ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ
(newspremi.com, શનિવાર, ૧૪ માર્ચ ૨૦૨૦)
પૃથ્વી પરથી માનવજાતનો અંત આવવાનો હોય એવો માહોલ છે. કોણે સર્જ્યું છે આ વાતાવરણ? કોરોના વાયરસે? ના. મિડિયાએ? ના, મિડિયાએ તો માત્ર આ વાયરસ ફેલાવ્યો છે, એનો આતંક ઊભો કર્યો છે. ડરનો માહોલ ઊભો કર્યો છે ગહલોતો, કેજરીવાલો અને ઉદ્ધવોએ – એમની સત્તા હેઠળની રાજ્ય સરકારોએ.
કેન્દ્ર સરકારે વાજબી રીતે પરદેશથી આવનારાઓ પર નિયંત્રણ મૂકી દીધું. કેન્દ્ર સરકારે પરદેશથી આવનારાઓના સ્ક્રિનિંગ માટે, ડાઉટફુલ જણાય ત્યાં વિગતવાર તપાસ માટે અને જરૂર પડે ત્યાં આઈસોલેશન માટે કે પછી સારવાર માટે ઉત્તમ પગલાં લીધાં. સમયસર લીધાં. વુહાન, ઈટલી, ઈરાન વગેરેમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા યુદ્ધનાં ધોરણે વિમાનો-ડૉક્ટરો તથા તપાસ લૅબોરેટરીની પણ કરોડો રૂપિયાના ખર્ચે વ્યવસ્થા કરી. કોરોનાથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ લેવી એ વિશેપણ પૂરતો પ્રચાર કર્યો અને પાયાની વ્યવસ્થા કરી. માસ્ક તથા સેનેટાઈઝરનાં કાળા બજાર ના થાય એ માટે એને ઈસેન્શિયલ ગુડ્સની યાદીમાં મૂકવાની ઘોષણા કરી. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને તેમ જ ‘સાર્ક’ના પડોશી દેશોને ભયભીત ન થવાની પરંતુ સાવચેતી રાખવાને રૂબરૂ અપીલો કરી. કેન્દ્ર સરકારે પોતાની બધી જ મશીનરી કામે લગાડીને આ બાબતે જે કંઈ કરવું જોઈએ તે બધું જ કરવા માટે સમગ્ર વ્યવસ્થાતંત્ર કામે લગાડી દીધું. મોદીને દેખાડો કરવામાં નહીં કામ કરવામાં અને પરિણામ લાવવામાં રસ છે એ વાત ફરી એકવાર પુરવાર થઈ.
અને ફરી એકવાર પુરવાર થયું કે રાજસ્થાનની કૉન્ગ્રેસ સરકારને, દિલ્હીની આપ સરકારને કે મહારાષ્ટ્રની મિસળ સરકારને માત્ર દેખાડાઓ કરવામાં જ રસ છે. કામ કરવાની ન તો દાનત છે, ન આવડત છે. પરિણામમાં નહીં પ્રચારમાં રસ છે.
પહેલું પગલું કેજરીવાલે લીધું. ધડ દઈને દિલ્હીની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં રજાઓ જાહેર કરી દીધી. જાણે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ કોરોના પ્રૂફ હોવાના. મહારાષ્ટ્રે તો હદ કરી દીધી. થિયેટરો પણ બંધ કરી દીધાં. જાહેર સમારંભો પર પાબંદી આવી ગઈ. દીક્ષા સમારંભો કે બેસણાં – પ્રાર્થનાસભા પણ નહીં. અને વળી આ પાબંદી માત્ર મુંબઈ, થાણે, પૂણે, પિંપરી, ચિંચવડ, નાગપુર પૂરતી જ. જાણે બાકીનું મહારાષ્ટ્ર કોરોના પ્રૂફ હોય. શાળાઓમાં પણ છુટ્ટી. તો પછી ભઈશાબ ઑફિસોમાં કેમ નહીં? રાજસ્થાનમાં તો મૉલ પણ બંધ કરાવ્યા. મુંબઈમાં મુખ્યમંત્રીએ લોકોને મૉલ-રેસ્ટોરાંમાં નહીં જવાની સૂચના આપી. લોકલ ટ્રેનો તો ચાલે છે, બસો પણ ચાલે છે. શું ત્યાં કોરોના વાયરસને જવાની મનાઈ છે? મૉલમાં નહીં જઈને લોકો સાદી દુકાનોમાંથી ખરીદી કરશે તો ત્યાં કોરોના વાયરસ નહીં હોય એની કોઈ ગેરન્ટી છે? અરે, એમેઝોનની ડિલિવરી આપવા આવેલો એકલ દોકલ ડિલિવરી બોય પણ આ રોગનો વાહક બની શકે છે. મહારાષ્ટ્રમાં દસમા-બારમાની પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે. શાળા-કૉલેજો ભલે બંધ રહેતી જાણે કોરોના થિએટરોમાં મનોરંજન માટે જનારા નવરા લોકો સામે ખાર રાખવાનો હોય પણ જિંદગીમાં કંઈક કરી બતાવવા માટે પરીક્ષાઓમાં બેસનારા મહેનતુ વિદ્યાર્થીઓને છોડી દેવાનો હોય.
ભયનું વાતાવરણ આ લોકોએ ઊભું કર્યું છે. અને ઊભું કરે છે આપણી વૉટ્સઍપ યુનિવર્સિટીઓ. કોઈ સંદર્ભ જાણ્યાકર્યા વિના ભડકાઉ ફેસબુક પોસ્ટનાં ગુજરાતી અનુવાદો ઠોકમઠોક કર્યા કરે છે. કોઈ હોસ્પિટલમાં કોરોનાનો નાનો દર્દી આવ્યો તો ત્યાંના સ્ટાફને અગમચેતીરૂપે આયસોલેટ કરી દેવામાં આવે તે સ્વાભાવિક છે. આપણાવાળાઓ આ જાણીને અફવાઓના ખડકલા ઊભા કરશેઃ હોસ્પિટલનો બધો સ્ટાફ કોરોનાથી ઈન્ફેક્ટ થયો. આયસોલેશન અને ઈન્ફેક્શન વચ્ચેનો તફાવત ભણેલાઓને પણ સમજાવવો પડે એવું ભડકાઉ વાતાવરણ સર્જાયું છે જે બિલકુલ બિનજરૂરી છે.
શાળાઓ, થિએટરો કે મૉલ બંધ કરી દેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મળવાનું નથી કારણ કે ટ્રેનો, બસો વગેરે અનેક જાહેર જગ્યાઓમાં આ સંક્રમણ થઈ શકે છે. શાળા-થિએટરો-સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં સરકારે ફતવો બહાર પાડવા સિવાય બીજું કશું કરવાનું નથી. માત્ર પ્રચારના પ્રકાશમાં મહાલવાનું છેઃ અમે અમારાથી બનતું બધું જ કરી છૂટ્યા છીએ એવું સર્ટિફિકેટ મળી જાય એટલે ગંગા નાહ્યા.
બધે શટર પાડી દેવાને બદલે, બધું સ્થગિત કરી દેવાને બદલે કે બધે પ્રતિબંધ મૂકી દેવાને બદલે સાવચેતીનાં પગલાં લેવા માટે મહેનત કરવી પડે, જેનું ઉત્તમ વર્તમાન ઉદાહરણ છે આજથી શરૂ થયેલી પૂજ્ય મોરારિબાપુની રાજુલા(રામપરા)ની રામકથા. આ કથા ન થાય એ માટે જાતજાતના લોકોએ પ્રયત્નો કર્યા – કોરોનાના નામે. વાસ્તવમાં એ વિરોધીઓને દુઃખતું’તું પેટ ને તેઓ કૂટતા’તા માથું. પૂ. બાપુએ સાવરકુંડલામાં પોતાની કથા દ્વારા વિશાળ નિઃશુલ્ક હૉસ્પિટલનો સફળતાપૂર્વક આરંભ કર્યો. હવે રાજુલામાં એક હજારથી પંદરસો દર્દીઓનો સમાવેશ કરી શકે અને એક પણ રૂપિયો લીધા વિના સંપૂર્ણ સારવાર આપનારી ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ નામની હૉસ્પિટલ બાંધવા તથા ભગવાનના મંદિર માટે ‘માનસ મંદિર’ શિર્ષકથી પૂ. બાપુએ રામકથાનો આરંભ કર્યો, ગુજરાતના આરોગ્ય ખાતાની પરવાનગી સાથે. તમામ સાવચેતીનાં પગલાં સાથે. કથા દરમ્યાન ચોવીસ કલાક ડૉક્ટરની સેવા, સેનેટાઈઝર, માસ્ક વગેરે સાથેની પૂરતી તૈયારી. કથામંડપમાં શ્રોતાઓ એકબીજા સાથે બે-ત્રણ ફૂટનું અંતર રાખીને બેસે એવી જાહેરાત વ્યાસપીઠ પરથી કરવામાં આવી. ગુજરાત બહારના તથા ભારત બહારના શ્રોતાઓને ટીવી પર જ કથાશ્રવણ કરવાની સૂચના અગાઉથી જ અપાઈ ગઈ હતી.
અને આ બધી સાવચેતીઓ લીધા પછી ન કરે નારાયણ ને કશુંક અઘટિત બને તો પૂ.બાપુએ કથા અધવચ્ચે અટકાવીને ઘરભેગા થઈ જવાની તૈયારી પણ બતાવી. નૉર્મલી તેઓ આવું ક્યારેય કરતા નથી. કપરામાં કપરા અને આભ તૂટી પડે એવા સંજોગોમાં પણ એમણે નવ દિવસની કથા પૂરી કરી છે – એકાદ અપવાદને બાદ કરતાં. પણ વ્યાસપીઠ પરથી એમણે કહ્યું એમ ‘મને માત્ર ગુજરાત જ નહીં, ભારતનાં જ નહીં, સમગ્ર વિશ્વના તમામ લોકોની સુખાકારીની ચિંતા છે, સૌના આરોગ્યની ફિકર છે.’
આ ઉપરાંત કોરોના વાયરસના કારણે એમણે નેપાળની કથા રદ કરી છે તેમ જ આગામી અન્ય કથાઓ પણ રદ કરવાની તૈયારી બતાવી છે, જરૂર પડી તો.
કેજરીવાલ-બેજરીવાલે અને ઉદ્ધવ-બુદ્ધવે પૂજ્ય મોરારિબાપુની આ કથામાંથી શીખવાનું છે. શાળાઓ-થિએટરો-સમારંભો બંધ કરીને પૅનિક ફેલાવવાને બદલે સાવચેતીનાં પગલાં લઈને બધું જ ચાલું રાખ્યું હોત તો દેશમાં અત્યારે એવો માહોલ ન સર્જાયો હોત કે આ દુનિયાનો અંત આવી રહ્યો છે.
આજનો વિચાર
Be positive. It takes great effort in the midst of all negativity floating around.
છોટી સી બાત
મંદિરની આરતી પછી પૂજારી પ્રસાદ આપતા હતા. બકાની હથેળીમાં પણ બે ટીપાં નાખ્યા.
બકોઃ આ તો કડવું છે.
પૂજારીઃ ડફોળ, સેનેટાઈઝર છે. પ્રસાદ આપવાનો હજી બાકી છે.
હવે આપણે શું કહી શું ?
કેજરીવાલ અને ઉદ્વવ સાચા હતા કે ખોટા ?
તેમના પગલાં બરાબર હતા કે નહિ કે અધૂરા હતા ?
આપનો લેખ થોડો વેહલો લખાઈ ગયો હોય એવું નથી લાગતું?
રહી વાત મોરારી બાપુ ની તો એ વિશે કંઈ કેહવુ ઉચિત નથી.
જય જગદંબા
?️?️♈
કરોના સાથે કેજરીવાલ કે ઉદ્ધવ કે ટૂકડા ગેંગ વાળા રાજકારણીઓનું સચોટ વિશ્લેષણ.
સૌરભ શાહ શું ઇટલી, સ્પેન, પોલેન્ડ, અમેરિકા ની સરકાર ગાંડી છે? માનીએ કે અમુક રાજકારણીઓ એ આડેધડ પગલાં લીધાં છે. I think you need to change your perspective and viewing angle.
Very well replied. Italy 24 hours 368 then 547 . Is this a joke saurabh,bahi. They write an article just for time pass
Respected Saurabhji, this is the time of complex season so common cold and cough is normal , but inbetween this Corona has made the chaos in our mind. Very timely article by you for proper awareness in public. Thank you so much.
Samay ni maang chhe ke loko ne himmat aapvi and aasha aapvi. Pujya Morari Bapu ne prabhu na aashirvaad thi safallta maale tevi shubkaamna. Temni Pahel and Tamara Schot lekh ne Sanmaan purvak Namskaar.
SAMAY NI MAANG ANUSAAR SACHOT LEKH.
EXCELLENT.
KEEP IT UP & UP.
SKY IS THE ONLY LIMIT.
I agree with you. Unnecessarily create havoc by politian.
I fully agree. Even my name appeares no problem. Unnecessarily panic karvama avi rahu che. Manaso ghar ma saman, grossery bharva lagya che. Koi thos kadam jem ke ashwasan ne badle -vety felavi rahaya che. 2004, 14 ma pan visas avi gaya ta. Panic Kari ne manaso ghabrava lagya che.
To the point. સરસ બહુજ સરસ ? ? ?
Saurabh bhai, aanathi sari samaj seva biji koi na hoi shake
Salam, Salam, salam