આમને બદલે તેમ થયું હોત તો હું ક્યાંથી કયાં પહોંચી જાત! : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ  :  મંગળવાર,  24 નવેમ્બર 2020)

પગે દોડીને જવાને બદલે બાઈકની સુવિધા મળી જાય તો સારું જ છે કે જ્યાં જવું છે ત્યાં જલદી પહોંચી જઈશું અને થાક પણ નહીં લાગે.

પણ જે લોકોએ ત્યાં પહોંચવું જ છે તે સૌ બાઈકની રાહ જોઈને બેસી નથી રહ્યા.

તેઓ દોડવા માંડયા છે. રસ્તામાં જે કોઈ વાહન મળશે તેની લિફટ લઈ લેશે. જયાં છે ત્યાં બેસી નહીં રહે. આગળ વધતા રહેશે.

આપણા સૌમાં એક કુટેવ પેસી ગઈ છે. વિદ્યાર્થી અવસ્થાથી વૃદ્ધવસ્થા દરમિયાન હંમેશાં એક જપ ચાલુ હોય છેઃ મારા તો સંજોગો સારા નહોતા, જો મારી લાઈફમાં આમને બદલે તેમ થયું હોત તો હું ક્યાંથી ક્યાં પહોંચી જાત, મારી જિંદગીમાં આટલી સગવડ મળી હોત તો વાત બની જાત, જિંદગીમાં આ એક અડચણ આવી જે બહુ ભારે પડી…

આપણે રોદણાં રડતા રહીએ છીએ કે રસ્તા આડે આવતો પથ્થર ભારે છે, ઊંચકી શકાતો નથી, આગળ વધી શકાતું નથી અને પેલી બાજુ કોઈ માણસ પોતાની સૂઝ વાપરીને પથ્થર પર ચડીને ઓળંગી જવાની કોશિશ કરે છે તો કોઈ એ પથ્થરની ડાબે-જમણેથી રસ્તો કાઢીને ડી-ટૂર લઈને આગળ વધી જાય છે. આપણે પથ્થરને કોસતા રહીએ છીએ.

જેમને પુરુષાર્થ કરવો નથી એના માટે કેટલાંય બહાનાં હાથવગાં હોય છે. ઘરમાં લાઈટ નહોતી તે ફૂટપાથ પરની મ્યુનિસિપાલિટીની બત્તીના અજવાળે વાંચી લેવાનું હોય. ધંધો કરવા માટે મૂડી ન હોય તો પ્રતિભા અને મહેનતના જોરે કોઈને રિઝવીને બે આની ર્વિંકગ પાર્ટનરશિપ મેળવવા માટે જાતને તૈયાર કરવાની હોય.

માન્યું કે તમારી પાસે આંખોની જયોતિ નથી એટલે તમે પાયલટ બનવાનું તમારું સપનું સાકાર નહીં કરી શકો અથવા શરીર માયકાંગલું છે એટલે કુશ્તી નહીં ખેલી શકો અથવા ગળું બેસૂરુ છે એટલે લતા મંગેશકર નહીં બની શકો. પણ જે તમારી જન્મજાત નબળાઈ છે તે સિવાયની બીજી ઘણી શક્તિઓ કુદરતે તમને આપી જ છે. વળી આપણે ત્યાં તો ઋષિમુનિઓ કહી ગયા કે પંગુમ લંઘયતે ગિરિમ્. દુનિયા આખીમાં એવા હજારો કિસ્સાઓ છે જે તમને ખબર છે કે શારીરિક ત્રુટિઓને ઓવરકમ કરીને માણસ કેવાં કેવાં પરાક્રમો કર્યાં હોય.

જેવું શારીરિક ત્રુટિઓનું એવું જ પરિસ્થિતિઓની ત્રુટિઓનું, સંજોગોની ત્રુટિઓનું. ૧૦૦ ટકા અનુકૂળ સંજોગો બિલ ગેટ્સનેય નહોતા મળ્યા કે ધીરુભાઈ અંબાણીનેય નહોતા મળ્યા. ટોચ પર પહોંચનારા દરેકે દરેક મહાનુભાવોએ જીવનના તમામ તબક્કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કર્યો જ છે.

મન હોય તો માળવે જવાય. પણ માત્ર કલ્પનાઓ કરવાથી માળવે ન પહોંચી જવાય. રસ્તામાં નાનાં કે મોટાં કોઈપણ વિઘ્નો આવે તેને લીધે હારીને પાછા વળી જવાનું નહોય કે ત્યાંને ત્યાં બેસી પડવાનું પણ ન હોય.

પવન અનુકૂળ હોય ત્યારે તેનો લાભ લઈને વહાણ જ્યાં સુધી હંકારી જવાય ત્યાં સુધી પહોંચી જવાનું. માની જ લેવાનું છે કે આ અનુકૂળ પરિસ્થિતિ કાયમની રહેવાની નથી. સંજોગો પલટાશે. આંધી-તોફાનનો સામનો કરવાનો જ છે. નવી નક્કોર તૈયાર થયેલી ફેકટરીમાં અતિવૃષ્ટિને કારણે તમામ મશીનરીઓમાં કાદવ પેસી જવાનો છે. શું કરીશું. બે ચાર છ મહિના દિવસ-રાત કામ કરીને ફેકટરી નવેસરથી ધમધમતી કરી લઈશું.

ઢોળાયેલા દૂધ પર આંસુ સારીને બેસી રહેવાનું ન હોય. કેટકેટલાં અરમાનો સાથે શરૂ કરેલું કામ અપાર વિઘ્નોમાં અટવાઈ જાય તો એ વિઘ્નોને એક પછી એક ઉકેલવાનાં અને જો તમારી કોઠાસૂઝ એમ કહે કે આ ગૂંચો ઉકેલાવાની જ નથી તો એ કામ પડતું મૂકીને તરત નવું કામ હાથમાં લઈને એમાં ખંતપૂર્વક ખૂંપી જવાનું.

સડસડાટ દોડી શકાય એવું વાતાવરણ મળે ત્યારે પણ સ્ટેમિના તો જોઈએ જ. વિઘ્નદોડ માટે એની આગવી સ્કિલ જોઈએ. હર્ડલ રેસમાં ભાગ લેનારાઓને ક્યારેય ૧૦૦-૧૨૦ મીટર સીધે સીધું દોડનારાઓની કે મેરેથોન રનર્સની ઈર્ષ્યા નથી થતી. એમને ખબર છે કે જેમ અમારી રેસમાં હર્ડલ્સ આવે છે એમ એ લોકોની રેસમાં વિઘ્નો ભલે ન આવતા હોય પણ એમને અલગ પ્રકારની કુશળતાની જરૂર તો પડે જ છે.

પરિસ્થિતિઓ દરેકની કસોટી કરતી હોય છે.

આજનો વિચાર 

જિંદગી જો અકળ ન હોત, ધાર્યા પ્રમાણે જ જીવાતી જતી હોત, તો જીવવાની મઝા ક્યાંથી આવતી હોત.

– અજ્ઞાાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here