ન્યુઝ અને બુફે સમારંભ : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૧ માર્ચ ૨૦૨૧)

જે કોઈ વ્યક્તિએ જિંદગીમાં નક્કર કામ કરવાનાં હોય એણે મિડિયા અને સોશ્યલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને આમાં છાપા-ટીવી ચેનલોના પત્રકારોનો પણ સમાવેશ થઈ જાય છે.

ચોંકવાની જરૂર નથી. રોજેરોજના ન્યુઝની બહાર પણ ઘણી મોટી દુનિયા છે. મિડિયા-સોશ્યલ મિડિયાથી દૂર રહેવું એટલે એનાથી સાવ દૂર થઈ જવું એવું નહીં. તમારી આસપાસ શું બની રહ્યું છે એનાથી તમારે વાકેફ રહેવું જોઈએ. તમારા વ્યવસાય અને કામકાજના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને મિડિયાનું એક્ઝપોઝર રાખવું જોઈએ. ટીવીની ન્યુઝ ચેનલો કે છાપાઓમાં કામ કરતા પત્રકારોએ બીજા વ્યવસાયના લોકો કરતાં થોડું એક્સપોઝર વધારે રાખવું પડે, પરંતુ પત્રકારોએ પણ સારે ગાંવની ફિકર કરીને દુબલે કાજી થઈ જવાની જરૂર નથી હોતી.

ન્યુઝના ઈમ્પોર્ટન્સ વિશે અથવા તો કહો કે ન્યુઝના અતિરેક અને ઈર્રિલેવન્સ વિશે છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ચર્ચા થઈ રહી છે. આપણે ત્યાં છૂટુંછવાયું લખાય છે એ વિશે પણ સઘન ચર્ચાનું મુહૂર્ત હજુ નીકળ્યું નથી. આ લેખ પૂરતું આપણે મિડિયામાં જ સોશ્યલ મિડિયાનો સમાવેશ કરી લઈએ, સગવડ પૂરતું.

હું માનું છું કે રોજેરોજ મિડિયા દ્વારા આપણા પર સમાચારોનો મારો થાય છે એમાંથી ૯૯ ટકા ન્યુઝ આપણા માટે બિલકુલ કામના નથી હોતા, આપણા કામકાજ માટે આપણી જિંદગી માટે બિલકુલ નિરૂપયોગી હોય છે. બાકી રહેલા એક ટકા ન્યુઝમાં ધારો કે ૧૦૦ આયટમો હોય તો એમાંની ૯૦ આયટમો આપણે ન જોઈએ કે ન વાંચીએ તો આરામથી ચાલે – આપણને ભલે એમ લાગે કે એ ૯૦ ન્યુઝ આયટમો આપણા જીવન સાથે કે આપણા કામકાજ સાથે સંકળાયેલી છે તો પણ એના તરફ લક્ષ્ય ન આપીએ તો બિલકુલ ચાલે. બાકી રહેલી દસ જેટલી ન્યુઝ આયટમો આપણા માટે કામની કે ઉપયોગી કહેવાય. રોજેરોજ છાપાં-ટીવીની ન્યુઝ ચેનલો દ્વારા આપણા સુધી પહોંચવા માગતા સમાચારોમાંથી એક ટકા કરતાં પણ ઓછા (એ એક ટકાના દસમાં ભાગ જેટલા જ) સમાચારો આપણા માટે ખરેખર કામના છે એવું હું પ્રામાણિકપણે માનું છું, મિડિયામાં ચાળીસ વર્ષ સુધી કામ કરવાના અનુભવને કારણે માનું છું, આવતા ૪૦ વર્ષ આ જ ક્ષેત્રમાં ગાળવાનો છું તે નિશ્ચિત છે, છતાં માનું છું.

મિડિયાની દખલગીરી આપણા જીવનમાં વધતી જાય છે એનું એક મોટું કારણ છે ટૅક્નોલોજિ. કોઈ આંદોલનને કારણે મુંબઈ બંધ હોય તેનાથી લુધિયાણા કે ગુવાહાટીમાં રહેતા નાગરિકોને શું આપદા પડવાની છે? દેશમાં કોઈક ખૂણે ચોરી, લૂંટફાટ કે ખૂન-બળાત્કાર થતા હોય તો એમાં તમે શું કરી શકો? અમેરિકાનો પ્રેસિડેન્ટ રશિયા કે ચીન કે નૉર્થ કોરિયા સામે કેવી રીતે બીહેવ કરે છે એ જાણીને આપણામાંથી કેટલા લોકોની જિંદગી પર અસર પડવાની છે? આવા તો અગણિત દાખલાઓ આપી શકાય.

છાપાં અને ન્યુઝ ચેનલો શ્રીમંત કુટુંબમાં થતા લગ્ન સમારંભોના બુફે જેવાં છે. મોટા માણસોને ત્યાં બુફે પ્રસંગે દસ અલગ અલગ પ્રકારના વિભાગો હોય. એક વિભાગમાં ચાઈનીઝ વાનગીઓમાં કાઉન્ટર્સ હોય. બીજા વિભાગમાં મેક્સિકન, ત્રીજામાં કૉન્ટિનેન્ટલ, ચોથામાં પંજાબી, પાંચમામાં ચાટ આયટમ્સ, છઠ્ઠામાં દેશી ગુજરાતી, સાતમા-આઠમા-નવમા-દસમામાં તમે કલ્પના કરી લો. હવે તો ડિઝર્ટ માટે પણ એકાદ બે કાઉન્ટરને બદલે એક આખો અલગ વિભાગ હોય છે જેમાં નહીં નહીં તોય ઠંડી ગરમ એવી કુલ બે ત્રણ ડઝન મીઠી વાનગીઓનો રસથાળ હોય.

આવા બુફેમાં જઈને આપણે જે ભૂલ કરતા હોઈએ છીએ એ જ ભૂલ છાપાં વાંચતી વખતે, ટીવીની ન્યુઝ ચેનલો જોતી વખતે કરીએ છીએ. મને જો સાઉથ ઈન્ડિયન ફૂડ ભાવતું હોય તો મારે એ જ વિભાગમાં જઈને રસમ, મિનિ ડોસા, કાંચીપુરમ ઈડલી વગેરે ટ્રાય કરીને પેટ ભરી લેવું જોઈએ. મારી રુચિ ગુજરાતી ભોજનની હોય તો મારે ઊંધિયું, પુરી, કઢી-ભાત, ખાંડવી, શીરો વગેરેથી પેટ ભરવું જોઈએ.

પણ આપણે કરીએ છીએ શું? પતંગિયાની જેમ કે ભમરાની જેમ કે મધમાખીની જેમ દરેક ફૂલ પર બેસીને એનો રસ ચાખવાની લાલચ રાખીએ છીએ. થોડુંક અહીંથી, થોડુંક ત્યાંથી, પેલું કાઉન્ટર તો રહી જ ગયું, ત્યાં ગિરદી છે તો કંઈક સારું બનતું હશે એવી એવી કલ્પના કરીને પેટમાં ઠાંસતા જઈએ છીએ પછી ત્રણ દિવસ સુધી પેટ ખરાબ કરીએ છીએ. લગ્ન સમારંભોના બુફેમાં જઈને થતી આવી વર્તણૂક આપણું ત્રણ દિવસ માટે જ પેટ બગાડે છે. છાપાં – ન્યુઝ ચેનલો સાથે રાખવામાં આવતી આવી એટિટ્યુડ રોજેરોજ આપણું દિમાગ ખરાબ કરતી રહે છે -જિંદગીભર.

પાન બનાર્સવાલા

જીવન કી પહેલી કો બૂઝને મત જાના,
નહીંં તો કુછ ઉલટા-સીધા હો જાગેયા.
જીવન કો જીઓ,
સમગ્રતા સે જીઓ,
પૂર્ણતા સે જીઓ,
સાક્ષીભાવ સે જીઓ,
હોશ સે જીઓ,
ઔર તલ્લીનતા સે.

— ઓશો રજનીશ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. What is a circulation figure of daily newspaper in gujarati published from mumbai? And also magazines Like Chitralekha and Abhiyan. I have observed that after this CORONA DISTURBANCES THEIR circulation is badly down. You may write one article on this issue.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here