સંજોગો સામે છેવટ સુધી ઝઝૂમવું એટલે શું: સૌરભ શાહ

( લાઉડમાઉથ : બુધવાર , 28 ઑક્ટોબર 2020 )

હથિયાર હેઠાં જ મૂકી દેવાનાં હોય તો યુદ્ધ શરૂ કરવાનું જ નહીં. જીવનમાં કપરા સંજોગો સર્જાય, પરિસ્થિતિમાં અણધાર્યો વળાંક આવે અને લડવાની જરૂરિયાત ઊભી થાય તો નિર્ણય લેતાં પહેલાં ઘડીભર વિચારી લેવું:

૧. ખરેખર આ પરિસ્થિતિ માટે લડવું જોઈએ કે પછી માત્ર જીદને ખાતર લડવાનું મન થાય છે.

૨. લડવાનું નક્કી કર્યા પછી અડધે રસ્તે પહોંચીને શરણાગતિ સ્વીકારી લેવાની હોય તો બહેતર છે કે લડવું જ નહીં, કારણ કે જખમી પણ થવું અને હારવું પણ એ તો ખોટનો સોદો થયો. હારવું જ હોય તો જખમી શું કામ થવું અને જીત થાય ત્યાં સુધી લડી લેવું હોય તો જખમી થવાની પરવા નહીં કરવાની હોય.

૩. લડવાનું નક્કી કર્યા પછી કાં આ પાર, કાં પેલે પારનું ઝનૂન, એવી જીદ, એવી મક્કમતા હોવી જોઈએ અને ન હોય તો લડતાં લડતાં ક્રમશ: કેળવતાં જવું જોઈએ.

સંજોગોની સામે ઝૂકી જવાને બદલે ઝઝૂમવામાં આવે છે ત્યારે કાં તો તમારી હાર થાય, કાં જીત. ઝૂકી જઈએ તો તો હાર જ નિશ્ચિત છે, જીતનો સવાલ જ નથી આવતો. જીવનમાં માથું ઊંચું રાખીને, ખુમારીભેર જીવવું હશે તો છેવટ સુધી ઝઝૂમી લેવું પડશે. મોઢું છુપાવીને, જાતને કોસ્યા કરીને, સેકન્ડ ક્લાસ સિટિઝનનું અસ્તિત્વ સ્વીકારી લેવું હોય તો ચૉઈસ તમારી છે. પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે મને અન્યાય થયો છે, પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે કોઈ મને પૂછતું નથી, માનભેર બોલાવતું નથી. ક્યાંક જઉં તો ઉષ્માથી આવકારો મળતો નથી. પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે આ જીવન મને જીવવા જેવું લાગતું નથી.

જીવવા માટે માત્ર આર્થિક સલામતી જ પૂરતી નથી. જીવવા માટે માત્ર કૌટુંબિક સ્થિરતા પણ પૂરતી નથી. જીવવા માટે માત્ર શારીરિક સ્વસ્થતા/સુંદરતા પણ પૂરતી નથી. જીવનનો છેલ્લો શ્વાસ નિસાસાભર્યો ન હોય એવું ત્યારે જ બને જ્યારે તમે માથું ઊંચું રાખીને જીવ્યા હો. ખુમારીથી જીવ્યા હો. અને એ રીતે જીવવા માટે છેવટ સુધી ઝઝૂમવું પડે. અનેક ઘાની પીડા સહન કર્યા પછી જ્યારે લાગે કે સહનશક્તિની હવે હદ આવી ગઈ છે ત્યારે નક્કી કરવું પડે કે આ હદ પછી આવી રહેલી ભૂમિ પર પણ દોડવું છે. કૉમ્પ્યુટરનાં લિમિટેશન્સ હોય. હ્યુમન ઍન્ડ્યોરન્સની કોઈ મર્યાદા હોતી નથી. શારીરિક અને માનસિક બેઉ બાબતે કોઈ મર્યાદા હોતી નથી. મર્યાદિત આપણા અનુભવો હોય છે અને આપણે સાંભળેલી વાતોમાં વર્ણવવામાં આવતા અનુભવો પણ મર્યાદિત હોય છે.

તમે જ્યારે નક્કી કરો છો કે મારે છેવટ સુધી સંજોગો સામે લડી લેવું છે ત્યારે અડધી જીત તમારી ત્યાં જ થઈ ગઈ સમજો. બાકીની અડધી જીત તમને કોઈ તાસક પર ધરીને આપતું નથી અને એમાં જ મઝા છે ઝઝૂમવાની. જિંદગીમાં જે કંઈ સહેલાઈથી મળી જાય છે તેનું મૂલ્ય એ છિનવાઈ જાય ત્યારે જ સમજાતું હોય છે. બાકીની અડધી જીત જો કુદરત તમને તાસક પર ધરીને આપી દે તો તમને ઝઝૂમવાનું અને જીતવાનું મૂલ્ય ક્યારેય નહીં સમજાય. અને આવી સહેલાઈથી મળી જનારી જીત ટકાવી રાખવા જેટલી અક્કલ તમારામાં નહીં આવે એટલે ભવિષ્યમાં ગમે ત્યારે એ જીત છિનવાઈ જવાના સંજોગો સર્જાશે અને ત્યારે તમારામાં લડવાની તાકાત કે તમન્ના કે – બેમાંથી કંઈ જ નહીં હોય.

જિંદગી કંઈ ડગલે ને પગલે લડવા માટે નથી. દરેકે દરેક પરિસ્થિતિ, દરેક સંજોગોનો સામનો કરવાને બદલે જે થાય છે તે સારા માટે થાય છે એવું સ્વીકારીને આગળ વધતાં રહેવાનું હોય. ક્યારેક ઘડીભર થંભી જવાનું આવે ત્યારે ધીરજથી રાહ જોવાની હોય.

પણ જીવનમાં કેટલાક સંજોગો એવા આવે છે જ્યારે પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી લેવાની ન હોય, એની સામે ઝઝૂમવાનું હોય, છેલ્લી ઘડી સુધી સામનો કરવાનો, જીતનું સીલ ન લાગે ત્યાં સુધી લડતાં જ રહેવાનું હોય.

દરેકના જીવનમાં આવી ઝઝૂમવાને લાયક પરિસ્થિતિઓ આવતી નથી. કુદરતને ખબર છે કે ચકલીને શું અને કેટલું આપવું અને સમડીને કેટલું અને શું આપવું. બકરી અને ચિત્તા વચ્ચેનો તફાવત કુદરતે માણસજાતમાં પણ પારખ્યો છે અને એ ક્યારેય બકરીને એવી કપરી પરિસ્થિતિમાં નહીં મૂકે જેવી જોખમી પરિસ્થિતિ એ ચિત્તા સમક્ષ ઊભી કરશે. બકરીએ ચૂપચાપ ચારો ચરવાનો અને કોઈને મન થાય ત્યારે એણે હલાલ થઈ જવાનું હોય. એના જીવનમાં ઝઝૂમવા જેવી પરિસ્થિતિ સર્જાવાની જ નથી. ચિત્તાનું જીવન આવી અનેક પરિસ્થિતિઓથી હર્યુંભર્યું રહેવાનું. ચિત્તાની હાર પણ નામોશીભરી નથી હોતી.

માથા પર વીજળી ત્રાટકી હોય એવી પરિસ્થિતિ જીવનમાં સર્જાય ત્યારે ભરોસો રાખવાનો કે કુદરતે તમારા જીવનમાં આવા સંજોગો સર્જ્યા, બીજા કોઈના નહીં, એનું કારણ જ એ કે એને તમારા પર ભરોસો છે. એ પોતાની પ્રયોગશાળામાં એક્સપરિમેન્ટ કરીને જુએ છે કે આ મૉડેલનો રેઝિસ્ટન્સ પાવર કેટલો છે, મેં ધાર્યો હતો એટલો છે કે નહીં.

કુદરતને જો તમારા પર આટલો ભરોસો હોય તો તમને શું કામ ન હોવો જોઈએ— તમારા પર અને કુદરત પર પણ.

સાયલન્સ પ્લીઝ!

કોઈ તમને ખૂબ ચાહે છે ત્યારે તમારામાં તાકાત આવે છે. કોઈને તમે ખૂબ ચાહો છો ત્યારે તમારામાં હિંમત આવે છે.

– લાઓ ત્ઝુ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. પહેલા મુંબઈ અને પછી આખુ મહારાષ્ટ્ર સળગ્યું હોત. શેરીઓ ગાજી હોત; આવાજ કોણાચા??….
    મને યાદ છે, એક વાર તેમની તબિયત ગંભીર હોવાની ખબર આવી. જોતજોતાંમાં બધી દુકાનો અને નાના મોટા કારખાનાના શટર ફટાફટ પડી ગયા અને તેમના સૈનિકો ટોળા બંધ નીકળી પડ્યા.

  2. Seen your debate onR Bharat, hats off to you and Arnab for facing odds. One thought, What would have been done if same process is carried out by govt. In case of Samana and in time of Balasaheb’s journalism ,,?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here