના હુકમથી સરદાર મીર બાકીએ એના પર બાંધેલી ત્રણ ગુંબજવાળી મસ્જિદના ઢાંચાનો ત્રીજો અને છેલ્લો ગુંબજ તિકમ, કોદાળી અને ઘણ વડે જમીનદોસ્ત કરીને ઇતિહાસ રચ્યો. કરોડો હિન્દુઓની આંખમાં હરખનાં અશ્રુ ઉમટ્યાં (આ કરોડોમાંનો એક આપનો વિશ્વાસુ હતો). સેક્યુલરોના પેટમાં ધગધગતું તેલ રેડાયું ( આ સેક્યુલર ટોળકીમાં, વાચકોમાં જે ‘મૌલાના નગીનદાસ સંઘવી’ તરીકે પંકાયેલા અને જેમણે તાજેતરમાં જ 101 વર્ષની ભવ્ય ઉંમરે જીવનલીલા સંકેલી લીધી તે પદ્મશ્રી સંઘવીસાહેબ પણ હતા).

1528-29થી 1992. ગણો કેટલાં વર્ષ થયાં. લગભગ પોણા પાંચ સદી સુધી રામ જન્મભૂમિની છાતી પર ઊભી કરવામાં આવેલી આ અપવિત્ર મસ્જિદને હિન્દુસ્તાનની પ્રજાએ સહન કરી અને એ રવિવારે સંધ્યાકાળ પહેલાં, તમામ સહનશીલતાને નેવે મૂકીને જાગ્રત હિન્દુઓએ પોતાનું લોહી રેડીને બાબરી ઢાંચાના ત્રણે ત્રણ ગુંબજ તોડી નાખ્યા. એક નવા યુગનો આરંભ થયો.

આ નવા યુગને સાતમી ડિસેમ્બરે અંગ્રેજી છાપાંઓ, સેક્યુલર પત્રકારો અને હિન્દુદ્વેષીઓએ કેવી રીતે ‘વધાવ્યો’? એ આખો તાજેતરનો ઇતિહાસ અખબારી પાનાંઓમાં સચવાયેલો છે. ‘ઈન્ડિયા ટુડે’ જેવા અગ્રણી અને આદરણીય ગણાતા સામયિકે પોત પ્રકાશ્યું અને આ ઘટનાને ‘કાળી ટીલી’ તરીકે નવાજીને સૂચન છાપ્યું કે હવે આ જમીન પર સંડાસો અને જાજરૂઓ બાંધવાં જોઇએ. ભારતની પ્રજાને જે જે અખબારો અને પત્રકારો માટે આદર હતો તે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ, સ્ટેટ્સમેન, હિન્દુ, ટેલીગ્રાફ ઇત્યાદિએ અને ખુશવંત સિંહથી લઇને વિનોદ મહેતા વગેરે પ્રથમ પંક્તિના પત્રકારોએ પણ બાબરીના નામે રીતસરના છાજિયાં લેવાનું શરૂ કર્યું અને આ સૌની કલમે રોજેરોજ બાબરીના મરશિયાં ગવાવા માંડ્યાં.

હિન્દુઓ ઘડીભર ભોંઠા પડી ગયા. શું અમે કંઈ ખોટું કામ કર્યું? આ દેશની એકતા અને અખંડિતતા જોખમાય એવું કામ અમે કર્યું? ખરેખર રામ જન્મભૂમિ પર હવે ‘ઇન્ડિયા ટુડે’ વાળાઓનું કહ્યું માનીને જાજરૂઓ બંધાશે જ્યાં સેક્યુલરો ભેગા મળીને એકીબેકી કરશે? અમે શું અંધશ્રદ્ધાળુ છીએ? દેશને પછાત બનાવવા માગીએ છીએ? અમે શું ભાગલાવાદી છીએ? અમને આપસમાં કે બીજી પ્રજાઓની સાથે હળીમળીને રહેતાં નથી આવડતું? અમે અસહિષ્ણુ છીએ? અમે ઝનૂની છીએ? અમે અભણ, ગમાર, પછાત છીએ? અમે કોણ છીએ?

ધીમે ધીમે અને ક્રમશઃ હિન્દુઓએ સેક્યુલરોની રાજકીય-સામાજિક-અખબારી-આર્થિક-શૈક્ષણિક ઇકો સિસ્ટમમાં ગાબડાં પાડીને તપાસ્યું કે સત્ય શું છે?

તે વખતે દેશનું વાતાવરણ જ એવું હતું (નહીં, એવું વાતાવરણ કૉન્ગ્રેસીઓ દ્વારા બનાવી દેવામાં આવ્યું હતું) કે દેશની બહુમતિ પ્રજાને પોતાના માટે આવા ડઝનબંધ સવાલો થવા માંડ્યા.

1992ની છઠ્ઠી ડિસેમ્બરના રવિવારથી 2020ની પાંચમી ઑગસ્ટનો બુધવાર. લગભગ પોણા ત્રણ દાયકા સુધી કાંટાળા માર્ગ પરની યાત્રા ચાલુ રહી. આ દરમિયાન પેલા ડઝનબંધ પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રક્રિયા ચાલી.

બાબરીનો સદીઓ જૂનો અને ભગવાન રામનો સહસ્રાબ્દિઓ જૂનો ઇતિહાસ ઉખેળવામાં આવ્યો. ધીમે ધીમે અને ક્રમશઃ હિન્દુઓએ સેક્યુલરોની રાજકીય-સામાજિક-અખબારી-આર્થિક-શૈક્ષણિક ઇકો સિસ્ટમમાં ગાબડાં પાડીને તપાસ્યું કે સત્ય શું છે? રામ જન્મભૂમિમાં ખોદકામ કરતાં મળેલા અવશેષોએ અને લેફ્ટિસ્ટો દ્વારા લખાયેલા ઇતિહાસમાં ઢંકાઇ ગયેલા પુરાવાઓએ હિન્દુઓને સમજાવ્યું, એમની સમક્ષ સાબિત કર્યું કે અયોધ્યાનું રામ મંદિર માત્ર એક મંદિર નથી, ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું, ભારતની સનાતન પરંપરાનું પ્રતીક છે. આ દેશને સ્કૂલો, પુસ્તકાલયો, હૉસ્પિટલો (અને જાજરૂઓ)ની જેટલી જરૂર છે એના કરતાં વધુ મોટી જરૂર અયોધ્યામાં રામ મંદિર બંધાય એની છે. શું કામ? જરા શાંત રહીને તપાસીએ.

દેશની સમૃદ્ધિને આ દેશના દુશ્મનો લૂંટતા રહ્યા. સમાજવાદના નામે, ગાંધીવાદના નામે અને સેક્યુલરવાદના નામે ડાબેરીઓ, કૉન્ગ્રેસીઓ અને અન્ય હિન્દુદ્વેષીઓ મુસ્લિમપરસ્તી કરતા રહ્યા. પોતાનાં ગજવાં ભરાઈને છલકાઈ જાય એ પછી મુસ્લિમ પ્રજાને બિસ્કિટના બે ટુકડા નાખીને એમને પૂંછડી પટપટાવતા કરી દીધા પછી હિન્દુ પ્રજા માટે—આ દેશની 85 ટકા પ્રજા માટે એમની પાસે કશું બચતું નહોતું.

સદા મૌન સેવતા મૌનીબાબા જાહેરમાં બોલ્યાઃ આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.

હૉસ્પિટલો, પુસ્તકાલયો, શાળાઓ (અને જાજરૂઓ) તો જવા દો સરખી સડક બનાવવા માટેના પૈસા રહેતા નહોતા. પીવા-વાપરવાના પાણીની સુવિધા આપવા માટે સરકારી તિજોરીમાં પૈસા રહેતા નહોતા. દેશનાં લાખો ગામોમાં વીજળી પહોંચાડવા માટે કે હજારો નગરોમાં નિયમિત વીજ-પુરવઠો મળે તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સરકાર પાસે પૈસા નહોતા. વેરા-કરવેરાઓ ઉઘરાવી ઉઘરાવીને અને જીપ-વિમાન-તોપ-ઘાસચારો સહિતની દરેક સરકારી ખરીદીમાંથી કરોડોની કટકી થકી પોતાનાં ગજવાં ભરવામાં મગ્ન એવા ભારતના શાસકો હિન્દુઓના દાઝ્યા પર ડામ દેતા હોય એમ પાછા ઓપનલી જાહેર કરતા અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવાં છાપાંઓ ફ્રન્ટપેજ પર આઠ કૉલમનાં મથાળાં બનાવતાં: ‘આ દેશનાં સંસાધનો પર પ્રથમ હક્ક મુસ્લિમોનો છે.’

સચ્ચર સમિતિનો બદમાશીભર્યો રિપોર્ટ બહાર પાડીને સોનિયા ગાંધીના ખોળામાં રમતા ગલૂડિયા જેવી જેમની હાલત હતી તે દેશના આદરણીય વડા પ્રધાન મનમોહન સિંહે બાવનમી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલને સંબોધતાં આ શબ્દો કહ્યા હતા જે 9 ડિસેમ્બર 2006ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયા છે.

સોનિયા સરકાર વતી વડા પ્રધાન મનમોહન સિંહે આગલા વર્ષે, માર્ચ 2005માં, દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રાજિન્દર સચ્ચરના નેજા હેઠળ સાત સભ્યોની એક હાઈ લેવલ સમિતિ રચી હતી. આ દેશમાં મુસ્લિમોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક હાલત શું છે એની તપાસ કરીને સરકારને અહેવાલ આપવાની જવાબદારી આ સમિતિની હતી. 403 પાનાંનો રિપોર્ટ 30 નવેમ્બર 2006ના રોજ સરકારને સોંપવામાં આવ્યો. એના દસેક દિવસમાં જ સદા મૌન સેવતા મૌનીબાબા જાહેરમાં બોલ્યાઃ આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.

આ જ શાસકોએ આઝાદી પછીના દાયકાઓમાં દેશની જે આર્થિક હાલત કરી તે જ અત્યારે પણ ચાલુ રાખી હોત— જો એમની વણથંભી કુચને 2014માં અટકાવવામાં ન આવી હોત. આ કુચ કોણે અટકાવી? આપણે અટકાવી. આપણે એટલે કોણ? આપણે એટલે ભગવાન રામમાં, સનાતન સંસ્કૃતિમાં, આ દેશની પરંપરામાં આસ્થા ધરાવનારાઓ. આપણે એટલે સદીઓથી, જેમને બીજી પ્રજાઓને સાચવતાં આવડે છે, એમની સાથે હળીમળીને રાખતાં આવડે છે એ લોકોએ. આ બીજી પ્રજાઓમાં પારસીઓ અને યહૂદીઓથી માંડીને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સુધીના સૌ કોઈ આવી જાય. જે પ્રજાઓ આ દેશની પરંપરાનો આદર કરે છે, આ દેશની મૂળ પ્રજાના સંસ્કારોને હડધૂત નથી કરતી એવી પ્રજાઓ સાથે આપણને ક્યારેય સંઘર્ષ નથી થયો. બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો તો હિન્દુ ધર્મના જ પિતરાઈ-માસીયાઈ ભાઈઓ છે, એમની સાથે ક્યારેય કોઈ લડાઈ ઝઘડા નથી થયા. પારસીઓ અને જ્યુઝ ખરા અર્થમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પાળનારી પ્રજાઓમાંનો કેટલોક વર્ગ એમના ધર્મગુરુઓને કારણે, એમના રાજકીય નેતાઓને કારણે અને વિદેશોથી આવતી નાણાકીય મદદની સાથે પ્રવેશી જતી ઉશ્કેરણીને કારણે ક્યારેક નાની તો ક્યારેક ઘણી મોટી ખિટપિટ કરતી આવી છે. પણ હવે એમના માથે કૉન્ગ્રેસનું છત્ર રહ્યું નથી. 2014માં એ આશ્રય છિનવાઈ ગયો. હવે લિટરલી તેઓ ‘રામ ભરોસે’ થઈ ગયા. અને રામ રાખે એને કોણ ચાખે. હવે એમને કૉન્ગ્રેસની જોહુકમીનું શરણું શોધવાની જરૂર નથી એ વાત એમની સમજમાં આવી ગઈ છે.

અયોધ્યામાં પરમ દિવસે જેનો વિધિસર, સત્તાવાર, કાનૂનની પરવાનગીથી અને સૌ કોઈની સંમતિથી શિલાન્યાસ થશે તે રામ મંદિર માત્ર મંદિર નથી, દેશના પરમ વૈભવનું પ્રતીક છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિનો ઉજળો હિસાબ છે. દેશની સર્વવ્યાપી જ્ઞાન-ભક્તિ પરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. દેશની સામાજિક સમરસતાનું દુનિયાભરમાં એલાન કરતી ભગવી ધજા છે.

આજનો વિચાર

ક્યારેક જીવનમાં એવો ગાળો આવતો હોય છે જ્યારે આપણને ડહાપણની નહીં હિંમતની જરૂર હોય છે.

—અજ્ઞાત

**********

પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને હવે પાંચમી ઑગસ્ટઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ બુધવાર, 5 ઑગસ્ટ 2020)

વડીલો પાસેથી સાંભળ્યું છે અને વાંચ્યું છે કે આ દેશને આઝાદી કંઈ સસ્તામાં નથી મળી, ખૂબ સંઘર્ષ વેઠ્યો છે, ખૂબ અડચણોનો સામનો કર્યો છે.

અંગ્રેજો પાસેથી આઝાદી કેવી રીતે મળી તેનો કૉન્ગ્રેસી ઇતિહાસ આ દેશની પાંચ-સાત પેઢીઓને ભણાવવામાં આવ્યો અને સૌએ માની લીધું કે ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે આઝાદી અપાવી—બિના ખડગ, બિના ઢાલ. વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝથી માંડીને ભગત સિંહ સહિતના બીજા હજારો ક્રાંતિકારીઓને હાંસિયામાં ધકેલીને લખાયેલા આ સામ્યવાદી-ગાંધીવાદી-કૉંગ્રેસવાદી ઇતિહાસે દેશની પ્રજાનું ભલું કરવાને બદલે તદ્દન અતિશયોક્તિભરી અને ક્યારેક તો સાવ જુઠ્ઠાડી વાતો આપણા સૌના મનમાં ઘુસાડી દીધી. આવું રામ મંદિર માટેના ઇતિહાસ બાબતે ન થવું જોઈએ. કારણ કે હવે તો ખ્રિસ્તી માતાની અને ખ્રિસ્તીને પરણેલી બનાવટી ગાંધી પ્રિયંકા પણ ભગવી શાલ ઓઢીને ટીલાંટપકાં કરીને રૂદ્રાક્ષ ધારણ કરીને રામ નામ બોલતી ટ્વિટર પર તરતી થઈ ગઈ છે.

ભારત માટે આઝાદી પછીનો સૌથી મોટો દિવસ આજે છે- પાંચમી ઑગસ્ટ 2020. સહેજ જુદી રીતે મૂકીએ. 1947ની 15મી ઑગસ્ટે આઝાદી મળી એ રીતે આ દેશને 1992ની 6ઠ્ઠી ડિસેમ્બરે, બાબરી ઢાંચો જેનું પ્રતીક હતી તે, સેક્યુલરગીરીમાંથી આઝાદી મળી. અને 26 જાન્યુઆરી 1950ના રોજ જેમ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું (આઝાદી મળ્યા પછી દેશમાં લશ્કરશાહી, તાનાશાહી વગેરે કોઈપણ રાજ્યપદ્ધતિ આવી શકી હોત પણ એવું ન થતાં દેશમાં સંસદીય લોકશાહી આવી જેના માટે બે-ત્રણ વર્ષ સુધી બંધારણ ઘડાતું રહ્યું અને દેશમાં પ્રજાની સત્તા આવી). 6ઠ્ઠી ડિસેમ્બર 1992ને બીજો સ્વાતંત્ર્ય દિવસ ગણીએ તો 5મી ઑગસ્ટ 2020ને બીજો પ્રજાસત્તાક દિવસ ગણી શકીએ. આજથી આ દેશ હિન્દુઓનો દેશ છે, દેશમાં રહેતી 138 કરોડની પ્રજા જે કોઈ ધર્મ પાળતી હોય, જે કોઈ ભગવાનમાં આસ્થા ધરાવતી હોય પણ આ ભૂમિને જેઓ પોતાની માતૃભૂમિ માને છે તે સૌ હિન્દુ છે એવું દેશના નાગરિકો સમક્ષ જ નહીં દુનિયા આખી સમક્ષ સ્થાપિત થઈ રહ્યું છે. અમેરિકાનો નાગરિક અમેરિકન કહેવાય એ રીતે હિન્દુસ્તાનનો નાગરિક હિન્દુ કહેવાય. ઇન્ડિયા નામ તો વિદેશીઓએ આપણને અપમાનિત કરવા માટે આપેલું નામ છે. ભારત નામ સ્વીકાર્ય છે અને ભારત વર્ષમાં રહેતો દરેક નાગરિક ભારતીય પરંપરાને (એટલે કે વૈદિક, સનાતન હિન્દુ પરંપરાને) આદર આપે જ એટલે એ ભારતીય કહેવાય. આમ ભારતીય અને હિન્દુ વચ્ચે કોઈ ઝાઝો તફાવત નથી- મારી દ્રષ્ટિએ.

પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ મહત્વ છઠ્ઠી ડિસેમ્બરનું અને પાંચમી ઑગસ્ટનું છે, કદાચ વધારે. કારણ કે પંદરમી અને છવ્વીસમીના કારણે દેશને માત્ર ગુલામીમાંથી મુક્તિ મળી અને પોતાના પર પોતાનું જ રાજ હોય એવી વ્યવસ્થા ગોઠવવા મળી. જ્યારે છઠ્ઠી ડિસેમ્બર અને પાંચમી ઑગસ્ટને કારણે પ્રજાને ઝાંખી થઈ ગયેલી પોતાની અસ્મિતા પાછી મળી, પોતાના દેશની સમૃદ્ધિ આ દેશને પરાયો ગણનારાઓ પર લૂંટાવી દેવા માટે નથી એવી દ્રઢ પ્રતીતિ આ બે પવિત્ર તારીખોએ કરાવી. સામાજિક સમરસતા, રાજકીય સ્થિરતા, આર્થિક ઉન્નતિ, શૈક્ષણિક પરંપરા અને ધાર્મિક-આધ્યાત્મિક સંસ્કારોના અસ્તિત્વને અને આ પાંચેયના ભાવિને આ બે તારીખોએ સુનિશ્ચિત કર્યું, જડબેસલાક કર્યું.

અયોધ્યાનું રામ મંદિર દેશની પલટાયેલી રાજકીય આબોહવાનું ભવ્ય પ્રતીક છે. જે દેશમાં હિન્દુઓને ધર્મઝનૂની અને અસહિષ્ણુ (અને સોનિયાના રાજમાં તો આતંકવાદી) તરીકે ચીતરવામાં આવતા રહ્યા તે દેશમાં હવે હિન્દુ સંસ્કૃતિનું ખરા અર્થમાં સન્માન થવાનું શરૂ થઈ રહ્યું છે- આજથી.

અયોધ્યામાં રામમંદિરના વિધિસરના શિલાન્યાસની આજની તારીખ જાહેર થઈ કે તરત જ રામ મંદિર બનાવવામાં અમારો ફાળો કેટલો મોટો હતો એનો પ્રચાર કરનારા લેભાગુઓ નીકળી પડ્યા. દિગ્વિજય સિંહ જેવા થર્ડ ગ્રેડ કૉન્ગ્રેસીએ એક જમાનામાં રામ મંદિરનો વિરોધ કર્યો હતો, હિન્દુઓ આતંકવાદી છે એવા બનાવટી પુરાવાઓ ઊભા કરવામાં મદદ કરી હતી તે દિગ્વિજયસિંહ કહેવા લાગ્યા કે રામ મંદિરનો શિલાન્યાસ તો થઈ ગયો છે- રાજીવ ગાંધીના જમાનામાં!

રામના નામે પથરા તરાવવાની કોશિશ કરનારાઓ આવા તો ઘણા મળી આવશે હવે. રામ, રામ જન્મભૂમિ અને હિન્દુત્વની વહેતી પવિત્ર ગંગામાં હાથ ધોઈ લેવા માટે ચેતન ભગત જેવા અગણિત ભૂતપૂર્વ સેક્યુલરવાદીઓ આતુર છે. હિન્દુત્વને યુઝર્પ કરવાની હોડ લાગી છે. ચેતન ભગત કંઈ આ જમાતના એકમાત્ર સભ્ય નથી. આવા ડબલઢોલકીઓ અત્રતત્ર સર્વત્ર છે. ગુજરાતીમાં પણ ઘણા છે—દરેક ક્ષેત્રમાં છે. આવા બે મોઢાળા લોકોનું એક જ કામ હોય છે. કોઈ પણ ઈશ્યુ હોય- એના વિશે બે વાત વિરોધની લખવાની/બોલવાની અને બે વાત તરફેણની લખવાની/બોલવાની. આવું કરવામાં બે ફાયદા થાય આ બેમોઢાળાઓને. જે સમયે બેઉ તરફની વાતો બોલાઈ/લખાઈ હોય તે સમયે ભોળા અબૂધ વાચકો-શ્રોતાઓ આ તકવાદી લોકોને ‘તટસ્થ’ અને ‘નિરપેક્ષ’ ગણીને માથે ચડાવે. અને ભવિષ્યમાં આ ઇશ્યુ વિશે આગળ ચર્ચા ચાલે ત્યારે પવન જે તરફ વાતો હોય તે તરફની વાત તેઓ પોતાના આર્કાઇવ્ઝમાંથી કાઢીને તમને ‘પુરાવાઓ’ આપે- જુઓ મેં તો પહેલેથી જ આ વાતને સમર્થન આપ્યું હતું. અથવા – જુઓ હું તો તે જમાનાથી આ વાતનો વિરોધી રહ્યો છું.

પબ્લિક કંઈ આવા લોકોની કુંડળી કાઢવા જતી નથી એટલે આ લેભાગુ-ધુતારાઓ રિસ્પેક્ટેબલ બનીને પૂજાતા રહે છે, પોંખાતા રહે છે. પોતાની જાતને છેતરનારાઓ તમને પણ છેતરવાનો ધંધો કરતા રહે છે.

આજકાલ આવા ‘હિન્દુવાદી’ઓની દુકાન પણ ધમધોકાર ચાલે છે.

પણ આજના દિવસે એમના વિશે વધારે લખીને આનંદ-મંગલનું વાતાવરણ ડહોળી નાખવાનું ન હોય. પાંચમી ઑગસ્ટના આજના ઐતિહાસિક દિવસની ઉજવણી કરતાં કરતાં રામ સ્વરૂપ અને સીતારામ ગોયલ, ડેવિડ ફ્રૉલી અને કોન્રાડ એલ્સ્ટથી માંડીને અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામી તથા ઘર આંગણે હસમુખ ગાંધી અને વીરેન્દ્ર પારેખ સુધીના સૌ કોઈ ડઝનબંધ વડીલ લેખક-પત્રકારોને વંદન કરીને બૌદ્ધિક જગતમાં તેઓએ પ્રસરાયેલી જાગૃતિનું જબરજસ્ત પ્રદાન યાદ કરવું જોઈએ.

સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, અશોક સિંહલ, વાજપેયીજી-અડવાણીજી-ઉમા ભારતીજી, મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા સુધીના સેંકડો નેતાઓ, હજારો કાર્યકર્તાઓ તથા એમના લાખો ટેકેદારોને વંદન કરવાં જોઇએ.

સાધુસંતો અને પ્રાચીન-અર્વાચીન ઋષિમુનિઓ ન હોત તો સામ્યવાદીઓ અને સેક્યુલરોના ખભે ચડીને કૉન્ગ્રેસીઓએ આ દેશના ટુકડા કરીને ક્યારનો વેચી ખાધો હોત. વેદ વ્યાસ અને તુલસીથી લઈને આધુનિક સમયમાં સ્વામી રામદેવ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ, મોરારિબાપુ સહિત વિવિધ પંથો-સંપ્રદાયો- ભારતીય ધર્મોના અગણિત આદરણીય મહાપુરુષોને કારણે આ દેશમાં વૈદિક, સનાતન, હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે, સમૃદ્ધ થઇ રહી છે.

આજનો આ પવિત્ર દિવસ અહીં ઉલ્લેખ પામેલા તેમ જ આ ઉપરાંત જે જે યાદ આવતા હોય તે તમામ હિન્દુત્વના પ્રહરીઓએ આ દેશની માટી સાથે પોતાનાં લોહી-પરસેવો એકરૂપ કરીને તનમનધનથી જે વટવૃક્ષનું જતન કર્યું છે તેની શીતળ છાયા હેઠળ બેસીને પિકનિક કરવાનો છે. અને ઉજાણી કરતાં કરતાં વિચારવાનો છે કે હું આ વટવૃક્ષના જતન માટે શું કરી શકું એમ છું? ભવિષ્યમાં કોઈ કૉન્ગ્રેસી કુહાડી લઈને આવી ચડે ત્યારે આ વૃક્ષની સુરક્ષા હું કેવી રીતે કરીશ?

આ દેશ માટે હવે મરવાનું નથી, જીવવાનું છે. મરવાનું હશે તો એ લોકોએ જેઓ આ દેશની સંસ્કૃતિને અભડાવીને દેશ સાથે ગદ્દારી કરવા માગતા હોય.

અયોધ્યાની રામ જન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા રામ મંદિરનો ઇતિહાસ આ દેશની હજારો વર્ષની સંસ્કૃતિનો ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતનો ઇતિહાસ તો થોડાક દાયકાઓનો, કેટલીક સદીઓનો ઇતિહાસ છે. આજે જે રચાઈ રહ્યો છે તે ઇતિહાસનાં મૂળ સહસ્રાબ્દિઓ સુધી તમને લઈ જાય છે. એટલે જ પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ મહત્વ છઠ્ઠી ડિસેમ્બર અને પાંચમી ઑગસ્ટનું છે. કદાચ વધારે.

એટલે જ રામ જન્મભૂમિ પરનો આજનો અવસર આવતાં પહેલાં આ દેશ કેવી કેવી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે એની જાણકારી મેળવીશું તો જ કાલે જઈને આપણી નવી પેઢીઓને કહી શકીશું કે આ દેશને રામમંદિર કંઈ સસ્તામાં નથી મળ્યું, ખૂબ સંઘર્ષ વેઠ્યો છે, ખૂબ અડચણોનો સામનો કર્યો છે.

••• •••

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. પાકિસ્તાન બન્યું તે પહેલાં સદીઓથી, ભારત અને ઈરાન, સરહદોથી જોડાયેલ હતા. હિન્દુ અને પારસી, આ બેના સંબંધો માત્ર રાજકીય નહીં પણ ધર્મ અને ભાષાથી પણ સંબંધ ધરાવે છે. વર્તમાન સમયમાં બહુ થોડા લોકોને એ વિશે માહિતી હશે. હવે કોઈ એ વિશે લખતું નથી. મારી વિનંતી છે કે તમે Jatindra Mohan Chatterji એ લખેલ Atharvan Zarathustra – The Foremost Prophet અને The Ethical Conceptions of the Gatha વાંચી જજો. એ ઇતિહાસ અને વર્તમાન સમય પર તમારા વિચારો અમને વાંચવા ગમશે.

  2. જય શ્રીરામ…
    જય જય શ્રીરામ…
    આ લેખ દુનિયા ની દરેકે દરેક ભાષા મા લખો.
    કોંગ્રેસ ની પિશાચી વ્રુતિ… અને એના કરતા પણ ભયંકર કહી શકાય એવી આપણા જ ભાઇઓ ની …so called secular and intellectual class … ની નીજી સ્વાર્થ માટે …પૈસા માટે .. પાવર માટે … મુરખ ગધેડા .. rather જંગલી પશુ કહી શકાય એવી માનસિકતા ને ઉઘાડી પાડવા માટે
    આ લેખ દરેકેદરેક ભાષા મા લખો.

    તમારી કલમ થી તમે દેશ ની સેવા કરી રહ્યા છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here