ગુડી પડવાથી ગણેશ ચતુર્થી સુધીની યાત્રા ‘ન્યુઝપ્રેમી’ સાથે: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ શનિવાર, 22 ઑગસ્ટ 2020)

(કટિંગ ચાય સિરીઝઃ આઠમી પ્યાલી + ક્રીમ રોલ)

લૉકડાઉનના પાંચ મહિના પસાર થઈ ગયા. 25મી માર્ચના ગુડીપડવાથી લૉકડાઉનની જાહેરાત થઈ હતી. આજે 22 ઑગસ્ટ. ગણેશ ચતુર્થીનો ઉત્સવ. આ પાંચ મહિના દરમ્યાન આખી દુનિયા, આપણો દેશ, આપણો સમાજ અને આપણે સૌ — કેવા કેવા અનુભવોમાંથી પસાર થયા. જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવા સંજોગોનો સામનો કરવાનો વખત આવશે.

દરેક ક્ષેત્રમાં અનેક પરિવર્તનો આવ્યાં અને હજુ ય ઘણાં આવશે. આપણે માત્ર મિડિયાની જ વાત લઈએ. પ્રિન્ટ મિડિયા નામશેષ થવાને આરે આવીને ઊભું છે. ‘ઇન્ડિયા ટુડે’વાળાએ પોતાની માલિકીનું દૈનિક ‘મેલ ટુડે’ તેર વર્ષ દરમ્યાન કરેલા કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટને ડુબાડીને બંધ કરી દીધું. પ્રિન્ટ મિડિયાના તમામ ખમતીધરો રોજની તોતિંગ ખોટ ખાઈને કારોબાર ચલાવે છે. આમાંથી કેટલાક ‘ઇન્ડિયા ટુડે’ના માર્ગે જવાના, કેટલાક મરવાના વાંકે જીવતા રહેવાના અને બાકીનાને સમજ પડી જવાની કે સર્વાઇવ થવું હશે તો લોકોનો અવાજ બનીને રહેવું પડશે. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ત્યજીને, સેક્યુલરવાદીઓનું પૂંછડું છોડીને ભારતીય સંસ્કાર અને પરંપરાનો આદર કરવો પડશે. દૂધ-દહીંમાં પગ રાખનારા તકવાદી ડબલ ઢોલકીવાળાઓની બૅન્ડ વગાડતાં શીખી ગયા છે વાચકો. આ શિક્ષણ આપવામાં છેક 1992થી ‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મીએ ભજવેલી અગત્યની ભૂમિકા વિશે વિગતવાર વાત કરી લીધી છે —આ સિરીઝના અગાઉના 7 હપ્તામાં. ‘કટિંગ ચાય ‘ સીરીઝનું આ આઠમા હપતાથી સમાપન કરીએ.

મિડિયામાં જ્યારે તમામ સમાચાર અને એ સમાચારનાં વિશ્લેષણો દિવસરાત જે કહેતા થઈ જાય એવું તમારું માનસ ઘડાય. ક્રમશઃ તમે તમારા ખભા પરના બકરાને મીડિયાના કહેવાથી કૂતરું ગણીને તમારી સાચકલી વિચારધારાને કસાઈખાને મોકલી આવતા હો છો. મિડિયા જે કંઈ કહે એમાં દ્રઢ વિશ્વાસ ધરાવીને, સોશ્યલ મિડિયામાં અને તમારી આસપાસના લોકોમાં તમે એ જ વાત કરતા થઈ જાઓ છો.

2014 પછી મિડિયાની ઇકો સિસ્ટમમાં હિન્દુ ઓઝોનનું ગાબડું પડવાની શરૂઆત થઈ ગઈ છે. આમ છતાં આજની તારીખે પણ બહુધા ટીવી ચેનલો અને બહુધા અંગ્રેજી છાપાં અને બહુધા ન્યુઝ એજન્સીઓ હજુય પોતે સોનિયા-મનમોહનના મોગલકાળમાં જીવતાં હોય એમ ઠાઠથી પોતાની હિન્દુઓવિરોધી- ભારતવિરોધી મેન્ટાલિટીને પ્રગટ કર્યા કરે છે. દો બદન ઔર એક જાન હૈ હમ જેવા ઓવૈસી અને રાજદીપ તમને ગેરમાર્ગે દોરવા માટે ગેરમાહિતીઓ ફેલાવીને, એમાં વિકૃત તર્ક ઉમેરીને તમારા દિમાગમાં શંકાઓ ઊભી કરે છે.

બહુધા મિડિયામાં ભારતીય પરંપરાની વિચારસરણીનો સંપૂર્ણ આદર થાય એવા દિવસો આવતાં હજુ વાર લાગશે. એ પછી પણ ઓવૈસી રાજદીપનાં અનૌરસ સંતાનો તો રહેવાનાં જ છે—મિડિયામાં. તો ત્યાં સુધી શું કરવું તમારે-એક પ્રબુદ્ધ વાચકે?

તમને જેમના માટે આદર હોય, ભરોસો હોય એ નેતાઓ, એ સાધુસંતો અને એ વિચારકો જે કહે છે તેમાં વિશ્વાસ રાખવો. એમની ક્રેડિબિલિટી પર પ્રહાર કરીને, એમને સિલેક્ટીવલી ક્વોટ કરીને કે એમના વિડિયોમાં વિકૃતિભરી કાપકૂપ કરીને જે ક્લિપો ફરતી હોય એને રિજેક્ટ કરવી.

તમને જેમના માટે પરમ આદર હોય એવા રાજપુરુષ, સંતમહાત્માઓ કે પત્રકારની એ.આઈ.થી બનેલી આવી બનાવટી ક્લિપો વડે તમારું મગજ ભરમાવવાની શરૂઆત થાય એવું આગામી સમયમાં બનવાનું જ છે.

આજે તો આ માહોલ છે કે ફોટોશૉપ દ્વારા તમને આઘાત પહોંચે એવી સાચી લાગતી તસવીરો સહેલાઈથી બનાવી શકાય છે અને વિડિયોમાં આગળ પાછળના સંદર્ભો કાપીને, આખા પ્રવચનના ટુકડાઓ આડા અવળા જોડીને બે મિનિટની ક્લિપ વાઇરલ કરીને તમને ભરમાવી શકાય છે. આવતી કાલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.)ની મદદથી હોઠ, આંખ અને ચહેરાના હાવભાવ-વળાંકોની સાથે કૃત્રિમ રીતે ઊભા કરેલા અવાજની મિમિક્રીના સાચા લાગે એવા વિડિયો બનતા થઈ જશે ત્યારે શું કરશો તમે?

તમને જેમના માટે પરમ આદર હોય એવા રાજપુરુષ, સંતમહાત્માઓ કે પત્રકારની એ.આઈ.થી બનેલી આવી બનાવટી ક્લિપો વડે તમારું મગજ ભરમાવવાની શરૂઆત થાય એવું આગામી સમયમાં બનવાનું જ છે.

આવા સંજોગોમાં શું કરવું તમારે? મારા પોતાના માટે પણ આ મૂંઝવણ હતી એક જમાનામાં. જેમ જેમ આ ચાલબાજીની વ્યુહરચનાઓ સમજતો ગયો તેમ તેમ દિમાગમાં બત્તી થવા માંડી કે: 1. જેને તમે ઠગભગત માનતા હો એ તમને ગમી જાય એવી વાતો પણ કરે તો એના શબ્દો પર ભરોસો રાખવો નહીં. અને 2. જેમના માટે તમને અત્યાર સુધી આદર હોય એમના વિશે કોઈ કંઈપણ એલફેલ બોલે તો આવું બોલનારાઓ પર ધ્યાન આપવું નહીં. તમે તમારો આદર પાછો ખેંચી લો એમાં જ એલ્ફેલિયાઓનો કંઈક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એવું માનવું. તમને જેમની વિશ્વસનીયતા પર શંકા ન હોય એમના વિશે કોઈ ક્લિપ ફરતી જુઓ કે એમના શબ્દોને કોઈએ ક્વોટ કરેલા વાંચો તો મનમાં શંકાનું વાતાવરણ ઊભું થવા દેવું નહીં. તમે શંકા કરતા થઈ જાઓ એ માટે જ કાવતરાખોરો આવું દુષ્કૃત્ય કરતા હોય છે. તમે એ વ્યક્તિમાં આરોપેલો તમારો ભરોસો પાછો ખેંચી લો એમાં એમનો નીજી સ્વાર્થ હોય છે. રાહુલ ગાંધી, જેનામાં વડા પ્રધાન તો શું પી.એમ.ઓ.માં એક પટાવાળા બનવાનીય લાયકાત, પાત્રતા, અનુભવ નથી એ માણસ,દર બીજા દિવસે નરેન્દ્ર મોદી વિશે ગપગોળા ફેલાવીને પોતાની બેકારીના દિવસો કાપી રહ્યો છે- એ આશાએ કે પોતે મોદી વિશે જે ગેરમાહિતી ફેલાવે છે એને સાચી માનીને આવતી ચૂંટણીમાં લોકો મોદીનો સાથ છોડી દેશે. રાહુલ ગાંધીના ટ્વીટર પર કે એ જે ગાંડાઘેલા જેવી પોતાની વિડિયોઝ તૈયાર કરે છે એના પર તમે ભરોસો નથી મૂકવાના એની તો એનેય ખબર છે પણ રા.ગા.એ ફેલાવેલી ગેરમાહિતીમાંના આંકડા-દલીલો વગેરેને કૉન્ગ્રેસના ટુકડા પર પલતા શ્વાનો, જેમને આપણે રોજ ટીવી પર જોઈએ છીએ, જેમનાં ‘રાજકીય વિશ્લેષણો’ છાપાંમાં વાંચીએ છીએ, આને પોતાની દલીલો તરીકે તમારી સમક્ષ પેશ કરે છે. તમને તો ખબરેય નથી પડતી કે આ ગટરનું મૂળ ક્યાં છે. તમને તો આ ગટર ગટર જેવી લાગતી પણ નથી કારણ કે એની દુર્ગંધને સુષ્ઠુ સુષ્ઠુ ભાષાના પરફ્યુમ વડે ઢાંકી દેવામાં આવી હોય છે.

આવા સંજોગોમાં કોણ શું કહે છે તે સમજવું અત્યંત જરૂરી બની જાય છે. વૉટ્સએપ પર ફરતા અનનોન સંદેશાઓમાં લખેલી એલફેલ વાતો પર કોઈ બેવકૂફ જ ભરોસો મૂકી શકે. અધકચરા, બિનઅનુભવી અને પર્સનલ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા ટીવીના પત્રકારો-એન્કરો તથા છાપાંના રાજકીય વિશ્લેષકો-કૉલમ લેખકો કયો છૂપો એજન્ડા લઈને તમને ભરમાવવા આવી જતા હોય છે એની તમને ખબર પણ પડતી નથી.

‘ન્યુઝપ્રેમી’ બે જવાબદારીઓ નિભાવવા માગે છે. એક: મિડિયામાં એવું વાતાવરણ સર્જાય જેમાં સેક્યુલરગીરી ન હોય; જે વૈદિક, સનાતન હિન્દુ પરંપરાનો અનાદર ન કરે બલ્કે આ ત્રણેયને આધુનિક સમાજ વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા તથા શૈક્ષણિક વ્યવસ્થા સાથે જોડવાના જેન્યુઇન પ્રયત્નો કરે.

અને બેઃ સરકાર કે શાસકપક્ષમાં પોતાનો એક ટકાનોય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઊભો ન થાય એની અટમોસ્ટ તકેદારી રાખીને જે સાચું છે, જે સારું છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે, નિયમિત પહોંચાડે, એક કરતાં વધુ ભાષા દ્વારા પહોંચાડે. માત્ર ભારતમાં જ નહીં ભારત બહાર વસતા ભારતીયો સુધી પહોંચાડે.

આ કામ કેવી રીતે થઈ શકે?

આ કામ તમારા દ્વારા થઈ શકે.

તમે એટલે મારા વાચકો, જેમના પર મને પાકો ભરોસો છે અને જેમને મારા પર પૂરો વિશ્વાસ છે. તમારામાંથી ઘણા વાચકમિત્રો મારા લેખોની લિંકને પોતપોતાના ગ્રુપ્સમાં નિયમિત ફૉરવર્ડ કરે છે એ હું જાણું છું. એ સૌનો આભાર. કેટલાક વાચકો રોજ નહીં પણ ક્યારેક કોઈ વિષયનો લેખ બહુ ગમી ગયો હોય ત્યારે ફૉરવર્ડ કરતા હોય છે. એમનો પણ ખૂબ આભાર.

પણ કટિંગ ચાય સિરીઝની પૂર્ણાહુતિ સમા આ આઠમા અને સમાપનહપતામાં મારે બે વિશેષ કામ તમને સોંપવાં છે- જો તમે કરી શકો એમ હો તો.

મારા લેખોને, એની લિન્કને મિકેનિકલી ફટાફટ ફૉરવર્ડ કરી દેવાની ઉતાવળ કરવાને બદલે આખો લેખ સૌપ્રથમ ધીરજપૂર્વક વાંચી તો જાઓ. પછી તમને આ લેખ વિશે કમેન્ટ કરવાનું મન થાય તે કમેન્ટ તમે ન્યુઝપ્રેમી પર જઇને મૂકો અને એવું ન કરવું હોય તો કમ સે કમ તમે તમારા જે મિત્રો-કુટુંબીઓ-પરિચિતોને ફૉરવર્ડ કરો છો એ સૌને આ કમેન્ટ સાથે જ લેખ / લેખની લિન્ક મોકલો. તમારી કમેન્ટ એક વાક્યની હોઈ શકે. બે-પાંચ વાક્યની હોઈ શકે અને ફુરસદ હોય તથા ગુજરાતી ટાઇપિંગનો કંટાળો ન હોય તો એથીય લાંબી હોઇ શકે. આને કારણે થશે શું કે રિસીવ કરનારને તમારા પર્સનલ ટચ સાથે આ લેખો મળશે. તમે અંગત રસ લઇને આ લિન્ક ફૉરવર્ડ કરી છે તો જરૂર એમાં વાંચવા જેવું હશે એવું એમને લાગશે અને લિન્ક ખોલીને વાંચશે તો તમારો આભાર પણ માનશે. બાકી તો સૌ કોઈને રોજેરોજ ઢગલાબંધ ફૉરવર્ડ મળતા હોય છે. એમાંથી શું ખોલવું અને શું નહીં એની મૂંઝવણ હોવાની. એટલે કોઈ સિરિયસ વાતને બદલે લેટેસ્ટ જોક કે ન્યુઝ આયટમના ફૉરવર્ડ્સ વાંચીને માણસ ફોન બાજુએ મૂકી દે. આ બાજુ તમે સંતોષનો ઓડકાર ખાઓ કે તમે તમારા ગમતા લેખકને વાઈરલ કર્યો પણ પેલી બાજુ તમે કરેલી મહેનતનું ફળ કોઈનેય ન મળે— ન પેલા મિત્રને,ન તમને, ન મને.

આ એક વાત થઈ. બીજી વાત. શક્ય હોય તો તમારી ફોન બુકમાંથી કમ સે કમ એક સંપર્ક એવો પસંદ કરો જેમને સારું સારું વાંચવાની હોંશ હોય. એ મિત્ર/સંબંધીને તમે ફોન પર બેપાંચ મિનિટ લઇને વાત કરો કે ‘ન્યુઝપ્રેમી’ શું છે, વન પેન આર્મીનું શું મહત્વ છે, તમે પોતે સૌરભ શાહના લેખો શું કામ વાંચો છો, આ લેખો વાંચીને તમને શું મળે છે. તમે ‘ન્યુઝપ્રેમી’ને દર મહિને કૉન્ટ્રિબ્યુશન આપવાનું વિચારતા હો કે ઑલરેડી આપી ચૂક્યા હો તો એ વિશે પણ એમને જણાવો અને શા માટે આવું કૉન્ટ્રિબ્યુશન આપવું જરૂરી છે એવું સમજાવીને આ આઠ લેખોની મિનિ સિરીઝની લિન્ક એમને મોકલો. ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર જઇને થોડા લેખો પર નજર નાખવાનું એમને કહો.

‘ન્યુઝપ્રેમી’નું ફાઇવસ્ટારપણું જળવાય એટલે અહીં ગમે તેવા કે ગમે તેનાં લખાણો ઠલવાતાં નથી.

તમારી પાસે સમયની અને બીજી અનુકૂળતાઓ હોય તો એકને બદલે બે મિત્રો/સંબંધીઓને ફોન કરીને આ જ બધી વાતો કહો. બહુ ઉમળકો હોય તો બીજા દિવસે બીજા બે મિત્રોને ‘ન્યુઝપ્રેમી’ સાથે જોડો. કોરોના અને લૉકડાઉનના સમયમાં જો વધુ ફુરસદ હોય અને કંટાળો ન આવતો હોય તો વારાફરતી જેટલા બને એટલા વધુ સંપર્કોને ‘ન્યુઝપ્રેમી ‘ સાથે જોડવાની કોશિશ કરો. એ સૌને કહો કે તેઓ પણ કૉન્ટ્રિબ્યુશન મોકલે અને તેઓ પણ પોતપોતાના સર્કલમાં તમે જે રીતે ફોન કરો છો તે જ રીતે ફોન કરે.

ક્રમશઃ આ જ રીતે ‘ન્યુઝપ્રેમી’નો વ્યાપ વધતો જશે. હું દ્રઢપણે માનું છું કે ‘ન્યુઝપ્રેમી’ માટે લખાતો પ્રત્યેક લેખ દરેક ગુજરાતીએ વાંચવો જ જોઈએ, કોઈપણ વિષયને લગતો હોય, વાંચવો જ જોઇએ. અને મને શ્રદ્ધા છે કે જે ગુજરાતી એક વખત મારો એક લેખ વાંચશે તો એને ‘ન્યુઝપ્રેમી’માં ખાંખાખોળા કરીને મારા બીજા લેખો વાંચવાનું મન થવાનું જ છે. ધીમે ધીમે એ વાચક સદવાચનનો બંધાણી બની જવાનો જ છે. એમાં મારો જેટલો ફાયદો છે એટલો જ એમનો ફાયદો પણ છે.

માટે આટલું કરો તમે.

કામ તો બીજાં ઘણાં કરવાં છે મારે. હું મારી કૅપેસિટીને અંડરયુટિલાઇઝ કરી રહ્યો છું એવું મને સતત લાગી રહ્યું હતું. એ પછી મેં લખવાની મારી નિયમિતતા વધારી, વધારે કામ હાથમાં લઈને ઝડપથી એક પછી એક કામ પૂરાં કરવાની ટેવ રાખી ત્યારે જઈને આટલાં વર્ષોમાં હસ્તપ્રતોનો ડુંગર થાય એટલું લખાયું. પણ હજુય મને લાગે છે કે હું મારી ફુલ કૅપેસિટીથી કામ નથી કરતો. કરવું જોઈએ. કરીશ.

‘ન્યુઝપ્રેમી’માં મળતી વાચનસામગ્રીનું પ્રીમિયમ મૂલ્ય છે. છાપાંઓમાં વિનામૂલ્યે વાંચવા મળતી કૉલમોમાં અને અહીં મળતાં લખાણોમાં ઘણો મોટો ફરક છે–મમરાની ગુણ અને બદામની પોટલીમાં હોય એટલો. અહીં કટિંગ ચાયના ખર્ચામાં તમને તાજની સી-લાઉન્જમાં પ્રીમિયમ ભાવે મળતી ચાનો સ્વાદ આવે એવું ફાઇવસ્ટારીશ વાતાવરણ મળે છે. ‘ન્યુઝપ્રેમી’નું ફાઇવસ્ટારપણું જળવાય એટલે અહીં ગમે તેવા કે ગમે તેનાં લખાણો ઠલવાતાં નથી.

આઠ હપતાની આ સિરીઝ શરૂ કરી તે જ દિવસે મેં એક જરૂરી લાગણી પ્રગટ કરતાં લખ્યું હતું તેનું અહીં પુનરાવર્તન કરું છું. ‘ન્યુઝપ્રેમી’ની કૉન્ટ્રિબ્યુશન માટેની અપીલના જવાબમાં જે જે વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે (અને કેટલાક તો દર મહિને ફરી ફરી આપતા રહ્યા છે) તે સૌનો હૃદયના ઊંડાણથી આભાર, ઋણસ્વીકાર, પ્રણામ, ‘ન્યુઝપ્રેમી’ને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ તમામ વાચકોએ પહેલ કરી છે. ‘ન્યુઝપ્રેમી’ના આ વિચારયજ્ઞમાં, વિકાસયજ્ઞમાં આપ સૌની આહુતિની આવશ્યકતા છે. આ કાર્ય સતત, નિરંતર, વણથંભ્યું ચાલતું રહે એ માટે તમારા કૉન્ટ્રિબ્યુશનના સાતત્યની નિયમિતતાની જરૂર છે.

લેખની ઉપર/નીચે આપેલી લિન્કમાં બેન્ક ટ્રાન્સફર પેટીએમ, ગૂગલ પેની સુવિધાઓ માટેની વિગતો છે. આ આઠ હપતા દરમ્યાન તમે સતત આ એક નવા પ્રકારની મિનિસિરીઝ વાંચતા રહ્યા અને મારું બળ વધારતા રહ્યા એ મને ગમ્યું. ખૂબ ગમ્યું.

આજનો વિચાર

એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો અચૂક ખુલી જતો હોય છે.
-અજ્ઞાત

આજનો બીજો વિચાર

આપણી જાતનું જેટલું મુલ્ય કરીએ છીએ એટલું અચુક જિંદગી આપણને આપતી હોય છે. આપણા પોતાના માટેના મૂલ્યાંકનને ગણતરીમાં લેવાનું જિંદગી ક્યારેય ચૂકતી નથી.

-અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. સરસ લેખ છે
    આકાશી વૃત્તિ નો પૃયોગ જોખમી જણાય છે

  2. મમરા ની ગુણ અને બદામ ની પોટલી
    તદન વાત સાચી છે
    ફરજ બજાવી છે
    ફરજ બજાવતા રહીશું
    નગુણા અમે નથી

  3. Eversince I have got addicted to the habit of religiously following your columns on a daily basis my relentless campaign to influence people to take to reading them is on a mission mode.As you have very rightly said the effort has been to first read and then forward the link along with an appropriate comment.
    As a consequence at times I have also been ridiculed as being a newspremi bhakt.Your writings definitely deserve to reach every household and they can inspire people in not getting swayed by few fake pseudosecular media thugs who are out to destroy our lineage and heritage.

  4. આપની કટિંગ ચાય, જબરદસ્ત છે.
    અમારી ફરજ એમને પણ બજાવવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here