મહેલમાં હોવા જોઈએ એ ભગવાન અયોધ્યામાં ઉજ્જડ વેરાન તૂટ્યાફૂટ્યા તંબૂમાં રહે છે : સૌરભ શાહ

(૨૨ જાન્યુઆરીના ઉત્સવની ઉજવણી કરતી વખતે યાદ રહેવું જોઈએ કે આ દિવસ જોતાં પહેલાં આ દેશ કેવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે. એટલે જ આજે વાંચો આ ક્લાસિક પીસ. )

મહેલમાં હોવા જોઈએ એ ભગવાન અયોધ્યામાં ઉજ્જડ વેરાન તૂટ્યાફૂટ્યા તંબૂમાં રહે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : મુંબઇ સમાચાર : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019)

૧૮૫૩ની સાલમાં, દોઢેક સદી અગાઉ નિર્મોહી અખાડાના સાધુઓએ બાબરીવાળી જગ્યા પર કબજો કરીને એક ચબૂતરો બાંધી દીધો જેને કારણે મસ્જિદ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ભાગમાં રામ ચબૂતરા તરીકે ઓળખાતી જગ્યા હતી જે બહારનો ભાગ હતો અને હિંદુઓ ત્યાં આવીને પૂજા-કિર્તન કરતા. અંદરનો ભાગ મસ્જિદનો જ્યાં નમાઝ પઢાતી.

૧૮૮૩માં ચબૂતરા પર મંદિર બાંધવાની કોશિશ થઈ પણ મુસ્લિમોના વિરોધને કારણે તે વખતના અંગ્રેજ શાસનના ડેપ્યુટી કમિશનરે મંદિર નિર્માણ પર પ્રતિબંધ લાદ્યો. ૧૮૮૬માં ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે હિંદુઓ માટે પવિત્ર ગણાતી ભૂમિ પર જ મસ્જિદ બંધાઈ છે છતાં આ જજે ‘જેમ છે તેમ’ (સ્ટેટસ કો)નો હુકમ કરીને મંદિરનું બાંધકામ ન થાય એવી જોગવાઈ કરી. આ અંગ્રેજ જજના ચુકાદા પછી આ બાબતની અપીલને પણ બીજા અંગ્રેજ જજે ફગાવી દીધી.

છેક ૧૯૩૬માં સુન્ની વકફ બોર્ડે આ જગ્યા પર પોતાનો હક્ક દાવો કોર્ટમાં કર્યો. અને શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચે ફાટફૂટ પડી, કારણ કે મૂળ આ જમીન અમારી છે એવો દાવો શિયાઓએ કર્યો હતો. શિયાઓએ સુન્ની દાવાને નકાર્યો, પડકાર્યો.

ડિસેમ્બર ૧૯૪૯. આ મહિનો અને સાલ રામજન્મભૂમિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અખિલ ભારતીય રામાયણ મહાસભાએ નવ દિવસનો અખંડ રામચરિત માનસ પાઠ મસ્જિદની બહાર કર્યો અને એ પછી ૨૨-૨૩ ડિસેમ્બરની રાત્રે ૫૦-૬૦ જણાએ મસ્જિદમાં જઈને સીતારામની મૂર્તિઓની સ્થાપના કરી દીધી. ૨૩ ડિસેમ્બરે અખંડ પાઠના આયોજકોએ લાઉડસ્પીકરો દ્વારા જાહેરાત કરી કે ચમત્કાર થઈ ગયો છે, રામસીતાની મૂર્તિઓ સ્વયંભૂપણે પ્રગટ થઈ છે, સૌ કોઈ દર્શન માટે પધારો, હજારો રામભક્તો આવવા લાગ્યા. પ્રશાસને મસ્જિદને વિવાદાસ્પદ જગ્યા ગણાવીને પ્રવેશદ્વારોમાંથી કોઈ પ્રવેશી ન શકે એવો બંદોબસ્ત કરી દીધો.

તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આદેશ કર્યો કે સીતારામની મૂર્તિઓ હટાવી દેવામાં આવે, પરંતુ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર કે.કે. નાયરે ડર દેખાડ્યો કે આવું કરવા જઈશું તો હિંદુઓની લાગણી દુભાશે અને વિસ્તારની શાંતિ જોખમાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો. ૧૯૪૯ કરતાંય એક દાયકા અગાઉથી અહીં કોઈ નમાજ પઢતું નહોતું. ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થયા પછી તો આ સ્ટ્રકચર ઑફિશિયલી ઈસ્લામની ઈબાદત માટે હરામ થઈ ગયું. આમ આ ઈમારત મસ્જિદ મટી ગઈ. છતાં ૫૦ વર્ષ પછી પણ એને મસ્જિદ ગણાવીને મીડિયાએ મુસ્લિમોની ધાર્મિક લાગણી ઉશ્કેરી અને દુનિયાભરમાં ભારતની બદનામી કરી. સૂટબૂટ પહેરીને જર્નલિઝમ કરનારા અંગ્રેજોની ઔલાદ જેવા પોતાને એલિટ માનનારા પત્રકારોનો તથા એમને પાળનારા મીડિયા હાઉસીસનો એ જમાનો હતો જે છેક ૨૦૦૨ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછીની પ્રતિક્રિયારૂપે સર્જાયેલાં રમખાણો સુધી જારી રહ્યો. ૨૦૧૪ પછી જો બાબરી તૂટી હોત તો ઈવન સાઉદી અરેબિયાએ પણ આ ઘટના વધાવી લીધી હોત.

ખૈર.

૧૯૪૯માં જે મૂર્તિઓ સ્થાપવામાં આવી તેનાં દર્શન કરવાનો લહાવો પણ છે, ગમગીની પણ છે. જે જગ્યાએ ભગવાન રામજીનું ભવ્ય વિશ્ર્વમંદિર હોવું જોઈએ ત્યાં માત્ર ટેમ્પરરી તાડપત્રીના તૂટ્યાફૂટ્યા છાપરા હેઠળ ધૂળ-તડકો સહન કરતી રામજીની મૂર્તિ જોઈને આ બંને ફિલિંગ મને થઈ હતી.

રામલલ્લાના દર્શન કરવા માટે તમારે કુલ પાંચ જગ્યાએ બૉડી ફ્રિસ્કિંગમાંથી પસાર થવું પડે. મોબાઈલ, ચામડાની ચીજો, ઘડિયાળ સાથે લઈ જવાની મનાઈ છે. પ્રથમ પોલીસવાળાઓ અને ત્યારબાદની ચોકીઓમાં અર્ધલશ્કરીદળના જવાનો તમારું ચેકિંગ કરે. ઠેર ઠેર સીસીટીવી કૅમેરા. એક જ માણસ ચાલી શકે એવી કેડી. મારા જેવો સહેલાઈથી નીકળી જાય પણ ભારે શરીરવાળાએ બેઉ બાજુએ બાંધેલી જાળી સાથે કદાચ ઘસાવું પડે એટલી સાંકડી કેડી. માથા ઉપર પણ જાળી. સીધેસીધો માર્ગ હોઈ શકત પણ આ જાળીવાળી કેડીને ભુલભુલૈયા જેવી વાંકીચૂંકી, આડીઅવડી બનાવી છે. દરેક જગ્યાએ અર્ધલશ્કરીદળોના જવાનભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) યુનિફોર્મ પહેરીને સતર્ક નજરે સેમી ઑટોમેટિક રાઈફલ સાથે તહેનાત. એક વખત આ પાંજરાનુમા કેડીમાં પ્રવેશ્યા પછી તમે બહાર નીકળી ન શકો એવું એનું બાંધકામ છે. ફાયરબ્રિગેડનું એન્જિન જોયું. જવાનોની છાવણીઓ ઠેરઠેર જોઈ. જવાનો આસાનીથી હરફર કરી શકે એ માટે લોખંડના પિંજરા જેવી પાતળી કેડીની ઉપરથી નાના નાના બ્રિજ બનાવવામાં આવ્યા છે.
ચારેબાજુ ઉજ્જડ વિસ્તાર. ભેંકાર અને નિર્જન જગ્યા. લાંબું ચાલ્યા બાદ તમારી જમણી તરફ લગભગ ૫૦ ફીટના અંતરે તૂટેલી તાડપત્રી નીચે એક નાનકડા ટીંબા પર બિરાજતા રામલલ્લાનાં તમે દર્શન કરો છો. ભગવાન ફરી એક વાર વનવાસ વેઠી રહ્યા છે એવી ભાવના થાય. એક આંખમાં લોહી ધસી આવે અને બીજી આંખમાં ગરમ આંસું. જેમણે મહેલ જેવા મંદિરમાં રહેવાનું હોય તે ઉજ્જડ વેરાન ફાટેલા તંબૂ નીચે વસે છે. આંખોમાંથી રોષ અને ભાવુકતા-બેઉ એકસાથે વહે. સુરક્ષાકર્મીઓની કૃપાથી શાંતિથી દર્શન થયાં. પૂજારીએ જાળીના બાકોરામાંથી મુઠ્ઠી ભરીને સાકરિયાનો પ્રસાદ જમણી હથેળીમાં મૂક્યો જેને માથે ચડાવી અમે એ જ પિંજરાકેડી પર આગળ ચાલ્યા. પ્રવેશ અને નિર્ગમ માર્ગ મળીને દોઢેક કિલોમીટરનું અંતર હશે. બહાર આવ્યા ત્યારે તીર્થસ્થાન પર જોવા મળે એવી દુકાનો જ દુકાનો. ખૂબ ભીડ. મેળા જેવું વાતાવરણ. રામલલ્લાનાં દર્શન બપોરના ૧ થી ૫ દરમ્યાન જ ખુલ્લાં હોય છે છતાં લોકોનો પ્રવાહ ઓછો થવાનું નામ લેતો નથી.

કંઈ કેટલાય સાધુઓ અને રામભક્તોએ બલિદાન આપ્યું છે – રામજન્મભૂમિ માટે.

************

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here