કોરોના કોને કારણે ફેલાય છે? મિડિયાને કારણે

ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

(newspremi.com, શુક્રવાર, ૧૩ માર્ચ ૨૦૨૦)

હું કંઈ ડૉક્‌ટર નથી કે કોરોના વાઈરસ વિશેના તમારા જ્ઞાનમાં ઉમેરો કરી શકું. હું દર્દી પણ નથી. જન્મથી અત્યાર સુધીની આવરદા મોર ઓર લેસ તંદુરસ્તીભરી રહી છે. નૉર્મલ માણસોને થાય એવી નાનીમોટી બીમારીઓ બાવજૂદ ચિંતાને કોઈ કારણ નથી અને આવુંને આવું ચાલ્યું તો બાકીનાં ૪૦ વર્ષ પણ સુખરૂપ પસાર થઈ જશે અને વંદનીય કે.કા.શાસ્ત્રી તથા આદરણીય નગીનદાસ સંઘવીની સાથે આપણું નામ પણ શતાયુ ગુજરાતી લેખકોની યાદીમાં ઉમેરાઈ જશે. અને શક્ય એ પણ છે કે અત્યારે જે લખી રહ્યો છું તે જ લેખ આવી નોંધ સાથે પણ પ્રગટ કરવો પડેઃ “સ્વર્ગસ્થની કલમે લખાયેલો આ અંતિમ લેખ એમના વાચકો સાથે શેર કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.” (આનંદની લાગણી, લેખ શેર કરીએ છીએ એની. એમના મૃત્યુની નહીં, પાપીઓ).

કોરોના વાયરસ મિડિયાને કારણે વધુ ફેલાયો છે. મિડિયા દ્વારા ઊભા થયેલા અતિશયોક્તિ ભરેલા ડરના માહોલને લીધે સરકારોએ પણ ‘જલદ’ પગલાં લેવા પડ્યાં છે. બ્રિટન, અમેરિકા અને ભારતની સરકારોએ મિડિયા તથા રાજકીય વિરોધીઓ એમને ‘નિષ્ક્રિય’ ન કહે એ માટે કેટલાક બિનજરૂરી ‘જલદ’ પગલાં લીધાં છે. જે મિડિયા ગઈકાલ સુધી એમ કહેતું હતું કે સરકારી હૉસ્પિટલોમાં લાખો માસ્કનો ખડકલો કરીને સરકાર પબ્લિકના પૈસા વેડફી રહી છે એ મિડિયા સરકારને અગમચેતી બદલ શાબાશી આપવાને બદલે વિપક્ષી બૅન્ડવેગનમાં જોડાઈને બિનજરૂરી ટીકા પર ટીકા કરી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ એવા લેફ્‌ટિસ્ટ ડેમોક્રેટ બર્ની સેન્ડર્સથી માંડીને નરેન્દ્ર મોદી સામે એક જંતુ જેવું તુચ્છ અસ્તિત્વ ધરાવનાર રાહુલ ગાંધી જેવા રાજકારણીઓ તથા વિપક્ષના પિઠ્ઠુ જેવા રાજદીપ સરદેસાઈઓ તથા શેખર ગુપ્તાઓ કોરોના વાયરસ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

જગતના શેરબજારો, અપેક્ષા મુજબ, કૉલેપ્સ થઈ રહ્યાં છે. ભારતમાં પણ એ જ હાલત છે. દેશના અર્થતંત્રનુ સ્વાસ્થ્ય સ્ટોક માર્કેટ નક્કી નથી કરતું. શેર બજાર અફવાઓ, અટકળો, કલ્પનાઓ, સંભાવનાઓ તેમ જ મેનિપ્યુલેટરોથી ચાલે છે. મનમાં પૈણું ને મનમાં રાંડું જેવી હાલત મોટા ભાગના શેર બજારિયાઓની હોય છે નૉશનલ પ્રોફિટ અને નૉશનલ લૉસ.

કોરોના વાઈરસ હવાથી ફેલાતો નથી. માસ્કની જરૂર એ લોકોને જ છે જેઓને અત્યારે શરદી-ખાંસી થઈ છે. બધા માટે માસ્ક જરૂરી નથી. પરદેશથી દિલ્હી કે મુંબઈના ઍરપોર્ટ પર ઉતરતા ભારતીયો તેમ જ વિદેશીઓ ભારત સરકારે કરેલી ઉત્તમ વ્યવસ્થાઓથી ખુશ છે. જેએફકે કે હિથરો પર આવી સગવડ નથી એવું એમનું કહેવું છે.

મિડિયાની ઉશ્કેરણીના પરિણામે શેર બજાર સહિતની બધી જ બજારોમાં ભેડચાલ શરૂ થઈ ગઈ છે. આ પૅનિકને કારણે લોકો ઘરમાં ૨૫ – ૨૫ કિલો નમકનો સંગ્રહ કરતા થઈ ગયા છે! વિદેશના અને હવે તો દેશી મૉલમાંથી પણ ટૉયલેટમાં વપરાતા ટિશ્યુ પેપરના રોલ્સની તંગી થઈ ગઈ છે. ભારત સદીઓથી ‘લોટે જનારો’ દેશ છે. શૌચક્રિયા પછી પાણી વાપરવાની સૌને ટેવ છે. આપણે માત્ર ‘નહાતા’ નથી ‘ધોઈએ’ પણ છીએ. નહાવુંધોવું જાણે એક જ શબ્દ છે એવું લાગે પણ બંને ક્રિયાઓ જુદી જુદી છે. પરદેશમાં, વિશેષ કરીને અમેરિકામાં ધોવાની ક્રિયા પ્રચલિત નથી માટે ત્યાં ટિશ્યુ પેપર વાપરીને કામ ચલાવાય છે. ટિશ્યુ પેપરથી કશું ‘ધોવાનું’ નથી માત્ર ઉપરછલ્લી ‘સફાઈ’ થાય છે. ગોબરાઓ. આ સફાઈ કરતી વખતે હાથ-નખ પર પણ તેના અવશેષ રહી જાય જેને કારણે સાબુથી ઘસી ઘસીને કે સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જરૂરી બની જાય. આપણે ત્યાં અગાઉ હાથ ધોવા માટે ચૂલાની રાખ વપરાતી જેમાં નૈસર્ગિક એન્ટિ-બાયોટિક રહેતાં. આજની તારીખેય સ્વામી રામદેવની પતંજલિ પ્રોડક્‌ટ્‌સનો સૌથી સસ્તો સાબુ વાસણ ઘસવા માટેનો છે જે રાખમાંથી બને છે. ક્યારેક વાપરી જોજો. આપણો સમાજ ટૉયલેટમાં ટિશ્યુ પેપર નથી વાપરતો એટલે ઘણી બધી ગંદકીથી મુક્ત છે. એક જમાનો હતો જ્યારે ટિશ્યુ પેપર વાપરનારાઓ આપણાને સ્વચ્છતા અને હાઈજિનના પાઠ ભણાવવા આ દેશમાં ઊતરી પડતા. હવે જમાનો બદલાયો છે. 

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી એક મૃત્યુ થયું છે. એ વૃદ્ધ મુસ્લિમ સાઉદી અરેબિયાથી આવ્યા હતા. ભારતની બહારથી આવનારાઓ આ રોગમાં સપડાયા છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે અને એટલે જ સરકારે એક મહિના સુધી તમામ વિઝા રદ્દ કરી નાખ્યા છે— અપવાદોને બાદ કરતાં. પણ આ અગમચેતીના પગલાને કારણે પૅનિક થવાની કોઈ જરૂર નથી. 

જાણકાર ડૉક્ટરોનું કહેવું છે કે કોઈપણ વાયરલ ઈન્ફેક્શન ચેપી હોવાનું જ છે. આ કંઈ નવી વાત નથી. અસ્થમા કે એવી કોઈ અન્ડરલાઈઁગ બિમારી ઑલરેડી જેને હોય એમના માટે વાઈરલ ઈન્ફેક્શન જેવા સંભાવ્ય રોગોનો સામનો કરવાનું કપરું જ હોવાનું. અને આ કંઈ નવી નવાઈની વાત નથી. જૂની ને જાણીતી વાત છે. ચેપ લાગવાથી કે વાઈરલ ઈન્ફેક્શનથી આવી વ્યક્તિનું ગમે ત્યારે મોત થઈ શકે છે એ જાણીતી વાત છે.

પણ કોરોના વાયરસના નામે આ જાણે કે કોઈ નવી નવાઈની વાત હોય એવો પ્રચાર થઈ રહ્યો છે જેનો લાભ લેવા અનેક લેભાગુઓ બજારમાં આવી પહોંચ્યા છે. વધુ આવતી કાલે. 

આજનો વિચાર

ભારતીયતા ફેલાવવા અને શાહીનબાગોમાંથી લોકોને ભગાડવા માટે કોરોના કા ડર અચ્છા હૈ! 

— એક પત્રકારનો મત

છોટી સી બાત

નિફ્ટી અને સેન્સેક્સ 00 કરીને નવેસરથી ચાલુ કરો.

14 COMMENTS

  1. It’s time you increase your horizon beyond Gujarati readers, Saurabh bhai. People need precise analysis which is your forte.

  2. સાંપ્રતકાલીન ‌‌‌સમસ્યા ખૂબ ધારદાર રીતે ઉજાગર કરવાની આપની ‌‌‌વિશિષ્ટ શૈલી મને અત્યંત અસરકારક લાગે છે, સૌરભભાઇ ખૂબ ખૂબ અભિનંદન અને આપ દીર્ઘાયુ થાઓ‌ એવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

  3. Media made so much fear, that people are buying from Grocery store in US like mad as if everything will get over. Like Cow will not give milk tomorrow and chicken will not give eggs! They are fighting for toilet tissue rolls. Information in your article is superb and 100% agreed on this. Media also wishes that India should have more cases, if they are not getting good numbers then they are saying government is under reporting. They want both the side of the coin belongs to them.
    Follow heath expert’s guideline and follow good hygiene and don’t fear from Covid-19.

  4. એમની સાચી હશે, પણ લોકો ને એનું જ્ઞાન હોવું આવશ્યક છે અને સાવચેતી રાખવી જરૂરી છે

  5. સૌરભ ભાઈ તમારા સચોટ અને સ્પષ્તાપૂર્વક ના લેખો વાંચી ને શેર લોહી ચડે છે, પણ આજ નો લેખ વાંચીને તો સવાયું લોહી ચડ્યું છે. ભગવાન આપ ને શતાયુ જીવન બક્ષે (એ તમારી ઈચ્છા પણ અને અમારી સૌ ની પણ) એ ઈશ્વર ને પ્રાર્થના. Jsn

  6. પેલી નિફ્ટી ઝેરો વાળી વાત બહુ ગમી ગઈ.!
    🙂

  7. 100% agreed. Yesterday I passed comments in Times of India on Rahul Gandhi press conference regarding all of its you written in your above article. Thanks.

  8. Absolutely correct Saurabh bhai! U explained in a simple way… its a bitter reality!
    Salute to u for this bold n clear sharing!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here