ઉત્સાહ, અરમાન, વિકલ્પો, પસંદગી : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર , 14 જૂન 2020)

લાગ્યું તો તીર નહીં તો તુક્કો એવું વિચારીને જ્યારે કામ શરૂ કરવામાં આવે છે ત્યારે મનમાં ક્યાંક અનિશ્ર્ચિતતા હોય છે. આને કારણે જીવનમરણનો ખેલ હોય એવું સમજીને કામમાં જાતનું સર્વસ્વ રેડી દેવાની ભાવના નથી જાગતી. છેવટે એ કામ તુક્કાની જેમ અધૂરું જ અટવાઈ જાય છે.

ચડેલું મોઢું લઈને, મોઢા પર મોકાણના સમાચાર લખ્યા હોય એવી લાગણી સાથે કોઈ કામનો આરંભ ન થાય.

કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય એ નાનકડું હોય કે વિશાળ પાયા પર કરવાનું હોય ત્યારે એમાં જીવ રેડી દેવાની ભાવના હોય તો જ શરૂ કરવું. અન્યથા પડતું મૂકવું જોઈએ, થાય તો સારું છે, નહીં તો શું ફરક પડે છે – એવું વિચારીને જે કામ શરૂ થાય છે એમાં પૂરેપૂરી સિન્સિયારિટી નથી ઉમેરાતી એટલે તે કામ પૂર્ણતા સુધી પહોંચતું નથી.

નવું કામ શરૂ કરતી વખતે ઉત્સાહ હોય છે. આ ઉત્સાહ આરંભિક ધક્કા માટે, સ્ટાર્ટર તરીકેના સ્પાર્ક પ્લગ માટે અનિવાર્ય. ઉત્સાહ વિના કોઈ કામ શરૂ થાય જ નહીં. ચડેલું મોઢું લઈને, મોઢા પર મોકાણના સમાચાર લખ્યા હોય એવી લાગણી સાથે કોઈ કામનો આરંભ ન થાય. જોઈએ છીએ – થશે તો થશે – એવા નિરુત્સાહ સાથે શરૂ થયેલું કામ બે ડગલાં ચાલીને ફસડાઈ પડવાનું. એટલે નવા કામ માટેનું પહેલું પગથિયું તે ઉત્સાહ.

પણ ઉત્સાહનો અતિરેક થાય તો ગાડી શરૂ થતાંની સાથે જ પાટા પરથી ખડી પડે. ઉત્સાહનો અતિરેક હોય ત્યારે તમે તમારી કૅપેસિટીને ઓવર એસ્ટિમેટ કરતાં થઈ જાઓ છો. તમને તમારી ઔકાત બહારનું કામ કરવાનું મન થઈ જતું હોય છે, એવા ગજા બહારના કામ માટે જે પૂરતી તૈયારીઓ કરવી પડે તે કરવા તરફ તમે દુર્લક્ષ સેવો છો. ઉત્સાહના અતિરેકમાં તમે તમારા અગાઉના પ્લાનિંગને જરા વધુ પહોળું-મોટું બનાવી દો છો. ઉત્સાહના અતિરેકમાં તમે તમારા કામ સાથે જોડાયેલી વ્યક્તિઓ સાથે ઓવર કમિટમેન્ટ કરી નાખો છો. માટે ઉત્સાહવાળું પગથિયું સાચવીને ચઢવું.

દરેક કામ કરવાના અનેક સાચા માર્ગ હોય છે, અનેક ખોટા માર્ગ પણ હોય છે.

બીજું પગથિયું તે અરમાન. ટારગેટ. લક્ષ્ય. તમારું અરમાન, તમારું સ્વપ્ન મૂકેશ અંબાણી બનવાનું હોય, શાહરુખ ખાન બનવાનું હોય કે નરેન્દ્ર મોદી બનવાનું હોય. સારું છે. પણ પહેલે જ કૂદકે તમે આમાંના કોઈ બની શકવાના નથી. અત્યારે જે કામ તમે હાથમાં લીધું છે એવાં તો અનેક કામ તમારે કરવાં પડશે. એ પછી જઈને તમે એવા બનશો તો કદાચ બનશો. અત્યારે તો તમારે એ નક્કી કરવાનું છે કે પર્ટિક્યુલર કામ કરીને તમારે શું મેળવવું છે. આ કામ તમને તમારી લાંબી જીવનયાત્રાના જે પ્રથમ કે બીજા કે ત્રીજા પડાવ સુધી લઈ જશે તે પડાવ કયો હશે, ત્યાં શું શું હશે એ વિચારવાનું છે. આવાં અનેક અરમાનોનો સરવાળો તમને તમારા આખરી ગોલ સુધી પહોંચાડશે.

ઉત્સાહ અને અરમાનનાં પગથિયાં ચડી લીધા પછી વિકલ્પોનું પગથિયું આવશે. દરેક કામ કરવાના અનેક સાચા માર્ગ હોય છે, અનેક ખોટા માર્ગ પણ હોય છે. તમારે એ તમામ વિકલ્પોની યાદી બનાવવી પડશે. સાચા માર્ગના વિકલ્પોમાં પણ પાછા પેટાવિકલ્પો હોવાના. દા.ત.: આ કામમાં કોને કોને સાથે રાખવા, આ કામ માટે કેટલો સમય ફાળવવો, કેટલી શક્તિ વાપરવી, કામ સફળ નીવડે છે કે નિષ્ફળ એનાં માપદંડો કયા કયા હશે, એમાં જો પૈસા ઈન્વેસ્ટ કરવાના હોય તો કેટલા કરવા અને જો કોઈ ઈન્વેસ્ટર કે ફાઈનાન્સરને સાથે લેવાનો હોય તો કોના પૈસા સ્વીકારવાના, કોના નહીં.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

આ અને આવા અનેક વિકલ્પો તમારી પાસે રહેવાના. આ તમામ વિકલ્પો વિશે બારીકાઈથી આભ્યાસ કર્યા પછી જે આવે છે તે ચોથું પગથિયું છે: પસંદગી. અનેક વિકલ્પોમાંથી તમે કયા વિકલ્પની પસંદગી કરો છો તેના પર તમારા કામની સફળતા-નિષ્ફળતાનો આધાર છે. ઘણી વખત તમારી પાસે વિકલ્પો પૂરતા હોય પણ પસંદગીની સૂઝ તમારામાં ન હોય અથવા પસંદગી કરતી વખતે તમે બેધ્યાન હો અથવા કોઈક ટૂંકા ગાળાની લાલચને લીધે તમે ખોટી પસંદગી કરી બેસો ત્યારે તમારા કામનું ધાર્યું પરિણામ આવતું નથી અને તમે નાસીપાસ થઈને તમારી કૅપેસિટીને જવાબદાર ઠેરવતા થઈ જાઓ છો, તમારામાં એ કામ કરવા માટેની યોગ્યતા નથી એવું માનતા થઈ જાઓ છો. વાસ્તવમાં, તમારી યોગ્યતા હતી જ, કૅપેસિટી હતી જ પણ જે વિકલ્પો તમારી આંખ સામે હતા તેમાંથી તમે જેને પસંદ કરવાના હતા તે વિકલ્પોને બદલે ખોટા વિકલ્પો ઉપાડ્યા જેને લીધે તમારે શોષાવું પડ્યું.

તમારું એક કામ પૂરું થાય અને બીજું શરૂ થતું હોય ત્યારે ઘડીભર પાછળ નજર કરીને આ ચારેય પગથિયાં જોઈ લેવાના: ઉત્સાહ, અરમાન, વિકલ્પો અને પસંદગી. જ્યાં શીખવા જેવું લાગે ત્યાં શીખીને બીજું કામ શરૂ કરવાનું અને શરૂ કરતી વખતે ફરી એક વાર આગળ નજર રાખીને આ ચારેય પગથિયાં વિશે ધીરજથી વિચાર કરીને એક પછી એક શિખર સર કરવાનાં. શરત માત્ર એટલી જ કે જે કામ શરૂ કરીએ તે પૂરું કરવાનું જ છે એવી દૃઢતા રાખવાની, કોઈ કામ અધૂરું છોડી દેવાનું નહીં. કામ અધૂરાં છોડી દેવાની ટેવ પડી ગયા પછી જલદીથી એ છૂટતી નથી. પરિણામ જે આવે તે કામ પૂરું જ કરવું છે એવું વિચારવા કરતાં પણ સારું એ છે કે મનમાં દૃઢ વિશ્ર્વાસ હોય કે પરિણામ સારું જ આવવાનું છે અને એટલે કામ પૂરું કરવાનું જ છે.

પાન બનાર્સવાલા

તમારી જિંદગીના આનંદનો આધાર તમારી હિંમત પર અને તમારા કામ પર રહેલો છે.

– બાલ્ઝાક (ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર: ૧૭૯૯-૧૮૫૦).
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here