સુશાન્ત સિંહ રાજપૂત: હજુ ઘણી આવતી કાલો બાકી હતી : સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝઃ સોમવાર, 15 જૂન 2020)

હિંદી ફિલ્મોની આપણા જીવન પર વત્તીઓછી – વહેલીમોડી – પ્રગટઅપ્રગટ અસરો હોવાની જ. પ્રેક્ષકો પર પડતી હોય તો શું ફિલ્મ બનાવનારાઓ પર નહીં એની અસર નહીં પડતી હોય?

‘થ્રી ઇડિયટ્સે’ કેટલાય વિદ્યાર્થીઓને, એમનાં પેરેન્ટ્સને હસતાંરમતાં  એક મોટી વાત શીખવાડી. ડૉક્ટર-એન્જિનિયર બનવું એ જ કંઈ ધ્યેય નથી હોતો જિંદગીનો. તમારે જે કરવું છે, તમને જેમાં પેશન છે તે કરવાની હિંમત કેળવો, લાઈફ ઘણી સુધરી જશે. જીવવાની મઝા આવશે.

‘થ્રી ઇડિયટ્સ’ પરથી ‘પ્રેરણા પામીને’ બનેલી ‘છિછોરે’ વિશે જેમણે માત્ર સાંભળ્યું હશે એમને ‘છિછોરે’ માટે કદાચ પૂર્વગ્રહ હોવાનો. અમને પણ હતો— જ્યાં સુધી નહોતી જોઈ ત્યાં સુધી. પણ રિલીઝના સેકન્ડ વીકમાં જોઈ ત્યારે એ પૂર્વગ્રહ સદંતર ઓગળી ગયો. વૉટ અ ફિલ્મ! સુશાન્ત સિંહ રાજપૂતની ધોનીની બાયોપિક કરતાં પણ અનેકગણી ઇન્સ્પાયર કરે એવી ફિલ્મ.

અંતિમ પગલું લેવાનાં કારણો ગમે તે હોય, પરિસ્થિતિ ગમે એટલી વિષમ હોય, આપઘાત ક્યારેય છેલ્લો વિકલ્પ નથી હોતો.

સુશાન્ત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારે ભલભલાને હચમચાવી દીધા. માત્ર 34 વર્ષની ઉંમર. ઉજ્જવળ કારકિર્દી. ટેલન્ટનો ભંડાર. આજના ગુજરાતી ‘મિડ-ડે’ના ફ્રન્ટ પેજ પર સુશાન્ત સિંહના મોઢે ‘છિછોરે’માં બોલાયેલા આ શબ્દો મોટા ટાઈપમાં ક્વોટ કરવામાં આવ્યા છેઃ ‘તુમ્હારા રિઝલ્ટ ડિસાઈડ નહીં કરતા હૈ કિ તુમ લૂઝર હો કિ નહીં, તુમ્હારી કોશિશ ડિસાઇડ કરતી હૈ.’

સુશાન્તને એની પોતાની ફિલ્મોએ સ્ટ્રગલ કરવાની, ઝઝૂમવાની, જીવવાની પ્રેરણા નહીં આપી હોય? અંતિમ પગલું લેવાનાં કારણો ગમે તે હોય, પરિસ્થિતિ ગમે એટલી વિષમ હોય, આપઘાત ક્યારેય છેલ્લો વિકલ્પ નથી હોતો. (સંથારો, યુથેનેશિયા કે સ્વેચ્છામૃત્યુ એ બધી તદ્દન અલગ કન્સેપ્ટ છે. એને આપઘાત સાથે મિક્સ ન કરીએ).

છેલ્લા એક-બે વરસથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુશાન્ત સાથે સૌ કોઈ અંતર રાખવા લાગ્યું. ઇન્ડસ્ટ્રીની કોઈ પાર્ટીમાં એને આમંત્રણ મળતું નહીં. કોઈ મેજર ફિલ્મની ઑફર એની પાસે આવતી નહીં.

મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો માને છે કે સુશાન્ત પોતાની કરિયરને લઈને ડિપ્રેસ્ડ હતો. આ તેજસ્વી અભિનેતા વિશેના એક નનામા ફૉરવર્ડની વિગતો ચકાસવા માટે કોઈ સોર્સ નથી અને હવે તો કોઈ કહી શકે એમ પણ નથી કે એમાં સાચું શું છે અને ખોટું કેટલું છે. ધારો કે આપણે માની લઈએ કે આ વાતો સાચી છે તો પણ એનું સોલ્યુશન કંઈ આપઘાત નથી. કહે છે કે સુશાન્તને યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા સાથે અને કરણ જોહર સાથે ઘણા મોટા વાંધા ઊભા થયા હતા. ‘રામલીલા’ માટે સંજય લીલા ભણસાલી રણવીર સિંહને નહીં પણ સુશાન્ત સિંહને લેવાના હતા. સુશાન્ત તે વખતે યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રાક્ટથી બંધાયેલો હતો. આદિત્ય ચોપરાને વિનંતી કરવામાં આવી કે કોન્ટ્રાક્ટને વળગી રહેવાની જીદ રાખ્યા વિના સુશાન્તને ‘રામલીલા’માં કામ કરવાની પરવાનગી આપવામાં આવે. આદિએ ના પાડી. રણવીર સિંહ પણ વાયઆરએફ સાથે કોન્ટ્રાક્ટથી બંધાયેલો હતો પણ એને આદિએ પરવાનગી આપી. સુશાન્ત સિંહને આદિત્યે ડિરેક્ટ કરેલી ‘બેફિકરે’માં લેવાનું નક્કી હતું (‘નશે સી ચડ ગઈ’ સૉન્ગવાળી 2016ની ફિલ્મ). પણ એમાં પણ એ રિપ્લેસ થઈ ગયો, રણવીર સિંહ હીરો બન્યો. સુશાન્તને સાચવી લેવા વાયઆરએફના બેનર હેઠળ બનનારી શેખર કપૂરની ‘પાની’ (વૉટર)માં લેવામાં આવ્યો. બે વર્ષ પછી આદિત્ય ચોપરાએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ના પાડી એટલે સુશાન્ત સિંહનું સપનું પણ પડીકું બનીને અભરાઈ પર મૂકાઈ ગયું. આ તબક્કે સુશાન્ત સિંહ અને આદિત્ય ચોપરા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો એવું કહેવાય છે. કરણ જોહરે આ બોલાચાલીમાં યથાશક્તિ ભાગ ભજવ્યો.

પરિણામ એ આવ્યું કે સુશાન્ત સિંહ વિરુદ્ધ એક આખી લૉબી સર્જાઈ ગઈ. છેલ્લા એક-બે વરસથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુશાન્ત સાથે સૌ કોઈ અંતર રાખવા લાગ્યું. ઇન્ડસ્ટ્રીની કોઈ પાર્ટીમાં એને આમંત્રણ મળતું નહીં. કોઈ મેજર ફિલ્મની ઑફર એની પાસે આવતી નહીં. આને કારણે પૈસાના પ્રૉબ્લેમ ઊભા થયા. બાન્દ્રામાં એની પાસે વીસ કરોડની બજાર કિંમતવાળો ફ્લેટ હતો એવું કહેવાય છે. પણ એ કદાચ લોન પર હશે કે ગિરવી રાખ્યો હશે. તો વળી કોઈ કહે છે કે એ મહિને ચાર લાખ રૂપિયાના ભાડાવાળા ફ્લેટમાં રહેતો હતો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ આવું નથી થતું કે કોઈ ટેલન્ટેડ વ્યક્તિને એકલી પાડી દેવામાં આવે, એને કામ ન મળે, પૈસાની તકલીફો ઊભી થાય… દુનિયાના હરએક ક્ષેત્રમાં, જગતની હરએક ઇન્ડસ્ટ્રીમાં આવું થતું જ રહેતું હોય છે.

એની વે. એક તબક્કે આપણે માની લીએ કે આ બધી જ વાતો સાચી છે, મોણ નાખ્યા વિનાની છે. પણ સુશાન્ત કંઈ પહેલવહેલો એક્ટર તો હતો નહીં જેની સાથે આવા ‘અન્યાયો’ થયા હોય. છેલ્લો પણ નહીં હોય. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડઝનબંધ કિસ્સાઓ એવા મળી આવશે જેમાં ટેલન્ટેડ લોકો સાથે આવું બન્યું હોય. પણ એ બધા જ લોકો લડ્યા, ઝઝૂમ્યા અને પોતાની શરતે ટોચ પર પહોંચ્યા. યશ ચોપરા અને અમિતાભ બચ્ચનથી માંડીને બીજી અનેક તેજસ્વી પ્રતિભાઓ સાથે કારકિર્દીના કોઈ એક તબક્કે આવી કે આ પ્રકારની અન્ય વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ છે.

અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ આવું નથી થતું કે કોઈ ટેલન્ટેડ વ્યક્તિને એકલી પાડી દેવામાં આવે, એને કામ ન મળે, પૈસાની તકલીફો ઊભી થાય, ઘરબાર વેચી દેવાનો વારો આવે એવી ડેસ્પરેટ સિચ્યુએશન ઊભી થાય. દુનિયાના હરએક ક્ષેત્રમાં, જગતની હરએક ઇન્ડસ્ટ્રીમાં આવું થતું જ રહેતું હોય છે અને થતું જ રહેવાનું છે. કુદરતનો નિયમ છે એ. અને કુદરતનો એ પણ નિયમ છે કે દરેકે દરેક વ્યક્તિને સેકન્ડ ચાન્સ આપવામાં આવે છે. સેકન્ડ ઇનિંગ્સ રમવાની તક દરેકને મળતી હોય છે. અને આ જિંદગી છે, ક્રિકેટ નથી. એટલે સેકન્ડ જ નહીં, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ… તમે ધારો એટલી ઇનિંગ્સ અહીં ખેલી શકો છો.એક વખત ફેઇલ ગયા પછી બીજો, ત્રીજો… સાતમો ચાન્સ દરેકને મળતો હોય છે. કરોળિયા જેવા કરોળિયાને મળતો હોય તો માણસને કેમ નહીં.

ઇન્ડસ્ટ્રીનો કે સંજોગોનો વાંક કાઢીને આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરવું જરૂરી નથી. બિલકુલ જરૂરી નથી. રાતોરાત કશું જ સર્જાતું નથી. રાતોરાત કશું જ વિખેરાઈ જતું પણ નથી. જે વિખેરાઈ જતું લાગે એને સાચવી શકાય છે- જો લાંબા ગાળા પછી આવનારી મંઝિલો વિશે મનમાં સ્પષ્ટતા હોય તો. ભવિષ્યનું સપનું ન હોય તો આજે બની રહેલી દુર્ઘટનાઓ ડેડ-એન્ડવાળા રસ્તાઓ જેવી લાગવાની. દૂરના ભવિષ્ય વિશે કરેલી નક્કર કલ્પનાઓ જ રોજિંદા અકસ્માતોથી થતા ઘા ઝીલવાની શક્તિ આપે છે. જિંદગી જીવવા માટેનો કોઈ વિશાળ હેતુ નહીં હોય તો રોજબરોજ ખેલાતી નાનીનાની લડાઈઓને કારણે હોકાયંત્ર તૂટી જ જવાનું. પછી દિશાઓ ક્યાંથી સૂઝશે?

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ
એકાદ નિર્ણય ખોટો પડવાથી કશું જ બગડી જતું નથી. બાજી નવેસરથી, ગોઠવી શકાય છે. તમામ નિર્ણયો ખોટા પડવાથી પણ આસમાનો તૂટી પડતાં નથી. નવેસરથી એક-એક ઇંટ ગોઠવી શકાય છે.

આ દુનિયા ઉપરવાળાએ સર્જી છે. એને હક્ક છે પોતાનું ધાર્યું કરવાનો. આપણને હક્ક છે આપણું ધાર્યું થાય એ માટેનો પ્રયત્ન કરવાનો. આવા દરેક પ્રયત્ન માટે એક-એક આવતી કાલ છે. મોટામાં મોટી નિષ્ફળતાને કારણે પણ આવતી કાલો ખલાસ થઈ જતી નથી.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Your information is wrong Sir. Sushant was brutally murdered . He hasn’t committed suicide and CBI is doing investigation. There are many evidences available in public domain which is clearly suggests that he was murdered. Strong political, Bollywood mafias are involved in this conspiracy.

    Sorry for late comment as I have read this article today only.

  2. Sincerely Sorry, I am unable to help The NewsPremi monetarily .
    Pray the Almighty you succeed and there is no premature demise of your this nice publication.
    For Shri Rajput “Hardik Shraddhanjali” . Few people use RIP . That is not our culture.

  3. Yes..
    Suicide is not d solution of any problems but depression block the positive thoughts ….my heartfelt condolences for a talented Hero sushant Singh ?

  4. Kagada Badhe jj Kala jj Hoy Chhe ,
    Badhi jj Industry ma Udata na Pankh Kapava Vaala Taiyar jj Bethha Hoy Chhe,
    Tang Khichanar ni Katar Lambi hoy Chhe,
    But,
    Suicide is not Last Solution …
    Atleast LockDown na Bahana thi Samay ne Thodo Samay Aapi Shkya hot …

    Rip ,
    Iswar Sushant ni Atma ne Shanti de,
    Aum Shanti, Shanti.. Shanti …

  5. Very good information great job congratulations. Same explanation was told by great heroine KanganaRanaut.youexplained nicely.

  6. Ekdum sachi vat 6…….jindgi ma game etli var fail thav nirash n thavu……and that’s a point k talented vyakti n samaj eklo krva mage 6 enu manobal todva mage 6……..jethi emni pragati rokay jay…..pan ava manso m nthi smjta k aa karma krva thi tenu fal bhogavva tayar revu pdse…….????????

  7. Awesome article . In fact in the morning I was thinking to send you a message for article regarding this shocking incident. But you are very prompt sir . Thanks sir .
    Thanks a lot again and again .

  8. My heart has been crying for Sushant since I saw this news on tv yesterday. What a talent!!! The guy had the guts to leave his engineering studies in the last year to become an actor without having any background or godfather.

    What a shameful society we are living in.

    My heartfelt prayers for his departed soul. May God give his soul rebirth in some avtaar who becomes mightier than all the world’s best actors.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here