ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : ગુરુવાર, 25 ઓક્ટોબર 2018)
અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણી સાથેના ત્રીજા ડિરેક્ટર વિકાસ બહલ પર મી ટૂ કરનારી બહેને બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું છે કે આ બાબતમાં તે પોલીસ ફરિયાદ કરવા નથી માગતી, કોઈ કેસ દર્જ કરવા નથી માગતી, આ મૅટરને કોઈ રીતે એ પર્શ્યુ કરવા નથી માગતી.
પલાળ્યું હોય તો મૂંડવું પણ પડે એવી દાઢી બનાવવાના સંદર્ભમાં બોલાતી કહેવત આ મી ટૂવાળીએ સાંભળી નથી લાગતી. કાં તો બાપ દેખાડ કાં શ્રાદ્ધ કર એવી (પત્રકાર-શિરોમણિ હસમુખ ગાંધીએ યાદગાર સંદર્ભમાં વાપરેલી) કહેવત પણ આ બહેનડીએ સાંભળી લાગતી નથી.
તમે જો કોઈને માબહેનની ગાળ આપો તો કાં તમારે એ શબ્દપ્રયોગને સાર્થક કરવો પડે કાં પછી એનાં પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે.
વિકાસ બહલ એક હોનહાર દિગ્દર્શક છે, પણ આ આક્ષેપ થતાં જ એના બીજા બે હોનહાર સાથી ડિરેક્ટરોએ એને કંપનીમાંથી કાઢી મૂક્યો, કંપની બંધ કરી દીધી અને એ બેઉ હોનહાર દિગ્દર્શકોએ વિકાસ બહલની વિરુદ્ધ મી ટૂ કરનારીને ટેકો જાહેર કર્યો. વિકાસે આ બેઉ વિરુદ્ધ કોર્ટમાં રૂ. 10 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. વિકાસે હવે આ કેસ મારે આગળ વધારવો નથી એવું કહેનારી મીટૂડી પર પણ બદનક્ષીનો દાવો માંડીને વાતને તાર્કિક અંત ભણી લઈ જવી જોઈએ જેથી (વધુ એક કહેવત) દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય.
મી ટૂ કરતાં તો કરી નાખ્યું પણ હવે આ મી ટૂવાળીઓ કોર્ટ કેસથી ડરતી થઈ ગઈ છે. એમ. જે. અકબરે જેવો એમની મી ટૂવાળી પર ક્રિમિનલ ડિફેમેશન કેસ કર્યો કે તરત જ મી ટૂવાળીએ કહ્યું કે આ તો મને ડરાવવાની કોશિશ કરે છે, ધમકાવવાની કોશિશ કરે છે.
અરે વાહ! તું આક્ષેપ કરીને છટકી ગઈ. હવે તારો આક્ષેપ જુઠ્ઠો છે એવું પુરવાર કરવા માટે કોઈ કેસ થાય છે તો તું કહે છે કે આ કેસ ડરાવવા માટે છે, મને ધમકાવવા માટે છે! લોજિક તો જુઓ બહેનનું. અકબરની આ મી ટૂવાળી સાથે બીજી દોઢ ડઝન મી ટૂવાળીઓ હમ ભી ડિચ (એક ઔર કહેવત જેની પાછળ એક આખી વાર્તા છે જેમાં એક મુસલમાન ભોજનની લાલચે ઔદિચ્ય બ્રાહ્મણોની ન્યાતમાં પહોંચી જાય છે) કરીને કૂદી પડી. આમાંથી કેટલીક મી ટૂવાળીઓ બાકીનીની સપોર્ટર છે કે અમે એ ઘટનાના સાક્ષી હતા. આમાંની ત્રણ મી ટૂવાળીઓ તો અત્યારે મુંબઈ સહિત દેશનાં બીજાં બે શહેરોનાં અગ્રણી છાપાંના ન્યૂઝરૂમ સંભાળે છે. આ ત્રણેયએ પેલીને સાથ આપતાં પહેલાં કે અકબર પર મી ટૂ કરતાં પહેલાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ જેથી આ ઘટનાના સમાચારને તેઓ ઈન્ફલ્યુઅન્સ ન કરી શકે. અકબરે તો કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને પોતાના પક્ષે તો દાખલો બેસાડ્યો જ છે.
અને લો, એડિટર્સ ગિલ્ડ જેવી પત્રકારોની પ્રતિષ્ઠિત સંસ્થા એમ. જે. અકબરને સલાહ આપે છે કે તમે કેસ પાછો ખેંચી લો! નવાઈની વાત છે. કોઈ તમારી સામે આક્ષેપ કરે તો તમારે ચૂપચાપ નીચી મૂંડી રાખીને એ આક્ષેપ સ્વીકારી લેવાનો એમ? કમાલની વાત કરે છે. એમ. જે. અકબર કૉન્ગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા એને બદલે તેઓ કૉન્ગ્રેસી જ હોત અને નરેન્દ્ર મોદીને બદલે રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં હોત તો મને ખાતરી છે કે એડિટર્સ ગિલ્ડ અકબરની પડખે રહ્યું હોત. ગિલ્ડનો ભૂતકાળ, વર્તમાન એવો જ છે. સેક્યુલર. ઍન્ટી હિન્દુ.
તનુશ્રી દત્તા નામનાં બહેને ‘આશિક બનાયા આપને’ ફિલ્મના પેલા ગીતમાં ઈમરાન હાશ્મી પાસે પોતાના કંચૂકીબંધની દોરીની ગાંઠ ખોલાવીને જે રીતે પોતાના જિસ્મની ઉમદા પ્રકારની નુમાઈશ કરી તે જોવાલાયક છે, વખાણવાલાયક છે, માણવાલાયક છે, પણ એ 2004ની વાત થઈ. આજે લગભગ દોઢ દાયકા પછી તમે દુર્ગા પૂજા દરમ્યાન આ બહેને પડાવેલો ફોટો જુઓ તો તમને ખાતરી થઈ જાય કે વસૂકી ગયેલીઓ જ મી ટૂ કરતી હોય છે એવું શા માટે કહેવાતું હોય છે. ઑફ ઑલ ધ પર્સન્સ રાખી સાવંતે તનુશ્રીની મી ટૂ બાબતે જાહેર ટીકા કરી. તનુશ્રીએ એને ‘ધમકાવવા, ડરાવવા’ રૂપિયા દસ કરોડનો બદનક્ષીનો દાવો ઠોકી દીધો. રાખી પણ ઓછી નથી. એણે વળતો પચાસ કરોડનો દાવો નાખ્યો.
આલોકનાથ બિચારા જ્યારે સંસ્કારી પુરુષ તરીકે કોર્ટમાં પોતાના પરના આક્ષેપો જુઠ્ઠા છે એ પુરવાર કરવા એમની મી ટૂ પર પ્રતીકરૂપે એક રૂપિયાનું વળતર માગતો ડિફિમેશન કેસ કરે છે ત્યારે એમની હમ્બલનેસની કદર કરવાને બદલે મીટૂડીઓને સપોર્ટ કરતા વિકૃત દિમાગવાળા જે મીડિયાવાળાઓ છે તેઓ આડકતરો ઈશારો કરીને એવી રીતે હેડિંગના શબ્દો ગોઠવે છે જાણે આલોકનાથની હાંસી ઉડાવતા હોય: તમારી આબરૂની કિંમત એક જ રૂપિયો છે.
મી ટૂવાળીઓને ચૂપ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય વૉટ્સઍપ પર ફરતી વિજય માલ્યાનું નામ વાપરીને થતી રમૂજમાં છે. પૂછે છે: વિજય માલ્યા સામે કેમ કોઈ મી ટૂ કરતું નથી? જવાબ છે: માલ્યા તો એમ કહેશે કે એને તો મેં મારી સાથે એવું કામ કરવા દે એ માટેના પૈસા ચૂકવી દીધા છે!
કાલ ઊઠીને તમારી સાથે કોઈ મી ટૂ કરે તો તમારી પાસે બે વિકલ્પ છે. કાં તો તમારે સ્ટેટમેન્ટ એવું આપવું કે મેં માત્ર હાથ કે બીજું કંઈ પકડવાની કોશિશ નહોતી કરી, રૂમમાં જઈને બધું જ કર્યું હતું, આખી રાત કર્યું હતું, એના કહેવાથી મારા બધા જ દોસ્તારોને બોલાવીને અમે બધાએ બધું જ કર્યું હતું. બીજો ઑપ્શન માલ્યાવાળો છે: અરે ભાઈ, એની સાથે એવું કરવાના પૈસા તો મેં એ જ વખતે રોકડા ચૂકવી દીધા છે. ઉપરથી વીસ ટકા ટિપ પણ આપી છે.
મી ટૂ મી ટૂ કરીને જે અભદ્ર વર્તન આ કેટલીક બહેનડીઓ કરી રહી છે એમની કે ભવિષ્યમાં એમના જેવી ઊભી થનારી અન્ય બુઝાઈ ગયેલી દીવાસળીઓની સાન ઠેકાણે લાવવા કાં તો કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવો પડે કાં પછી પેલા બે વિકલ્પોમાંનો એક પસંદ કરીને તમારું વર્ઝન ટ્વિટર પર મૂકવું પડે.
આજનો વિચાર
જે કૉન્ગ્રેસની ટિકિટ 2004માં પાંચ કરોડમાં મળતી, 2009માં 7 કરોડમાં અને 2014માં 1 કરોડમાં મળતી એ 2019 માટે ફ્રીમાં મળે છે. હજુ કેટલી મોંઘવારી ઓછી કરાવવી છે તમારે.
– વૉટ્સઍપ પર વાંચેલું
એક મિનિટ!
બકો: અલ્યા, પકા.
પકો: બોલ, બકા?
બકો: સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ રાતે 8થી 10 જ ફટાકડા ફોડી શકાશે બરાબર?
પકો: બિલકુલ બરાબર.
બકો: મારે એ જાણવું છે કે છેલ્લો ફટાકડો 09.59 વાગ્યે સળગાવ્યો હોય તે 10.01એ ફૂટે તો ચાલે કે એને ઠારી નાખવાનો? કોઈ સારા વકીલને પૂછી જોને, યાર.
perfect એક્દમ સચોટ aarticle ??
ઉપર જણાવેલ પુરૂષ વર્ગ ની વિષે આરોપો લાગતા પહેલાં પણ ઘણી વાતો છપાઇ ગઈ છે. આરોપો લગાવનાર સ્ત્રીઓ ને તેઓ જૂઠી છે તેવું માનીને આવી હલકી ભાષા વાપરવી એ પુરુષ પ્રધાન સમાજ ની cheap માનસિકતા નો પુરાવો છે.
જજ : તમને જયારે ખબર પડી કે તમારા પર રેપ થયો ?
જવાબ : ચેક બાઉન્સ થયો ત્યારે..
?
ખૂબ જ સાચો,સચ્ચોટ અને સુંદર લેખ….વાહ વાહ સર!!
Nice one
Wah! Sara’s article
Very right said. thanks.
સૌરભ સર,
આપે આ બધી મી ટુ વળીઓ ને બહેન કે બહેનડીઓ કહી તે આપણી બહેનો નું અપમાન લાગે છે… આપે તેમને માટે બાઈ કે એવો અન્ય કોઈ શબ્દ વાપરવો જોઈતો હતો…
એક નમ્ર સુચન…
મનિષ મહેતા.
રાજકોટ.
” Tit for Tat ” is the only remedy for such type of wild allegations and that too tried by the Super Supreme Court of So called Media who immediately decides the allegations as a charge and convicts the victims. Nice and perhaps the only way to fight against the Me too movement. Thanks for such a great and timely article.
Eno arth evo pan nathi ke jetla loko saame complain thai etle badha jode nirdosh chhe… Case in point is Aloknath, Subhas Ghai and Anu Malik. 2004 k 2005 na string operation ma Shakti Kapoor e Subhash Ghai vishe kidhelu j chhe ane ema Rakhi Sawant pan pakdai hati.