નાની નાની સિદ્ધિઓથી ખુશ થઈ જનારા લેજન્ડ નથી બની શકતા : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, રવિવાર સંસ્કાર પૂર્તિ )

સ્વર્ગસ્થ પંડિત શિવકુમાર શર્માએ ૧૯૬૫-૬૬ના ગાળામાં તબલાં વગાડવાનું છોડીને માત્ર સંતૂર પર કોન્સન્ટ્રેટ કરવાનું રાખ્યું હતું. સચિન દેવ બર્મન એ વખતે દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’ માટે મ્યુઝિક બનાવી રહ્યા હતા. રાહુલ દેવ બર્મન પિતાને આસિસ્ટ કરી રહ્યા હતા. આર.ડી. અને શિવકુમાર મિત્રો હતા. આર.ડી.એ શિવકુમારને કહ્યું કે પિતાના એક ગીતનું રેકોર્ડિંગ છે, તમે તબલાં વગાડવા આવો. શિવકુમારે ના પાડી, મેં હવે તબલાં વગાડવાનું છોડી દીધું છે. આર.ડી.એ ખૂબ આગ્રહ કર્યો. શિવકુમારે અપવાદરૂપે ‘મોસે છલ કિયે જાયે… સૈયાં બેઈમાન’માં તબલાં વગાડ્યાં.

શિવકુમાર શર્મા સંતૂર કેટલું સારું વગાડતા એની તો તમને ખબર જ છે. સાઠ વર્ષ પહેલાં તબલાં પણ એવા વગાડતા હશે કે પંચમે ઈન્સિસ્ટ કરવું પડ્યું કે આ ગીતમાં તમારે જ તબલાં વગાડવાનાં. છ દાયકા પહેલાં શિવકુમાર શર્મા બેઉ વાદ્યો ઉત્તમ રીતે વગાડતા અને એમણે જો તબલાં વગાડવાનું છોડી દીધું ના હોત તો પણ, તબલાં અને સંતૂર બેઉ શ્રેષ્ઠ રીતે વગાડતા હોત. પણ તો પછી તેઓ સંતૂરની દુનિયાના બેતાજ બાદશાહ ન હોત. સંતૂરનું નામ સાંભળતાં જ તમને પંડિત શિવકુમાર શર્મા યાદ આવે અને પંડિત શિવકુમાર શર્માના નામની સાથે જ સંતૂર યાદ આવે એવું ન બનતું હોત.

પોતાના કામની બાબતમાં માણસને બધું જ ગમતું હોય, બધું જ આવડતું હોય અને એનું બધું જ વખણાતું હોય તો પણ એણે વેળાસર નક્કી કરી લેવું પડે કે મારે આ બધામાંથી કઈ એક વાતમાં મહારત હાંસિલ કરવી છે. શર્માજી ઈન્સિક્યોર્ડ નહોતા. એમણે સાઠ વરસ પહેલાં વિચાર્યું નહીં કે ‘સંતૂરવાળું કામકાજ’ નહીં ચાલ્યું તો શું થશે? ‘તબલાંવાળું કામકાજ’ પણ ચાલુ રાખીએ તો પેલું ના ચાલે તો આનાથી નભી જવાશે, દાલરોટી નીકળી જશે.

આપણે ઈન્સિક્યોર્ડ હોઈએ છીએ એટલે અહીં ત્યાં બધે ફાંફાં મારતા રહીએ છીએ. અને એટલે જ આપણે ઉત્તમ કામ કરતા હોઈએ તો પણ કદી લૅન્ડમાર્ક નથી બની શકતા, શિવકુમાર શર્માની જેમ લેજન્ડ નથી બની શકતા.

જેમાં તમારી સિદ્ધિ સ્થપાઈ ચૂકી હોય એ કામ છોડી દેવાની તૈયારી હોય તો જ તમે તમારા બીજા કામમાં ઓતપ્રોત થઈને લેજન્ડરી કામ કરી શકો અને એવું નથી કે જે કામ છોડો છો એમાં તમે મિડિયોકર છે. શિવકુમાર જો મિડિયોકર તબલાંવાદક હોત તો પંચમે એમને આવો આગ્રહ કર્યો જ ના હોત.

ઈઝી મની અને ઈઝી ફેઈમ ખતરનાક વસ્તુ છે, કોઈ પણ ટેલૅન્ટેડ વ્યક્તિ માટે. યુવાનીના ઉંબરે પગ મૂકતો કોઈ ગાયક પ્લેબેક શિંગર બનવા કે પછી જગજિત સિંહ જેવો ગઝલગાયક બનવા મુંબઈમાં પગ મૂકે ત્યારે એણે લાંબી સ્ટ્રગલની તૈયારી રાખવી પડે. પણ નવ્વાણું ટકા ટેલેન્ટેડ ગાયકો શરૂમાં સર્વાઈવલ માટે અને પછી ન જાણે ક્યા કારણોસર પ્રાઈવેટ મહેફિલોમાં, લગ્ન-શુભ પ્રસંગોમાં, નવરાત્રિમાં, દેશવિદેશના જાહેર કાર્યક્રમોમાં ગાતા થઈ જાય. નામ થઈ જાય, પૈસા આવતા થઈ જાય, પોતે એસ્ટાબ્લિશ્ડ થઈ ગયા છે એવો સંતોષ પણ લેતા થઈ જાય. પણ તેઓ ક્યારેય મોહમ્મદ રફી કે કિશોરકુમારની કક્ષાએ નથી પહોંચવાના. જો આ બધામાં ન પડ્યા હોત, સ્ટ્રગલ ચાલુ રાખી હોત તો શક્ય છે કે બની શક્યા હોત. ભલે પોઈન્ટ ઝીરો વન પર્સેન્ટ ચાન્સ હોત પણ ચાન્સ તો હતો. હવે એવો બિલકુલ ચાન્સ નથી હોતો.

કોઈ ટેલેન્ટેડ પેઈન્ટર સ્વર્ગસ્થોનાં પોટ્રેઈટ બનાવીને પચીસ – પચાસ હજાર કમાતો થઈ જાય તે સારી વાત છે પણ જો એ પછી એમાં જ ખુશ રહે, વ્યસ્ત રહે તો એ ક્યારેય રાજા રવિ વર્મા કે એમ.એફ. હુસૈન ના બની શકે. કોઈ ટેલેન્ટેડ ફોટોગ્રાફર સર્વાઈવલ માટે લગ્ન-રિસેપ્શનની ફોટોગ્રાફી કરે અને ભવિષ્યમાં પોતાનું નામ રઘુ રાય, ગૌતમ રાજાધ્યક્ષ, પાબ્લો બાર્થોલોમ્યુ કે અતુલ કસબેકર જેવું બનશે એવાં સપનાં જોતો હોય તો એણે બે ટંકની દાલરોટી તથા મહિનાનું ભાડું ભરી શકાય એટલી જ કમાણી પૂરતાં લગ્નનાં અસાઈન્મેન્ટ લેવાનાં હોય. બાકીનો સમય પેલું સપનું સાકાર કરવા પાછળ ખર્ચી કાઢવાનો હોય. પણ જો એને પોતાની કમ્ફર્ટ્સ માટે અને પછી આગળ વધીને પોતાની લક્ઝરીઝ માટે લગ્નની ફોટોગ્રાફીનાં અસાઈન્મેન્ટ વધારતા જવાનું મન થતું રહે અને એવી ઈચ્છાનો એ વગર વિચાર્યે અમલ પણ કરતો રહે તો એણે પેલા સપનાથી હાથ ધોઈ નાખવા પડે. શક્ય છે કે સામેથી આવતાં લગ્નની ફોટોગ્રાફીનાં અસાઈન્મેન્ટ નકારતાં એને એવો વિચાર આવે કે સામેથી આ કામ મળે છે તો ના ક્યાં પાડવી? કાલ ઊઠીને જો પોતે રઘુ રાય વગેરેમાંથી કોઈ ન બન્યો તો કમ સે કમ આ કામમાંથી તો ભવિષ્યમાં ગાડી-ઘર આવી જશે.

અ બર્ડ ઈન હૅન્ડ ઈઝ બેટર ધૅન ટુ ઈન બુશ એવું વિચારીને જે ટેલેન્ટેડ વ્યક્તિ ઈન્સિક્યોર્ડ થાય છે એ કુદરતે એને આપેલી બક્ષિસ સાથે અન્યાય કરે છે. જિંદગીમાં ક્યારેય હસવું અને લોટ ફાકવાનું એક સાથે ન બની શકે. કશુંક મેળવવા માટે કશુંક છોડવું જ પડે. નાનીનાની સિદ્ધિઓથી રાજી થઈ જનારાઓ ક્યારેય મોટાં સપનાં સાકાર કરી શકતાં નથી. મોટાં સપનાં સાકાર કરવા માટે જાતને ઈન્સિક્યૉર્ડ કરવી પડે. પેટે ડબલું બાંધીને કે સ્વિમિંગ રિંગ પહેરીને ઑલિમ્પિકમાં સ્વિમિંગનો ગોલ્ડ મેડલ ના મળે. લાઈફ જેકેટ પહેરીને ઈંગ્લિશ ચૅનલ તરનારાઓનાં નામ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ન આવે. મોચ આવશે, ફ્રેકચર થશે કે ખાઈમાં પડીને મરી જઈશું એવો ભય હોય તો એવરેસ્ટના શિખરે ન પહોંચાય. જોખમ ઉઠાવવું પડે. કુશાંદે ફલૅટના પોચા પોચા ખોળામાં બેસીને જોખમો ખેડવાની હિંમત ના આવે.

મારી આસપાસ મેં એવા ઘણા લોકો જોયા છે, એમની સાથે કલાકો ચર્ચા પણ કરી છે, જેઓ જીવનમાં કંઈક બનવા માગતા હોય પણ અત્યારની એમની કમ્ફર્ટેબલ લાઈફસ્ટાઈલ છોડવાનો એમને ડર લાગતો હોય. સૌથી પહેલો ડર તો એમને, લોકો શું કહેશે એનો હોય. હાથમાં આવેલી અચ્છી-ખાસી નોકરીને કે કામને છોડીને શું કામ ખોટી સ્ટ્રગલ કરવા નીકળી પડ્યો – જો એ નિષ્ફળ જશે તો લોકો આવું કહેવાના. અને વાત સાચી છે. લોકો તો કહેવાના જ. તમારે એમનું સાંભળવું છે કે તમારી અંદરના અવાજનું એ તમારે નક્કી કરવાનું છે. બીજો ડર અચ્છીખાસી આજીવિકા ગુમાવી દેવાનો હોય. આ ડરમાં ખાવાપીવાના વાંધા થઈ જશે એનાં કરતાં વધારે ગાડીના પેટ્રોલના, બાળકની મોંઘી સ્કૂલ ફીના અને પત્નીને રાજી કરવા માટે થતા મોંઘા વૅકેશનોના ખર્ચાના વાંધા થઈ જશે એ ડર વધારે હોય છે.
માણસે વિચારવું જોઈએ કે ભગવાને જ્યારે એના પર આશીર્વાદ વરસાવીને એને આ ક્ષેત્રની ઉત્તમોત્તમ પ્રતિભા આપી છે તે શું ગાડીમાં મહાલવા માટે, બાળકોની તોતિંગ સ્કૂલ – કૉલેજ ફી ભરવા માટે કે પત્નીને રાજી રાખવા માટે આપી છે? કે પછી એ ક્ષેત્રમાં અત્યાર સુધી જે સિદ્ધહસ્ત લોકો કામ કરી ચૂક્યા છે એમનું કામ આગળ વધારવા માટે એ ટેલેન્ટ મળી છે. અફકોર્સ, આમાં પણ તમારે ચાન્સ જ લેવાનો છે. તમારા પૂર્વસૂરિઓએ પણ ચાન્સ જ લીધો હતો. એમને કોઈએ તામ્રપત્ર પર કોતરીને નહોતું લખી આપ્યું કે તમે ચાર્લ્સ ડિકન્સ, જેફ્રી આર્ચર કે પન્નાલાલ પટેલ બનવાના છો.

તો શું વિચાર કરો છો? આગામી ૧,૦૦૦ દિવસમાં તમારે નિર્ણય લઈને એનો અમલ શરૂ કરી દેવો છે? કે પછી તબલાં, સંતૂર, ગિટાર, ફ્લ્યુટ અને ઢોલક બજાવવાનું ચાલુ રાખવું છે? વિચારજો. આફ્ટર ઑલ જે કંઈ છે તે આ એક જ જિંદગી છે તમારી પાસે. આજનો વિચાર તમારું ધાર્યું કરી લીધા પછી પણ તમે જો નાખુશ હો તો વિચારજો કે એમાં વાંક કોનો – ભગવાનનો, નસીબનો કે તમારા પોતાનો?

પાન બનારસવાલા

જે માણસ કોઈ વસ્તુ ઉપર એકનિષ્ઠાથી કામ કરે છે તે અંતે બધી જ વસ્તુઓ કરવાની શક્તિ મેળવશે.

—ગાંધીજી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here