આક્ષેપો અને ખુલાસાઓ : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 29 નવેમ્બર 2020)

ખુલાસાથી અહીં મતલબ છે સ્પષ્ટતાઓ. બાસ્ટર્ડાઈઝ્ડ થઈ રહેલી પત્રકારત્વની ગુજરાતી ભાષા મુજબ ખુલાસો એટલે ઘટસ્ફોટ પણ શુદ્ધ ગુજરાતી મુજબ ખુલાસાનો અર્થ થાય કલેરિફિકેશન એટલે કે સ્પષ્ટતા. નાક લૂછતાંય જેમને નથી આવડતું એવા લોકો જ્યારે પત્રકારત્વમાં ઘૂસી જાય છે ત્યારે પત્રકારત્વની ભાષા બાસ્ટર્ડાઈઝ્ડ થઈ જતી હોય છે.

ખેર. વાત આક્ષેપોની છે. આજકાલ ટ્રેડિશનલ મીડિયામાં, સોશ્યલ મીડિયામાં, અંગત વાતચીતમાં, જાહેર સભાઓમાં ઈવન સંસદમાં છુટ્ટે મોંએ બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક ડેન્જરસ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.

કલ્પનાના તરંગમાંથી ઊપજતા આક્ષેપો કરનારાઓ પોતાના મનની ગંદકીને બહાર કાઢીને ફંગોળતા હોય છે. વાસ્તવમાં તેઓએ આપવી હોય છે માબહેનની ગાળો પણ જાહેરમાં અપશબ્દો બોલવાથી પોતાનું કેવું લાગશે એની એમને ખબર હોય છે એટલે તેઓ આ અપશબ્દોની અવેજીમાં બેબુનિયાદ આક્ષેપો ફંગોળતા રહે છે. હવેથી જ્યારે જ્યારે તમે સંસદમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં, જાહેર સભામાં કે અંગત વાતચીતમાં કોઈને મોેઢે બેબુનિયાદ આક્ષેપો સાંભળો ત્યારે માની લેજો કે તેઓએ બોલવી છે માબહેનની ગાળો પણ એમના મોઢામાંથી નીકળી રહ્યા છે બેબુનિયાદ આક્ષેપો.

આક્ષેપો કરવાનું કામ સહેલું છે, એસ્પેશ્યલી ત્યારે જ્યારે એ આક્ષેપોની સાથે તમારે પુરાવાઓ રજૂ કરવાના ન હોય, અને આક્ષેપો ખોટા પુરવાર થાય ત્યારે તમારે કોઈ નુકસાની ન ભરવાની હોય. કાદવ ઉછાળવા સિવાય બીજો કોઈ હેતુ ન હોય ત્યારે કેટલાક લોકો માટે બેબુનિયાદ આક્ષેપોનું હથિયાર હાથવગું હોય છે.

જ્યારે પણ કોઈ આક્ષેપબાજી કરતું જણાય ત્યારે આપણે સૌથી પહેલાં તો એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ તપાસવું જોઈએ કે એ જેમના પર આક્ષેપ કરે છે એની સરખામણીએ એણે પોતે પોતાના ક્ષેત્રમાં કેટલું કામ કર્યું છે. કીડી જ્યારે હાથી પર આક્ષેપ કરે ત્યારે તપાસવું જોઈએ કે જાહેર જીવનના ક્ષેત્રમાં હાથીએ કેટલું કામ કર્યું છે, કીડીએ કેટલું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર કોઈ લલ્લુ પંજુ-છગ્ગુ જ્યારે કોઈ ક્ષેત્રના દિગ્ગજ સામે કાદવ ઉછાળે છે ત્યારે તમાશો જોતી વ્યક્તિઓએ આ બેઉ વ્યક્તિઓનાં બૅકગ્રાઉન્ડ તપાસવા જોઈએ. પેલા વાનરવેડા કરનારાએ જેમના વિશે ભદ્દી કમેન્ટ્સ કરવાનું અભિયાન આદર્યું છે એણે પોતાના ક્ષેત્રમાં શું ઉકાળ્યું છે અને જેના વિશે બેફામ આક્ષેપો કરવામાં આવે છે એણે પોતાના ક્ષેત્રમાં કેટલું પ્રચંડ કાર્ય કર્યું છે. બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક હેતુ તો પોતાનામાં રહેલું ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાનો અને હજુ એક હેતુ એ કે તમે સામેની વ્યક્તિને રૉન્ગ બૉક્સમાં મૂકીને ખુલાસાઓ કરવાની ફરજ પાડો.

અહીં એક ટ્રિકી સિચ્યુએશન સર્જાતી હોય છે. તમે પેલાને ગેરવાજબી ઈમ્પોર્ટન્સ ન આપવા માટે એને નિગ્લેક્ટ કરો તો તમારી એ અવગણનાનો અર્થ એવો કાઢવામાં આવશે એવો તમને ડર લાગે કે બીજાઓ તમને એવો ડર દેખાડે કે તમે એ આક્ષેપોને સ્વીકારી લો છો, તમારી પાસે લોકોને ગળે ઊતરે એવો ખુલાસો કરવા જેટલી સચ્ચાઈ નથી. આક્ષેપોમાં ઉછાળવામાં આવેલા કાદવ તમને ચોંટી જશે.

તમે તમારું કામ છોડીને આવી આક્ષેપબાજીઓના ખુલાસાઓ કરતા રહો અને આક્ષેપ કરનારાઓ પોતાનો કૉલર ઊંચો કરીને પોતાના નાનકડા, સંકુચિત વર્તુળમાં ફરતા રહે કે જોયું, હું જે કહું છું એનું કેટલું વજન પડે છે? આવડા મોટા માણસે પણ મારી વાતનો જવાબ આપવો પડ્યોને? બેબુનિયાદ આક્ષેપોના જવાબ આપવા કે નહીં એની કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા નથી. ક્યારેક ચૂપ રહેવામાં અને વહેંતિયાઓને – મિનિયન્સને મહત્ત્વ ન આપવામાં જ શાણપણ હોય છે. ક્યારેક એકાદ છૂટું તીર છોડીને પેલાને મરણતોલ ઘા કરવામાં શાણપણ હોય છે. ક્યારેક પ્રતિ-આક્ષેપ કરવો જરૂરી હોય છે. બેબુનિયાદ આક્ષેપો કરનારાઓને ખબર હોય છે પોતે ગપગોળા ચલાવી રહ્યા છે, હાડોહાડ જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે. આવા જુઠ્ઠા અને બેશરમ માણસોના આક્ષેપોને જવાબ આપીને પોતાનો કિમતી સમય વેડફવાનું શાણા લોકોને પરવડતું નથી એટલે જ તેઓ ચૂપ રહેતા હોય છે, પોતાનું નક્કર કામ કર્યે જતા હોય છે – હાથીની જેમ. અને જરૂર પડે ત્યારે કે પાણી નાક સુધી આવી જાય ત્યારે સામેવાળાને તમ્મર આવી જાય અને ધોળે દહાડે તારા દેખાય એવો જડબાતોડ જવાબ આપી દેતા હોય છે – હાથીની જેમ જ!

પાન બનાર્સવાલા

ઉમ્ર ઝાયા કર દી લોગોં ને
ઔરોં કે વજૂદ મેં નુક્સ
નિકાલતે નિકાલતે
ઈતના હી ખુદ કો
તરાશા હોતા
તો ફરિશ્તે બન જાતે.

—ગુલઝાર

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Good explanation of current trends on SM and else where.
    Sir when you are giving next article on our brave Pravinkumar Teotia?

  2. Most part of the media, print as well as electronic did not give importance to Hon. Supreme court judgement regarding Arnab’s case !! Biased media people. Such a judgment was not a breaking news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here