મૈત્રીનું મૂલ્ય કેટલા લાખ? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, 15 જૂન 2020)

આજનો જમાનો કેવો છે એ નક્કી કરવાના માપદંડ કયા? એક માપદંડ છે જૂના જમાના સાથેની સરખામણી અને વીતેલા સમયની વાતો, એકદમ ઑથેન્ટિક વાતો, એ જમાનો જોઈ ચૂકેલી-અનુભવી ચૂકેલી વ્યક્તિઓ પાસેથી તમને જાણવા મળે. મૌખિક ઈતિહાસનો ભંડાર મળી જાય જો ૭૦-૮૦ વર્ષની કે એથીય વધુ ઉંમરની વ્યક્તિ સાથે વાતોએ વળગો તો અથવા એમનાં સંસ્મરણો વાંચો તો.

ગંગાદાસ પ્રાગજી મહેતાએ પોતાનાં આત્મકથનાત્મક લેખોના સંગ્રહ ‘અમારી લાખેણી જાત્રા’માં એક કિસ્સો ટાંક્યો છે. સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકર અને ગંગાદાસભાઈ સારા મિત્રો. હસમુખ ગાંધીએ એક જમાનામાં ગંગાદાસભાઈ વિશે લખ્યું હતું કે હૃષીકેશ કે હરદ્વારમાં કાયમ રહેતા સંન્યાસીઓ કરતાંય વધુ સંતોષ, આનંદ, પ્રસન્નતા અને સ્થિતપ્રજ્ઞતા ગંગાદાસ પ્રાગજી મહેતાના ચહેરા પર હોય.

બ્રોકરસાહેબ સાહિત્યકાર તરીકે તો તે વખતે પણ ખ્યાતિ મેળવી ચૂકેલા. વ્યવસાયે તેઓ વ્યાપારી અને નીતિમત્તા જાળવીને વેપાર કરવામાં માનનારા.

બ્રોકરસાહેબ ગુજરાતી સાહિત્યની એ હસ્તી હતા જેમણે બળવંતરાય ઠાકોર અને ન્હાનાલાલનો જમાનો જોયો હતો, જેમણે ઉમાશંકર-સુન્દરમ્‌નો જમાનો માણ્યો હતો, જેમને મળવા માટે અમેરિકાવાસી મધુ રાય પણ આતુર રહેતા અને જેઓ સાહિત્યકાર-લેખકોની ચોથી પેઢીના અમારા જેવા નવા નવા લખતા થયેલા જુનિયરો સાથે પણ અદ્ભુત સંવાદ સાધી શકતા.

કિસ્સો ૧૯૪૫નો છે. કિસ્સો માણસના મતલબીપણાને ખુલ્લો કરનારો છે. કિસ્સો મૈત્રીના મૂલ્યનો છે. મૂલ્ય બેઉ અર્થમાં. વેલ્યુના અર્થમાં તેમ જ નીતિમત્તાના અર્થમાં.

એક દિવસ ગુલાબદાસ બ્રોકરે ગંગાદાસ મહેતાની ઑફિસે જઈને કહ્યું, ‘સરકારને ખાતરની બહુ જરૂર છે, એ ખાતર આયાત કરવાના પરવાના આપણને મળે તો આપણે સસ્તા ભાવે ખાતર મગાવી શકીએ.’

ગંગાદાસ મહેતાને આ પ્રપોઝલ ગમી ગઈ. બ્રોકરસાહેબ સાહિત્યકાર તરીકે તો તે વખતે પણ ખ્યાતિ મેળવી ચૂકેલા. વ્યવસાયે તેઓ વ્યાપારી અને નીતિમત્તા જાળવીને વેપાર કરવામાં માનનારા.

થોડા દિવસ પછી બેઉ મિત્રો શહેરની એક ખૂબ મોટી અને નામાંકિત વ્યક્તિને ત્યાં ગયા. જમવાના ટેબલ પર ધંધાની વાતો નીકળી. નામાંકિત પાર્ટીએ પૂછ્યું, ‘કમિશન કેટલું મળશે? આપણને નફો કેટલો થશે?’ ગંગાદાસભાઈએ જવાબ આપ્યો કે સારું એવું કમિશન મળશે અને બીજા લાભો પણ સાથે હશે. યજમાન વેપારીએ પૂછ્યું, ‘નફાની વહેંચણી કેવી રીતે કરીશું?’ અને ગંગાદાસભાઈએ સ્પષ્ટતા કરી કે ત્રણ સરખા ભાગે નફો વહેંચાશે: એક ભાગ તમારો, બીજો ગુલાબદાસભાઈનો, ત્રીજો મારો. અને સર્વસંમતિથી આગળ વધવાનું નક્કી થયું.

“તમે માનો તો ખાતરના ઑર્ડર વિશે એમને જાણ થવા જ ન દઈએ અને જે નફો થાય તે આપણે બેઉ વહેંચી લઈએ, ફિફ્ટી-ફિફ્ટી.”

હવે આગળ શું થયું તે જુઓ. પેલા મહાશયે ગંગાદાસભાઈને ડાયરેક્ટ ફોન કર્યો. ધ્યાન રાખજો કે પેલા મહાશય પાસે ગંગાદાસભાઈને બ્રોકરસાહેબ લઈ ગયા હતા. મહાશયે કહ્યું કે ખાતરનો ઓર્ડર આપણને જ મળે એવી વાત પાકી થઈ ગઈ છે. પછી એ મહાશયે પ્રપોઝલ મૂકી, ‘જુઓ, ગંગાદાસભાઈ. ગુલાબદાસભાઈએ તો માત્ર આપણને બેઉને મેળવી આપવાનું જ કામ કર્યું છે. બાકી મહેનત તો આપણી જ છે. તમે માનો તો ખાતરના ઑર્ડર વિશે એમને જાણ થવા જ ન દઈએ અને જે નફો થાય તે આપણે બેઉ વહેંચી લઈએ, ફિફ્ટી-ફિફ્ટી.’

ગંગાદાસભાઈએ કહ્યું, ‘એ તો કેમ બને? અમારા એ મિત્ર. એમનો ભાગ તો રહેવો જોઈએ.’

મહાશયે એમને સમજાવ્યા, ‘બધું બને, ભાઈ. પૈસા કમાવા હોય તો આવું કરવું જ પડે અને આ એક જ કામ નથી. બીજાં ઘણાં કામો આપણે સાથે કરીશું’.

ગંગાદાસભાઈનો આત્મા ના પાડે અને આ બાજુ વેપારી મહાશય લલચાવે કે વિચારી તો જુઓ, આમાં લાખ્ખોનો નફો છે. પણ છેવટે લાલચની હાર થઈ, મૈત્રીનાં મૂલ્યોની જીત.

કોઈ પણ ભોગે પૈસો અને મતલબીપણું. આ બેઉ રોગ આજના જમાનાના રોગ ગણાય. આઈન રૅન્ડે ‘વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’ લખીને સ્વાર્થવૃત્તિની પ્રતિષ્ઠા કરી તે સ્વાર્થમાં અને મતલબીપણામાં ફરક છે, ઘણો મોટો ફરક છે. કોઈકનું નુકસાન કરીને, કોઈકનું છીનવી લઈને, કોઈકે મૂકેલા વિશ્વાસનો દુરુપયોગ કરીને જે સ્વાર્થ સાધવામાં આવે છે તે મતલબીપણું છે. ક્યારેક એમાં જબ્બર મોટો ફાયદો થઈ જાય, પણ લાંબા ગાળે એ જ ફાયદો મોટી નુકસાની લઈને આવે. તમને ખબર પણ ન પડે ને તમે તારાજ થઈ જાઓ. આસપાસની દરેકેદરેક વ્યક્તિ પોતાને કયા ખપમાં આવશે એવો વિચાર જેના ચિત્તમાં ચોંટેલો રહે છે એનાં કાર્યો મતલબી બનવાનાં જ. કોણ પોતાને કામનું છે ને કોણ પોતાના માટે કામનું નથી એવી ગણતરીઓ પછી જે સંબંધો બંધાય છે, સચવાય છે કે તોડાય છે તેમાં વેપારની, સોદાબાજીની બૂ આવવાની જ.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ
આઈન રૅન્ડ જે સેલ્ફિશનેસની કે સ્વાર્થની વાત કરે છે તે સ્વાર્થ પોતાની જાતને અકબંધ રાખવાના પ્રયત્નોના પરિણામસ્વરૂપે જન્મે છે. વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ખોઈ ન બેસે, બીજાઓ દ્વારા પોતાની ખાસિયતો, વિશિષ્ટતાઓ ચૂંથાઈ ન જાય અને બીજાઓ તમારો ગેરઉપયોગ કરી ન જાય, તમને વેરવિખેર કરી ન નાખે, તે માટે તમારે જે કંઈ કાંટાળી વાડ તમારી આસપાસ રચી દેવી પડે તે સ્વાર્થનું જીવનમાં ઘણું મોટું મહત્ત્વ હોવાનું.

અને રહી વાત કોઈ પણ ભોગે પૈસો કમાઈ લેવાની વૃત્તિની. આપણે જોયું છે કે પૈસા માટે, ભૌતિક સફળતા માટે જેણે સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે એને પૈસો મળ્યો છે, સફળતા પણ મળી છે પણ સર્વસ્વ ગુમાઈ ગયા પછી આ બધું મળેલું છે. અંદરથી ખાલીખમ થઈ ગયા પછી મળેલા પૈસા કે સફળતાની કિંમત મિડાસને મળેલા વરદાન જેવી છે. ગ્રીક દંતકથાના રાજા મિડાસને એ જે કોઈ ચીજને સ્પર્શે તે સોનાની થઈ જશે એવું વરદાન મળ્યું ત્યારે એને ખબર નહોતી કે પોતાનો આ મિડાસ ટચ વરદાન નહીં, શાપ પુરવાર થશે. જમતી વખતે જમવાની થાળી સ્પર્શતી વખતે એ સોનાની થઈ જાય તે કોને ન ગમે પણ હાથમાં લીધેલો કોળિયો અને પવાલામાંનું પાણી પણ સોનાનું થઈ જાય ત્યારે? મૈત્રીના ભોગે પૈસો કમાઈ લેનારાઓને ખ્યાલ નથી રહેતો કે એમનો કોળિયો પણ સોનાનો થઈ જવાનો છે. પૈસા માટેની ભૂખ અંતે અન્ન માટેની ક્ષુધામાં પરિવર્તિત થઈ જતી હોય છે.

આજનો વિચાર

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠની ખંજર તપાસ કર.

– ડૉ. હૅમેન શાહ
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. સૌરભ ભાઈ આજ નાં લેખ ની ગુલાબદાસ બ્રોકર ની વાત પહેલા પણ વાંચવા આવી હતી..પણ આજે એનો મર્મ સમજાય છે. આભાર સાહેબ.બીજી એક વાત કરવી હતી…આપ લેખ ના અંત માં..પાન બનારસ..કે..આજ નો વિચાર…ની two liners ગજબ હોય છે..લેખ તો સરસ હોય જ છે..પણ last ની પંચ લાઈન પણ અદ્ભુત હોય છે. વંદન સૌરભ ભાઈ ?વંદન આપના કલમ..એ..વિચારો ને..

  2. ઘણા સ્વાર્થી જોયા છે પોતાના થોડાક લાભ માટે સામાં નું ઘણું નુકસાન અથવા જીવ પણ જોખમ માં મૂકતા અચકાતા નથી. સરસ બહુજ સરસ ? ? ? ?

  3. Swarthwarti વિશે નો આ લેખ mananiya છે ઘણો આનંદ થયો આભાર ઘણું સ્પષ્ટ થયું અંદરના દરવાજા ખોલવા ની ચાવી મળી ગઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here