મિચ્છામિ દુક્કડમ્: આપણને માફી માગતાં આવડે છે? : સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, ‘સંદેશ’, બુધવાર, ૧૯ ઑગસ્ટ, ૨૦૨૦)

દિવાળી પછીના બેસતા વર્ષે આપણે જે મળે તેને, હાલતાં ને ચાલતાં, ‘સાલ મુબારક’ કહેતા ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વરસ મુબારક જાય એની શુભેચ્છા કેટલી કેઝયુઅલી આપતા ફરીએ છીએ. ફોનબુક અને વૉટ્સઍપ કૉન્ટેક્ટ્સના તમામને ન્યુ યર પ્રોસ્પરસ જાય એના સંદેશા અને દીવડાવાળી ઈમેજિસ મોકલી દઈએ છીએ. આમાંથી, મા કસમ, કોઈ એક વ્યક્તિને પણ નિરાંતે યાદ કરીને એમનું આગામી વર્ષ આપણી શુભેચ્છાથી કેવું સરસ જશે કે જવું જોઈએ એવી કલ્પના કરવાની ફુરસદ આપણી પાસે હોય તો.

એક રૂટિન વિધિ તરીકે તદ્ ન બેદરકારીથી, કૅઝયુઅલ ઍટિટ્યુડથી, કહેવાતા આ ‘સાલ મુબારક’ની એક ફોર્માલિટી સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. જુઓને, દર નવા વરસે ઢગલાબંધ શુભેચ્છાઓ મળતી હોવા છતાં કોઈ ફરક પડ્યો છે આપણી જિંદગીમાં.

પર્યુષણના પવિત્ર પર્વની સમાપ્તિ પછી એક સુંદર પ્રથા જૈન ધર્મના મહાપુરુષોએ સૂચવી છે— ક્ષમાપના. વીતેલા વર્ષ દરમ્યાન મન, વચન, વર્તનથી જાણે કે અજાણે આપણે કોઈને દુભવ્યા હોય તો આ અવસર છે એમની માફી માગવાનો: ‘મિચ્છામિ દુક્કડમ્’.

સૌથી પહેલાં તો, જેને ને તેને મિચ્છામિ દુક્કડમ્ કહેવાનું ન હોય.

પણ આનુંય ‘સાલ મુબારક’ જેવું જ છે. ‘સૉરી’ કે ‘માય એપોલોજિસ’ કે રિગ્રેટના આ સુંદર શબ્દો – મિચ્છામિ દુક્કડમ્ – એટલા કેઝયુઅલી અને ભાવ કે લાગણી વિના બોલાતા હોય છે કે આપણને થાય કે આ ભાઈ (કે આ બહેન) ખરેખર આપણી માફીના લાયક છે?

સૌથી પહેલાં તો, જેને ને તેને મિચ્છામિ દુક્કડમ્ કહેવાનું ન હોય. વૉટ્સએપ ગ્રુપમાં આવા ફોરવર્ડિયા નાખવાના ન હોય કે એફબીના સ્ટેટસમાં મિચ્છામિ દુક્કડમ્ મૂકવાનું ન હોય. જે લોકો વરસ આખું તમારા સીધા કે આડકતરા સંપર્કમાં નથી આવ્યા એ વળી કેવી રીતે જાણે-અજાણે તમારાથી દુભાવાના છે? એમની માફી શું કામ માગવાની?

લિફટમાં કે રસ્તે મળતા કે ભટકાઈ જતા તદ્ ન અપરિચિતને પણ ‘ગુડ મૉર્નિંગ’ કે ‘નમસ્તે’નું અભિવાદન કરીએ ત્યાં સુધી બરાબર છે. પણ આપણે તો ‘સાલ મુબારક’ની પાવન શુભેચ્છાને એ લેવલ સુધી લઈ આવ્યા અને હવે ‘મિચ્છામિ દુક્કડમ્’ જેવી અતિ ગંભીર ધર્મપરંપરાને પણ આ લેવલે લાવીને મૂકી દીધી.

કોઈ તમારી માફી માગે ત્યારે તમારે શું કરવાનું હોય? એમને માફ કરવાના હોય. એમને સધિયારો આપવાનો હોય

તમને ખબર છે કે વીતેલા વર્ષ દરમ્યાન તમે પરિવારમાં, મિત્રોમાં કે ધંધાવ્યવસાયમાં કોને કોને દુભવ્યા છે. તમને ખબર છે કે કેટલાક જાણેઅજાણે પણ દુભાયા હશે. પ્રતિક્રમણ કર્યા પછી એ સૌને વારાફરતી યાદ કરવાના. રૂબરૂ શકય ન હોય તો ફોન પર અને એય શકય ન હોય તો લાંબો પર્સનલ મેસેજ તૈયાર કરીને એમને કહો કે ફલાણા પ્રસંગે તમે મારાથી દુભાયા. અત્યારે એ યાદ કરીને મને મારા માટે ઓછું આવી રહ્યું છે. એ બનાવ પછી તરત જ મારે તમારી માફી માગી લેવી જોઈતી હતી. પણ એટલી હિંમત ભેગી થઈ નહીં. મહિનાઓ સુધી એ વાત મને કનડતી રહી. મેં નક્કી કર્યું છે કે હવેથી તમારી સાથે કે કોઈનીય સાથે આવું વર્તન ન થઈ જાય એ માટે હું કૉન્શ્યસ રહીશ, એટલો સુધારો મારા સ્વભાવમાં લાવવા માટેની જાગૃતિ કેળવીશ. અને હા, તમને દુભવીને મેં તમારી લાગણીઓને જે ઠેસ પહોંચાડી છે તે માત્ર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી દઈશ એટલે ભૂંસાઈ જશે એવું માનવું મારા માટે બાલિશતા છે. એ ઉઝરડાને, એ જખમને રૂઝવવા માટે આવતા વર્ષો દરમ્યાન હું એવું વર્તન તમારી સાથે કરીશ જે તમારા માટે મલમની ગરજ સારે અને આવતા વર્ષે પર્યુષણ પર્વની સમાપ્તિ પછી એ મલમવાળા કિસ્સાઓ તમારા ઉપરાંત મને પણ શાતા આપે. આવતા વર્ષે જ નહીં, હવે પછીના જિંદગીના તમામ વર્ષો દરમ્યાન મારે ક્યારેય તમારી માફી માગવી ન પડે, ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું ન પડે એવું વર્તન કરવાની ક્ષમતા ભગવાન મને આપે એવી પ્રાર્થના કરું છું.

અને આટલું કહ્યા/લખ્યા પછી તમારે કહેવું/લખવું હોય તો કહો/લખો: મિચ્છામિ દુક્કડમ્.

હવે બીજી વાત.

કોઈ તમારી માફી માગે ત્યારે તમારે શું કરવાનું હોય? એમને માફ કરવાના હોય. એમને સધિયારો આપવાનો હોય કે હશે, જે થયું તે થઈ ગયું. વાત જ એવી હતી. તમારી ક્ષમા હું સ્વીકારું છું.

પણ આવું જતાવવાને બદલે આપણે કોઈનું ‘મિચ્છામિ દુક્કડમ્’ સાંભળીને સામે શું કહીએ છીએ? ‘મિચ્છામિ દુક્કડમ્’! લો, આ કંઈ સલામ-નમસ્તે નથી. કોઈ તમને ‘સલામુઅલૈકુમ’ કહીને ઉપરવાળો તમારા પર શાંતિના આશીર્વાદ વરસાવે એવું કહે ત્યારે તમે પણ વળતો જવાબ આપો કે ‘વાઅલૈકુમસ્સલામ’ (ઉપરવાળો તમાર પર પણ શાંતિના આશીર્વાદ વરસાવે) એવું કહો છો તે બરાબર છે.

પણ ‘હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’નો જવાબ ‘હું પણ તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’ એવો ન હોઈ શકે. ‘મિચ્છામિ દુક્કડમ્’ના ઉત્તરરૂપે જ્યાં સુધી ધર્મપુરુષો એવો કોઈ શબ્દ પ્રયોગ ન શોધી કાઢે ત્યાં સુધી તમે કહી શકો છો કે ‘ના, ના, એવું બોલવાની જરૂર નથી’, ‘ડોન્ટ મેન્શન’ અથવા તો ‘અરે ભાઈ, હું તો ક્યારનો એ બનાવ ભૂલી ગયો છું, તમે પણ ભૂલી જાઓ.’ અથવા પછી ‘હા, તમને મેં હૃદયપૂર્વક ક્ષમા આપી. તમે પણ એવો કોઈ ખટકો તમારા દિલમાં નહીં રાખતા.’


એક ત્રીજી વાત. વીતેલા વરસ દરમ્યાન તમારા કોઈ એવા વર્તન કે સિરીઝ ઑફ બીહેવિયરથી હું હર્ટ થયો હોઉં અને મેં જાણીજોઈને તમને દુભવ્યા હોય અને એનો કોઈ અફસોસ, એની કોઈ રિગ્રેટ્સ મારા મનમાં ન હોય તો મારે શા માટે તમને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું જોઈએ. આવા પવિત્ર પ્રસંગે હું શું કામ એવો દંભ કરું? મેં જે કહ્યું તે તમારા વર્તનના જવાબમાં કહ્યું હતું અને ફરીથી એવું વર્તન કરશો તો હું ફરીથી એવું જ કહીશ તમને. કારણ કે મને નથી જોઈતું કે કોઈ મારી લાઈફમાં મારી સાથે આ રીતે બીહેવ કરે. અને એટલે જ મને કોઈ અફસોસ નથી, મારે કોઈ દિલસોજી વ્યક્ત કરવી નથી. આયમ નૉટ સૉરી ફૉર વૉટ આય ટોલ્ડ યુ. આયમ નૉટ ગોઈંગ ટુ સે ‘મિચ્છામિ દુક્કડમ્’ ટુ યુ.

માફી માગવી તો વ્યક્તિગત રીતે માગવી, સાગમટે ન મગાય. એક માફીની ફોટોકૉપીઝ કાઢીને બધામાં નહીં વહેંચવાની. કોઈએ મોકલેલી ‘મિચ્છામિ દુક્કડમ્’ની પોસ્ટ બીજા કોઈને ફૉરવર્ડ નહીં કરવાની. પ્રેમ, પ્રાર્થના, સેક્સ અને ભોજન જેટલી જ પર્સનલ વસ્તુ છે ક્ષમા. એની અભિવ્યક્તિ અંગત હોય – બે જણ વચ્ચે. અને ક્ષમા માગવી જ હોય તો એ રીતે માગવાની કે સામેવાળી વ્યક્તિને તમારી ભાવના બરાબર પહોંચે કે તમે શું કામ ક્ષમા માગી રહ્યા છો. ‘મિચ્છામિ દુક્કડમ્’ના લાગણીભર્યા પવિત્ર શબ્દોને લુખ્ખી રીતે ઉતાવળે કે કોઈ સંદર્ભ વિના ઉચ્ચારીને આપણે ક્ષમાપના પર્વની ગરિમાને હાનિ પહોંચાડીએ છીએ.

ગળે ઉતરે તો આજથી જ આ વાત અમલમાં મૂકજો. ખરા હૃદયથી, વિગતવાર માગેલી ક્ષમા પછી તમારા દિલનો ભાર હળવો થઈ જશે અને સામેની વ્યક્તિની નજરમાં તમારા માટેનો ઘટેલો આદર પુન:સ્થાપિત થઈ જશે.

બાકી તો, ચૉઈસ તમારી છે. બેસતા વર્ષે જેને ને તેને ‘સાલ મુબારક’ ‘સાલ મુબારક’ કહ્યા કરો એ જ રીતે જેને ને તેને ‘મિચ્છામિ દુક્કડમ્’ ‘મિચ્છામિ દુક્કડમ્’ની લહાણી કર્યા કરો. નિરાંતે અને વિગતે વ્યક્ત થયા વિનાની તમારી નવા વર્ષની શુભેચ્છાઓની કે ક્ષમાપનાની લાગણી બીજાઓ સુધી ક્યારેય પહોંચવાની નથી. અને પહોંચતી નથી એટલે એ લાગણીઓની કોરી અભિવ્યક્તિ પછી પણ તમારું જીવન એવું ને એવું રહે છે – કોરુંધાકોર.

સાયલન્સ પ્લીઝ!

લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.

—એરિક સેગલ(‘લવ સ્ટોરી’ નવલકથામાં)

દિલની વાતોમાં દિલગિરી ન હોય.

(આ જ વાક્યનો ઉમદા અનુવાદ: કવિ ઉદયન ઠક્કર)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. In my personal opinion, we as a rule, immediately come to know of our improper behavior. Most of the times one knows that he has misbehaved and used angry words with someone. We may reflect on it during the night or during a weekend. The moment we are reasonably sure of our inappropriate behavior, it is best to say one’s apologies immediately.

  2. Wow aaj no article vachine mari varshoni munjvan dur thai gai. Hu pan aaj vicharti hati k koi mari mafi mage to mare pan amni mafi magvani hoy k mafino sweekar karine amne sadhiyaro aapvano hoy? Thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here