સિંગલ સફરજન અને સફરજનનો ટોપલો: સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘ સંદેશ ‘, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 )

સારા કે ખરાબ— દરેક પ્રકારના અનુભવો જરૂરી છે. કામમાં સફળતા મળે કે નિષ્ફળતા એનું મહત્ત્વ નથી, કામનો અનુભવ મળે એનું મહત્ત્વ છે. અનુભવો વિના જીવનમાં સચ્ચાઈ આવતી નથી.

વિચારો, સિદ્ધાંતો અને કલ્પનાઓની કસોટી અનુભવની એરણ પર જ થતી હોય છે. દુ:ખના હોય કે સુખના—અનુભવો આખરે અનુભવો છે. એનો કોઈ વિકલ્પ નથી.

માણસ શરૂઆતમાં પોતાના ઉછેરને કારણે અને મોટા થયા પછી પોતાના આગ્રહો, દુરાગ્રહો તથા પૂર્વગ્રહોને કારણે કંઈ કેટલાય અનુભવોથી વંચિત રહી જાય છે. અનુભવની મૂડીથી અનેક ગેરસમજણોની ગાંસડીઓનાં દેવાં ભરપાઈ થઈ જતાં હોય છે. જાત અનુભવ ન થાય ત્યાં સુધી માણસના મનમાં બીજા માણસ માટેની ખાસ્સી એવી ગેરસમજણો ઊછરતી રહે છે. માણસો વિશેની, માણસોના વ્યવહારો વિશેની, પરિસ્થિતિઓ અને ઘટનાઓ વિશેની, ચીજવસ્તુઓ અને ભૌતિક તેમ જ અભૌતિક બાબતો વિશેની કન્સેપ્ટ્સ માત્ર વિચારના સ્તરે હોય ત્યારે એ કંઈક હોય છે અને આ દરેક કન્સેપ્ટ વિશે અનુભવ થાય ત્યારે એ કંઈક જુદી હોય છે. પ્રેમ અને લગ્નથી માંડીને બાળકના જન્મથી માંડીને માબાપના મૃત્યુ સુધીની જીવનની અસંખ્ય ઘટનાઓની બાબતમાં પણ જ્યાં સુધી અનુભવ નથી થતા ત્યાં સુધી માણસ કંઈક જુદું જ વિચારતો રહે છે અને અનુભવો થયા પછી કંઈક જુદી જ દિશાએ વિચારવાની શરૂઆત કરે છે.

અનુભવો એટલે માત્ર જાતઅનુભવની જ વાત નથી. જાતે ન અનુભવ્યું હોય પણ પ્રત્યક્ષ નિહાળ્યું હોય તો એ પણ અનુભવનો જ એક પ્રકાર થયો. મૃત્યુનો રૂબરૂ અનુભવ શક્ય નથી. મૃત્યુ થઈ ગયા પછી એ અનુભવ, અનુભવના સ્તર પર ન રહેતાં અભૌતિકતામાં વિલીન થઈ જાય છે. લગ્નનો જાત અનુભવ ન હોવા છતાં નજીકથી નિહાળેલાં બીજાઓનાં દાંપત્યજીવન તમારા માટે અનુભવની ગરજ સારી શકે. ઘણીય બાબતોમાં જાતઅનુભવ, વિના માત્ર વિચારના સ્તરે, કશી જ સમજણ ઊઘડતી નથી. આની સામે બરફનો સ્પર્શ, અગ્નિથી દાઝવું, બંદૂકની ગોળીનો ઘા ઈત્યાદિ અનેક અનુભવો કર્યા વિના વિચારના સ્તરે હોય તો પણ તે પૂરતા હોવાના.

કેટલાક અનુભવોની તીવ્રતા વર્ષો સાથે તેજ થાય છે. મૅચ્યોરિટી કહે છે એને. અને કેટલાક અનુભવો વર્ષો પછી એનું મૂળ સંવેદન ગુમાવી બેસે છે. રીઢા થઈ જવું કહે છે એને. મૅચ્યોર્ડ થવામાં અને રીઢા થઈ જવામાં ફરક છે. અનુભવોમાં જિંદગીનાં વર્ષો ઉમેરાતાં જાય અને તેની સાથે એ દરેક અનુભવમાંથી શીખતા રહેવાની ઉત્સુકતા પણ વધતી જાય તો તે મૅચ્યોરિટીમાં પરિણમે છે, પણ અનુભવોમાં માત્ર વર્ષો જ ઉમેરાયા કરે અને એમાંથી પાઠ લેવાની વૃત્તિ ઘટતી જાય તો એ રીઢાપણામાં પરિણમે.

અનુભવોનો અતિરેક ક્યારે વિચારહીનતામાં પરિણમે. જીવનમાં ઉપરાછાપરી બનતી ઘટનાઓમાં ડૂબી જતી વ્યક્તિ વિચારોથી દૂર ફંગોળાઈ જાય એ શક્ય છે. જે અનુભવ પછી વિચાર ન જન્મે એ અનુભવ સાવ નકામો. કોઈ પણ અનુભવનું મહત્ત્વ એ અનુભવ પછી પ્રગટતા વિચારોને કારણે નક્કી થાય. ક્યારેક કોઈકના માથા પર સફરજનનો આખો ટોપલો પડે તોય કોઈ વિચાર ન આવે, પણ ન્યૂટનના માથે એક જ સફરજનનું ટપકવું પૂરતું હતું. એક જ પ્રકારના અનુભવનું અર્થઘટન પણ દરેક વ્યક્તિ જુદું હોવાનું. રોગીને કે નનામીને જોઈને બધાને સંસાર છોડી દેવાની પ્રેરણા મળતી નથી.

આજે બસ આટલું જ.

પાન બનાર્સવાલા

તમે કેટલું આપો છો એના પરથી નહીં પણ આપ્યા પછી તમારી પાસે કેટલું બાકી રહે છે એના આધારે નક્કી થાય કે તમે કેટલી ઉદારતા પ્રગટ કરી.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. સફજનના ટોપલા પર થી મન માં સવાલ થાય છે કે ગુરુતવાકર્ષણના નિયમ નો કોઈ ઉલ્લેખ આપણાં વેદ માં નથી? એક વિનતી છે કે સમય મળ્યે સનાતન ધર્મની ની માન્યતા અને વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલી શોધ ( નવા યુગ માં) સાબિત કરે છે કે હિન્દુ ધર્મ કેટલો એડવાન્સ હતો. આ વિશે એક લેખ જરૂર થી લખજો ?

  2. હું માનું છું કે જરૂરીયાત વાળાને આપ્યું એ મહત્વનું છે કેટલું આપ્યું કે કેટલા માંથી આપ્યું એ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here