ઉદારદિલ મોદીજીએ માફી આપી દીધી પણ દુનિયા એ જાહિલ વાંદા-વાંદીઓને માફ નહીં કરે : સૌરભ શાહ

સારું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બડપ્પન દાખવીને છુંછાં જેવા વાંદા-વાંદીઓને માફ કરીને આ મામલાઓમાં કોર્ટ કચેરી થાય અને વિરોધીઓ નીતનવા મુદ્દા ઉછાળવાનું શરૂ કરે તે પહેલાં ફરી એકવાર એમના ફુગ્ગામાંથી હવા કાઢી લીધી.

વડા પ્રધાને પરમ દિવસે એક ઔર, પાંચમી, રીલ ઇન્સ્ટા પર બનાવીને મૂકી છે. ત્રણ મિનિટના આ સંદેશામાં એમણે કહ્યું, “હાય, ફ્રેન્ડ્સ! આજ તો મન કરતા હૈ બસ આપસે હી બાત કરું. જંતરમંતર પર જો કુછ ભી હુઆ દેશ ઔર દુનિયાને દેખા હૈ. કુછ શરારતી બચ્ચોંને ભદ્દી ભદ્દી ગાલિયાં બોલી. કિસી ભી સભ્ય સમાજ કો શોભા ના દે ઐસે શબ્દોં કા પ્રયોગ કિયા ગયા. મુઝે તો ગાલિયાં દી ગઈ, મેરી સ્વર્ગીય માતા કો ભી ગાલિયાં દી ગઈ. ન જાને કિતના ભદ્દા સ્વરૂપ થા. લેકિન મૈં આજ બાત કરના ચાહતા હૂં કિ બચપન મેં ગલતિયાં હોતી હૈ. ઔર બચપન મેં ગલતિયોં સે સુધરને કા અવસર ભી હોતા હૈ. ઔર યહી તો બચપના હૈ. ઔર ઇસલિયે મેં સમાજ કે અંદર (આ ગાલીબાજો માટે) જો આક્રોશ હૈ ઉસકો ભલીભાંતિ સમઝ સકતા હું. એક કલ્ચરલ શૉક હૈ કિ હમારી બેટિયાં ઇસ પ્રકાર કી ભાષા કૈસે બોલ સકતી હૈં? લેકિન સમય હૈ ઇન બચ્ચોં કો ગલે લગા કે રાહ દિખાને કા. યે ગુમરાહ બચ્ચે હૈં, ઉન કો રાહ દિખાના હમારા કામ હૈ. ઉન કો સઝા દેના, અદાલતોં કે ચક્કર કટવાના, સમાજ મેં ઉન કો પ્રતાડિત કરના, ઇસ સે હમ પરિસ્થિતિયાં નહીં બદલ પાયેંગે. મૈં ઉન્હેં માફ કરના ચાહતા હૂં. સમાજ ભી મેરી ઇસ બાત કો સ્વીકાર કરે ક્યોંકિ મેરે મન મેં એક હી ભાવ હૈ— કભી કભી દાંતોં તલે હમારી જીભ આ જાતી હૈ, ખૂન નિકલ આતા હૈ. લેકિન હમ દાંત તોડતે નહીં હૈ. ક્યોં કિ દાંત ભી હમારે હૈ, જીભ ભી હમારી હૈ. બચ્ચેં ભી હમારે હૈં. ઔર ઉન્હેં રાહ દિખાના હમારા કામ હૈ. ગુમરાહ કો રાહ દિખાના કઠિન હોતા હૈ લેકિન કઠિન કામ હમ કો કરના હૈ. ઔર ઇસલિયે આઓ, મૈં ઇન બચ્ચોં કો કહેતા હૂં, બચ્ચોં આઓ, હમ દેશ કે લિયે સાથ મિલકર આગે બઢેં. કુછ નયા સીખેં, ગલતિયોં સે ભી સીખેં, અપને સપનોં કો લે કર ચલ પડેં. દેશ બહોત આગે બઢ રહા હૈ, આગે બઢને વાલા હૈ ઔર આપકા ભી આગે બઢના નિશ્ચિત હો યહી મેરા સપના હૈ. મૈં આપ કે લિયે જીતા હૂં, આપ કે ઉજ્જ્વલ ભવિષ્ય કે લિયે ખપતા હૂં. આઓ, હમ મિલ કર દેશ કો આગે બઢાયેં. બહોત બહોત ધન્યવાદ, દોસ્તોં. બસ આઓ, ગલતિયોં સે સીખો, આગે બઢો.”

મોદીની આ ત્રણ મિનિટ કરતાં પણ નાની વીડિયોમાં એમણે ત્રણ વાત ભારપૂર્વક કહી દીધી: એક: આ નાદાન છોકરા-છોકરીઓએ મર્યાદા ગુમાવીને તદ્દન અસંસ્કારી ભાષામાં ન કહેવાનું કહી દીધું. બે: આખી દુનિયાએ આ જોયું-સાંભળ્યું પણ એ સૌને માલુમ થાય કે આ કંઈ અમારા દેશની સંસ્કૃતિ નથી. આ તો ગણ્યાંગાંઠ્યાં ગુમરાહ છોકરા-છોકરીઓની નાદાનિયત છે. આ ડઝન બેપાંચ ડઝન ગાલીબાજો દેશની ત્રીસથી પચાસ કરોડની સંખ્યા ધરાવતી જેન-ઝીનું પ્રતિનિધિત્વ નથી કરતા. અને ત્રીજી વાત: તમે જે ગંભીર ભૂલો કરી છે તે સુધારી લેવાની તમને તક આપવામાં આવી રહી છે. સુધરી જાઓ, તમારું ભવિષ્ય બરબાદ કરવાને બદલે દેશના ઉજ્જ્વળ ભવિષ્યને સંવારવાના કામે લાગી જાઓ.

મોદીના આ ટૂંકા, સચોટ અને સમયસરના સંદેશાની કૉન્ગ્રેસના નોકરો તથા ‘આપ’ના વેઠિયાઓ હાંસી ઉડાવી રહ્યા છે, કેટલીક યુટ્યુબ ચેનલો તથા ડિજિટલ પ્લેટફોર્મની ચિબાવલીઓ દ્વારા મોદીને ઉતારી પાડવાની હરકતો થઈ રહી છે.

જે બાબાબેબીઓને કોક્રોચોની પાર્ટી પૂરી થયા પછીનો 600 ટનનો કચરો દેખાવાને બદલે આંદોલનકારીઓ હાથમાં ગ્લવ્ઝ પહેરીને કચરો વીણવાનું નાટક કરતા હતા તે જ દેખાય છે, તે જેન-આલ્ફા જેટલી અક્કલ ધરાવતા (અને જેન-બીટાની જેમ બળોતિયામાં છીછીપીપી કરતા) ‘ધ સ્ક્રોલ’ વગેરેના સ્વઘોષિત રાજકીય વિશ્લેષકોને ગળે મોદીની આ ત્રણ મિનિટની ક્લિપ નહીં ઉતરે.

આ લેફ્ટિસ્ટ બદમાશો કોઈ પણ સીધા-સ્પષ્ટ મુદ્દાને પોતાનો નરેટિવ સેટ કરવા માટે ભટકાવી દેતા હોય છે, ફંટાવી દેતા હોય છે, ડિફ્લેક્ટ કરી દેતા હોય છે. આ એમની જૂની મોડસ ઑપરેન્ડી છે. દીવા જેવી સ્પષ્ટ વાતને કૃત્રિમ વાવાઝોડું સર્જીને ધૂંધળી બનાવી દેવાનમાં એમની હથોટી છે. કૉન્ગ્રેસીઓને, મોદી વિરોધી પિઠ્ઠુઓને તથા વામપંથી લિબરાન્ડુઓને આ કપટ ગળથૂથીમાં મળ્યું છે. નહેરુના સમાજવાદ અને જૂના રશિયા-ચીનના સામ્યવાદે/ માઓવાદે એમને આ જ શીખવાડ્યું છે.

શું શીખવાડ્યું છે?

એ જ કે પોતાની વિરુદ્ધ જઈ શકે એવી વાત આવે ત્યારે આખી બાજી જ ફેરવી નાખવાની, આખો નરેટિવ ચેન્જ કરી નાખવાનો.

અગાઉ વારંવાર આવું થઈ ચૂક્યું છે. મુસ્લિમ અપીઝમેન્ટ દ્વારા મુસ્લિમ વોટ બૅન્ક તૈયાર કરવાની પોતાની બદમાશી ખુલ્લી ન પડી જાય એટલે હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવવાની. ગરીબોને મળતી સરકારી નાણાંની સહાયમાંથી કટકી મેળવવાનું અશક્ય બનાવી દેવામાં આવે ત્યારે આધાર કાર્ડનો વિરોધ કરવાનો. ભાજપ જીતે ત્યારે ઇવીએમનો વિરોધ કરવાનો અને એ જ ઇવીએમથી કૉન્ગ્રેસ કે ‘આપ’ના ઉમેદવારો રાજ્યોમાં જીતી જાય અને સત્તા મેળવે ત્યારે બોલતી બંધ કરી દેવાની. પોતાના બે નંબરી ધંધાની સલામતી જોખમાતી દેખાય એટલે નોટબંધી અને જીએસટીનો વિરોધ શરૂ કરી દેવાનો.

‘પાંચ કા સિક્કા, દસ કી નોટ. મોદી સા..માદર..’ના નારા લગાવીને વડા પ્રધાનનું સરેઆમ અપમાન કરતી, એમને મત આપનારા કરોડો ભારતીયોની બેઇજ્જતી કરતી છોકરીના આ શબ્દોને ‘ગાળાગાળ કરવામાં ખોટું શું છે. આ તો માત્ર એક અભિવ્યક્તિ છે. એમાં વળી ક્યો મોટો ગુનો થઈ ગયો’ એવું કહીને બચાવ કરનારાઓ મૂળ મુદ્દાને જાણી જોઈને ફંટાવે છે, ભટકાવે છે, ડિફ્લેક્ટ કરે છે.

મોદીએ સંસદમાં શૂર્પણખા કહ્યું, ફલાણાએ પેલું કહ્યું, ઢીંકણાએ ઓલું કહ્યું એવા દાખલાઓ આપીને મૂર્ખાઓ કહેવા માગે છે કે ‘સા..માદર..’ કે પીએમના લિંગ વિશેની ગાળ કે પછી એમની માતાના ગુપ્તાંગ વિશેની ગાળમાં અને રાજકીય મજાક, વ્યંગ, કટાક્ષ, ટીકા માટે વપરાતા નિર્દોષ શબ્દો કે ઉપમાઓમાં ફરક છે. જમીન આસમાનનો ભેદ છે, સાલાઓ.

હું તમને આપું કે તમે મને આપો એવી ગાળોમાં અને દેશના વડા પ્રધાનને જાહેરમાં વીડિયો રેકોર્ડ કરાવીને અપાયેલી ગાળોમાં જે અંતર છે તે પણ જો તમને ન સમજાતું હોય કે સમજાયા પછી પણ ન સ્વીકારી શકાતું હોય તો આ ધરતી પર તમે બોજ છો. હટો અહીંથી.

સવાલ ગાળાગાળીનો નથી, દેશના વડા પ્રધાનને, તમે જે દેશના નાગરિક છો તે દેશના સર્વોચ્ચ ચૂંટાયેલા નેતાને ‘માદર..’ કહીને અપમાનિત કરવાનો પ્રશ્ન છે.

આ બેઉ વાતમાં ફરક છે. સમજી લેજો, જરા. સામાન્ય વાતચીતમાં ઠઠ્ઠામશ્કરી કરતી વખતે એકબીજાને ગાળો આપવી કે દોસ્તોની મહેફિલોમાં બહેકી બહેકી વાતો થતી હોય ત્યારે ગાળો આપવી કે પછી કોઈના પર ગુસ્સો ઠાલવતી વખતે કચકચાવીને ગાળો આપવી એ એક વાત છે. કોઈને આ ગમે કોઈને ના ગમે. પર્સનલ ચોઈસ છે.

પણ વડા પ્રધાનને સંબોધીને ‘સા.. માદર..’ કહેવું અને એ જ પ્રકારની લિંગની સાઈઝ વિશે, માતા વિશે, ‘લેવા’ વિશે વગેરે દસ-બાર અલગ અલગ જાતની ગાળો આપવી એ જો કોઈની પર્સનલ ચોઈસ હોય તો એ વ્યક્તિ સ્પષ્ટપણે ગુનો કરે છે, ગંભીર ગુનો કરે છે. તમે પાકિસ્તાની નથી, ભારતીય છો. ભારતના નાગરિક તરીકેની બધી જ સુવિધાઓ ભોગવો છો. તમે તમારા વડીલોને ગાળો આપીને એમનો અનાદર કરતા નથી એમ તમે વડા પ્રધાનનું પણ આ રીતે જાહેરમાં-કેમેરાની સામે- અપમાન કરી શકતા નથી. વડા પ્રધાન કે તેમની નીતિઓ માટે તમારો વિરોધ પ્રગટ કરવાની આ રીત નથી. તમારો ગુસ્સો આ રીતે વ્યક્ત ન થાય. તમને ન ગમતા બીજા લોકોને તમે ગાળો આપીને અપમાનિત કરો તે એક વાત છે. તમે વડા પ્રધાનની કક્ષાની વ્યક્તિને ઉપર ઉલ્લેખ કરેલી ડઝનમાંની કોઈપણ ગાળ આપો તે હું નહીં ચલાવી લઉં, કોઈ પણ દેશપ્રેમી નહીં ચલાવી લે, દુનિયામાં કોઈ નહીં ચલાવી લે.

મોદીએ તો પોતાને અને પોતાની પૂજનીય સ્વર્ગીય માતાને ભદ્દી ભદ્દી ગાળો આપનારા/આપનારીઓને માફી આપી દીધી પણ આ દુનિયા એમને માફ નહીં કરે, એમના પોતાના માતા-પિતા, કુટુંબના અન્ય વડીલો એમને માફ નહીં કરે. અડોશપડોશના લોકો, મિત્રો, મિત્રોના પેરન્ટ્સ એમને માફ નહીં કરે. દેશના વડા પ્રધાન માટે ‘પાંચ કા સિક્કા, દસ કા નોટ…’થી શરૂ થયેલી ગાળ બોલનારા લોકો સાથે શું કોઈ સંબંધ રાખશે? તમે રાખી શકો? આ વાંદા-વાંદીઓ કોઈ જગ્યાએ નોકરી લેવા જશે ત્યારે ઑફિસના માલિક કે મૅનેજર એમને નોકરી આપશે? શું ભરોસો કે જે વ્યક્તિ વડા પ્રધાનને જાહેરમાં જે ગાળો આપી ચુકી છે તે ઑફિસમાં પોતાના કલીગ સાથે ઝઘડો કરશે ત્યારે એના લિંગ વિશે ટિપ્પણી નહીં કરે, સુપરવાઇઝર રજા મંજૂર નહીં કરે તો તો એની માતાના ગુપ્ત અંગો વિશે ટિપ્પણી નહીં કરે, મૅનેજર કોઈ વાતે ઠપકો આપશે તો એને પાંચ કા સિક્કા દસ કી નોટ નહીં સંભળાવે?

ભારતીય થઈને ભારતના વડા પ્રધાનને જાહેરમાં માઈક કેમેરા દ્વારા રેકોર્ડિંગ થતું હોય ત્યારે ગાળો આપવી એ ફ્રીડમ ઑફ એક્સપ્રેશન નથી. એ અભિવ્યક્તિનું સ્વાતંત્ર નથી, બેવકૂફો, એ ક્રિમિનલ એક્ટિવિટી છે. આવી પ્રવૃત્તિનો બચાવ કરનારાઓ ગુનેગારના સાગરીતો છે. એ લોકો પણ ગુનેગાર છે.

ફલાણા વખતે ઢીકણાએ આમ કહ્યું અને પેલી વખતે તો ઓલો આવું બોલ્યો હતો એમ કહીને જંતરમંતરના ગાલીબાજોનો બચાવ ના થઈ શકે. એ બેઉની સરખામણી ના થઈ શકે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને, સીજેઆઈને જવા દો, સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ ને અરે, સુપ્રીમ કોર્ટ તો શું ભારતની કોઈપણ નાની-મોટી અદાલતના જજ કે મેજિસ્ટ્રેટને તમે એમનું નામ દઈને ‘સા.. માદર.. ‘ કહીને એમના લિંગ વિશે, માતા વિશે, ‘લેવા’ વિશે ટિપ્પણી કરો પછી જુઓ, પોલીસ અને કોર્ટ કેવી મજા ચખાડે છે તમને.

વડા પ્રધાનને ઑન રેકૉર્ડ વજનદાર ગાળો આપનારાઓને પોલીસે શોધી કાઢ્યા, એમને ઘસડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા, એમના પર એફઆઇઆર દાખલ કરી. બાકી બચેલાઓને થયું કે અમારા પર આવી કાર્યવાહી ન થાય એ માટે એમણે ધડાધડ માફામાફીના વિડીયો ઇન્સ્ટા પર, જ્યાં જગ્યા મળે ત્યાં પોસ્ટ કરી દીધા. પણ એમની આ આગોતરી માફીથી કંઈ વળવાનું નથી. મોદીને ‘સા..માદર..’ બોલતી વખતે શું તમારી અક્કલ ચરવા ગઈ હતી? તમે જો જો, ટૂંક સમયમાં આ ગાલીબાજોની ખુલ્લેઆમ તરફેણ કરનારા સોશિયલ મીડિયાના લિબરાન્ડુઓ પણ માફામાફી કરતા થઈ જશે, નહીં માગે તો ગુનેગારોના આ સાગરીતો પાસે પોલીસ માફી મગાવશે.મોદીએ ભલે એમને માફ કર્યા, દુનિયા નહીં છોડે એમને.

ગાળોનું નિશ્ચિત સ્થાન હોય છે જીવનમાં. ચાર દોસ્તારો ઘરમાં બેસીને કોઈના વિશે વાત કરતી વખતે જે અભદ્ર શબ્દો મોજથી બોલતા હશે તે શબ્દો પિતા કે માતાનું રૂમમાં આગમન થતાં જ અદ્રશ્ય થઈ જશે. કોઈ સંત, આદરણીય વ્યક્તિ કે સેલિબ્રિટી સાથેની વાતચીતમાં પણ તમે મા-બહેનની ગાળો અવોઈડ કરશો. અરે, તદ્દન અજાણી સ્ત્રી કે પુરુષ ટ્રેનમાં તમારી સીટ પરની ખાલી જગ્યાએ આવીને બેસશે તો પણ તમે તમારા સાથીમિત્રોની વાતચીતમાં એ બધા શબ્દો નહીં બોલો—આટલો વિવેક આટલું સૌજન્ય છે તમારામાં—તમે ગાળો બોલતા હશો તો પણ.

‘રંગતરંગ‘ મેગેઝિનમાં કવિ રાધેશ્યામ શર્મા એક સ્ટાન્ડર્ડ ફોર્મેટના સવાલો પૂછીને સાહિત્યકારોના ઇન્ટરવ્યૂ છાપતા. એમાંનો એક સવાલ એ હતો કે પરિસ્થિતિવશ દબાણને કારણે તમારા મોઢામાંથી ગાળ નીકળી જાય ખરી?

આપણા ઊંચા ગજાના ઉત્તમ હાસ્ય-સાહિત્યકાર અશોક દવેએ જવાબમાં લખેલું : એવી કોઈ દબાણની પરિસ્થિતિ ન હોય ત્યારે પણ નીકળી જતી હોય છે !

આ વાંચીને અશોક મને ફોન કરીને કહેશે (ગાળ), આવી વાતો તું ક્યાંથી યાદ રાખે છે ? અને હું એને કહીશ (ગાળ) તારી તો બધી જ ખૂબસૂરત વાતો હું બડા પ્રેમથી યાદ રાખતો હોઉં છું.

દોસ્તો વચ્ચે આવો વ્યવહાર કૉમન છે. ગાઢ દોસ્તો વચ્ચે વધારે કૉમન છે. આ વિશે છેક દસ-અગિયાર વર્ષ પહેલાં મેં એક લેખ લખેલો. ‘સંદેશ’માં રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિના પહેલા પાને પ્રગટ થતી મારી કૉલમ ‘તડકભડક’નો એ સૌથી પહેલો લેખ હતો જે ખૂબ વખણાયો હતો, લોકો આજે પણ યાદ કરતા હોય છે. આ લેખ પૂરો થયા પછી એની લિન્ક આપી છે. રસ પડે તો જોઈ લેજો. ગાળોની તરફેણ કરી છે એમાં, ગાળો બોલવી સ્વાભાવિક છે એવો સૂર છે એમાં. મને ખબર છે કે આ લેખને મિસક્વોટ કરીને મને ગાળો આપવા માગતા હુતિયાઓના હાથમાં હું સામેથી દારૂગોળો મૂકી રહ્યો છું. પણ એ માળા બેટાઓને ખબર નથી કે એ દારૂગોળો વાસ્તવમાં ટાઇમ બોમ્બ છે અને હું ટ્રિગર દબાવીશ એટલે એ ફાટશે અને એમના ચીથડા ઉડાવી દેશે.

લેખમાં ગુલઝાર-આર.ડી.બર્મનની પણ વાત છે. ગુલઝારે એક ડૉકયુમેન્ટરીમાં કહ્યું હતું કે પંચમ જેવા દોસ્ત સાથે કઈ જુબાનમાં વાત થતી.

તો ગાળો મજાની છે પણ એ ગાળો જ્યારે કોઈ પોતાની મર્યાદા વટાવીને જાહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપે છે ત્યારે કેવું દૃશ્ય સર્જાય છે ખબર છે? કોઈએ પોતાના બાથરૂમને બદલે પ્લમરને બોલાવીને ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ્ચ કમોડ ફિટ કરાવ્યું હોય અને મહેમાનો આવે ત્યારે એ કમોડ પર બેસીને બધાના દેખતા શૌચક્રિયા કરતો હોય તેવું.

આ દેશ આપણા સૌનો દિવાનખંડ છે. આ દિવાનખાનામાં હું કોઈને શૌચક્રિયા નહીં કરવા દઉં. એની ગરિમા જાળવવાની જેમને પડી નથી તે સૌ મારા પર્સનલ દુશ્મન બની જાય છે, આ આ દુશ્મનોને ઓથ આપનારા, એમને કવર ફાયર પ્રોવાઇડ કરનારા પણ આપોઆપ મારા પર્સનલ દુશ્મનની યાદીમાં ઉમેરાઈ જતા હોય છે. તમે પણ જો આ કૃત્ય કર્યું હશે, તો તમારું નામ પણ ઉમેરાઈ ગયું હશે.

તમારે મને જેટલી ગાળો આપવી હોય તો આપો. મને કોઈ ફરક નથી પડતો. હું સંઘી છું, હું અંધભક્ત છું, દલાલ છું, ગોદી મીડિયા છું કે પછી તમારે જે કહેવું હોય તે. મારી પાસે ડકબૅકની બ્રાન્ડનો રેઇનકોટ છે. ડકબૅક એટલે બતકની પીઠ. બતકની પીઠ પર પાણીનું એક ટીપું પણ ટકતું નથી, તરત સરકી જાય છે. લખતી વખતે હું આ રેઇનકોટ પહેરી રાખું છું. તમારી ગાળો એક સેકન્ડ પણ મને વિચલિત કરતી નથી.

પણ મારા વડા પ્રધાનને સંબોધીને કહેવાયેલી ગાળો મને માત્ર વિચલિત નથી કરતી, મારામાં રહેલા પરશુરામને જગાડે છે. ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. એમની પાસે જે દૈવી ફરશી, કુહાડી કે પરશુનું શસ્ત્ર હતું તે ભગવાન શિવજીએ એમને પ્રસન્ન થઈને આપ્યું હતું. આ શસ્ત્રનું સ્વરૂપ બદલીને શિવજીએ પ્રસન્ન થઈને મને આ દૈવી શસ્ત્ર રેનોલ્ડ્સની દસ રૂપિયાવાળી કલમરૂપે આપ્યું છે. ધ્યાન રાખજો. આવી ડઝનબંધ કલમો મારી પાસે છે. મારી એક કલમ કોઈ તોડે છે ત્યારે હું કલમના બે ટુકડાઓથી બંને હાથે, બમણા જોરથી લખવાનું શરૂ કરું છું. સાવચેત રહેજો, એની માને.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhashvin@ybl

hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here