બાર વર્ષ પહેલાંની છવ્વીસ નવેમ્બરની તારીખ આજે પણ યાદ રાખવી શું કામ જરૂરી છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ, ગુરુવાર, 26 નવેમ્બર 2020)

આજથી બરાબર 12 વર્ષ પહેલાંની 26મી નવેમ્બરની મોડી સાંજથી બીજા દિવસની વહેલી સવાર સુધી, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 મુસ્લિમ આતંકવાદીઓએ મુંબઈ શહેર પર જે ખૂની હુમલો કર્યો એ તમને યાદ છે. મુંબઇના લૅન્ડમાર્ક સમી હૉટેલ તાજ મહાલ સહિતનાં કુલ 6 સ્થળો પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો – કોલાબાની લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સી.એસ.ટી.એમ.), નરીમાન પૉઇન્ટની હૉટેલ ઑબેરોય ટ્રાઈડન્ટ, સીએસટીએમ નજીકની કામા હૉસ્પિટલ, નરિમાન હાઉસ પર એકે–ફોર્ટી સેવન, આરડીએક્સ અને હેન્ડ ગ્રેનેડ્સથી હુમલો થયો. 166 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. 10માંના 9 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. દસમો અજમલ કસાબ જીવતો પકડાયો. એના પર અદાલતમાં કેસ ચાલ્યો. ફાંસી થઈ.

બાર વર્ષ દરમ્યાન આ ઘટના વિશે ખૂબ લખાયું, ફિલ્મો પણ બની. લેટેસ્ટ પુસ્તક આ મહિને જ પ્રગટ થયું: ‘26/11 બ્રેવહાર્ટઃ માય એકાઉન્ટર વિથ ટેરરિસ્ટ્સ ધૅટ નાઇટ’ લેખક છે પ્રવીણ કુમાર તેવટિયા. રૂપાએ પબ્લિશ કર્યું છે.

26/11ની બચાવ કામગીરીમાં ભાગ લેનાર બહાદુરો તરફથી એમણે જોયેલી/કરેલી કામગીરીનાં વિવિધ બયાનો આપણને મળ્યાં છે. એક સ્વતંત્ર પુસ્તક સ્વરૂપે ફર્સ્ટ હૅન્ડ અકાઉન્ટ આ કદાચ પહેલું જ છે અને તે પણ કોઈ જેવી તેવી વ્યક્તિ તરફથી નહીં, એક ‘માર્કોસ’ તરફથી.

પ્રવીણ કુમાર તેવટિયાને શૌર્ય ચંદ્રક અર્પણ કરી રહેલાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ

વિષયમાં ઊંડા ઉતરતાં પહેલાં અને આ પુસ્તક વિશે પણ થોડી જાણકારી મેળવતાં પહેલાં જાણી લઈએ કે ભારતીય સૈન્ય દળમાં ‘ માર્કોસ’ એટલે અલમોસ્ટ અમેરિકન સૈન્યના ‘સીલ.’

સી, ઍર અને લૅન્ડ (SEAL) – ત્રણેય પાંખમાં કામ કરવાની સૌથી આકરી ટ્રેનિંગ લેનારા સૈનિકો અમેરિકામાં ‘સીલ’ તરીકે ઓળખાય. ક્લિન્ટ ઇસ્ટવુડે ડિરેક્ટ કરેલી ‘અમેરિકન સ્નાઇપર’ ફિલ્મ જેમણે જોઈ છે એમને ખબર હશે કે કેટલી આકરી ટ્રેનિંગ એમને આપવામાં આવે છે અને સૈન્યમાં જોડાયેલા અન્ય સૈનિકોમાં યુદ્ધના મેદાનમાં એમનો મરતબો કેવો હોય છે. પાકિસ્તાનના અબોત્તાબાદમાં છુપાયેલા ઓસામા બિન લાદેનને 2011ના મેમાં એના ઘરમાં ઘૂસીને ઠાર કરી એની લાશને મધદરિયામાં પધરાવી દેવાયું સમગ્ર ઓપરેશન અમેરિકન સૈન્યની ‘સીલ’ ટીમે જ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ વિશેની ફિલ્મ ‘ઝીરો ડાર્ક થર્ટી’ ન જોઈ હોય તો એકવાર જરૂર જોઈ લેજો.

ભારતમાં મરીન કમાન્ડો (‘Marco’) તરીકે જેમને ટ્રેનિંગ મળે છે એ ચુનંદા સૈનિકો ‘માર્કોસ’ તરીકે ઓળખાય છે. પ્રવીણ કુમાર તેવટિયા ‘માર્કોસ’ છે ‘માર્કોસ’નું હેડ કવાર્ટર વિશાખાપટ્ટનમાં ‘આઇ.એન.એસ. કર્ણ’ પર આવેલું છે અને એનું સૂત્ર છેઃ ‘ધ ફ્યુ, ધ ફિયરલેસ.’ આ માર્કોસને સૈન્યમાં ‘મગરમચ્છ’ના લાડકા નામે પણ ઓળખવામાં આવે છે. દરિયા પર, આકાશમાં અને જમીન પર – ત્રણેય ક્ષેત્રોમાં દુશ્મનો સામે લડવાની આકરી તીલિમ લઈ પ્રવીણ કુમાર તેવટિયા વિશે અને 26/11ના એમના અભૂતપૂર્વ અનુભવ વિશે જાણતાં પહેલાં થોડીક પાયાની વાત કરી લેવી જોઇએ. પણ એ પહેલાં અત્યારે ‘માર્કોસ’પ્રવીણકુમાર તેવટિયા વિશે ત્રણ સૌથી મોટી વાત માત્ર એક-એક વાકયમાં જાણીને આગળ વધી જઈએ. ૨૬/૧૧માં બહાદુરી બતાવીને આતંકવાદીઓને પડકારતી વખતે પ્રવીણકુમારના શરીરમાં એક નહીં, બે નહીં, ચાર-ચાર બુલેટ્સ ઘૂસી ગઈ જેમાંની એક ફેફસાની અને એક કાનની આરપાર નીકળી ગઈ. પ્રવીણકુમારને આ બહાદુરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા ‘શૌર્ય ચક્ર’ આપીને સન્માનિત કરવામાં આવ્યા પણ એમનું શરીર હવે પહેલાં જેવું રહ્યું નથી એવું કારણ આપીને એમને સક્રિય ફરજ પરથી દૂર કરવામાં આવ્યા. પ્રવીણકુમારે પોતે શારીરિક-માનસિક રીતે ફિટ છે એવું પુરવાર કરવા કુલ ચાર ફુલ મેરેથોનમાં ભાગ લીધો જેમાંની એક મેરેથોન લેહ-લદ્દાખની પાતળી હવામાં યોજાઈ હતી. પ્રવીણકુમારનું નામ આજે હરેક ભારતીય નાગરિકના મોઢે રમવું જોઈએ પણ આપણા મીડિયાને આવા પરાક્રમી જવાનોને હીરો બનાવવા કરતાં બૉલિવુડની પબ્લિક રિલેશન્સ એજન્સીઓના પૈસા ખાઈને તકલાદી લોકોને હીરોની આભા આપવામાં વધારે રસ હોય છે.

પાકિસ્તાને મોકલેલા દસ આતંકવાદીઓ ફિદાઇન હતા. આ નાપાક ષડયંત્ર જેના શૈતાની દિમાગની પૈદાશ હતું તે લશ્કર–એ–તૈયબાના ઝકિઉર રહમાન લખવી (ઉર્ફે ‘ચાચુ’)ને ખબર હતી કે આ દસમાંનો એક પણ આતંકવાદી જીવતો રહેવાનો નથી. આ સૌના ખિસ્સામાં જે પહેચાનપત્રો મૂકવામાં આવેલા તે એમને ભારતીય નાગરિકની બનાવટી આઇડેન્ટિટી આપતા હિન્દુ નામ ધરાવતા જુઠ્ઠા પુરાવાઓ હતા જેથી ભારતની પ્રજાને લાગે કે આ કાવતરું ભારતના જ લોકોએ કર્યું છે. આ આતંકવાદીઓનાં કાંડા પર રક્ષા પોટલી પ્રકારનાં હિંદુ આસ્થાળુઓ બાંધે એવા દોરાઓ પણ હતા. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ લખેલી આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’માં આ બાબતનો ઘટસ્ફોટ થયો ત્યારે ઘણા કૉન્ગ્રેસીઓના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.

કારણ કે કૉન્ગ્રેસીઓ 26/11ની ઘટનાને હિન્દુ આતંકવાદ તરીકે ભારતીય પ્રજાના અને દુનિયા આખીના મનમાં પેસાડવા માગતા હતા. ઇનફેક્ટ ભારતના કૌભાંડકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં બોલાય છે તે સુબ્રતો રોયે શરૂ કરેલા મીડિયાહાઉસના એક ઉર્દૂ પ્રકાશનના એડિટર ઇન ચીફ અઝીઝ બર્નીએ ‘26/11: આર.એસ.એસ. કી સાઝિશ’ નામનું એક બેબુનિયાદ અને ડિફેમેટરી પુસ્તક પણ લખી નાખ્યું હતું જેના ઉદ્‌ઘાટન સમારંભમાં કૉન્ગ્રેસીઓમાં ખૂબ આદરણીય ગણાતા દિગ્વિજય સિંહ, બોલીવુડના સેક્યુલરો જેમને ખભે લઇને નાચે છે તે મહેશ ભટ્ટ તેમજ મહારાષ્ટ્રમાં જયારે કૉન્ગ્રેસી ચીફ મિનિસ્ટર વિલાસરાવ દેશમુખનું રાજ હતું ત્યારે રાજયના ગૃહ મંત્રી રહી ચૂકેલા કૃપાશંકર સિંહ પણ હાથમાં આ રહી પુસ્તકની નકલ બતાવીને હસતાં હસતાં ફોટા પડાવતા હતા. કૃપાશંકર સિંહ પર તોતિંગ ભ્રષ્ટાચારના કેસ થયા છે અને 2011માં એમનો દીકરો ટુ-જી કૌભાંડમાં સામેલ છે એવું બહાર આવ્યું ત્યારે એમણે કૉન્ગ્રેસના મુંબઈ પ્રદેશના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.

તસવીરમાં છેક ડાબે મહેશ ભટ્ટ, છેક જમણે કૃપાશંકર સિંહ અને વચ્ચે દિગ્વિજય સિંહ

કૉન્ગ્રેસને અત્યારે જે ગાળો પડે છે તે સર્વથા-યથાર્થ છે એ યાદ કરાવવા થોડીક જૂની સ્મૃતિઓ તાજી કરી લેવી જરૂરી છે.

આ તો ભલું થજો તુકારામ ગોપાલ ઓંબળેનું જેણે ચોપાટી જંક્શન નજીક કારમાં જતા અજમલ કસાબને રોકીને, પોતે નિઃશસ્ત્ર હોવા છતાં કસાબની એકે-47 રાયફલના નાળચાને પકડી રાખ્યું, પલકવારમાં છૂટેલી ૪૦ (ચાળીસ) ગોળીઓ પોતાના શરીર પર ઝીલીને મુંબઈ પોલીસના જાંબાઝ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ( એ.એસ.આઈ.) તુકારામ ઓંબળે મોતને ભેટ્યા પણ કસાબ જીવતો પકડાઈ ગયો. જો કસાબ જીવતો ન પકડાયો હોત તો પાકિસ્તાનની યોજના મુજબ દસેદસ આતંકવાદીઓની પહેચાન ભારતના હિન્દુઓ તરીકે સ્થાપિત થઈ હોત અને જો એવું થયું હોત તો ભારતમાં ‘હિન્દુ આતેકવાદ’ છે એવી ભ્રમણા ફેલાવવામાં સોનિયા-મનમોહનની કૉન્ગ્રસને સફળતા મળી હોત. અને આપણે સૌ આજે પણ એ જ ભ્રમણામાં રહયા હોત કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી— ઇસ્લામમાં પણ હોય અને સનાતન ધર્મમાં પણ હોય. પણ છેવટે તો મદનમોહન માલવીય દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા મંડુકોપનિષદ્‌ના (૩:૧:૬)ના આ મંત્ર પ્રમાણે : સત્યમેવ જયતે (નાનૃતં સત્યેન પંથા વિતતો દેવયાનઃ)માં આપણા સૌની આસ્થા છે અને એવું જ થયું. આ કાવતરા પર હિન્દુ આતંકવાદનું બનાવટી લેબલ ચીપકાવી દેવાના પાકિસ્તાનપરસ્ત કૉન્ગ્રેસીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું.

ગયા વર્ષના માર્ચ અને એપ્રિલમાં લખેલા 13 લેખની શ્રેણીની લિન્ક આ સાથે આપી છે. ‘માર્કોસ’ પ્રવીણ કુમાર તેવટિયાના 26/11 વિશેના પુસ્તકમાં ઊંડા ઉતરતાં પહેલાં આ ચારેય લેખ પર ધીરજપૂર્વક નજર ફેરવી જશો તો આ દેશનું શાસન કૉન્ગ્રેસના હાથમાં હતું ત્યારે આપણે સૌ કેટલા કપરા કાળમાંથીપસાર થયા છીએ તેનો ખ્યાલ આવશે. 26/11 વિશેની ઘટના વિશે, અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ બરાક ઓબામા ડિસેમ્બર 2010માં ભારત આવ્યા ત્યારે એમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પૂછ્યું હતું કે: તે વખતે તમે કેમ પાકિસ્તાન સામે કોઈ પગલાં લીધાં નહીં? સોનિયા ગાંધીના હજુરિયા બની ગયેલા ભારત દેશના વડાપ્રધાને ઓબામાને જવાબ આપ્યોઃ ભારતના મુસ્લિમોને ખોટું ના લાગે એટલે. આ વાત ઓબામાની તાજેતરમાં પ્રગટ થયેલી આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં નોંધાયેલી છે.

નીચે આપેલી તેરેતેર લિન્ક ખોલીને સંપૂર્ણ શ્રેણી વાંચવા જેટલો સમય ન હોય તો હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવવા કૉન્ગ્રેસ સરકાર તરફથી દેશભરમાં કેવી કેવી નીચ હરકતો થઈ તે જાણવા લેખ નં. 1, 3 તથા 5 જોઈ જશો. અને જો વધારે સમય હોય તો લેખ નં 7થી10માંના કોઈ પણ બે લેખ વાંચી જશો તો ખાતરી થઈ જશે કે 26/11ના આ પર્ટિક્યુલર હાદસામાં પાકિસ્તાની કાવતરાખોરો સાથે મળીને, જેહાદીઓને લાડ લડાવતી દેશદ્રોહી કૉન્ગ્રેસ ગવર્નમેન્ટે કેવી હિચકારી ભૂમિકા ભજવી હતી. તમારું લોહી ઉકળી ઊઠશે. તમામ 13 લેખની સંપૂર્ણ શ્રેણી વાંચવાનો સમય કાઢી શકશો તો આવતી કાલથી ‘માર્કોસ’ પ્રવીણકુમાર તેવટિયાની દૄષ્ટિએ 26 નવેમ્બર 2008ના બુધવારની રાત્રિનું રૂંવાડાં ઊભાં કરી દેનારું સિલસિલાબંધ બયાન વાંચતી વખતે તમારી પાસે પૂરતું બૅકગ્રાઉન્ડ હશે.
( વધુ આવતી કાલે)

1. 25 માર્ચ 2019: હિંદુ આતંકવાદની ભ્રમણા કોણે ઊભી કરી, કેવી રીતે કરી

2. 26 માર્ચ 2019: માલેગાંવ, સમઝૌતા, હૈદરાબાદઃ યાદ છે આ બધા બૉમ્બ બ્લાસ્ટ?

3. 27 માર્ચ 2019: દરેક કેસમાં મુસ્લિમોને છોડીને સ્વામી અસીમાનંદજીને આરોપી બનાવવામાં આવ્યા

4. 29 માર્ચ 2019: જ્યારે મણિસર કેન્દ્રીય ગૃહમંત્રીની કૅબિનમાં એક પોલીસ અફસરને મળ્યા

5. 30 માર્ચ 2019: ‘હિંદુ આતંકવાદ’ શબ્દો કયા કેસથી પ્રચલિત થયા?

6. 31 માર્ચ 2019: હિંદુ આતંકવાદની ભ્રમણા ફેલાવનારાઓએ જ સાચાં એન્કાઉન્ટરને ફેક બનાવ્યાં

7. 1 એપ્રિલ 2019: 26/11નો મુંબઈ હુમલો કૉન્ગ્રેસ અને પાકિસ્તાનનો સહિયારો પ્રોજેક્ટ હતો?

8. 2 એપ્રિલ 2019: હુમલા વખતે કૉન્ગ્રેસીગૃહમંત્રી શિવરાજ પાટિલનો એટિટ્યુડ જાણે એવો હતો કે, ‘મારા બાપના કેટલા ટકા?’

9. 2 એપ્રિલ, 2019: હિંદુ આતંકવાદની કૉન્ગ્રેસી ભ્રમણા

10. 3 એપ્રિલ 2019: પાકિસ્તાનવાળાઓને ખબર હતી કે હુમલા વખતે તાજમાં કેટલા વીવીઆઈપી છે

11. 5 એપ્રિલ 2019: મણિસરના બદલામાં કસાબને છોડાવવાની સાઝિશ

12. 26 એપ્રિલ 2019: રાષ્ટ્રપતિ ભવનથી ઘરે જઈ રહેલા મણિસરનું અપહરણ કરવાનું કાવતરું

13. 27 એપ્રિલ 2019: ઈશરત જહાન એન્કાઉન્ટરવાળા કેસમાં મણિસર પાસે ગુજરાત હાઇકોર્ટમાં જુઠ્ઠી એફિડેવિટ ફાઇલ કરાવવામાં આવી

•••

•••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

15 COMMENTS

  1. સૌરભભાઇ શાહ
    તમારા લેખ ખરેખર ખૂબ અદ્દભુત હોય છે👍🙏
    સત્ય અને તથ્યથી ભરપૂર હોય છે
    ધન્યવાદ અભિનંદન🎉🎊

  2. Very good article. I read all suggested articals and awaiting for today’s one.
    આભાર અને અભિનંદન માહિતીસભર લેખ બદલ.

  3. Pravin Kumar Tevatia – Just Salute to this real life Hero will not be enough. As per me he deserve more word can not describe. Never heard this hero name, because as you explained sickular or liberals agenda and their PR work. Bollywood never makes any film on such heros, as they always like to make films on all type of goondas. They even spoilt Gunjan Saxena.

    My respectful naman to all this heros for their bravery.

    Saurabhbhai thanks for your research, you are bringing great information to us.

  4. ૩૦/૧૧/૨૦૦૮ ,મારા પુત્ર ના લગ્ન સબબ માટુન્ગા સેન્ટ્રલ માં વરઘોડો કાઢવા ની મનાઈ.. પણ ૨૬/૧૧/૨૦૦૮ ના એક અઠવાડીયા બાદ મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ ના અભિનેતા પુત્ર રિતેશ માટે હૉટેલ તાજ માં શૂટીન્ગ કરવા ની છૂટ…

  5. તમારા લેખો 24 કેરેટ જેવા શુદ્ધ, સચોટ અને જાણક યુક્ત હોય છે. અભિનંદન અને શુભેચ્છાઓ.
    ભારતીય પ્રજા તરીકે અફસોસ રહે છે કે આપણાં જવાનોની શહિદી બાદ એમના કુટુંબીજનોને સંભાળી શકતા નથી. અવર્ણનીય અને અદમ્ય સાહસની પરાકાષ્ઠા બાદ ઉચિત સન્માન પણ કરતા નથી.
    એ જવાનો અને કુટુંબીજનોની આવી અવગણના છતાં, એમની દેશદાઝ સહેજે નરમ અથવા ઓછી થતી નથી.
    દેશના આ વીરોને નતમસ્તક નમન કરી, આભાર વ્યક્ત કરું છું.

  6. Never heard of Pravinkumar Tevetia before, may be my oversight or my memoryloss. But kudos to him for his daring bravery. Maybe vested interests in media would not have liked that he gets deserved attention and love from public. બીજુ તમે લખેલ મણીસર ( ex.home dept.) ની સીરીઝ સાથે પ્રવીણ તેવતીયા નો આજનો લેખ વાંચીને મનમાં એક શંકા જાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પાકિસ્તાન સાથે મળી ને ૨૬/૧૧ નું કાવતરું તો રચ્યું નહોતું ને !. ચિદમ્બરમ્, દિગ્વિજય, મર્હુમ અંતુલે વગેરે ના એ વખત ના અને બીજા બધા બયાનો વાચીને મારી શંકા બળવતર થઈ છે. ઓબામા એ ૨૬/૧૧ પછી તરત જ નિવેદન કરેલ હતું કે ” ભારત ને ૨૬/૧૧ નો જવાબ આપવા પાકિસ્તાન ઉપર શિક્ષાત્મક પગલાં લઈ શકે છે. ” પણ તત્કાલીન મૌનીબાબા મિયાની મીંદડી બની બેઠા. પ્રવીણ કુમાર તેવતીયા ના પરાક્રમની સીરીઝ ની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ.

  7. Aapne The Emergency :Personal History by Coomi Kapoor ke articles band kyu kiye ? Agar ho sake to chalu rakhiye plz..

  8. Excellent matter & information….!!

    Thanks a lot for sharing such a nice post….but unable to share Yr matter on Whatsapp with due credit to you…..as most people don’t read article from given link…but definitely from open text form. I do understand Yr view…..

  9. દેશનાં વીર સૈનિકોને આપણાં મીડિયાએ કોઈ દિવસ ખભે બેસાડયા નથી. “આ છે સિયાચેન”, “પરમવીર ચક્ર” અને તાજેતર માં પ્રગટ થયેલ “શૌર્ય” નાં લેખક હર્ષલ પુષ્કર્ણ નાં પુસ્તકો દરેક ભારતીય નાગરિકે વાંચવા રહ્યાં.

    અપ્રતિમ શૌર્ય દાખવનાર વીર સૈનિકોને સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here