મુસ્લિમોને કોણ ચાહે છે? સેક્યુલરો કે હિન્દુઓ?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 27 નવેમ્બર 2018)

દેશમાં મુસ્લિમો પ્રત્યે કોને પ્રેમ છે? ડાબેરી સામ્યવાદી સેક્યુલરોને? કે પછી હિન્દુઓને?

આ દેશમાં મુસ્લિમોની કોને પરવા નથી? ડાબેરીઓ સામ્યવાદીઓ સેક્યુલરોને? કે પછી હિન્દુઓને?

સમજી વિચારીને જવાબ આપજો. વાંચતા થોડું રોકાઈ જવું પડે એમ હોય તો રોકાઈને વિચારજો. જવાબ મળે પછી બાકીનો લેખ વાંચજો.

તમે ક્યારેય કોઈ હિન્દુને એવું કહેતાં સાંભળ્યો છે કે આ ગીત તો મોહમ્મદ રફી નામના મુસલમાને ગાયું છે એટલે હું નથી સાંભળતો? તમે ક્યારેય કોઈને એવું બોલતાં સાંભળ્યો છે કે લતા મંગેશકર હિન્દુ છે એટલે હું એને જ સાંભળું છું – સુરૈયા કે નૂરજહાંને નહીં. દિલીપ કુમાર જેવા મહાન અદાકારથી માંડીને ફિરોઝ ખાન કે ઈવન કાદર ખાન સુધીના કળાકારો પૈસા કમાયા, કીર્તિ પામ્યા તે .85 ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશને કારણે. આજની તારીખે શાહરુખ – સલમાનથી માંડીને ઈરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી પૈસા કમાઈ રહ્યા છે હિન્દુઓની ચાહતને કારણે. ઈવન મુસ્લિમ ટૅક્સી ડ્રાયવરો, રિક્શા ડ્રાયવરો, દુકાનદારો, બિઝનેસમૅનો, પ્રોફેશનલ્સ આ દેશમાં થ્રાઈવ થઈ રહ્યા છે, કારણ કે હિન્દુઓએ એમને અપનાવ્યા છે, પોતાના ગણ્યા છે, એમની સાથે કોઈ વહેરોઆંતરો નથી રાખ્યો.

કોઈ ગણ્યાંગાંઠ્યા અપવાદ તમને મળે. કોઈ ગામમાં માથાભારે મુસલમાનો હોય તો એમની દુકાને નહીં જવાનું કે એમની રિક્શામાં નહીં બેસવાનું ગામવાળાઓ નક્કી કરે તો તે સ્વાભાવિક છે. કોઈ ગુંડો જન્મે હિન્દુ હોય અને ગામની બહેન-દીકરીઓની છેડતી કરતો હોય તો ગામવાળાઓ એનો પણ બહિષ્કાર કરવાના છે. પણ ડાબેરી ઝોક ધરાવતા મીડિયાવાળા મુસ્લિમ ગુંડાની બદમાશીને કારણે ગામવાળાઓ એની ખિલાફ થયા છે એવું નહીં કહે. આ વાતને કોમી રંગ આપી દેવામાં આવશે.

ડાબેરી સેક્યુલરોને શું મુસ્લિમો માટે પ્રેમ છે? ના. તેઓ મુસ્લિમોને હિન્દુઓની સાથે ખડા કરીને પોતાના ટૂંકા સ્વાર્થ સિદ્ધ કરવા માગે છે. મધ્ય પ્રદેશમાં ભાજપે એક મુસ્લિમ મહિલાને ટિકિટ આપીને ચૂંટણીમાં ઊભી રાખી છે. આજકાલ ઈન્ટરનેટ પર ફૂટી નીકળેલી ધ ક્વિન્ટ, ધ વાયર, ધ પ્રિન્ટ જેવી સેક્યુલરગીરી કરતી મીડિયાવાહિનીઓમાં ખળભળાટ મચી ગયો. આવી અડધો-પોણો ડઝન સેક્યુલર ભવાઈઓ કરતી સમાચારવાહિનીઓમાંની એકે તો રીતસરનો ઉપાડો લીધો અને ભાજપની પેલી મુસ્લિમ ઉમેદવારની જે મશ્કરી શરૂ છે, અલમોસ્ટ બેઈજ્જતી જ ગણો ને. ડાબેરીઓને કે સેક્યુલરોને મુસ્લિમો માટે પ્રેમ હોત કે મહિલાઓનો આદર કરતાં આવડતું હોય તો તેઓ ભાજપની આ મુસ્લિમ કેન્ડિડેટને માથે ઊંચકીને એનાં ગુણગાન ગાતાં હોત.

કાલ ઊઠીને આ દેશના મુસ્લિમો હિન્દુઓની તરફેણ કરીને રામ જન્મભૂમિ પર રામમંદિર જ બંધાવું જોઈએ એવી ઝુંબેશ ચલાવે તો મા કસમ, આ ડાબેરી પ્રજા મુસ્લિમોની ખિલાફ થઈ જશે. લખી રાખજો તમે.

ડાબેરીઓ એલ.જી.બી.ટી. કમ્યુનિટીને પણ એટલા માટે પંપાળે છે કે આ સમલૈંગિક તથા નાન્યતર પ્રજા હિન્દુ સંસ્કૃતિની સામે બગાવતે ઊતરી પડી છે. ક્ધિનર સમાજમાં અત્યંત આદરણીય ગણાતી લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (જેમનું થાણેની માનસ: ક્ધિનર નામની કથામાં પૂજ્ય મોરારિબાપુએ ઉચિત સન્માન કરીને પોતાની વ્યાસપીઠ જે મંચ પર હતી તે મંચ પર માનભર્યું સ્થાન આપ્યું હતું, એટલું જ નહીં લક્ષ્મીજીની તમામ સાથીઓને પણ યોગ્ય આદરથી સ્વીકૃતિ આપી હતી તે લક્ષ્મીજી)એ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામમંદિર જ બનવું જોઈએ એવું નિવેદન કર્યું તો આ સેક્યુલર પ્રજા તૂટી પડી લક્ષ્મીજી પર. આડેધડ, ગંદી ભાષામાં, કોઈ જાતના તર્ક વિના ડાબેરીઓ અને સેક્યુલરો પ્રેરિત સંસ્થાઓ લક્ષ્મીજી સામે અખબારી નિવેદનો કરવા લાગી, લક્ષ્મીજી વિરુદ્ધ સહી ઝુંબેશ શરૂ થઈ ગઈ. જ્યાં સુધી લક્ષ્મીજીએ પોતાના હિન્દુત્વને ખુલ્લામાં નહોતું આણ્યું ત્યાં સુધી આ સેક્યુલરો ખુશ હતા કે વંચિતોને સમાજમાં આદરભર્યું સ્થાન અપાઈ રહ્યું છે. પણ જેવી આ દેશની સંસ્કૃતિની કે પરંપરાની વાત આવી કે તરત ડાબેરીઓ પોતાની જાત પર ગયા, એમનામાં રહેલી અસહિષ્ણુતા ફટ દઈને પ્રગટ થઈ ગઈ.

આ દેશને મુસ્લિમોથી નથી બચાવવાનો, કૉન્ગ્રેસીઓથી પણ બચાવવાની જરૂર નથી. આ દેશનું જો કોઈ ખરું દુશ્મન હોય તો તે છે ડાબેરી વિચારસરણીવાળા લોકો. દુનિયા આખીમાં તેઓ કાળો કેર મચાવી રહ્યા છે, સરકારી વ્યવસ્થાતંત્રને તહસનહસ કરવા પર ઊતરી આવ્યા છે. ભારતમાં તેઓએ સેક્યુલરવાદનું મહોરું પહેર્યું છે. ભારતનું મૅજોરિટી મીડિયા તેઓ ક્ધટ્રોલ કરે છે, કારણ કે 70 વર્ષથી નહેરુવાદ (જે સેક્યુલરવાદનું બીજું નામ છે) ને લીધે એમને ભારતમાં બનતી તમામ સરકારોએ છૂટો દૌર આપ્યો છે.

આ સેક્યુલર મીડિયા એક તરફ મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતી રહે છે તો બીજી તરફ હિન્દુઓમાં આપસમાં ફાટફૂટ પડાવતી રહે છે. જેઓ એમની આ ગેમ સમજી નથી શકતા તેઓ બેવકૂફ બની જાય છે. અત્યારનો તાજો જ દાખલો લો. રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી અનાઉન્સ થઈ એ પછી આ બેઉ રાજ્યોમાં ભાજપની સ્થિતિ કમજોર છે એવું ગાણું રોજેરોજ આ મીડિયાવાળા ગાતા રહ્યા. હવે આપણને તો ઘરમાં બેઠાં બેઠાં કંઈ ગતાગમ પડે નહીં. એટલે આપણે પણ ટીવી જોઈ જોઈને, છાપાં વાંચી વાંચીને બોલતાં થઈ જઈએ કે ‘આ વખતે હવા ભાજપની વિરુદ્ધ છે’ અથવા ‘ભાજપને એન્ટી ઈન્કમબન્સી ફેક્ટર નડવાનું.’

જસ્ટ વિચારો તો ખરા. નોટબંધી વખતે દિવસરાત કેટલો બખાળો ઊભો કરતા હતા આ મીડિયાવાળા. આમ આદમીની કમ્મર તૂટી ગઈ વગેરે. પણ એક એટીએમનો કાચ તૂટ્યો ખરો? બાકી, તો રમખાણો થઈ ગયાં હોત. નોટબંધી ભારતના આર્થિક જગતના શુદ્ધીકરણ માટે, દેશની પ્રગતિ માટે એક ક્રાંતિકારી પગલું હતું તે હવે આખી દુનિયાના નિષ્ણાતો સ્વીકારે છે. પણ મીડિયા તમને તે વખતે ભરમાવતું હતું.

મીડિયા તમને રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી વિશે પણ ભરમાવે છે. જ્યારે એમણે કરેલાં પ્રી-પોલ સર્વેક્ષણોનાં તારણો પોતાના તરફી ન આવ્યાં ત્યારે એમણે કહેવાનું શરૂ કર્યું કે બુકીઓ કહે છે કે ભાજપ હારશે. ભલા માણસ બુકીઓ ક્યારથી આ દેશનું ભવિષ્ય નક્કી કરતા થઈ ગયા? આ શું કોઈ તમારી ક્રિકેટ મૅચો છે જેનું રિઝલ્ટ પહેલેથી ફિક્સ કરી દેવામાં બુકીઓને સફળતા મળે.

મધ્યપ્રદેશમાં કૉન્ગ્રેસ ફાવવાની નથી એવું સ્વીકારતાં મીડિયાને વાર લાગી. હવે તેઓ પોતે જ થૂંકેલું ચાટી રહ્યા છે કે મધ્યપ્રદેશમાં ભાજપને હરાવવો આસાન નથી, કારણ કે આ તો હિન્દુત્વનો ગઢ છે. રાજસ્થાનમાં ભાજપ જીતશે ત્યારે પણ મીડિયાના આ દલાલો પાસે ફરી એક વાર ‘તર્કબદ્ધ’ કારણો હશે: એમાં એવું હતું કે…

… તમ તમારે આવા ઍનેલિસિસો જોયા કરો, વાંચ્યા કરો અને ઉલ્લુ બન્યા કરો. મનોરંજન છે આ બધું. રાજસ્થાન-મધ્યપ્રદેશ કે પછી બાકીનાં ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જે પરિણામ આવે તે, 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીનો વાળ પણ વાંકો થવાનો નથી. 2014 કરતાં કમ સે કમ 10 ટકા (અર્થાત્ 28)થી વધુ સીટ્સ ભાજપને મળે છે. બુકી હોત તો દસના ભાવે બેટિંગ લેવાનું શરૂ કરી દીધું હોત.

આજનો વિચાર

તુમ જો બિછડે હો જલ્દબાઝી મેં,
યાર તુમ રૂઠ ભી તો સકતે થે.

– મેહસર અફરીદી

એક મિનિટ!

બકો: વિરાટ-અનુષ્કા ઈટલીમાં પરણ્યાં, પ્રિયંકા ચોપરા નિકની સાથે જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની, રણવીર-દીપિકા ઈટલી પરણીને આવ્યાં. પકા, તું ક્યાં પરણવાનું વિચારે છે?

પકો: ગામમાં પંચની વાડીમાં.

9 COMMENTS

  1. સત્ય ઉવાચ…..સર….વમપંથી (ડાબેરી) વિચારધારા જર્મની ના જન્મ શ્રોત થી લઇ ને આજ સુધી પુરા વિશ્વ માં ” જે જેવી રીતે તુટે , તેને તેવી રીતે તોડો” વિચાર ધારા દ્વારા દેશ નુ અહિત કરે છે, નેહરુ એ સત્તા માટે વામપંથી ના ઘૂંટણિયે પડી શિક્ષણ અને ન્યાય પ્રણાલી સોંપી હતી પણ આ 2018 વાળી કોંગ્રેસ તો આખે આખી દંડવત થઈ ગઈ છે…….

  2. હિન્દૂ ઓ એ આજ સુધી જેનો મક્કમતા થી વિરોધ કરવો જોઈતો હતો તેનો વિરોધ નથી કર્યો, પણ તેથી હિન્દૂ ઓ ને મળ્યું શું ?

    જે રાષ્ટ્ર આખો પોતાનો છે તેમાં નાના નાના અધિકારો સામે પણ હિન્દૂ ઓ નો સૌથી વધારે વિરોધ કરે છે કોણ ?

    ભારત નો જે કોઈ પણ વિસ્તાર હોય ત્યાં ખિતા શોર બકોર વાળા અવાજ થી, ગાળાગાળી થી, દાદાગીરી થી, અસ્વચ્છતા થી, ખૂન ખરાબી થી પોતાના બાપ ના દેશ મેં હિન્દૂ ઓ ને સૌથી વધારે આતંકિત કરે છે કોણ ?

    આપણે ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, બર્મા જેવા દેશો નો ઇતિહાસ વાંચ્યા પછી પણ મક્કમ થઈ ને આ દેશ માત્ર અને માત્ર મારો જ છે તે નહીં કહીયે તો આવનારા 50 વર્ષ માં નેક્સ્ટ નંબર ભારત નો છે.

    અને હા મોદીજી કેટલા વરસ ? જ્યાં સુધી હિન્દૂ ના બ્લડ માં નહીં ઉતરે ત્યાં સુધી નું આ બધું અવલંબન થિગળા માત્ર છે.

  3. કોંગ્રેસ અને ડાબેરીઓના દિલમાં મુસ્લિમોનું કોઈ હિત નથી એ હકીકત છે. કદાચ આ વાત હવે મુસ્લિમો પણ સમજી રહ્યા છે – સમજી ગયા છે, પણ બદમાશ મીડિયા એ સ્વીકારવા તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here