( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬)
‘મારા મનમાં તો ઘણું કહેવાનું છે પણ અમારા જેવાને તમારી જેમ લખતા ન આવડે.’
આવું ઘણીવાર સાંભળ્યું છે, અને જાણકારો સાથે ચર્ચાઓ કરી છે કે લખવું એક કળા છે- આર્ટ છે કે પછી કસબ છે- ક્રાફટ છે?
લખવું જ નહીં, કોઈ પણ સર્જન આર્ટ પણ છે અને ક્રાફટ પણ છે. આ લેખના પહેલા ફકરાનો દાખલો લઈએ તો ‘મનમાં તો ઘણું કહેવાનું છે’ એ આર્ટ છે અને ‘લખતાં ન આવડે’ તે ક્રાફ્ટ છે, એટલે કે અહીં એ ક્રાફ્ટનો અભાવ છે.
મનમાં ઘણું કહેવાનું હોય અને લખતાં પણ આવડે ત્યારે લેખનની આખી પ્રક્રિયા પૂરી થાય. ક્યારેક ઊંધું પણ બને. ઘણા લોકો, ખાસ કરીને વિદેશમાં, લખવાની કળા શીખવતા ક્લાસ ભરીને આવે અને લખવા માંડે. લખવાની કળા શીખવાડી ન શકાય, લખવાનો કસબ શીખવાડી શકાય. જેમ ઍક્ટિંગના ક્લાસ ભરીને તમે ઍક્ટર ન બની શકો પણ ખરેખર જો તમારી અંદર એક જાગતો કળાકાર હોય તો તમે અભિનયનો કસબ જરૂર શીખી શકો. મહેશ ભટ્ટે વર્ષો પહેલાં પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટના સંદર્ભમાં (કે પછી અભિનય શીખવાડતી સંસ્થાઓ વિશે, યાદ નથી) કહ્યું હતું કે યુ કાન્ટ પૉલિશ પેબલ્સ. પથ્થર જેવા દેખાતા રફ હીરાને પૉલિશ કરીને તમે પાસાદાર, ચમકદાર હીરો બનાવી શકો. કાંકરાને ઘસી ઘસીને તમે ડાયમન્ડ ન બનાવી શકો.
અભિનય જગતમાં જે વાત સાચી છે તે કળાનાં બીજાં માધ્યમો માટે પણ સાચી છે. કળાનાં જ શું કામ, બિઝનેસના ક્ષેત્રમાં પણ આ વાત ઘણી બધી રીતે લાગુ પડે. માત્ર બિઝનેસની નિટીગ્રિટી જાણી લેવાથી સફળ બિઝનેસમૅન બની શકાતું નથી. એ તો કોઈ પણ શીખી શકે. ક્યાંથી માલ લાવવો, કેવી રીતે હિસાબ રાખવો, સ્ટાફ કેવી રીતે મૅનેજ કરવો, પૈસા કેવી રીતે મૅનેજ કરવા, માલ ક્યાં વેચવો, માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનની ચૅનલો કેવી રીતે ગોઠવવી. આ બધું તો બિઝનેસ મૅનેજમેન્ટ શીખવાડતી કોઈપણ સંસ્થામાં પ્રવેશ મેળવીને જાણવા મળી જાય. છતાં આવું શીખેલા બધા લોકો સફળ બિઝનેસમૅન નથી બની શકતા. કારણ? કેમ કે આમાંના મોટાભાગના લોકોમાં બિઝનેસ કરવાની ‘કળા’ નથી હોતી. ટીવીના રિયાલિટી શૉઝના નિર્ણાયકો જેને ‘એક્સ ફૅક્ટર’ કહે છે એ આ જ બલા છે, જે બધામાં નથી હોતી, એ જન્મજાત હોય છે- બહારથી નથી મળતી. કોઈનામાં એ હોય, કોઈનામાં ન હોય. જન્મજાતનો અર્થ એ નથી કે એ વારસામાં મળે. સફળ ઉદ્યોગપતિના બે સંતાનો, સગા ભાઈઓ હોવા છતાં, એક સરખા સફળ નથી થતા- કોઈ બાપની જેમ મોટો ઉદ્યોગપતિ બને, બાપ કરતાં પણ સવાયો બને તો બીજો ભાઈ ધંધો કર્યા વિના બાપે આપેલાં પૈસા માત્ર સાચવીને બેસી રહે તો વધારે કમાય એવો નિષ્ફળ બિઝનેસમૅન પુરવાર થાય. જૂના જમાનાના કેટલાય ઉદ્યોગપતિ કુુટુંબોમાં આપણે સૌએ આવા દાખલા જોયેલા છે.
બિઝનેસ કરવાની કળા હોય તો બાકીની નિટીગ્રિટી બિઝનેસ મૅનેજમેન્ટનો કોર્સ કર્યા વિના પણ શીખી શકાય છે. આજની તારીખેય એવા અસંખ્ય સફળ લોકો તમને જોવા મળશે જેઓ કૉલેજમાં પણ ન ગયા હોય. માત્ર સ્ટીવ જૉબ્સની વાત નથી કરતો, બીજા ઘણા એવા નાના-મોટા અત્યંત સફળ બિજનેસમૅનો આપણા ગુજરાતીઓમાં, ભારતભરમાં અને વિશ્ર્વ આખામાં પથરાયેલા છે. નૉર્મલ શિક્ષણ પણ પૂરું પામ્યા ન હોય એવા બિઝનેસમૅનો પોતાનામાં રહેલી બિઝનેસ કરવાની આવડતના જોરે સફળ બનતા હોય છે. આ આવડત એટલે આર્ટ વત્તા ક્રાફ્ટ. આર્ટ હશે તો બિઝનેસ કરવાની ફાવટ ધીમે ધીમે આવી જશે, ક્રાફ્ટ શીખવાનું કામ અઘરું છે પરંતુ અશક્ય નથી. પણ માત્ર ક્રાફ્ટ આવડતી હોય તો તમારામાં આર્ટ લાવવાનું કામ અશક્ય છે કારણ કે એ આર્ટ ભગવાનની દેણ છે, કોઈ બિઝનેસ સ્કૂલનો ડિપ્લોમા લઈ લેવાથી કે ઈવન અનુભવ પરથી પણ મળતી નથી.
તમારામાં માત્ર ક્રાફ્ટ હોય તો પણ તમે કામના તો છો જ. આર્કિટેક્ટના નક્શા પરથી બિલ્ડિંગ બનાવતા ઈજનેરો કે ઈન્ટિરિયર ડિઝાઈનરના ડ્રોઈંગ પરથી ફર્નિચર બનાવનારા મિસ્ત્રીઓ પોતાના કસબને કારણે વખણાતા હોય છે, કરિયરમાં અને જિંદગીમાં આગળ વધતા હોય છે. ગણપતિની મૂર્તિઓ બનાવનારાઓ પણ કસબીઓ છે. જ્યારે માઈકલેન્જેલો કે થિન્કરનું શિલ્પ બનાવનારા રોદાં જેવા શિલ્પકારો કળાકાર અને કસબી બેઉ છે. આવા શિલ્પકારોને પોતાના મનમાં જે કહેવાનું છે તેની અભિવ્યક્તિ કરતાં આવડે છે.
સર્જનના ક્ષેત્રમાં ઉત્તમ કળકાર એ જ બને જેનામાં કળા અને કસબ બેઉનો સંગમ હોય. પોતાના ક્ષેત્રની આર્ટ અને ક્રાફ્ટ- આ બંને પર તે મહારત હાંસલ કરે ત્યારે જ તે કળાકાર તરીકે વખણાય. એ કહેવાય ભલે ‘કળા’કાર પણ એનામાં કળા વત્તા કસબ હોવો જરૂરી છે. કવિતા કે ગઝલ લખવાનો કસબ શીખી શકાય. છંદ કે મીટર શીખવાનું કામ અઘરું નથી. રદીફ- કાફિયા જોડવાનું કામ પણ અઘરું નથી. પ્રાસ મેળવતાં તો કોઈને પણ આવડે. (દા.ત.: ‘મારા હાથમાં ચાકુ છે, કરું હું કોનું ખૂન/ વેલેન્ટાઈનનો દિવસ છે, ને ઉપર ફુલ મૂન’) પણ જોડકણાબાજીથી કવિતા નથી બનતી; વિચારનું મહત્ત્વ છે. એ પણ ઉછીના નહીં, મૌલિક વિચારોનું મહત્ત્વ છે. અને એટલે જ આખા જગતમાં સાચા કળાકારો રૅર જોવા મળે. અને જ્યારે જ્યારે જોવા મળે છે ત્યારે એમનું સર્જન આપણામાં સોંસરવું ઊતરી જાય છે, આપણને એમના માટે અહોભાવ જાગે છે. મારા જેવાને તો માત્ર અહોભાવ જ નહીં, એમના માટે ઈર્ષ્યા પણ જાગે છે. કેવી રીતે આ બધા લોકો આવું સરસ સરસ કામ કરી શકતા હશે. સાલુ, આપણે ક્યારે કરી શકીશું એવું? કરી શકીશું ક્યારેય?
સાયલન્સ પ્લીઝ!
દરેક વ્યક્તિની ત્રણ જિંદગી હોવાની: પબ્લિક, પ્રાઈવેટ અને સીક્રેટ.
-ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (નોબેલ પારિતોષિક વિજેતા કોલમ્બિયન નવલકથાકાર: ૧૯૨૭-૨૦૧૪)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhashvin@ybl
hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












