(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬)
મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ ૧૯૬૯માં પ્રગટ થઈ. આ એની ત્રીજી નવલકથા. પ્રથમ ‘ધ ડાર્ક અરિના’ (૧૯પપ) અને બીજી ‘ધ ફૉર્ચ્યુનેટ પિલગ્રિમ’ (૧૯૬૫). પહેલી નવલકથા પેટે સાડા ત્રણ હજાર ડૉલરની અને બીજી નવલકથા પેટે ત્રણ હજાર ડૉલરની રૉયલ્ટી મળી હતી. બેઉ નવલકથાઓએ મારિયો પૂઝોને લેખક તરીકે વિવેચકોમાં કીર્તિ આપી, વાચકોમાં નહીં.
‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે’ બીજી નવલકથાને ‘સ્મોલ ક્લાસિક’ કહીને વધાવી. બીજા સંખ્યાબંધ રિવ્યૂઝમાં લેખક તરીકે મારિયો પૂઝોનાં ખૂબ વખાણ થયાં, પણ બેમાંની એકેય નવલકથા ઝાઝી વેચાઈ નહીં. મોટા ભાગના સમીક્ષકોએ કહ્યું કે મારિયો પૂઝો એક રિયલ ટેલન્ટ છે, જેન્યુઈન આર્ટિસ્ટ છે અને ઑનેસ્ટ રાઈટર છે. ત્રીજી નવલકથા લખતાં પહેલાં મારિયો એના પ્રકાશક પાસે ગયો. પ્રકાશકે ખૂબ વિનમ્રતાપૂર્વક અત્યંત દયાળુભાવે મારિયો પૂઝોને બહાર જવાનો દરવાજો દેખાડ્યો.
મારિયો પૂઝો નાક રગડીને ફરીથી પોતાના પ્રકાશક પાસે ગયો. નવી નવલકથાનો પ્લૉટ સંભળાવ્યો. પ્રકાશકે ફરી એને રિજેક્ટ કર્યો. મારિયો એ વખતે ૪૫ વર્ષનો હતો. ગરીબ લેખક તરીકેની જિંદગીથી ત્રાસી ગયો હતો. દસ પાનાંની આઉટલાઈન લખીને ફરી એ જ પ્રકાશક પાસે ગયો. પ્રકાશકે ત્રીજી વખત એને દરવાજો દેખાડ્યો. મહિનાઓ વીતતા ગયા. છૂટક અને ઊધડું લખીને એ થોડી ઘણી કમાણી કરતો રહ્યો. એક દિવસ એક લેખકમિત્રએ મારિયોની ઓળખાણ પ્રકાશક જી. પી. પુટનમ્સ ઍન્ડ સન્સ સાથે કરાવી. કલાક સુધી મારિયોનો નવો પ્લૉટ સાંભળ્યા પછી પ્રકાશકે એને પાંચ હજાર ડૉલર ઍડવાન્સ આપવાની ઑફર કરી જે મારિયોએ તરત જ સ્વીકારી લીધી.
૧૯૬૮ના જુલાઈમાં ‘ધ ગૉડફાધર’ પૂરી કરીને મારિયો પૂઝોએ હસ્તપ્રત પબ્લિશરને આપી દીધી અને પાંચ હજાર ડૉલરની એડવાન્સ રકમમાંથી બાકી બચેલા બારસો ડૉલર લઈને પત્ની-છોકરાંને ફેરવવા અમેરિકાથી યુરોપ લઈ ગયો. જતાં જતાં પ્રકાશકને કહ્યું, ‘આ નવલકથા હજુ બહાર કોઈને વાંચવા નહીં આપતા. એને પૉલિશ કરવાની બાકી છે.’
યુરોપમાં પૂઝો કુટુંબે જલસા કર્યા. રોકડા બારસો ડૉલર તો વાપરી જ કાઢ્યા, ક્રેડિટ કાર્ડ્સ પર કુલ આઠ હજાર ડૉલર પણ ખર્ચી કાઢ્યા. અમેરિકા જઈને બિલો ભરવાનાં આવશે ત્યારની વાત ત્યારે. નહીં ભરાય તો જેલમાં જઈશું, મારિયો પૂઝોએ વિચાર્યું હતું અને મનોમન પોતાની જાતને કહ્યું હતું: આમેય નામાંકિત લેખકોને જ કારાવાસની સજા થતી હોય છે ને.
યુરોપના પ્રવાસેથી પાછા આવીને મારિયો પૂઝો ન્યૂ યોર્કમાં પોતાના લિટરરી એજન્ટ કૅન્ડિડા ડોનાડિયોને મળ્યો. મારિયોને આશા હતી કે નવું દેવું ચૂકતે થઈ જાય એ માટે કોઈ મૅગેઝિન-બૅગેઝિન તરફથી તગડું અસાઈન્મેન્ટ કૅન્ડિડાએ લઈ રાખ્યું હશે. કૅન્ડિડાએ એને બદલે મારિયોને બીજા એક સમાચાર આપ્યા. પુટનમ્સને મારિયોએ હાર્ડકવર આવૃત્તિના હક્ક વેચ્યા હતા. એજન્ટે કહ્યું, ‘પેપરબૅકના રાઈટ્સ ખરીદવાની એક ઑફર આવી હતી જે આપણા તરફથી રિજેક્ટ કરી નાખવામાં આવી છે.’
કેટલાની ઑફર હતી? ત્રણ લાખ ને પંચોત્તેર હજાર ડૉલરની! અને આવી જબરદસ્ત ઑફર આપણે જવા દીધી, મારિયોએ પૂછ્યું.
એજન્ટ તરફથી મારિયોને એનું કારણ કહેવામાં આવ્યું. અમેરિકામાં અત્યાર સુધી એકેય નવલકથાના પેપરબૅકના રાઈટ્સ ચાર લાખથી વધુ ડૉલરમાં વેચાયા નથી. આપણે ચાર લાખ દસ હજાર લઈને રેકૉર્ડ તોડવો છે કે પછી પોણા ચાર લાખવાળી ઑફર સ્વીકારી લઈએ, મારિયોને પૂછવામાં આવ્યું.
મારિયોએ એજન્ટને કહ્યું, ‘જેનામાં પોણા ચાર લાખ ડૉલરની ઑફર રિજેક્ટ કરવાની હિંમત હોય એના પર મને પાકો વિશ્ર્વાસ છે.’
મારિયો પૂઝો વધુ એક દિવસ માટે ન્યૂ યૉર્ક રોકાઈ ગયો. બીજો દિવસ. બપોરે એ પ્રકાશક પુટનમ્સના ઍડિટર સાથે લંચ લઈને છેલ્લે કૉફી પી રહ્યો હતો ત્યારે ફોન આવ્યો કે ફૉસેટ નામની પ્રતિષ્ઠિત પ્રકાશન કંપનીએ ચાર લાખ દસ હજારમાં રાઈટ્સ ઉપાડી લીધા છે.
‘ધ ગૉડફાધર’માંથી જ એ પછીનાં ત્રણ વર્ષ દરમિયાન મારિયો પૂઝો કુલ દસ લાખ ડૉલર કમાયો. ૧૯૯૯માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં આ આંકડો એક કરોડ ડૉલર સુધી પહોંચી ગયો હોય તો નવાઈ નહીં. માત્ર એક જ નવલકથામાંથી એક કરોડ ડૉલરની કમાણી. ‘ધ ગૉડફાધર’ ફિલ્મના ત્રણ ભાગમાંથી મળેલી રૉયલ્ટી જુદી. એક જ નવલકથામાંથી આટલી મોટી રકમ લેખકને મળે ત્યારે વિવેચકોની આંખો ફાટી જતી હોય છે. કોઈ ટીકા કરે એ પહેલાં મારિયો પૂઝોએ જ કહી દીધું, ‘આ નવલકથા મેં પૈસા બનાવવા જ લખી છે.’
નવલકથાની દૃષ્ટિએ ‘ધ ગૉડફાધર’ એકદમ ચુસ્ત લેખનશૈલી ધરાવે છે, વાચકોને જકડી રાખે છે અને એ માટે કોઈ સસ્તાં સમાધાનો લેખકે કર્યા નથી. પેપરબૅકમાં પ્રગટ થતી નવલકથાઓને કે લોકોમાં ખૂબ વંચાતા લેખકોને ઉતારી પાડતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ અને ત્રીજી વાર સલામ ભરવી જોઈએ.
પાન બનારસવાલા
જિંદગીમાં સૌથી અઘરી વાત એ શીખવાની છે કે હવે ક્યો પુલ પાર કરવો છે અને કયો પુલ પાર કર્યા પછી બાળી નાખવો છે.
-ડેવિડ રસેલ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhashvin@ybl
hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













