માણસે પોતાની શરતે જીવવું એટલે શું? : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 22 નવેમ્બર 2020 )

વરસનું બાળક કોકા કોલાની બૉટલમાંથી પીવાનું શરૂ કરે છે. અડધી બાટલી પીને કહે છે કે બસ, હવે નથી પીવું. તમે શું કહેશો એને? આટલું જ છે હવે બગાડાય નહીં. મફતમાં આવે છે? ચાલ, પી જા જોઉં. અથવા તો પછી એટલું બાકી રહેલું પીણું તમે પી જશો. ત્રીસ સેકન્ડ પહેલાં જ તમે ગરમાગરમ ફિલ્ટર કૉફી પીધી છે છતાં વધેલા કોલ્ડ ડ્રિન્કને છોડી દેવાને બદલે તમે પેટમાં પધરાવી દેશો. પેટને કચરાપેટી જેટલો આદર પણ તમે આપતા નથી.

તરસ છિપાવતી વખતે, નાસ્તો કરતી વખતે, જમતી વખતે બાળકને ખબર હોય છે કે ક્યાં અટકી જવું. પેટ ભરાઈ જાય ત્યારે. બૉટલમાં કે ડિશમાં હજુ વધ્યું હોય તો એની એને પરવા નથી. એને મન પોતાનું પેટ એક સંપૂર્ણ એકમ છે. એક બૉટલ ડ્રિન્ક, એક પેકેટ વેફર્સ કે એક આખી ભાખરીનાં યુનિટ એના માટે કૃત્રિમ એકમો છે. પેટ ભરાય ત્યારે અટકી જવાનું એવું એને કોઈએ શીખવાડ્યું નથી પણ એના માટે એ સાહજિક છે, કુદરતી છે. મોટા થયા પછી એ જ બાળક મોટેરાંઓનું જોઈને ભૂખ શમી ગયા પછી પણ મળે એટલું ખાધા કરે છે.

ક્યાં અટકવું એની ખબર નથી એટલે દોડતા રહેવું પડે છે. બધા જ દોડે છે. અટકવાનું વિચારતો કોઈ માણસ આજુબાજુ નજર નાખે છે અને તરત અટકવાનો વિચાર પડતો મૂકીને ફરી દોડવા માંડે છે. કારણ? કારણની ખબર નથી. ખબર હોય તો બસ એટલી જ કે બધા દોડ્યા કરે છે.

નાનપણથી જે રીતે જીવતા આવ્યા છીએ એ સિવાયની પણ કોઈક જીવનશૈલી હોઈ શકે જેમાં તમે અત્યારના કરતાં કંઈક બહેતર જીવન જીવી શકો છો એવો વિચાર પણ ક્યારેય નથી આવ્યો. ફિલ્મો, છાપાં, ટીવી અને પાડોશીઓ-મિત્રો-કુટુંબીજનો આપણને રોલ મૉડેલો આપતાં રહે છે. તમે સહેજ ઉફરા થઈને ચાલવા ગયા, થોડોક ચીલો ચાતરવા ગયા કે ટપ દઈને તમારા માથા પર ટપલી પડી જ સમજો. લોકોને જે કરવું હોય તે કરે અને જે કહેવું હોય તે કહે, હું મારા જ માર્ગે ચાલીશ – એવું તમે કહી શકતા નથી, કારણ કે બીજાઓ સતત આપણી હામાં હા પુરાવે એવી ભૂખ છે, એમની અપ્રુવલ – એમણે આપેલાં સર્ટિફિકેટો આપણા માટે જીવનની આધારશિલા બની ગયાં છે. આવા અપ્રુવલની જરૂર ત્યારે જ ન પડે જ્યારે માણસના પોતાનામાં ટિમ્બર હોય. પણ અહીં તો પહેલેથી જ પિંડી પર ચાબુક ફટકારી ફટકારીને પગને નકામા બનાવી દેવામાં આવ્યા છે. ચાલવાનું શીખવાની વાત બાજુએ રહી, ટટ્ટાર ઊભા પણ રહી શકાતું નથી. વૈકલ્પિક વિચારસરણી અપનાવવામાં કે ડાબલાં બાંધેલી જીવનશૈલીનો પર્યાય સ્વીકારવામાં સૌથી મોટું નડતર આ જ છે. આત્મવિશ્ર્વાસનો અભાવ. સમાજમાં એકલા પડી જવાનો ડર. કોઈ શું કહેશેની પરવા. આગળ જતાં કંઈક ખોટું થશે તો કોઈ હાથ ઝાલવા નહીં આવે એવી અસલામતી અને ઉપરથી કોઈ કહી ગયું કે અમે તો પહેલેથી જ કહેતા હતા તો તે વખતે જે ઊભી થશે તે ભોંઠપ.

માણસે પોતાની શરતે જીવવું એટલે શું? બીજાઓને હાનિ ન પહોંચે એનો ખ્યાલ રાખીને મનને ફાવે તે રીતે જીવવું. સિમ્પલ. આધુનિક વૈજ્ઞાનિક શોધખોળો જો જીવનને બહેતર બનાવી શકે એમ હોય તો એને અપનાવી લેવી, પણ એનાં દૂષણોને અનિવાર્ય ગણવાની જરૂર નથી. એ દૂષણોને દૂર રાખી શકાય. દાખલા તરીકે સેટેલાઈટ કમ્યુનિકેશન એક ઉત્તમ શોધ છે, પણ ટીવી ચેનલોને આંખમાં પધરાવવાની જરૂર નથી.

એ જ રીતે પરંપરામાંથી પણ જે મને યોગ્ય લાગશે તે જ હું સ્વીકારીશ. શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં કે પછી મહાભારત-રામાયણમાં આમ લખ્યું છે એટલે મારે એને જ અનુસરવું એ જરૂરી નથી. એમાંથી મને જેટલું સમજાશે અને ઉપયોગી લાગશે એ હું સ્વીકારીશ. ન સમજાયેલું સમજવાની કોશિશ કરીશ અને સમજ્યા પછી સ્વીકારવા જેવું ન લાગ્યું તો એને બાજુએ મૂકીને આગળ વધીશ. આખરે તો આ બધાં જ શાસ્ત્રો ઈત્યાદિ માનવસર્જિત છે. મૂળ સર્જકે ઉમદા હેતુથી એનું સર્જન કર્યું અને એને હજારો વર્ષ દરમ્યાન મૌખિક કે લેખિત રીતે વારસામાં મેળવનારી અનેક પેઢીઓમાંના કેટલાક લોકોએ એમાં ઉમેરા કર્યા હશે – કેટલાકે પોતાના સ્વાર્થ ખાતર કે બદદાનતથી પણ ઉમેરા-સુધારા કર્યા હશે. એ બધાને જ પ્રમાણભૂત ગણીને આજે મારે શું કામ સ્વીકારવા પડે? મારામાં જેટલી વિવેકબુદ્ધિ હશે એ પ્રમાણે હું આ શાસ્ત્રો વગેરેમાંથી દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ તારવવાની કોશિશ કરીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે દરેક વ્યક્તિમાં રહેલા નીરક્ષીર વિવેકને વધુ ને વધુ સતેજ બનાવતો રહેજે.

આજે શહેરોમાં રહેનારા સામાન્ય માણસે પોતાનું અસ્તિત્વ ટકી રહે એટલી કમાણી કરવા માટે પણ રોજ જાતજાતના પ્રપંચ કરવા પડે છે. દેખાદેખીને કારણે અહીં રોજ નવી જરૂરિયાતો ઊભી થાય છે. કોની દેખાદેખી થાય છે? ફિલ્મ-ટીવી સિરિયલોમાં બતાવાતી આભાસી જિંદગીની અને પોતાનાથી વધુ પૈસા, વધુ સત્તા, વધુ પ્રસિદ્ધિ ધરાવતા વર્ગની દેખાદેખી થાય છે. આપણા માટેના ટ્રેન્ડ જાણે આ જ લોકો સેટ કરી આપે છે. શહેરમાં તમે માથાના વાળ જેટલું દેવું કર્યા પછી પણ ચાર ડગલાં ચાલી શકો એટલી પોતાની જગ્યા વસાવી શકતા નથી. શહેરની બહાર નીકળી જાઓ તો તંદુરસ્તીભર્યા વાતાવરણમાં, ચાલતાં ચાલતાં થાકી જાઓ એટલી જમીન તમે વસાવી શકો એમ છો. આખી જિંદગી એકની એક વિચારસરણીની ચાવી રમકડામાં ભર્યા કરી છે. હવે કમાન છટકી જાય એ પહેલાં એને અનવાઈન્ડ થવા દઈએ. એ પછી આપણાં મૂળ જેની સાથે જોડાયેલાં છે એવી જીવનશૈલી તરફ જવા નવેસરથી વિચારોને લપેટીએ. આટલું રિ-વાઈન્ડિંગ કર્યા પછી જ ખબર પડે કે આંખોની બેઉ બાજુએ બાંધેલાં ડાબલાં ખૂલી ગયા પછીનું દૃશ્યફલક કેટલું વિશાળ છે.

પાન બનાર્સવાલા

મૈં અપની પહચાન ચાહતા થા, અપના મુકામ ચાહતા થા. લિખને સે બહેતર મુઝે કોઈ કામ નહીં લગતા થા.

—ગુલઝાર
( નવા પ્રગટ થયેલા પુસ્તક ‘બોસકીયાના : બાતેં-મુલાકાતેં’માં )

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. હર સંત કહે, સાધુ કહે સચ ઓર સાહસ જિસકે મનમે અંતમે જીત ઉસિકી હૈ…….

    • Ved are written by many scholars and rishis..They are known as work of many..hence no particular names are written as their author. If any particular scholar had written them, they would hv been identified as personal scriptures.. But many scholars have added their knowledge, they are known as Impersonal knowledge. Means they cant be attrubuted to specific or particular author.

  2. * * * * *
    Absolute 5 star article. I am forwarding to whole of my circle.
    પ્રભુ કરે બધાની વિવેકબુદ્ધિ જાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here