ડાહ્યા લોકો અને અળવીતરા લોકો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, 19 જૂન 2020)

ત્રણ પ્રકારના લોકો હોય છે. એક ડાહ્યાડમરા. મીઠું મીઠું બોલીને સૌને વહાલા થનારા. સભ્યતાથી વર્તનારા. નોકરીમાં આવા લોકોને ઝડપભેર પ્રમોશન મળતું જાય. નાની ઉંમરે મોટા પગારો મેળવતા જાય અને નિવૃત્ત થાય ત્યારે બાકીની આખી જિંદગી લક્ઝરીથી રહી શકે એટલું કમાઈ ચૂક્યા હોય. પણ આવા લોકોએ પોતાની જિંદગીમાં કે દુનિયામાં ચીંધ્યા કામ સિવાય બીજું કશું ઉકાળ્યું ન હોય. આવા લોકો જે કામ કરી ગયા તે કામ બીજા હજારો જણા કરી શક્યા હોત. આવા લોકોના હોવાથી દુનિયા આગળ નથી વધતી, માત્ર સિસ્ટમો સચવાઈ જાય છે.

બીજા પ્રકારના લોકોના મનમાં ઘણું ઘણું કરી નાખવાની હોંશ હોય છે પણ તેઓ પ્રથમ પ્રકારના લોકોને જોઈને પોતાને પણ એવાં પ્રમોશનો મળે, પગારો મળે એવી છૂપી ખ્વાહિશ રાખતા હોય છે. આને કારણે એમનું વર્તન, એમનું કામ ન ઘરના ન ઘાટના જેવું થઈ જાય છે. એમની કરિયર, એમનું જીવન અડધે પહોંચીને જ વેરવિખેર થઈ જાય છે. એ વિચારતા થઈ જાય છે કે પહેલા પ્રકારના લોકો કરતાં હું વધારે ટેલેન્ટેડ છું, મેં કંઈ ખોટું કર્યું પણ નથી તો શું કામ કોઈ મારો ભાવ પૂછતું નથી.

એણે કંઈ ખોટું કર્યું જ નહીં! એ ડરતો રહ્યો. જોખમ લઈશ તો કશુંક ખોટું કરી બેસીશ એવું માનીને પોતાની ક્રિયેટિવિટીનો એણે કશો ઉપયોગ કર્યો નહીં. છેવટે બાવાનાં બેઉ બગડયાં. ન આ તરફનો રહ્યો, ન પેલી તરફનો.

પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’માં કહે છે કે: એ જ તો એનો વાંક છે કે એણે કંઈ ખોટું કર્યું જ નહીં! એ ડરતો રહ્યો. જોખમ લઈશ તો કશુંક ખોટું કરી બેસીશ એવું માનીને પોતાની ક્રિયેટિવિટીનો એણે કશો ઉપયોગ કર્યો નહીં. છેવટે બાવાનાં બેઉ બગડયાં. ન આ તરફનો રહ્યો, ન પેલી તરફનો.

ત્રીજા પ્રકારની વ્યક્તિઓ પહેલેથી જ અવ્યવહારુ તરીકે પંકાઈ ગયેલી હોય છે. એમના દસ નવા આઈડિયાઝમાંથી નવ ફ્લૉપ જતા હોય છે. આને લીધે એમણે વારંવાર જૉબ બદલવી પડે છે. પણ કામનાં થોડાંક વર્ષ બાદ લોકોને ધ્યાનમાં આવે છે કે દસમાંથી નવ કામ જેનાં નિષ્ફળ ગયાં તે વ્યક્તિએ જે એક કામ સફળ કર્યું તે એ કક્ષાનું હતું જેને કારણે એના ક્ષેત્રમાં તાજગીની એક નવી લહેરખી આવી. આવાં દર દસ કામે નવ કામ ફ્લૉપ કરતાં જઈને એણે જે એક એક સફળ કામ કર્યાં તેની યાદીનો સરવાળો વધતાં વધતાં ચાળીસ-પચાસની ઉંમરે એટલો મોટો થઈ જતો હોય છે કે લોકોને સમજાય છે કે અત્યાર સુધી અમે આની અવગણના કરતાં રહ્યા તે ખોટું થયું. એની કરિયરમાં જેટલા અપ્સ હતા તેના કરતાં ડાઉન્સ વધારે હતા. એ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં તુંડમિજાજી અને રેક્લેસ ગણાતી. જયૉર્જ બર્નાર્ડ શૉએ આવી વ્યક્તિઓ વિશે કહેલું: રિઝનેબલ માણસો કે ડાહ્યા માણસો દુનિયાને અનુકૂળ થઈને જીવતા હોય છે. અનરિઝનેબલ કે અળવીતરા માણસો દુનિયાને પોતાની સાથે અનુકૂળ કરી લેતા હોય છે. આ દુનિયાની જે કંઈ પ્રગતિ છે તે આવા અનરિઝનેબલ લોકોને કારણે જ છે.

પૉલ આર્ડન કહે છે કે બધા લોકો નવું કામ શરૂ કરવા પરફેક્ટ ટાઈમિંગ, પરફેક્ટ પરિસ્થિતિની રાહ જોઈને બેસી રહેતા હોય છે. એવી રાહ જોવાને બદલે કામ શરૂ કરી દેવાનું અને ફાઈન ટ્યુન કરતાં જવાનું.

તમારા કામ વિશે કોઈની પાસેથી સાચો ઓપિનિયન મેળવવો હોય તો એવું નહીં પૂછવાનું કે કેવું લાગ્યું? જવાબમાં તમારાં વખાણ જ સાંભળવા મળશે. પૂછવાનું કે: આમાં ખામી કયાં છે? અથવા આમાં હજુ શું સુધારો થઈ શકે? અથવા મેં કયાં ભૂલ કરી હોય એવું તમને લાગે છે? આવું પૂછશો તો સામેવાળી વ્યક્તિ તમને સાચો અભિપ્રાય આપશે જેમાંથી બે વાત તમે શીખી શકશો. આ પૉલ આર્ડનની સલાહ છે. બીજી એક સલાહ છે કે વાતો કરતાં હોઈએ ત્યારે તમારે શું કહેવું છે તે કહ્યા કરવાને બદલે બીજાએ શું કહેવું છે તે સાંભળો. વધારે શીખવા મળશે. કોઈ વાત ન સમજાય એવી હોય ત્યારે પોલાઈટલી પ્રશ્ન પૂછો, જેન્યુઈન કુતૂહલ દેખાડો. તમારી ને તમારી જ વાતો કરીને બીજાને ઈમ્પ્રેસ કરવાની ટેવ છોડી દો. બીજાની વાતોમાં રસ લેશો તો જ એમને તમારી વાતોમાં ઈન્ટરેસ્ટ પડશે.

‘મોટા ભાગના લોકો બીજાઓ જેવા બનવા માગે છે. એમના વિચારો બીજાના મંતવ્યોથી ઘડાય છે. એમની જિંદગી જાણે મિમિક્રી બની જાય છે.’

તમે તમારી જાતને જેટલી સિરિયસલી લેશો એટલા જ સિરિયસલી બીજા લોકો તમને લેશે. તમે જ જો તમારા વિશે લો ઓપિનિયન ધરાવતા હશો, તમને જો તમારા કામ માટે આદર નહીં હોય તો બીજાને કયાંથી તમારા માટે માન થવાનું. હાઉ યુ પ્રેઝન્ટ યૉરસેલ્ફ ઈઝ હાઉ અધર્સ વિલ વેલ્યુ યુ, પૉલ આર્ડનની આ સલાહ જેમની પાસે બદામની પોટલી છે એમના માટે છે, મમરાનો કોથળો ખભે ચઢાવીને લોકોને ઈમ્પ્રેસ કરવા નીકળી પડેલાઓ માટે નથી.

અહમ્ કે ઈગો એટલો વગોવાઈ ગયો છે કે લોકો પોતે મહાન છે એવું જતાવવા મારામાં કોઈ ઈગો નથી, હું અહમ્ રહિત છું એવું બોલતા રહે છે. તમારી આ જિંદગી તમે છો એટલે જ છે. તમે નહીં હો તો આ જિંદગી પણ નથી. અને તમે એટલે તમારો અહમ્. ઈગોની નેગેટિવ વાતો પાંચસોવાર લખાઈ ચૂકી. એની ઊજળી બાજુ સમજો, જીવનમાં ઉતારો અને અહમ્ ને એટલો પાળોપોષો કે એ તમને અહીંથી કયાંના કયાં લઈ જાય. દરેક ગ્રેટ માણસમાં મસમોટો ઈગો હોવાનો. કદાચ ઈગોને લીધે જ તેઓ ગ્રેટ બની શક્યા હોય છે.

ઑસ્કાર વાઈલ્ડનું એક અવતરણ આ પુસ્તકમાં છે: ‘મોટા ભાગના લોકો બીજાઓ જેવા બનવા માગે છે. એમના વિચારો બીજાના મંતવ્યોથી ઘડાય છે. એમની જિંદગી જાણે મિમિક્રી બની જાય છે.’

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

તમારી પાસે તમારો પોતાનો પૉઈન્ટ ઑફ વ્યુ છે? કે પછી પેલાએ આમ કહ્યું ને તમે એ અપનાવી લીધું. ત્યાં પેલું વાંચ્યું ને તમે સ્વીકારી લીધું. તમારી લાઈફ આવું કરીને ખીચડી બની જવાની. ટોટલ મેસ. તમારી પાસે જિંદગીને જોવાનો આગવો, તમારો પોતાનો દૃષ્ટિકોણ હશે તો જ તમે બીજા લાખો લોકો જે કામ કરે છે તેના કરતાં કંઈક જુદું કામ કરી શકવાના. દુનિયાને એક કદમ આગળ લઈ જવાના. ગેમ ચૅન્જર બનવું હશે તો લોકો જે દૃષ્ટિએ આ દુનિયાને જુએ છે તેનાથી ટોટલી ડિફરન્ટ એન્ગલથી તમારે એને જોવી પડશે.

ઘણા લોકો કહેતા હોય છે કે મારી પાસે ઘણા આઈડિયાઝ છે. ઘેર ગયા તમારા આઇડિયાઓ. જે આઈડિયા અમલમાં મુકાતો નથી તેની વેલ્યુ ભંગાર જેટલી પણ નથી. અમલમાં નહીં મુકાયેલા સારા આઈડિયા કરતાં અમલમાં મુકાયેલો ખરાબ આઈડિયા લાખ દરજ્જે સારો. મનમાં ને મનમાં આઈડિયાઝ મૅન્યુફેક્ચર કરવાનું છોડી દઈને એમાંના કોઈ એક આઈડિયાને લઈને એનું ઈમ્પ્લીમેન્ટેશન શરૂ કરી દો અને એનું એક્ઝિક્યુશન પૂરું થયા પછી બીજો આઈડિયા હાથમાં લો, પછી ત્રીજો. આઈડિયાઝને માત્ર મનમાં ને મનમાં રાખી મૂકીને ફુલણજી બનવામાં કોઈ ફાયદો નથી.

પૉલ આર્ડનની હજુ કેટલીક વાતો બાકી છે. કાલે પૂરી કરીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. Recently I came across some news about Morari Bapu wherein he said Krishna & Balram were drunkard. Also chanting of Allah during Ramkatha. Since I saw the above news of Morari Bapu no Raskatha nu Pan. I thought let me just check with you. In case if you throw some light.

    • કેટલાક જાહિલ લોકો સમજ્યા કર્યા વિના out of context edited video clipsના આધારે મોરારીબાપુનો વિરોધ કરવા નીકળી પડ્યા છે. તમારી પોતાની પવિત્ર પારિવારિક બાબતોને તથા મારા લેખો વગેરેને આપણા હિતશત્રુઓ સંદર્ભ વિના કાપકૂપ કરીને ફૉરવર્ડ કરવાનું શરૂ કરે તો આપણા સૌના માટે controversy create થઈ જ શકે છે. બહુ જૂની રમત છે આ. માટે ઉશ્કેરાવાની કોઈ જરૂર નથી. જો રાખી શકાય તો બાપુની અક્ષુણ્ણ પવિત્રતા પર, સંસારી હોવા છતાં એમની અપ્રતિમ સાધુતા પર અને હિન્દુ ધર્મ-સનાતન પરંપરા માટે એમણે કરેલા પ્રદાન પર ગૌરવ લો અને મારી કલમની વિશ્વસનીયતાની લાજ રાખો. આમ છતાં જો કોઈને પેલા ફૉરવર્ડિયાઓમાં વધારે ભરોસો બેસતો હોય અને ભ્રમિત જગતમાં રહેવું હોય તો નસીબ એમના.

  2. સર ….સુજ્ઞ વાચક અને કર્મનિષ્ઠ શિક્ષક છુ હાલ નિવૃત છુ. આપના લેખો જ્ઞાન સભર ને ધારદાર હોય મનની જ્ઞાન પિપાષા સંતોષાય છે.મને અવિરતપણે આપની જ્ઞાન સરવાણી નો લાભ આપવા નમ્રતાપૂર્વક વિનંતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here