( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬)
તુલસીના આ સંસારમાં ભાત ભાતના લોક છે એ સ્વીકારી લીધું, પણ આપણને અમુક જ જાતના લોક સાથે બને છે તેનું કારણ શું? કોની સાથે કેવું બને એનો આધાર માત્ર નસીબ નથી. સંબંધોમાં, મિત્રો અને સગાંથી માંડીને કોઈ પણ પ્રકારના સંબંધોમાં, કોઈકનો ત્રાસ સહન કરતા રહીએ છીએ ત્યારે મોટો વાંક આપણો પોતાનો હોય છે અને કોઈકનો પ્રેમ પામીએ છીએ ત્યારે પણ મોટો જશ આપણો પોતાનો જ હોય છે.
નસીબ અથવા વિધાતા અથવા તો ભાગ્ય તમને મા કે બાપ કે પત્ની કે મિત્ર કે ઑફિસ કલીગ કે પાડોશી સાથે મેળવી આપીને દૂર ખસી જાય છે. પછી આ સંબંધોનું તમારે શું કરવું, એને કેવી રીતે ખીલવવા કે શી રીતે ઓસરી જવા દેવા એનો ઘણો મોટો આધાર તમારા પોતાના સ્વભાવ, તમારી પોતાની જીવનદૃષ્ટિ અને તમારી પોતાની ફ્લેક્સિબિલિટી પર છે.
આસપાસની અનેક વ્યક્તિઓને આપણે ચલાવી લઈએ છીએ. કામધંધા સાથે કે અન્ય અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કેટકેટલી વ્યક્તિઓની ખૂબ બધી વાતો તમારા માટે અણગમતી હોવા છતાં તમે એ તરફ આંખ આડા કાન કરો છો. કોઈની સાથે ઝાઝી લપ્પનછપ્પન શું કામ કરવી એ વાક્યપ્રયોગને તમે તમારો જીવનમંત્ર માની લીધો. પણ કોઈ સામેથી તમારી સાથે લપ્પનછપ્પન કરવા આવે તો? તકલીફની શરૂઆત અહીંથી જ થાય છે.
કેટલાક લોકોને પોતાના વિશેની વાત કરવા માટે તમારા કાન જોઈતા હોય છે. કેટલાક પોતે કેટલા મહાન છે એ વાતનું સમર્થન મેળવવા તમારા મોઢામાં આંગળાં નાખવા માગતા હોય છે. તમે એમને મળો અને વાતચીત શરૂ થાય એટલે ત્રીજા જ વાક્યથી તેઓની મોટાઈની વાત શરૂ થઈ જાય: અમે કેટલા મહાન, કેટલા શ્રીમંત, કેટલા વગદાર, કેટલા સ્માર્ટ. આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમાંની કોઈપણ એક વ્યક્તિનાં લક્ષણોનું તમે કોઈ વખત નિરાંત મળે ત્યારે વિશ્ર્લેષણ કરજો. વાતચીતમાં તમને આંજી દેનારા આવા માણસો અંદરથી સાવ ખાલીખમ હોય છે. એમના માટે ખાલી ચણો વાગે ઘણોવાળી કહેવત ટેલરમેડ છે. પોતાનું ખાલીપણું ઢાંકવા તેઓ બડાઈનું ઝાકઝમાળભર્યું પહેરણ પહેરી લેતા હોય છે. આવા આવરણને કારણે તેઓને ક્યારેય બીજાની સમૃદ્ધિનો સ્પર્શ પણ થતો નથી. તમે જોજો, એમની ફોનબુક પાંચસો – હજાર – બે હજાર કૉન્ટેક્ટ્સ હશે પણ ખરેખર જેમની આગળ આખેઆખા ઠલવાઈ શકાય એવો એકેય સંબંધ, સમ ખાવા પૂરતોય, એમની પાસે નહીં હોય.
કોઈકે તમને અંગત જીવનમાં અન્યાય કર્યો હોય ત્યારે તમે બધું જ સમજતા હોવા છતાં લાચારીથી નહીં, તમારી પસંદગીથી ચૂપ રહો છો ત્યારે તમારામાં નવી શક્તિ પ્રગટે છે. એ જ રીતે તમારામાં રહેલા ઉમદા ગુણોને તથા તમારી સિદ્ધિઓને ગળામાં પાટિયું લટકાવીને બીજાઓ સમક્ષ એની જાહેરાત કરવાને બદલે એ વિશે મૌન રહો છો ત્યારે પણ તમારામાં ગજબની શક્તિ ઊભી થાય છે. આવી શક્તિઓ માણસના વ્યક્તિત્વને ઘડે છે, ઘડ્યા પછી ઓપ આપે છે, નિખારે છે.
કેટલાક લોકો માને છે કે પોતાની સિદ્ધિ વિશે બીજાઓ આગળ કશું કહીશું નહીં તો એમને ખબર કેવી રીતે પડશે કે અમે શું શું કર્યું છે જીવનમાં. અમારામાં રહેલી સદ્ગુણોની યાદી બીજાઓ સામે પ્રગટ નહીં કરીએ તો એમને ખબર કેવી રીતે પડશે કે અમે કેટલા સારા છીએ. આવી બડાઈ કરનારાઓ એ બાબત પ્રત્યે સભાન નથી હોતા કે વાસ્તવમાં તેઓનો પ્રાથમિક હેતુ પોતાની સિદ્ધિને બીજાઓ સુધી પહોંચાડવાનો નથી હોતો, પરંતુ પોતાનામાં રહેલી નબળાઈઓ તરફ બીજાઓનું ધ્યાન ન જાય તે માટે, એમને આડે પાટે લઈ જવા સારુ, આવી વાતો કહે છે: મારી કંપનીને આ વર્ષે એક્સપોર્ટ માટે એવૉર્ડ મળ્યો કે મારી જ્ઞાતિની સંસ્થાએ મારી ખૂબ ના હોવા છતાં પરાણે મને પ્રમુખ બનાવ્યો અથવા આ વર્ષે તો શ્ર્વાસ લેવાની પણ ફુરસદ નથી છતાં ઉનાળામાં બાળકોને લઈને બે વીક ડિઝનીલૅન્ડ જઈ આવવું પડશે.
કેટલાક લોકો પોતાનો નિંદારસ સંતોષવા પરાણે તમને પણ બીજાઓની કૂથલી કરવા માટે ઘસડતા હોય છે. તેઓ ચતુરાઈથી, તમારી અનિચ્છા હોવા છતાં, પોતે જેમના વિશે કૂથલી કરવા માગે છે એમના માટે તમારી પાસેથી એવાં એવાં વાક્યો બોલાવી લે છે જેનો ભવિષ્યમાં ઉપયોગ કરીને કહી શકે: પેલા વિશે હું એકલો જ આવું નથી કહેતો, આ પણ કહે છે કે એ આવો જ છે. આ પ્રકારની વ્યક્તિઓથી બચવું આસાન નથી હોતું. તેઓ તમારા અંતરંગ વર્તુળમાં પણ હોઈ શકે. એમની આ રમતના પ્યાદા બની જવું ન હોય તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેઓ બીજાની નિંદા શરૂ કરે કે તરત જ એમને બીજા વિષય પર લઈ જવા. બેચાર વારના સખત પ્રયત્ન પછી પણ તમને સફળતા ન મળે તો એમની વાત અટકાવીને તમારે તમારા કામમાં પરોવાઈ જવું. આવું એક કરતાં વધારે વાર બનશે એટલે તમારો સંદેશો આપોઆપ એમના સુધી પહોંચી જશે કે જુઓ, તમને કોઈની ગૉસિપમાં રસ હોય તો ભલે, એ બધું તમને મુબારક, મારી સાથે સંબંધ જાળવવો હોય તો આપણી વાતચીતમાં એવા કોઈ વિષયોને સ્થાન નથી, એ સિવાયની અનેક વાતો કરી શકીએ એવા આપણા સંબંધ છે, જો તમારે એ સંબંધનું ગૌરવ જાળવવું હોય તો બહેતર છે કે આપણને બેઉને મંજૂર હોય એવા વિષયો વિશે જ ગપાટા મારીએ.
આપણામાં કકળાટ, કલહ, કજિયો કે દ્વેષ ઊભો કરે એવી વ્યક્તિઓથી બચવાનું આપણા પોતાના હાથમાં છે. સામેની વ્યક્તિ તમે કહો તે જ પ્રમાણે વર્તે એવી અપેક્ષા રાખવી જરા વધુ પડતી છે, પણ સામેની વ્યક્તિના વ્યક્તિત્વનું ક્યું પાસું આપણને સ્પર્શે અને એના ક્યા પાસાથી આપણે સલામત અંતર રાખીએ એટલું તો આપણે જરૂર નક્કી કરી શકીએ.
આસપાસની દુનિયામાં બધા જ ખરાબ છે, મારા કરતાં ઊતરતા છે, મારા વિચારો સાથે બંધબેસે એવું આ દુનિયામાં કોઈ નથી એવું વિચાર્યા કરવાથી માણસનું વ્યક્તિત્વ એક ખાબોચિયા જેવું બની જવાનું. આસપાસની વ્યક્તિઓ તમારો મનફાવે તે રીતે ઉપયોગ કરી જતી હોય ત્યારે સિફતપૂર્વક એમને ટાળવાને બદલે, સંબંધ તૂટી જશે એવા ડરથી એમના કહ્યા મુજબ ઘસડાયા કરવાથી, તમે તમારા વ્યક્તિત્વને ઘસારો પહોંચવા દો છો. કાળક્રમે આ ઘસારો તમને ખંડેર બનાવી દે છે. ખાબોચિયા અને ખંડેરમાં આ બેઉ અંતિમો માણસના સ્વાભાવિક જીવનને જીવવા જેવું રહેવા દેતાં નથી.
*સાયલન્સ પ્લીઝ*
ક્યારેક તમારું દિમાગ જે વાત જાણતું હોય એ જ વાત સ્વીકારવા માટે તમારા હૃદયને વધારે સમય જોઈતો હોય છે.
*— ડી. એચ. લૉરેન્સ*
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhashvin@ybl
hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો










