વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે બેચાર જૂના, બેચાર નવા વિચારોઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ સોમવાર, 24 ઑગસ્ટ 2020)

આજે કવિ-લેખક-પત્રકાર-કોશરચનાકાર અને કરસનદાસ મૂળજી જેવા દોસ્તારોની પડખે રહેનાર નર્મદાશંકર લાલશંકર દવેની વર્ષગાંઠ. 1833ની 24મી ઑગસ્ટે ‘નર્મદ’નો જન્મ. આપણે ગુજરાતીઓ આ દિવસની ઉજવણી ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે કરીએ છીએ. યુનેસ્કો તરફથી 21 ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. તે વખતે જગતઆખા સાથે આપણે આપણી માતૃભાષાનું ગૌરવ કરીએ છીએ એ તો અલગ.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતીનો ક્રમ કેટલામો આવે છે? નિરાશાવાદી ગુજરાતીઓએ જવાબ આપવાની જરૂર નથી. આપણું સ્થાન ટૉપ ટ્વેન્ટીફાઇવમાં છે.

ચીનમાં ઘણી ભાષાઓ બોલાય છે જેમાંથી મેન્ડેરિનનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. બીજા નંબરે સ્પૅનિશ અને ત્રીજા-ચોથા નંબરે અંગ્રેજી-હિન્દી છે.

હિન્દીનું સ્થાન આટલું ઉપર છે એનું આપણને એક ભારતીય તરીકે ગૌરવ હોવું જોઈએ. અને બંગાળી (પાંચમા ક્રમે), (મરાઠી દસમા ક્રમે), તેલુગુ (અગિયારમા ક્રમે) અને તમિળ (અઢારમા ક્રમે) છે એનું પણ ગૌરવ હોવું જોઈએ.

ગુજરાતી 24મા ક્રમે છે. વિશ્વમાં સાડા પાંચ કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. (ટુ બી પ્રિસાઇસઃ પાંચ કરોડ 64 લાખ). ટૉપ ટ્વેન્ટી ફાઇવમાં ફ્રેન્ચનું સ્થાન પંદરમું, જર્મનનું 16મું, ઇટાલિયનનું 22મું અને ઇજિપ્શન-અરેબિકનું 23મું છે. ફારસીનું 25મું. રશિયન (7), જપનીઝ (8), ટર્કિશ (13), કોરિયન (14), ઉર્દૂ (20) વગેરે ભાષાઓ પણ ટૉપ ટ્વેન્ટીમાં છે.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતીનું પણ નામ મૂકવું જ પડે એવી આપણી માતૃભાષા છે. આ ભાષા વર્તમાનપત્રો કે સામયિકો થકી નથી જીવવાની. એ જમાનો હવે પૂરો થઈ ગયો. જે પ્રિન્ટ મિડિયા પોતે જ આખરી શ્વાસ લઈ રહ્યું હોય તે ભાષાને કેવી રીતે જીવાડી શકે?

ગુજરાતી ભાષા જીવે છે, ઘણું લાંબું જીવશે અને અમરતા પ્રાપ્ત કરશે તે ગુજરાતીઓને કારણે.

જે ગુજરાતીઓ ઘરમાં ગુજરાતી બોલે છે, ગુજરાતી બોલીને ધંધો-નોકરી-કામકાજ કરે છે, જે ગુજરાતીઓ ગુજરાતીમાં ઝઘડો કરે છે, ગુજરાતીમાં પ્રેમ કરે છે અને જેમને સપનાંઓ પણ ગુજરાતીમાં આવે છે એ સાડા પાંચ કરોડથી વધુ લોકોને કારણે ગુજરાતી જીવે છે.

ગુજરાતી માત્ર લખાતી ભાષા નથી, માત્ર વંચાતી ભાષા નથી. ગુજરાતી લખનારાઓ અને વાંચનારાઓ કરતાં વધારે સમૃદ્ધિ આ ભાષાને એ લોકોએ આપી છે જેઓ ગુજરાતી બોલે છે, ગુજરાતી સાંભળે છે. ભવિષ્યમાં ગુજરાતી લખનારા-વાંચનારાઓ કરતાં વધારે મહત્વ ગુજરાતી બોલનારા-સાંભળનારાઓનું રહેવાનું. ફાઉન્ટન પેન અને પેન્સિલના ચાહકો પણ ઑડિયો-વીડિયો પ્લેટફૉર્મ પર સંભળાવાના-દેખાવાના.

જે ભાષા તમને પોતાને જીવાડતી હોય એને બચાવવાનું તમારું કોઈ ગજું ખરું?

ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. એટલે જ, ગુજરાતી ભાષા જેમની આજીવિકા છે એ બધાનું ભાવિ પણ ઉજ્જવળ છે.

ગુજરાતી ભાષાને જે ચાહે છે, એનો આદર કરે છે એ સૌનું ભાવિ ઘણું ઉજ્જવળ છે.

માતાને કેવી રીતે પ્રેમ કરવો એ બાળકને શીખવવું નથી પડતું. માતૃભાષાને પ્રેમ કરવાની રીત ગુજરાતીઓને શીખવવાની ન હોય. ‘માતૃભાષા બચાવોની’ ઝુંબેશના દેખાડા પણ ન કરવાના હોય. જે ભાષા તમને પોતાને જીવાડતી હોય એને બચાવવાનું તમારું કોઈ ગજું ખરું?

હા, પબ્લિસિટી માટે આવી ચળવળો ચલાવો તે ઠીક છે. તમારે તમારું ગાડું ગબડાવવા આવું બધું કરવું પડે, પણ એ માટે ‘ગુજરાતી ખતરામાં છે’ એવો હાઉ ઊભો કરવાની જરૂર?

કોઈ ભાષાને બીજી ભાષા સાથે કૉમ્પીટિશન નથી હોતી, વેર નથી હોતું. અરાજકતાવાદીઓ ભાષાનું રાજકારણ ખેલવામાં પાવરધા હોય છે. એમાં લેફ્ટિસ્ટો ભળ્યા અને લેફટિસ્ટોને જોઇને એમનો સામનો કરવા જેઓ હજુ વાડ પર બેઠા છે એવા અધૂરા હિન્દુવાદીઓ ભળ્યા.

ભાષાનું માધુર્ય અને લાલિત્ય જ નહીં, ભાષાની ચોક્સાઈ અને એની લિખાવટની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે પણ જોડણીની ચોક્સાઈ જરૂરી હોય છે.

ગુજરાતી ભાષાનું સૌંદર્ય એની લિપિમાં, વ્યાકરણમાં, જોડણીમાં, ઉચ્ચારોમાં અને એની લિખાવટમાં છે. આ બધાંની સાથે ચેડાં કરવાની ખૂબ કોશિશો થઈ. કંપોઝ કરવામાં સરળતા પડે એટલે ‘તંત્રી’ની જગ્યાએ ‘તન્ત્ રી’ લખવું જોઈએ એવો પ્રચાર વર્ષો સુધી ચાલ્યો. આ તદ્દન વાહિયાત ઝુંબેશને ગુજરાતીઓએ જાકારો આપ્યો. એક ‘ઈ’ અને એક ‘ઉ’વાળું ઊંઝા જોડણીનું ગતકડું કેટલાક જોકરોએ વિદ્વતાનું મહોરું પહેરીને શરૂ કર્યું હતું.એ આખી સેક્યુલર ગૅન્ગ હતી એની તો બહુ પાછળથી ખબર પડી. ભાષાની જોડણીમાં અરાજકતા ફેલાવવાના ઇરાદે ભેગી થયેલી આ ભાંગફોડિયા ટોળકીને ઉઠાવીને ઉકરડામાં ફેંકી દીધી ગુજરાતીઓએ.

ભાષાનું માધુર્ય અને લાલિત્ય જ નહીં, ભાષાની ચોક્સાઈ અને એની લિખાવટની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે પણ જોડણીની ચોક્સાઈ જરૂરી હોય છે. ઉચ્ચારણ શાસ્ત્રનું મહત્વ વેદકાળથી ચાલ્યું આવે છે. પેલી ઝનૂની ગૅન્ગ ‘દિન’ અને ‘દીન’ વચ્ચેનો, ‘પિતા’ અને ‘પીતા’ વચ્ચેનો ભેદ મિટાવી દેવા આવી હતી. કાવ્યનું પિંગળશાસ્ત્ર, છંદ, અરુઝ-આ બધામાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ તથા હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊનું એટલું જ મહત્વ છે જેટલું સંગીતનું સૂરમાં. શાળામાં નાની ઇ અને મોટી ઈ તથા ઊંધો સાતડો અને છત્તો સાતડો ભલે કહેતા હોઈએ પણ એ ભેદ જો ભાષામાં ન જળવાય તો ભાષા બેસૂરી બની જાય, કાનમાં વાગે.

ભાષાનાં બાલબચ્ચાં જેવી બોલીઓને એનું પોતાનું માધુર્ય છે. જ્યૉર્જ બર્નાર્ડ શોએ ‘પિગ્મેલિયન’માં વિવિધ વિસ્તારોમાં બોલાતી અંગ્રેજી ભાષાઓનું મેઘધનુષ રચીને અંગ્રેજીની સમૃદ્ધિનો, એના વ્યાપનો ખ્યાલ આપણને આપ્યો. એના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ તમે જોઈ હશે- ઑડ્રી હૅપ્બર્ન અને રેક્સ હૅરિસનવાળી. ગુજરાતીમાં આ નાટકનું રૂપાંતર ‘સંતુ રંગીલી’ના નામે ગુજરાતી સાહિત્યના લિવિંગ લેજન્ડ મધુ રાયે કર્યું અને તખ્તા પર સરિતા જોષી તથા પ્રવીણ જોષીએ એને અમર કર્યું. દક્ષિણ ગુજરાતથી માંડીને ચરોતર, મહેસાણા, કાઠિયાવાડ સુધીની અનેક બોલીઓના સમૃદ્ધ વારસાને મધુ રાયે તખ્તા પર પોતાની આગવી લેખન શૈલીથી જીવંત કર્યો. મરાઠીમાં આ જ સ્ક્રિપ્ટનું ટ્રાન્સલેશન પુ. લ. દેશપાંડેએ કર્યું- ભક્તિ બર્વે અને સતીષ દુભાષીએ લીડ રોલ કર્યા. મુંબઈની મરાઠી જુદી, નાસિક-કોલ્હાપુર-સાંગલીની મરાઠી જુદી જુદી.

ગુજરાતી ભાષાને પ્રેમ કરનારાઓ આ પ્રેમની અભિવ્યક્તિ માટે પોતપોતાના રસ્તાઓ શોધી લેતા હોય છે. મધુ રાયે ‘સંતુ રંગીલી’ દ્વારા ગુજરાતી ભાષાને વહાલ કર્યું. કોઈ કમર્શિયલ નાટકમાં આવી ઉમદા સાહિત્યિક પંક્તિઓ સાંભળી છે કદી?

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ.

આ પંક્તિઓનો ઉપયોગ નાટકમાં સંતુને ‘સ’, ‘શ’ અને ‘ષ’ના ઉચ્ચારભેદ શીખવાડવા થાય છે. આ પંક્તિઓ કોણે લખી? 1820માં જન્મેલા દલપતરામે. એમની પેલી ફેમસ પ્રાર્થનાના ત્રીજા અંતરામાં આ પંક્તિઓ આવે છે? કઈ ફેમસ પ્રાર્થના?

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

આ કવિતાનો બીજો બંધ છેઃ

પરોઢિયે નિત ઊઠીને લેવું ઇશ્વર નામ,
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;
કહું કરો માબાપનું દો મોટાંને માન,
ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન,

હવે આપણાવાળી વાત આવે છેઃ

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ,
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત,
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.

ઈશ્વરથી કોઈ વાત છાની રહેતી નથી. આપણી માતૃભાષાને આપણે કેટલું ચાહીએ છીએ એ વાત પણ છાની રહેતી નથી.

આજનો વિચાર

એવી કોઈ આવતી કાલ છે નહીં કે જેમાં આપણે શાંતિમાં હોઈશું. આપણે આ ક્ષણે જ વ્યવસ્થિત થવાનું છે.

-જિદ્‌દુ કૃષ્ણમૂર્તિ
(11-5-1895થી 17-2-1996)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. મને ગમ્યો તમારો લેખ ખૂબ જ સુંદર.
    મીડિયામાં ધ ન્યૂઝપ્રેમી એક અલગ અંદાજ મિજાજ અને સચોટ માહિતીસભર ભાથું એટલે ધ ન્યૂઝપ્રેમી.
    સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામના.

  2. જય શ્રીકૃષ્ણ સૌરભ જી,
    અભિવાદન સાથે શ્રી દલપતરામની કવિતાની છેલ્લી લીટી તરફ ધ્યાન દોરુ છું.
    તેમાં વાટને બદલે ઘાટ હતું તેમ મારું માનવું છે. બાળપણમાં પાઠ્યક્રમમાં હોવાને કારણે યાદશક્તિ ના ભરોસે આ લખું છું, અયોગ્ય હોય તો ક્ષમા કરશો.
    અમૃતલાલ પંચમતીઆ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here