પંચમ સ્મરણ!

aઆજકાલ મારાં પુસ્તકો પ્રેસમાં મોકલવાની છેલ્લી ઘડીની દોડધામ ચાલે છે.

દિવાળી પહેલાં ડઝનેક પુસ્તકો બજારમાં આવી જશે એવું લાગે છે.

આજે કોઈ નવી પોસ્ટ મૂકવાને બદલે આમાંના એક પુસ્તકનાં ફાઇનલ પ્રૂફ જોતાં મને ગમી ગયેલાં મારા જ કેટલાંક વાક્યો તમારી સાથે શેર કરું છું:

જે  પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે એ સાચો પ્રેમ

આજના સમૃદ્ધ અનુભવો આવતી કાલે રચાનારા તમારા ભૂતકાળને સમૃદ્ધ બનાવતા રહે છે

માણસના ખૂબ જ અંગત મિત્રોની યાદીમાં સૌથી પહેલું નામ એનું પોતાનું હોવું જોઈએ

જિંદગી આખી એક ચમત્કાર લાગે એ રીતે ઉપરવાળો ત્યાં બેઠાં બેઠાં આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.

કોઈ પણ સંબંધનું ખરું મુલ્ય બે વ્યક્તિની પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે

આજે બસ આટલું જ.

આ પાંચ વાક્યો મારા બ્લોગ મિત્ર અને ઉમદા કવિ પંચમ (શુક્લ)ને અર્પણ.

તમને આમાંથી કયું વાકય ગમ્યું ?

`પર્સનલ ડાયરી’ના અગાઉના લેખો વાંચવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here