આ પૃથ્વી પરનો છેલ્લો હિન્દુ ક્યાં સુધી જીવવાનો – લેખ 6: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: બુધવાર, ૨૯ એપ્રિલ ૨૦૨૦)

‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામના કૉન્રાડ એલ્સ્ટના નાનકડા પુસ્તકની અનુક્રમણિકામાં પાંચ પ્રકરણ છે. ૧. વિઝન્સ ઑફ અ ડેમોગ્રાફિક ડુમ્સડે, ૨. ઈમિગ્રેશન ફ્રોમ બાંગ્લાદેશ, ૩. ધ મુસ્લિમ બર્થ રેટ, ૪. ઈસ્લામ ઍન્ડ બર્થ ક્ધટ્રોલ અને ૫. હિન્દુ રિસ્પોન્સ ટુ ધ ડેમોગ્રાફિક ચેલેન્જ.

કૉન્રાડ એલ્સ્ટ વિદ્વાન જર્મન લેખક છે. મહાન હિંદુવાદી છે. મુંબઈમાં એમની પર્સનલ મુલાકાત વિશે તથા એમનાં પુસ્તકો વિશે લખી ચૂક્યા છીએ.

કોઈ પણ ધર્મ કે જાતિની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો તે પ્રદેશની સાંસ્કૃતિક પરંપરાની સમતુલા બદલાવી શકે છે. ભારતમાં મોગલોએ આક્રમણ કરીને અહીંની પ્રજા ઉપર સદીઓ સુધી રાજ ન કર્યું હોત તો આપણે લોકો લેંઘો-ઝભ્ભો પહેરતા જ ન હોત. ધોતિયું અને ઉપરણું જ આપણો પહેરવેશ રહ્યો હોત. આ તો એક નાનકડું ઉદાહરણ છે. જલેબી ખાતા જ ન હોત. ચૂરમાના લાડવા ને લાપસી જ ખાતા હોત. ગંભીરતાથી જોઈએ તો, આ દેશમાં એક પણ મસ્જિદ ન હોત. જેમ અરબ દેશોમાં મંદિર નથી હોતાં, ચર્ચ નથી હોતાં. (હવેના જમાનામાં ક્યાંક ક્યાંક જોવા મળે). હિન્દુ ધર્મને કે સનાતન પરંપરાને ઉતારી પાડનારાં તત્ત્વોનો જન્મ જ ન થયો હોત આ દેશમાં. હિન્દી આપણી પ્યોર હિન્દી હોત. ડાયરેક્ટ સંસ્કૃતમાંથી ઊતરી આવેલી. એમાં અવધિ-ભોજપુરી વગેરે બોલીઓના શબ્દો હોત પણ ઉર્દૂમાંથી આવેલા રૂહાનિયત અને ખસૂસ અને અફસોસ અને ઈઝહાર જેવા કોઈ શબ્દો ઉમેરાયા જ ન હોત. એને બદલે સંસ્કૃતમાંથી સીધા ઊતરેલા શબ્દો હોત જેમાંના કેટલાય અત્યારે સંસ્કૃતના શબ્દકોશમાં જ પડી રહ્યા છે, બોલચાલમાં આવતા જ નથી.

એક આડ વાત. સંસ્કૃતમાં ક, ખ, ગ, ઘ પછી ‘અંગ’ ઉચ્ચાર ધરાવતો અક્ષર આવે છે જેને ‘ડ’ના ઉપરના વળાંકની બાજુમાં ટપકું મૂકીને દર્શાવવામાં આવે છે. (આ રીતે ઙ). આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં પ્રખર ગુજરાતી ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિબેન ઘનશ્યામ દેસાઈએ એક વખત મને પ્રેમપૂર્વક જણાવ્યું હતું કે ‘ગુડ મૉર્નિંગ’માં ભલે છેલ્લે ‘ગ’ લખવાનું ચલણ સ્વીકાર્ય હોય પણ ‘મૉર્નિંગ’નો એ ગ નથી ‘ઙ’ (‘અંગ’) છે. માટે ‘ગુડ મૉર્નિંઙ’ એમ લખાવું જોઈએ! આડ વાત પૂરી થઈ. સંસ્કૃત ભાષા આપણી પરંપરાનો અનિવાર્ય હિસ્સો છે જેને છેલ્લાં હજારેક વર્ષમાં ક્રમશ: આ દેશમાંથી ભગાડી મૂકવામાં આવી.

કૉન્રાડ એલ્સ્ટ લખે છે કે ૧૮૯૧ની સાલમાં જે અંગ્રેજના નેતૃત્વ હેઠળ ભારતની વસ્તીગણતરી થઈ હતી તે સેન્સસ કમિશનર ઓ ડોનેલે તે જમાનામાં જે રીતે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી રહેલી અને હિન્દુઓની ઘટી રહેલી તેના આંકડા પરથી ભવિષ્યવાણી ભાખી હતી કે ૬૨૦ વર્ષ પછી હિન્દુસ્તાનમાં એક પણ હિન્દુ નહીં હોય. ત્યાર બાદ ૧૮૮૧, ૧૮૯૧ અને ૧૯૦૧ના વસ્તીગણતરીના આંકડાઓ પછી કર્નલ યુ. એન. મુખરર્જીએ જૂની ભવિષ્યવાણીમાં ફેરફાર કરવા પડ્યા અને કહેવું પડયું કે ૬૨૦ નહીં પણ ૪૨૦ વર્ષ પછી હિન્દુ જાતિનો સર્વનાશ થઈ જશે. આ વાતો કૉન્રાડ એલ્સ્ટે સંદર્ભો ટાંકીને લખી છે. કશું અધ્ધરતાલ નથી. જો ૧૯૦૧માં આવી આગાહી કરીને હિંદુઓના સર્વનાશને બસો વર્ષ આગળ ધકેલવામાં આવતો હોય તો લગભગ સો વર્ષ પછી, ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા આવ્યા પછી હજુ એ તારીખ આગળ આવે. મે બી, બસો કે ત્રણસો વર્ષ પછીની કોઈ ઘડી. માની લઈએ ૪૨૦ વર્ષ જ, તો પણ સવાલ એ નથી કે હિન્દુઓ ક્યારે આ જગતમાંથી નેસ્તનાબૂદ થઈ જશે. સવાલ એ પણ નથી કે આપણે ક્યારે આપણા જ દેશની બહુમતી મટીને લઘુમતી થઈ જઈશું. સવાલ એ છે કે આગામી થોડાક જ દાયકામાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી ૧૫થી ૨૦ ટકાથી વધીને ત્રીસેક ટકા જેટલી થઈ જશે ત્યારે આ દેશની શું હાલત હશે. કેવી ભયજનક પરિસ્થિતિ સર્જાશે ત્યારે. દસ-પંદર ટકા વસ્તીને ખુશ કરવા કૉન્ગ્રેસીઓ અને હવે તો પવારો, મમતાઓ, અખિલેશો પ્લસ વાઘમાંથી મિંદડી થઈ ગયેલા રાજકીય પક્ષો કમરેથી બેવડ વળીને ઝૂકી જતા હોય છે તો જ્યારે એ આંકડો ડબલ થઈ જશે ત્યારે એમને રીઝવવા આળોટવાનું જ બાકી રહેશે. ૮૫ ટકા હિન્દુઓ હોવા છતાં આપણું સેક્યુલર મીડિયા આપણી સાથે, આપણા નેતાઓ અને આપણી સંસ્કૃતિ સાથે આટલી બદતમીજીથી પેશ આવે છે તો જ્યારે ૮૫માંથી ઘટીને ૮૦, ૭૫ કે ૭૦ ટકાનો આંકડો થઈ જશે તો આ મીડિયા આપણા માટે જીવવા જેવું કોઈ વાતાવરણ રાખશે? (કલ્પના કરવી હોય તો કરો ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સમગ્ર ૨૦૦૨ના વર્ષ દરમ્યાન આ લોકોએ હિન્દુ પ્રજા પર કેવાં કેવાં માછલાં ધોયાં હતાં. મોદીજી પર તો વ્હેલ અને શાર્ક ધોઈ હતી).

કર્નલ યુ. એન. મુખર્જીએ ૧૯૦૯ની સાલમાં આ વિષયના સંદર્ભમાં ઘણા લેખો લખીને ‘હિન્દુઝ, અ ડાઈંગ રેસ’ નામના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા હતા. તો અત્યારે સળગતો સવાલ એ નથી કે ભવિષ્યમાં આ પૃથ્વી પર કોઈ હિન્દુ નામનો જીવ રહેતો હશે કે નહીં. પ્રાયોરિટી એ વાતની છે કે થોડાક જ દાયકાઓમાં પેલી બાજુ દસ-પંદર ટકાનો વધારો અને આ બાજુ પ્રપોર્શનેટલી એટલો જ ઘટાડો થશે ત્યારે થનારી હિન્દુસ્તાનના કલ્ચરલ બૅલેન્સની ઐસીતૈસીને આપણે કેવી રીતે કોપ-અપ કરીશું. આપણે એટલે હું કે તમે નહીં, આપણી આવનારી પેઢીઓ. એક લેક્ચરમાં મેં કહેલું: ‘મને ખાતરી છે કે મારા મર્યા પછી મારા અંતિમસંસ્કાર મારા મૃતદેહને અગ્નિને સમર્પિત કરીને જ થવાના છે. મને ખાતરી છે કે મારા દીકરાના પણ અગ્નિસંસ્કાર થવાના. પણ મને શંકા છે કે મારા દીકરાનો દીકરો જન્મશે અને એનું આયુષ્ય પૂરું કરશે ત્યારે એના અગ્નિસંસ્કાર થશે કે એને દફનાવવામાં આવશે.

કૉન્રાડ એલ્સ્ટની પુસ્તિકામાંની કેટલીક દાહક વાતો હજુ બાકી છે. કાલે વાત કરીએ કે મુસ્લિમ ઘૂસપેઠિયાઓેને રોકવા માટે ઇસ્લામ દેશો સજાગ છે પણ ભારત?
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

છોટી સી બાત

લૉકડાઉન દરમ્યાન રસોડામાં કામ ન કરવું પડે એટલો એક મિત્રને સલાહ આપી કે રોટીમેકર વસાવી લે.
પાંચ-છ દિવસ પછી એનો ફોન આવ્યો: વૉશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે.

20 COMMENTS

  1. આ સમસ્યાનું સમાધાન શું હોય શકે?
    તે જણાવશો?

  2. આ સમસ્યા નું સમાધાન શુ હોય શકે?
    તે જણાવશો?

  3. આમાં વાંક કોઈ પોલિટિકલ પાર્ટી કે મીડિયા નો નથી આપણાં માંજ એકતા નથી નહીંતર 15 કે 20% મુસ્લિમ માટે આ બધાં આટલું વિચારતા હોય તો આપણે માટે કેમ નહીં કેમ કે આપણાં માં એકતા નથી આપણે બધાં મતદાન કરવા નીકળતા નથી એટલે આપણ ને કોઈ ગણતરી માં લેતું નથી.ધમેશ

  4. आखें खोलने वाला आर्टिकल।
    सौराभसर का धन्यवाद करता हूं।
    सिर्फ पढकर बेठना नही है हमे, ज्यादा से ज्यादा शेर भी करना होगा।
    RSS जेसे सन्गठन से जुड़ना पडेगा हमें, उसे प्रोतशाहीत करना होगा।
    दोस्तों, सिर्फ पढ लेने से कुछ नहीं होगा।
    हमें आज से मन में एक ध्रढ संकलप करना होगा कि हम अपने रास्ट्र, संशकृती, धर्म के लिए प्रदान करने का वक्त आ गया है। सब कुछ मोदोजी और अमित शाह ही करेंगे क्या?

  5. ☺️☺️ ઘર્મ … જ્યાં સુધી ધર્મ છે. ત્યાં સુધી હિન્દુત્વ છે. ધર્મ નો વિનાશ તો સંસ્કૃતિ , કુટુંબ , સમાજ , સંસ્કાર , ર્મયાદા , માનવ તા , અંતે દેશ હિન્દુ એ હિન્દુ નય હોય સકે. કેવળ હરતો ફરતો પશુ જેવો માનવી… કે જેને જમવા , રેવા , ભવિષ્ય મા જીવન નીરવા માટે ના જ પ્રયત્નો કરી જીવસે. કલિકાલ છે. જ્યાં સુધી તમે તમારી ભાવિ પેઢી મા સંસ્કાર સારા નય આપો અને સારો સંગ કેનો કરવો કે ન કરવો. તે સીખવ સો નહિ તો તમારી પેઢી નો અંત થય જાસે.મ

  6. ગંભીર રોગ ની દવા પણ ગંભીર જ હોય શકે.જેમ જૂના જમાના માં હિન્દુ સમાજ માંથી શીખ ભાઈઓ નું નિર્માણ થયું,તેમ હવે ફરીથી લડાયક યોદ્ધા નું નિર્માણ કરવું પડશે.શાસ્ત્ર ની સાથે શસ્ત્રો પણ શીખવા પડશે.ઘર ઘર માં આત્મ રક્ષા કાજે શસ્ત્રો રાખવા પડશે.જેટલું જલ્દી શીખશો એટલું સારું.

  7. સૌરભ ભાઈ ખરેખર સલામ છે તમને.
    આ મળદા જેવા લોકો ને જગાડવા માટે જો આપડા જયચંદો હજી નહિ સુધરે તો આપડી પેઢી એ ટૂંકો લેંઘો અને ઝભ્ભો પહેરવો જ રહ્યો.
    રદય થી તમને ૧૦૦ સલામ

  8. સાહેબ નમસ્કાર,. તમે જે પ્રયત્નો હીન્દુઓ ને જાગૃત કરવા માટે કરો છો તે પ્રસન્ન નીય છે સારી આંકડા કીય માહિતી આપી ને સમજાવો છો કે હિન્દુ ખલાસ થઈ જશે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે હિન્દુ ક્યારેય ખલાસ થશે નહીં, તે આપણે સમજવું જોઇએ. આવા સમાચારો થી સમાજ નિરૂત્સાહીત થશે , જરૂરી છે કે હિન્દુ ઓ માંથીશીવાજી, સુભાષચંદ્ર બોઝ, પ્રુથ્વી રાજ જેવા નેતા ઉભરે આને હીન્દુઓ અહીંશા વાદ છોડીને સ્વ રક્ષણ માટે હથિયાર ધારી બંને તેવા પ્રોત્સાહન ની જરૂર છે.

  9. આ જ વિષય પર આજે મારા મામાના દીકરાએ સરસ વાત કહી કે… જો આપણી નસોમાનું લોહી ઉકળતું હોય અને કદાચ મરણિયા થઈને લાકડી લઈને બહાર જવા નીકળીએ તો આપણને વારવા કે રોકવા, પત્ની, પિતા, માતા, દીકરો કે અન્ય ઘણાં હશે અને કહેશે કે આપણે શું. જયારે મુસ્લિમોમાં આપતકાલિન સ્થિતિમાં જો કોઈ સૂતું પણ હશે તો ઘરનાઓ તેને મેદાનમાં કુદી પડવા ઉઠાડશે.

    જ્યારે આ નાનકડો ફરક મટી જશે ત્યારે ભલે તેઓ 40 ટકા થઈ જાય, બાકીના 60 ટકા તેમના ઉપર ભારી પડશે.

    70 વર્ષ પહેલાં, હજી યાદ છે કે મોસાળમાં મામા કહેતા “સાલા માર ખાઈને રડતો આવ્યો છે તો હું તને હજી મારીશ અને મારીને આવ્યો છે તો હું સંભાળી લઈશ”.

    સૌરભભાઇ, તમારા લેખે પુરવાર કર્યું કે Pen is mightier than a sword. અભિનંદન !

  10. આજની પેઢીના હિન્દુઓને કોઈ ફરક નથી પડતો હિંદુ ધર્મ અથવા હિન્દુ સંસ્કૃતિ રહે કે ના રહે. એ લોકોને ધર્મ અથવા સંસ્કૃતિ ની જરૂરિયાત નથી અને એમાં કોઈ જ રસ નથી. એ લોકોને આજના જ પ્રશ્નોનો ઉકેલ જોઈએ છે. અને આ પેઢીએ સંસ્કૃતિ અને ધર્મ આગળ લઈ જવાનો છે. કેવી રીતે થશે સમજ પડતી નથી. જેમ ભાષા ઘસાઈ રહી છે તેમ ધર્મ અને સંસ્કૃતિ પણ ઘસાઈ રહ્યાં છે!!!!!!!!???????

    • કંઉ વાંધો નહીં આવે.. માત્ર આપણે આપણાજ સમાજમાં રહેલા જયચંદો અને અમીચંદો થી ચેતવાનું છે…

  11. For decades Hindu was never united. We ourselves have created part within Hindu. This is the root cause of problem. Have ever seen any other religion where they have Brahmin, Vaishy, Kshatriya, shifts etc? But we have. We believe shudras are untouchable and Brahmin are the best. Had such division were not there then the no one could have invaded our country.

  12. Absolutely True, still We have time to make us stronger and more thoughtful to fight this Big survive issues. We fought for 1000 years but today’s generation think that they are SECULARS (Congress, Pseudo SECULARS & Communist advantage).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here