ગણેશજીનો પ્રસાદ, મોહર્રમ અને સાકેત સૂર્યેશનો મુસ્લિમ મિત્ર

( ગુડ મૉર્નિંગ : મંગળવાર, 11 ઑગસ્ટ 2020)

સિરિયસ વાતની શરૂઆત હળવાશથી કરીએ.
ગુજરાતી સાહિત્યના દિગ્ગજ નવલકથાકાર- વાર્તાકાર- કૉલમનિસ્ટ ચંદ્રકાન્ત બક્ષી 1969ના અરસા સુધી કલકત્તામાં રહ્યા. પાકેપાયે માર્કસિસ્ટ વિચારધારાથી રંગાયેલા. પશ્ચિમ બંગાળમાં નક્સલવાદે ઉપાડો લીધો એટલે કલકત્તાની પોતાની માલિકીની ગંજી-ફરાકની દુકાનનો કારોબાર સંકેલીને બક્ષીસાહેબ અમદાવાદ સ્થાયી થયા. પણ 1969માં અમદાવાદમાં થયેલાં ભયંકર હિન્દુવિરોધી કોમી રમખાણથી ડરીને તેઓ મુંબઈ આવીને વસ્યા. પછી મુંબઈમાં જ રહ્યા. છેક પાછલી જિંદગીમાં અમદાવાદ પાછા ગયા.

બક્ષીસાહેબ જેટલા જ મોટા ગજાના લેખક – વિચારક – ચિંતક – કૉલમનિસ્ટ ગુણવંત શાહનાં માતાને ગાંધીજીએ પત્ર લખ્યો હતો. એમના ઘરમાં પાકે પાયે ગાંધીવાદી વાતાવરણ. ગુણવંત શાહ યુવાવસ્થામાં વિનોબા ભાવેની સર્વોદયી ચળવળ ભણી ખેંચાયેલા.

2002માં ગોધરા હિન્દુ હત્યાકાંડના પ્રતિસાદરૂપે ગુજરાતમાં કેટલેક ઠેકાણે થયેલાં મુસ્લિમ-હિન્દુ કોમી રમખાણો પછી એક વખત વડોદરાના ગાંધીનગર ગૃહમાં મારે એક સભાને સંબોધવાની હતી. વડોદરાના બહુચર્ચિત બેસ્ટ બેકરી કેસ વિશેની વાત હતી. પ્રવચન દરમ્યાન એક તબક્કે મેં કહ્યું: ‘2002 પછી હિન્દુવાદી લખાણો લખતા થઈ ગયેલા ચંદ્રકાન્ત બક્ષી એક જમાનામાં માર્ક્સવાદી હતા. અને જેમનાં હિન્દુવાદી લખાણો અત્યારે વાચકો વાંચે છે એ ગુણવંત શાહ અગાઉ ગાંધીવાદી સર્વોદયવાદી હતા.’

આ સાંભળીને એક વાચકે મને પૂછ્યું કે બક્ષીજી માર્ક્સવાદીમાંથી હિન્દુવાદી થયા અને ગુણવંતભાઈ ગાંધીવાદીમાંથી હિન્દુવાદી બન્યા તો તમે?

મેં હસીને જવાબ આપ્યોઃ હું સ્વયંભુ હિન્દુવાદી છું!

ભારતમાં બૌદ્ધિક સ્તરે હિન્દુવાદના પ્રચાર-પ્રસારનું સૌથી મોટું કાર્ય કરનારા સીતા રામ ગોયલ અણસમજુ ઉંમરે ગાંધીવાદી હતા, પછી કમ્યુનિસ્ટ બન્યા, પછી સમાજવાદી , પછી સામ્યવાદના કટ્ટર વિરોધી અને છેવટે સનાતની. સીતારામજીએ આ આખીય ફેસિનેટિંગ કથા ‘હાઉ આય બીકેમ અ હિન્દુ’ નામના નાનકડા પુસ્તકમાં વર્ણવી છે. એમણે અને રામ સ્વરૂપે સાથે મળીને સ્થાપેલી (1982) અને ઉછેરેલી પ્રકાશન સંસ્થા ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ એ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. જરૂર વાંચવું. નહીં તો પછી મારે એના વિશે લખવું પડશે. પાંચમી ઑગસ્ટનો દિવસ આપણે જોઈ શકયા એમાં સીતા રામજી અને રામ સ્વરૂપજીની બૌદ્ધિક ઝુંબેશનો પ્રચંડ ફાળો છે.

પાંચમી ઓગસ્ટે ટ્વિટર પર સાકેત સૂર્યશ (@Saket71) દ્વારા જે કન્ફેશન થયું તેની વાત ગઈ કાલે માંડી હતી. શરૂ કરીએઃ

પહેલા જ વાક્યમાં સાકેત લખે છેઃ “1992ની છઠ્ઠી ડિસેમ્બરે હું ગજબનો મોટો સેક્યુલર હતો. આય વૉઝ સુપ્રીમલી સેક્યુલર ઑન સિક્સ્થ ઑફ ડિસેમ્બર નાઈન્ટીન નાઈન્ટી ટુ. હું હૉસ્ટેલમાં રહેતો. સમાચાર આવ્યા ત્યારે હું મારા રૂમમેટને લઈને મારા મુસ્લિમ ક્લાસમેટના રૂમમાં (ખરખરો કરવા) ગયો. મને લાગતું હતું કે એ (બિચારો) એકલો પડી ગયો હશે એને લાગતું હશે કે એને તરછોડી દેવામાં આવ્યો છે. અમે એક પણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ બેઠા રહ્યા…

“નેકસ્ટ વર્ષે ગણેશચતુર્થી નિમિત્તે મેસ બંધ હતી. એ દિવસે મારા એ મુસ્લિમ મિત્ર સાથે હું અહીં ત્યાં રખડી રહ્યો હતો. મેં એને કહ્યું કે (હિંદુ) પ્રથાઓ અને ક્રિયાકાંડો સામે તને કોઈ વાંધો શું કામ હોવો જોઈએ. આમ કહીને મેં પ્રસાદમાં મળતાં ફ્રુટ્સમાંથી એક ઉપાડ્યું અને અમે બેઉ હસી પડ્યાં. એ પછી જ્યારે મોહર્રમ આવી ત્યારે મેં જોયું કે એની પીઠ લોહીલુહાણ હતી. મને શૉક લાગ્યો. મેં એને પુછ્યું કે તું શું કામ આ બધી પ્રથાઓ અને ક્રિયાકાંડોમાં આસ્થા રાખે છે…

“અચાનક મને બત્તી થઈ કે પરંપરાગત રિચ્યુઅલ્સની બાબતમાં બુદ્ધિ લડાવવાનું કામ હિન્દુત્વ પૂરતું જ થઈ રહ્યું છે. મેં એને પૂછ્યું કે સદીઓ પહેલાં ખેલાઈ ચૂકેલી (કરબલાની) લડાઈ (જેમાં મોહમ્મદ પગંબરના પૌત્ર હુસૈન અલી અને એમના 72 શાગિર્દોનો ભોગ લેવાયો એ લડાઈ)ને યાદ કરીને અત્યારે પોતાની જાત પર (ચાબખા વરસાવીને) જુલમ કરવાનો શું અર્થ છે? એ વખતે એન્જિનિયરિંગનું ભણતાં ભણતાં ટાઈમ મળે ત્યારે હું ઇતિહાસનાં પુસ્તકોમાં ડૂબકી લગાવતો થયો. મારામાં એક નવો પ્રકાશ પથરાતો થયો. હું સમજવા લાગ્યો કે (હિન્દુઓની) જીવનશૈલીને કેવી રીતે રગદોળવામાં આવી રહી છે…

“હું એ પણ સમજવા લાગ્યો કે (પોતાની જીવનશૈલી, પરંપરા વિરુદ્ધ થતા પ્રહારો સામે) હિન્દુઓ જ્યાં બહુમતીમાં હોય છે ત્યાં હિન્દુઓની કેવી (શાંતિ, ઉગ્ર નહીં એવી) પ્રતિક્રિયા હોય છે. અને મને એ પણ સમજાયું કે મુસ્લિમો જ્યાં બહુમતીમાં હોય ત્યાં તેઓ કેવી (ઉગ્ર) પ્રતિક્રિયા આપતા હોય છે. મને ખ્યાલ આવ્યો કે (પાકિસ્તાન-બાંગ્લાદેશમાં) મંદિરો તૂટે એની સામે આ લોકોને કોઈ વાંધો નથી હોતો પણ પણ એક છોડી દેવાયેલી મસ્જિદ તૂટે (જેમાં 1949 પછી કોઈ નમાઝ પઢવા જતું નહોતું) એમાં એમને વાંધો હતો…

“ગૌમાંસનું ધાર્મિક મહત્વ મુસ્લિમો માટે આટલું સરખુંય નથી, જેમ બાબરીનું નહોતું.”

“ રોમની મૂર્તિપૂજક સંસ્કૃતિ વિશે વાંચ્યું, ઇતિહાસમાં હિન્દુઓના ઘટતા જતા પ્રભાવ વિશે વાંચ્યું. મને લાગ્યું કે પાર્ટિશન વખતે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન આપી દીધા પછી હિન્દુસ્તાન હિન્દુઓનું ગણાવું જોઈતું હતું પણ એવું થયું નહીં. સેક્યુલરવાદના ચળકાટથી અંજાયેલી મારી આંખો ખુલી જવા માંડી…

“અને પછી મેં જોયું કે ગૌમાંસ એ લોકો માટે જરૂરી બની ગયું છે. ગૌમાંસનું ધાર્મિક મહત્વ મુસ્લિમો માટે આટલું સરખુંય નથી, જેમ બાબરીનું નહોતું. આ બેઉ મુદ્દાઓ હિન્દુઓની સહનશક્તિને અને એમના ધૈર્યને પડકારવા માટે ઉછળતા રહ્યા છે, હિન્દુઓનું નીચાજોણું થાય તે માટે વપરાતા રહ્યા છે. હિન્દુડાઓ, તમે અમારા પગની જૂતી બરાબર છો – આવા ન બોલાયેલા શબ્દો આ બેઉ મુદ્દાઓનો એજન્ડા છે. કેટલી મોટી રમત રમાઈ રહી છે તેનો મને ખ્યાલ આવી રહ્યો હતો…

“જેમ જેમ હું ઊંડો ઉતરતો ગયો તેમ મને સમજાતું ગયું કે પોતાને રેશનાલિસ્ટ કહેવડાવતા લોકો ખરેખર કોણ છે. (તર્કવાદી, બુદ્ધિવાદી – ગુજરાતમાં પણ આવી પ્રજા છે. કેટલાક સાહિત્યકારોમાં, ચળવળખોરોમાં, બીજાને પૈસે મોજ ઉડાવતી એન.જી.ઓ, સાથે સંકળાયેલા ‘કર્મશીલો’માં પોતાને રેશનિલસ્ટ કહેવડાવીને પહોળા થઈને ફરવાની ફેશન ચાલી હતી. મોદીએ સીએમ બન્યા પછી આ સૌને સીધાદોર કરી નાખ્યા હતા.) આ રેશનલિસ્ટોનો બકવાસ માત્ર હિન્દુઓને અપમાનિત કરવા માટેનો હોય છે. આ લેભાગુઓએ એવો પ્રચાર શરૂ કર્યો હતો કે ગૌમાતાની કતલ કરવી ઇસ્લામ ધર્મનો એક ભાગ છે. અને બાબરી ઢાંચો ઇસ્લામની આસ્થાનું ઐતિહાસિક પ્રતીક છે…

“(બંધાણીય રીતે દુનિયાના એક માત્ર હિન્દુરાષ્ટ્ર) નેપાળને સામ્યવાદીઓએ હડપ કરી લીધું – આપણે ચૂં કે ચાં ન કરી.”

“મારું બૅકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું. ઇતિહાસ મને બોરિંગ લાગે અને પુરાણો-શાસ્ત્રોથી તો સાવ ત્રાસ જ થાય. પણ પછી મને લાગ્યું કે, બીજાં ધર્મોની વાત જવા દઈએ, સ્વતંત્ર રીતે આ બધું આટલી સદીઓથી કેવી રીતે ટકી રહ્યું છે. અને મેં ઇતિહાસનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. શાસ્ત્રો અને પુરાણોમાં ઊંડા ઊતરીને એમાંથી તારણો કાઢવાની કૌશિશ કરી…

“પછી તો હું મંડી જ પડ્યો. વાંચતો જ ગયો, વાંચતો જ ગયો. દિવાળી પર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે, હોળીમાં પાણીનો વેડફાટ થાય છે… આપણા જે જે તહેવારો પંચમહાભૂતોને આદર આપવા માટે ઉજવાતા રહ્યા છે એ બધા પર્યાવરણ વિરોધી છે એવો પ્રચાર થતો. સાવ નિકૃષ્ટ રીતે થતા આવા પ્રહારોથી મને ત્રાસ થવા લાગ્યો…

“ઇસ્લામના શાસન દરમ્યાન હજારો મંદિરો તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. વાંચતાં વાંચતાં આ બધી જાણકારી મળતી થઈ. આ મંદિરો તોડી પાડવામાં આવ્યાં એની સામે કોઈ મુસ્લિમ એક હરફ પણ નહીં ઉચ્ચારે. જે પોતાને ઉદારમતવાદી તરીકે ઓળખાવે છે એવો મુસ્લિમ પણ આ વિશે ચૂપ રહેશે. વિચાર કરો કે આઝાદી મળ્યા પછી પણ આમ જ ચાલે છે. (બંધાણીય રીતે દુનિયાના એક માત્ર હિન્દુરાષ્ટ્ર) નેપાળને સામ્યવાદીઓએ હડપ કરી લીધું – આપણે ચૂં કે ચાં ન કરી. પછી મેં જોયું કે ભારતના મુસ્લિમો તો રોહિંગ્યાઓનેય અપનાવવા માગે છે, પેલેસ્ટાઈનનો પક્ષ તો પહેલેથી જ લઈ રહ્યા છે…”

સાકેતની વાત સાચી છે. ખુદ્દાર ઇઝરાયલીઓ સામે લડનારા પેલેસ્ટાઇનીઓને ભારતના મુસ્લિમો જ નહીં, ભારતના રાજકારણીઓ પણ ગળે લગાડતા આવ્યા હતા. રશિયાની વાદે ચડી ઇઝરાયલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા ન આપવાથી માંડીને યાસર અરાફત જેવા પેલેસ્ટાઇનના આતંકવાદી નેતાને ખમ્મા ખમ્મા કરવા સુધીનાં પાપ આ દેશે કર્યાં છે. 2014 પછી બધું બદલાઈ ગયું. મોદીએ ઇઝરાયલ સાથે દોસ્તી કરી અને એવી મજબૂત દોસ્તી કરી કે મુસ્લિમ પ્રજા અને આખી દુનિયા જોતી રહી ગઈ. એટલું જ નહીં, મોદીની ડિપ્લોમસી અને ભારતની તાકાત જુઓ— ઇઝરાયલની સાથે બાપે માર્યાં વેર હોય એવાં આરબ રાષ્ટ્રો પણ મોદીને સલામ આલેકુમ કરીને કુર્નિશ બજાવતા થઈ ગયા, પાકિસ્તાનને નાખુશ કરીને પણ વિદેશમંત્રી સુષમા સ્વરાજને ઇસ્લામિક દેશોની પરિષદમાં પ્રમુખસ્થાન આપતા થઈ ગયા, એટલું જ નહીં જે આરબ દેશોમાં પ્રવાસી તરીકે જનારા ભારતીયના સામાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ કે ચિત્ર કે ધાર્મિક ગ્રંથ મળે તેને એરપોર્ટ પર જ ધક્કે ચડાવવામાં આવતા તે આરબ દેશોમાં, મોદીના રામરાજ્ય દરમ્યાન ત્યાંની સરકારોની સહાયથી મંદિરો બનવા લાગ્યા, હિન્દુ તહેવારોની રંગેચંગે ઉજવણીઓ થવા માંડી.

સાકેતના ટ્વિટર થ્રેડની અડધી જ વાત હજુ પ્રસ્તુત થઈ છે.

બાકીની અડધી વાત આવતી કાલે.

આજનો વિચાર

જે લોકો તમને પ્રસન્ન, આનંદી મળતાવડા અને ડહાપણના ભંડાર જેવા લાગે છે એ લોકોએ જીવનમાં ઘણી કમનસીબીઓ જોઈ હશે. આ કમનસીબીઓ એ જ એમને પ્રસન્ન, આનંદી, મળતાવડા અને ડાહ્યા બનાવ્યા હોય છે.
—અજ્ઞાત

• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. I am proud to be a HINDU.
    At the same time I do believe like all other religions it is also man-made. Mankind has never known by whom/ how/ why/ when/ how many times/ till when/…. about the UNIVERSE.
    Mankind has satisfied itself with lots of guesswork.
    I am very happy with the guesswork of my religion. It is the most tolerant.
    Islam and Communist Ideology are similar. Both dictatorial. People are forced to abide all instructions. Otherwise extermination.

  2. *હાઉ આઈ બીકમ એ હિંદુ*ની માહિતી તમારી શૈલીમાં માણવા મળશે તો આનંદ થશે. એ વિશે લખવામાં આવે તેવી વિનંતી છે. આભાર.

  3. In my child hood I was lucky to have good learning about our rich heritage. I got close contact with Late shree Pandurang dada and Dongre Mahraj. Between 2004 to 2015 I had to fight for long survival being Hindu and what it means among some of my nearest. For those who are follower of Suarabhbhai’s news premi, you can also watch good video of Dr. Subramanian Swamy on Intellectual Terrorism in India. Rajiv Malhotraji also one of the fighter has written good books and bringing out how Kerala girls were trapped and converted from Hindu to Christian. Secular means to me only Hindu should put on himself all restriction and be ready to make fun of all their tradition. Hinduism originated when Christ or Islam was not exists on this earth. We have rich heritage and ocean of scriptures why we should bogged down to them. We all should stand up and be proud to our rich heritage and follow and enjoy and celibrate our festivals. We respect other religions then they also should learn to respect ours. Today is another shubh divas – Shri Krishan bhagwan ki Jay.

  4. ધન્યવાદ, આવા સરસ માહિતીસભર લેખો બદલ.

  5. Exactly પહેલા હું પણ સેક્યુલર હતી. પણ ધીરે ધીરે ખબર પડી કે સેક્યુલરિઝમ કેટલું સડેલું છે. હિન્દુઓ ને કેટલા હડધૂત કરાય છે અને મુસ્લિમો ને કેટલા થાબડભાણા કરાય છે…

  6. સર મારો જન્મ તો 1974 માં થયો પણ મને એટલું ખબર પડે છે કે જો આઝાદી વખતે પાકિસ્તાન મુસ્લિમ દેશ બને તો ત્યાર ના નેતાઓ, પત્રકારો ,અને ત્યાર ના હિન્દૂ ,વિગેરે એ બાકીના ભાગ ને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરી ને પોતાનો ધર્મ બજાવવો જોઈએ
    આમાં હિન્દૂ ઓ અને નેતાઓ ભૂલથાપ ખાઈ ગયા અને આજની પરિસ્થિતિ ઉભી થઈ, આમ પણ ભાગલા પડ્યા ત્યારે ઘણા લોકોએ આહુતિ આપી હતી તો થોડી વધારે થાત પણ ત્યાર પછી શાંતિ થાત……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here