માનસ:ગણિકાનો પહેલો દિવસ: ‘એમને સુધારવા નહીં સ્વીકારવા આવ્યો છું’ : મોરારિબાપુ

(Newspremi.com  : શનિવાર, 20 જૂન 2020)

(માનસ:ગણિકા, પહેલો દિવસ  : અયોધ્યા, 22 ડિસેમ્બર 2018)

અયોધ્યાનગરીના સૌ સંતસમાજના આદરણીય સાધુસંતોને મંચ પર માનભેર બિરાજમાન કરીને પૂજ્ય મોરારિબાપુએ નવ દિવસની ‘માનસઃ ગણિકા’ના પ્રથમ ચરણનો આરંભ હનુમાનજીની શાબ્દિક સ્થાપના સાથે કર્યો. સુજ્ઞ શ્રોતાઓમાં સન્માનજનક સ્થાને ગણિકાઓ છે. તમામને પ્રણામ કરીને બાપુ આરંભ કરે છેઃ ‘બાપ!’

આ નારીઓ તો ગાત્ર વેચે છે પણ જેઓ પોતાનું ગોત્ર વેચે છે એમનું શું?

સરયુના તટ પરની રામજન્મભૂમિ પરનો આ પાવન અવસર છે. બાપુ અગાઉ પણ અહીં રામકથાનું ગાન કરી ચૂક્યા છે. અયોધ્યા વારંવાર આવ્યા છે, પણ આ વખતે કંઈક જુદી જ લાગણી થઈ રહી છે, બાપુ કથા દરમિયાન કહે છે. આ વખતે અયોધ્યાની ભૂમિ કંઈક વધુ તેજસ્વી લાગી રહી છે, બાપુ નિખાલસતાથી જણાવે છે. રામજન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટના અધ્યક્ષ પરમપૂજ્ય મહંતશ્રીની હાજરીમાં થતી રામકથાનો વિષય ‘માનસઃ ગણિકા’. આવો વિરલ સંયોગ બાપુ જ રચી શકે. ગણિકા વિશેની કથા અયોધ્યામાં જ કેમ? બાપુને ઘણા લોકો પૂછતા. બાપુ જવાબ આપતા કે આ ભૂમિ પર સૌ કોઈનો ઉદ્ધાર થાય છે, તો ગણિકાનો પણ થશે.

મજબૂરી હોય કે પછી જે હોય તે, આ નારીઓ તો ગાત્ર વેચે છે પણ જેઓ પોતાનું ગોત્ર વેચે છે એમનું શું? જેઓ પોતાનો સ્વધર્મ વેચે છે એમનું શું? ગીતામાં કૃષ્ણ કહ્યું : સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ગાત્રની વાત જવા દો. ગોત્ર વેચવાવાળાઓની ખબર લોઃ બાપુએ કહ્યું.

અયોધ્યા રામની જન્મભૂમિ છે. વિવાદના મુદ્દા વિશે મીડિયાવાળા ઘણી વખત મને પૂછતા હોય છે, બાપુ કહે છે, કે તમારે તો અયોધ્યામાં જ પડ્યાપાથર્યા રહેવું જોઈએ, અયોધ્યા છોડીને ક્યાંય ન જવું જોઈએ, જવાબમાં બાપુ કહેઃ હું ભલે અયોધ્યામાં ન રહેતો હોઉં પણ અયોધ્યા ચોવીસે કલાક મારામાં રહે છે.

અયોધ્યા એનું નામ છે જ્યાં યુદ્ધ નથી, જ્યાં વિવાદ નથી, જે નિર્વિવાદ ભૂમિ છે તે અયોધ્યા છે. સંવાદ અને સ્વીકારની આ ભૂમિ છે. બાપુ કહે છેઃ મારી ભૂમિકા ગણિકાઓને સુધારવાની નથી, એમને સ્વીકારવાની છે.

બાપુ, અમને આપનો ડર નથી લાગતો, આપની સાથે જે લોકો આવ્યા છે એમનો ડર લાગે છે.

શ્રોતાઓને સંબોધીને, મંડપમાં બેઠેલા અને ‘આસ્થા’ ચેનલ દ્વારા દુનિયાના 170થી વધુ દેશોમાં લાઈ કથા જોઈ રહેલા શ્રોતાઓને સંબોધીને, બાપુ કહે છેઃ (ગણિકાઓ સાથે) સોદા બહુ કર્યા, હવે એમની સેવા કરવાનો વખત આવ્યો છે. એમને ઉપયોગી થતી સંસ્થાઓને યથાશક્તિ મદદ કર્યા વિના જવાનું નથી. હું તો બે હાથ ઉઠાવીને દુનિયા આખીને કથામાં આવવાનું નિમંત્રણ આપતો હોઉં છું તો આ નારીઓને કેમ ન બોલાવું. દર્દી એટલો બીમાર હોય કે વૈદ્યની પાસે ન જઈ શકે ત્યારે વૈદ્યે એની પાસે જવું જોઈએ અને દર્દી પાસે જઈને કંઈ નહીં તો છેવટે બે મીઠા બોલ તો કહે એમને. મેં એમને કહ્યું તમે અયોધ્યાની કથામાં આવો. ઉદ્ધાર તો પ્રભુ રામ કરશે પણ કથા સાંભળવા તમે આવો. હું એ બહેનબેટીઓને મળ્યો ત્યારે એક ભાઈ ફોટો પાડી રહ્યા હતા. એક બહેને કહ્યું: બાપુ, અમારો ફોટો કોઈ ન ખેંચે એવું કહો.

બાપુ કહેઃ મેં ફોટો ડીલીટ કરાવ્યો, પછી પેલી બહેન બોલીઃ બાપુ, અમને આપનો ડર નથી લાગતો, આપની સાથે જે લોકો આવ્યા છે એમનો ડર લાગે છે.

બાપુ પ્રમાણ આપીને કહે છે કે ગાંધારી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે ધૃતરાષ્ટ્રની સેવા ગણિકાએ કરી છે. રામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે ભરતે રામનાં દર્શન કરવા માટે સમાજના જે જે વર્ગને બોલાવ્યા એમાં ગણિકાઓને પણ બોલાવી હતી. બાપુ કહે છેઃ તો પછી હું શું કામ એમને ન બોલાવું મારી કથામાં?

આ નારીઓ શાપવશ છે, પાપવશ નથી. અહલ્યાને છેતરવામાં આવી હતી. ઇન્દ્રની કથા છે.

અહીં બાપુ અત્યંત મોઘમ રીતે અતિ મહત્વની વાત કરે છે. આખા જંગલમાં વર્ષા કરવાનું વિરાટ કાર્ય તો મેઘ કરી શકે, પણ આપણા આંગણાની તુલસીને સીંચવાનું કાર્ય તો આપણાથી થઈ જ શકે.

બાપુના અવાજનો રણકાર, એમના ગાવાનો અંદાજ, એમની બૉડી લેન્ગવેજ આ બધું જ દિવ્ય તેજથી ઝગમગતું હતું

બાપુની દરેક કથા એમનામાં રહેલા તોતિંગ ઊર્જાસ્રોતના પુરાવાઓ આપતી રહે છે, પણ અયોધ્યામાં ચાલી રહેલી ‘માનસઃ ગણિકા’ના પહેલા જ દિવસે માહોલ જાણે એવો રચાયો છે કે પહેલી ઓવરમાં જ છ સિક્સર ફટકારવામાં આવી હોય. બાપુના અવાજનો રણકાર, એમના ગાવાનો અંદાજ, એમની બૉડી લેન્ગવેજ આ બધું જ દિવ્ય તેજથી ઝગમગતું હતું. ગણિકા કથાની પૂર્વભૂમિકા બાંધીને બાપુ પહેલા દિવસની ઔપચારિકતારૂપે કથાનું મંગલાચરણ કરે છે અને કહે છે કે મંગલ આચરણ કરતાં પહેલાં મંગલ ઉચ્ચારણ કરવું જોઈએ એટલે ગણિકાનું મહત્વ સ્થાપીને વાતની શરૂઆત કરી.

રામચરિત માનસના આરંભે પંચદેવને તુલસીએ યાદ કર્યા છે. વિવેકના દેવ ગણેશ, ઉજાસના દેવ સૂર્ય, શ્રદ્ધાની દેવી ગૌરી-પાર્વતી, વ્યાપકતાના દેવ વિષ્ણુ અને કલ્યાણદેવતા મહાદેવ.

પાંચ દેવોને વંદન કરે તુલસીએ રામકથા શરૂ કરતાં પહેલાં બ્રાહ્મણો, સજ્જનો, સાધુચરિત વ્યક્તિઓ, સાધુસમાજ વગેરે સૌને પ્રણામ કર્યાં છે અને વિનયપત્રિકામાં હનુમન્ત વંદના કરતાં ગાયું છેઃ

“મંગલ મૂરતિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન.

પવન તનય સંતન હિતકારી,

હૃદય બિરાજત અવધ બિહારી.

માતુ પિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભુ શુક નારદ.

ચરણ બંદિ બિનવૌં સબ કાહૂ,

દેહુ રામ પદ નેહ નિબાહૂ.

બંદન રામ લખન વૈદેહી,

જે તુલસી કે પરમ સનેહી

હે મારુતિનંદન હનુમાનજી મહારાજ, આપ મંગળકર્તા છો અને અમારા અમંગળોનો નાશ કરો છો. આપ પવનપુત્ર અને સંતોના હિતકારી છો. આપના હૃદયમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન છે. માતા, પિતા, ગુરુ, ગણેશ, સરસ્વતી અને પાર્વતી સહિત શંકર, શુકદેવ અને નારદ આ સૌના ચરણોમાં પ્રણામ કરું છું. આ સૌ મને આશીર્વાદ આપે કે હું સદૈવ પ્રભુ શ્રી રામજીનાં ચરણોમાં પ્રેમ પામતો રહું. રામ, લક્ષ્મણ અને સીતાજીની હું વંદના કરું છું જે મારા (તુલસીદાસના) બહુ નિકટના સ્નેહી છે.

કેવી સરસ ભાવના તુલસી વ્યક્ત કરે છે. રામ, લક્ષ્મણ અને સીતાજીને પોતાનાં નિકટનાં સગાં બનાવી દીધાં પછી કોઈ સગાં-વહાલાંની જરૂર શું પડવાની!

પ્રથમ દિવસની કથા અયોધ્યાના સંતોનાં ચરણોમાં અર્પણ કરીને પૂ.મોરારિબાપુ સૌને જાહેરમાં પૂછે છે કે અયોધ્યામાં ઠંડી બહુ છે તો આવતીકાલથી કથા નિત્યક્રમ મુજબ સાડા નવે શરૂ કરવી છે કે દસ વાગ્યે?

એક અવાજે સૌ કોઈ બોલી ઊઠે છેઃ દસ વાગ્યે!

તો કાલથી  સાડા નવને બદલે દસ વાગ્યે!

to read this article in English click here

यह लेख हिन्दी में पढ़ने के लिये यहाँ मिलेगा

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. ખૂબ ઉપકારક પ્રયાસ….. આપની કલમનો પ્રસાદ પામીને આનંદ આવે છે…. ?

  2. સર , knowingly આપની આ શ્રેણીની વાંચવાની શરૂઆત આજથી , ગ્રહણની શરૂઆતથી કરી છે. આનાથી વધુ શ્રેષ્ઠ અને ઉત્તમ વાંચન બીજુ શું હોઈ શકે !! પૂજ્ય બાપુએ તો ખરા અર્થમાં ધર્મને ઉપાડી બતાવ્યો છે. હવે સમજવાનુ આપણે છે… માનવે છે. આપના આ લેખ વાંચવા હું સદ્ભાગી બની એ માટે ઈશ્ચરનો આભાર માનું છું. આપની લેખનશૈલી , નજરોનજર કથા માણ્યાનો આનંદ કરાવશે એમાં કોઈ શંકા નથી ?

  3. Natmastak pranam BAPU………aap katha ma kaho 6o……..i love you nai pan i understand you kaho………we understand you……..❤❤❤❤?????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here