‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં-ભાગ ત્રીજો: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ શુક્રવાર, 21 ઓગસ્ટ 2020)

(‘કટિંગ ચાય સિરીઝ’: સાતમી પ્યાલી + નાન ખટાઈ)

હું વર્ણાશ્રમમાં માનું છું: જન્મ વૈષ્ણવ કુટુંબમાં થયો છે એટલે જાતે વૈશ્ય છું. આજીવિકા મા સરસ્વતીના આશીર્વાદથી મેળવું છું એટલે કર્મે બ્રાહ્મણ છું. જે વાચકો મારી કલમને પિછાણે છે એમને ખબર છે કે સ્વભાવે હું ક્ષત્રિય છું. અને મારું લક્ષ્ય આ દેશમાં, મારા સમાજમાં, મારી આસપાસ, મારા પોતાનામાં જમા થઈ ગયેલી સાંસ્કૃતિક અને અન્ય પ્રકારની ઘણી અશુદ્ધિઓ પર ઝાડુ ફેરવીને સઘળુંય ચોખ્ખુંચણાક કરવાનો છે એટલે હું મારી જાતને તમામ રીતે શુદ્ર માનું છું.

આવું મેં ક્યારે કહ્યું હશે તે એક્ઝેટલી યાદ નથી પણ 2002-2003ના ગાળામાં એક વખત ગુજરાતમાં એક પ્રવચનમાં પહેલવહેલીવાર મેં આ કહ્યું અને લખ્યું પણ ખરું. એ પછી ચારેક વર્ષ બાદ મેં એક ખૂબ મોટા, વિખ્યાત, આદરણીય, રાષ્ટ્રીય સ્તરના, હિન્દીભાષી સ્વામીના મોઢે આ જ વાત થોડા ફેરફારો સાથે સાંભળી. મને આનંદ થયો કે હું એકલો જ નથી આવું માનનારો અને કહેનારો.

સર્વધર્મ સમભાવમાં હું નથી માનતો પણ જે ધર્મને મારા ધર્મ માટે સમભાવ હોય એ ધર્મ માટે મને પણ સમભાવ છે એવી કન્સેપ્ટ 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી મારાં પ્રવચનનો/લેખોમાં મેં વહેતી મૂકેલી જે પછીથી ઘણા બધાએ સ્વીકારી લીધી અને આગળ વધારી.

2002-03ના અરસામાં હોળી વખતે પાણીનો બગાડ ન કરવો એવો કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો ત્યારે મેં જોરશોરથી એનો વિરોધ કર્યો હતો આજે છેલ્લાં પાંચેક વર્ષથી એ વિરોધ સર્વવ્યાપી બન્યો. એવું જ દિવાળી વખતે થતા ‘અવાજના પ્રદૂષણ’ અને ‘પર્યાવરણને નુકસાન’નું.

આપણે ત્યાં સતીની ‘પ્રથા’ નહોતી પણ એકલ-દોકલ કિસ્સાઓ બનતા હતા જેને પ્રથા ન કહેવાય… આ વાત છેક 2002થી હું કહેતો આવ્યો છું.

2004માં ઇટીવી પર મેં શરૂ કરેલા ડેઇલી ટૉક શો ‘સંવાદ’માં કોઈ એકલદોકલ હિન્દુ તહેવાર દરમ્યાન અપાતા પશુબલિને અટકાવનાર રેશનલિસ્ટની મેં ટીવીના કેમેરા સામે લૂંગી ઉતારી દીધી હતી. મેં પૂછ્યું હતું: આગામી દિવસોમાં બકરી ઇદનો તહેવાર આવે છે. તમે ચાર લાખ બકરાંની કતલ અટકાવવા શું પ્લાન કરો છો તે વિશે બ્રેક પછી અમારા દર્શકોને જણાવશો. બ્રેકમાં એ સેક્યુલરવાદી રેશનલિસ્ટ એપિસોડ અધૂરો મૂકીને ઊભી પૂંછડીએ પલાયન થઈ ગયો. મારી પાસે એની ઑડિયો સચવાયેલી છે. બકરી ઇદની કતલ સામેના વિરોધે 2014 પછી વ્યાપક સ્વરૂપ પકડ્યું.

કોઈ ચાંપલા લોકોએ 2004 પછી પાકિસ્તાન સાથે દોસ્તી કરવા માટે ‘અમન કી આશા’ કે એવું કંઈક નામ ધરાવતો ખૂબ મોટો કેમ્પેઇન શરૂ કર્યો હતો. એની પાછળ કોણ હતું તે યાદ નથી પણ જોરશોરથી એ કેમ્પેઇન શરૂ થયેલો. કોઇ એના વિરુદ્ધ બોલતું નહોતું. હું બોલ્યો હતો. આજકાલ પોતાના ગળામાં કેસરી ખેસ પહેરીને ફરતા કેટલાક લોકો આ કેમ્પેઇનમાં હોંશભેર જોડાઈ ગયા હતા.

‘અયોધ્યાથી ગોધરા’ની પ્રસ્તાવનાના અંતે ‘હા, હું કોમવાદી છું’વાળો ફકરો આ સિરીઝના તમે આગલા કોઇ લેખમાં વાંચી ગયા. એક ખૂબ મોટા લેખકે બેચાર વર્ષ પછી આ જ વાત પોતાના લેખમાં લખી ત્યારે મારે મારા પ્રકાશકને જઈને ચોપડી ખોલીને બતાવવું પડ્યું કે ઓરિજિનલ આ અહીં છપાયું છે. ભવિષ્યમાં તમે મારી બુક રિપ્રિન્ટ કરો તો કહેતા નહીં કે મેં આ મોટા ગજાના લેખકમાંથી ઉઠાવેલી વાત છે.

આપણે ત્યાં સતીની ‘પ્રથા’ નહોતી પણ એકલ-દોકલ કિસ્સાઓ બનતા હતા જેને પ્રથા ન કહેવાય. જેમ કે તમારા ગામ કે શહેરમાં આ વર્ષે ખિસ્સા કાપવાના બે ડઝન કે બસો કેસ દર્જ થાય તો એને કારણે તમારા ગામ કે શહેરમાં ખિસ્સા કાપવાની ‘પ્રથા’ હતી એવું બસો વર્ષ પછી કોઈ લેફટિસ્ટ ઇતિહાસકાર (હિસ્ટોરિયન નહીં પણ ડિસ્ટોરિયન) લખે એના જેવી વાત થઈ. આ વાત પણ છેક 2002થી હું કહેતો આવ્યો છું. 2014 પછી, મોદીરાજમાં સલામતીની સ્થાપના થયા બાદ આ વાતને સમર્થન આપતું એક આખું પુસ્તક અંગ્રેજીમાં કોઇએ પ્રગટ કર્યું છે એ જાણીને હું બેહદ પોરસાયો.

આ પાંચમી ઑગસ્ટે ગજબનો કોઈન્સિડન્સ થઈ ગયો. ‘પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને હવે પાંચમી ઑગસ્ટ’ શીર્ષકવાળો લેખ મેં સવારે નવ- સવા નવની આસપાસ ‘ન્યુઝપ્રેમી’ પર ચિટકાડ્યો અને લગભગ સાડાનવ સુધીમાં તમને બધાને મારા વોટ્સએપ ગ્રુપ દ્વારા પહોંચી ગયો. બપોરે બારને ચુમ્માળીસે ભૂમિપૂજન કર્યા બાદ વડા પ્રધાને જે પ્રવચન કર્યું તેમાં એમણે પાંચમી ઑગસ્ટના દિવસની સરખામણી પંદરમી ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ સાથે કરી! જબરજસ્ત યોગાનુયોગ. વડા પ્રધાન મારા કોઈ જ વૉટ્સએપ ગ્રુપમાં નથી એટલે એમના પર તો કોઈને ડાઉટ ન આવે. પીએમઓમાંથી એમની સ્પીચ લીક થાય એવી મારી કોઈ ઓળખાણ પણ નથી.

મારી કોઈ ઓળખાણ માગે ત્યારે મારે એમને શું કહેવાનું એની મને ખબર નથી પડતી.

સુરતમાં બેએક વર્ષ પહેલાં ઇન્ટરવ્યુ આપતાં આપતાં અચાનક એક વાત મારા મનમાં આવી અને મેં કહી નાખી. એ પછી મારા લેખમાં એકાદવાર ક્યાંક મેં મૂકી અને કોઈ પ્રવચનમાં પણ કહી. મને ખૂબ ગમી આ વાત. મેં કહ્યું: મારામાં બે પક્ષી વસે છે. એક જટાયુ છે જેને ખબર છે કે સત્ય માટે લડતાં લડતાં એનું મોત થવાનું છે છતાં એ લડે છે કારણ કે એને ખબર છે કે રાવણના હાથે મારો વધ થયા પછી સ્વયં પ્રભુ રામ મારા અંતિમ સંસ્કાર કરશે અને મને મોક્ષ અપાવશે. મારામાં બીજું એક પક્ષી છે તે ગ્રીક દંતકથાનું ફિનિક્સ પંખી છે જે પોતાની રાખમાંથી ફરી બેઠું થાય છે. મારા માટે આ દંતકથા નથી, જીવનની સત્યકથા છે. ફિનિક્સ કે દેવહૂમાની જેમ હું મારી રાખમાંથી ફરી બેઠો થઉં છું. ફરી જટાયુકર્મ કરું છું, ફરી ફિનિક્સની જેમ પુનર્જન્મ પામું છું. આ ઘટમાળ ચાલતી જ રહેવાની છે. આ જ મારી જિંદગી છે, આ જ મારા જીવનનું સેન્ટ્રલ સત્ય છે. (જીવનનું ‘સેન્ટ્રલ સત્ય’ શબ્દપ્રયોગ મને સ્વામી આનંદનાં લખાણોમાંથી મળ્યો છે. તળપદી ભાષા માટે વખણાતા સ્વામી આનંદ ‘કેન્દ્રવર્તી’થી માંડીને બીજા અનેક ગુજરાતી પર્યાયો વાપરી શક્યા હોત પણ ‘જીવન’ અને ‘સત્ય’ની વચ્ચે અંગ્રેજીમાં ‘સેન્ટ્રલ’ શબ્દ મૂકીને આખી વાત ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી સ્વામીદાદાએ).

મારી જટાયુ-ફિનિક્સવાળી વાતને પણ ભવિષ્યમાં કોઈ ઝીલી લે અને આગળ વધારે તો નવાઈ નહીં. આવી તો બીજી અનેક ટ્રેન્ડ સેટિંગ મૌલિક વાતો છે, ટ્રેન્ડ સેટિંગ મૌલિક વિચારો છે જે વાચકોમાં, લેખકોમાં, સમાજમાં ઝીલાયા છે, આગળ વધ્યા છે.

મારી કોઈ ઓળખાણ માગે ત્યારે મારે એમને શું કહેવાનું એની મને ખબર નથી પડતી. હું જ્યારે છાપાનો તંત્રી હતો ત્યારે પણ મને તંત્રી તરીકે ઓળખાવાનું પસંદ નહોતું.

વ્યવસાયે હું પત્રકાર તરીકે આ લાઇનમાં આવ્યો અને હજુ પણ મારું પત્રકારત્વ એક અલગ ભૂમિકાએ ચાલુ છે. પણ આજકાલ જે ને તે પોતાને જર્નલિસ્ટ કહેવડાવવા મંડ્યા છે.

અંગ્રેજીમાં ઑથર એને કહેવાય જે પબ્લિશ્ડ હોય. જેનું પુસ્તક પ્રગટ થયું હોય. ગુજરાતીમાં ગ્રંથકાર કહી શકાય પણ લેખક વધારે યોગ્ય શબ્દ છે. પણ આજકાલ ફેસબુક પર પોસ્ટ લખનારાઓ પણ પોતાને લેખક ગણાવે છે અને બ્લૉગ લખનારાઓ તો પોતાને મૂર્ધન્ય લેખકની પંગતમાં મૂકતા થઈ ગયા છે.

નવલકથા લખે એ નવલકથાકાર. મેં લખી છે. થ્રિલર પણ લખી છે અને સાહિત્યિક પણ લખી છે- બેઉ પ્રકારની લખી છે. પણ આજકાલ તો પુસ્તકરૂપે નહીં પણ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર ગાંડાઘેલા જેવા કિસ્સાઓ જોડીને લાંબી વાર્તાઓ લખનારાઓ પણ પોતાને નવલકથાકાર કહેવડાવતા થઈ ગયા છે.

પોતાનો આખો બાયોડેટા લખીને ડબલ સાઇઝનાં ફોલ્ડેડ વિઝિટિંગ કાર્ડ છપાવનારાઓ પણ મેં જોયા છે.

સાહિત્યકાર એ છે જે સાહિત્ય રચે. તમામ નવલકથા લખનારને સાહિત્યકાર ન કહી શકો તમે. સાહિત્યની ગુણવત્તા ધરાવતી નવલકથા લખી હોય કે સાહિત્યિક કક્ષાના લેખો લખ્યા હોય ત્યારે તમે સાહિત્યકાર કહેવાઓ. મેં આ બેઉ કામ કર્યા છે. પણ આજકાલ તો ચીપ કૉલમ લખીને પોપ્યુલર બની જનારાઓને લોકો સાહિત્યકાર કહેતા થઈ ગયા છે.

મૌલિક ચિંતન અને મૌલિક વિચારો કરવા અને એને શબ્દસ્થ કરી લોકો સુધી પહોંચાડવા એ લેખન ક્ષેત્રે સૌથી ઊંચા ગજાનું કામ છે. હું છાતી ઠોકીને કહી શકું એમ છું કે મારા લખાણોમાં અને મારાં વક્તવ્યોમાં ઠાંસીઠાંસીને મેં મૌલિક ચિંતન રજુ કર્યું છે, મૌલિક વિચારો વહેતા કર્યા છે અને મૌલિક અર્થઘટનો આપ્યાં છે. આ ત્રણેય બાબતો વિપુલ પ્રમાણમાં મેં કરી છે એટલે હું ચિંતક-વિચારકની કેટેગરીમાં આવું. પણ આજકાલ તો ઑનલાઇન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બોલી આવનારાઓ અને પોતાના સમાજની પત્રિકામાં ઉઠાંતરીવાળા ‘ચિંતન લેખો’ લખનારાઓ પણ ચિંતક-વિચારકના બિલ્લા પહેરીને ફરતા જોવા મળે છે.

પત્રકાર, લેખક, નવલકથાકાર, સાહિત્યકાર અને ચિંતક-વિચારક આ મારી સાચી ઓળખ છે. પણ મેં ક્યારેય મારા નામના લેટરહેડ છપાવીને આવાં વિશેષણોથી મને નવાજ્યો નથી.

પોતાનો આખો બાયોડેટા લખીને ડબલ સાઇઝનાં ફોલ્ડેડ વિઝિટિંગ કાર્ડ છપાવનારાઓ પણ મેં જોયા છે. મેં ક્યારેક જરૂર પડ્યે વિઝિટિંગ કાર્ડ છપાવ્યાં હશે. બાકી હું હંમેશાં કહેતો રહું છું કે જેમને ખબર જ નથી કે હું કોણ છું તે કંઈ મારા નામનું વિઝિટિંગ કાર્ડ જોઈને મારાથી પ્રભાવિત થવાના નથી. અને જેમને ખબર છે કે હું કોણ છું એમને માટે મારે વિઝિટિંગ કાર્ડથી પ્રભાવિત કરવાની જરૂર નથી.

‘પૂછતે હૈં વો કિ ‘ગાલિબ’ કૌન હૈ/કોઈ બતલાઓ કિ હમ બતલાએં ક્યા…’ ગાલિબ જેવો જ મિજાજ કંઈક મારો હોય છે, જ્યારે કોઈ મારું નામ સાંભળ્યા પછી પણ મારી ઓળખાણ માગતું હોય છે ત્યારે.

મારા નામનો જે પ્રચલિત અર્થ છે તે છે સુગંધ, પણ ભગવદ્ ગોમંડળ કોશમાં તમને સૌથી પહેલો અર્થ મળશે: ‘એ નામનો એક અગ્નિ.’ સુગંધ તો આઠ અર્થમાં છેલ્લેથી બીજે આવે છે. બાપાએ જ્યારે નામ પાડ્યું હશે ત્યારે એમને આ અર્થ ખબર નહીં હોય પણ મોટા થયા પછી મને લાગવા માંડ્યું કે મારી પર્સનાલિટીને ટૂંકમાં ડિસ્ક્રાઇબ કરવા માટે આ નામ બિલકુલ યોગ્ય છે- ફાયર એન્ડ ફ્રેગરન્સ!

પ્રવચનોના આયોજકો ઘણી વખત મારો બાયોડેટા માગતા હોય છે. મેં ક્યારેય મારો બાયોડેટા તૈયાર કર્યો નથી. નોકરીઓ માટે પણ નહીં. પહેલી નોકરી સિવાયની બાકીની બધી નોકરીઓની ઑફર મને સામેથી આવી છે. પ્રવચનોમાં તમારો બાયોડેટા વાંચી જનાર ‘પરિચયકાર’ અચૂક કહે: ‘સૌરભ શાહનો પરિચય આપવો એ તો સૂરજ સામે દીવો ધરવા જેવું છે.’

હું મંચ પર બેઠાં બેઠાં મરક મરક કરતાં મનોમન બોલતો હોઉં છું: ‘તો પછી રહેવા દો ને, ખોટું તેલ શું કામ બાળો છો?’

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મીની આટલી ઓળખાણ પૂરતી છે. આ સાથેની લિન્ક ખોલીને તમારું કૉન્ટ્રિબ્યુશન અચૂક મોકલજો.

આજનો વિચાર

આકાશના તારાઓને આંબવાની કોશિશ કરવાની. તારા હાથમાં આવે કે ન આવે એક હાથ જેટલું અંતર તો ઓછું થશે.

—અજ્ઞાત
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Sunder ati marmik vanchavano sokh che pan tima no abhav che chata pan apasree ni language khub sari che social kam karu chu pan
    apsree pasreee jeva mahanstambhpo nikhubsurati samji sakto nathi chata pan kimat sari kari che Thanyvad apsree ni same gano nanobalak chu mate lakhavama kai pan bhul thai hoy to dargujar karso

  2. Saurabhbhai,

    Nice example of Varna Vyavshta and your example on Jatayu and Phoenix wow. Every day reading your one article brings something in our soul word can not describe that.
    If you have any link for etv show for 2004 I would like to hear them.

  3. સૌરભભાઈ.. તમારા દરેક લેખ વાંચું છું..
    બક્ષીસાહેબની વિદાય પછી તમારી તેવી જ “બિનદાસ” શૈલીમાં લખાવેલ લેખો માટે ધન્યવાદ ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here