ગુરુવારે સવારે છ વાગે એક તોફાન આવી રહ્યું છે…

પ્રિય ન્યુઝપ્રેમી,

આવતી કાલે, ગુરુવારે સવારે છ વાગે એક તોફાન આવી રહ્યું છે. આપણા દેશના, આપણા સૌના જીગરજાન આરાધ્ય દેવ રજનીકાન્ત સરની નવી ફિલ્મ ‘કાલા’ (કાળિયો) રિલિઝ થઈ રહી છે. મારા તમિળભાષી મિત્ર કૃષ્ણન્ ઐય્યરની વગથી મને ‘અરોરા’ જેવા માટુંગાના લૅન્ડમાર્કસમા થિયેટરની પાંચ ટિકિટો મળી છે. સવારના ૬ વાગ્યાનો પહેલો શો જોતાં પહેલાં પોણા પાંચ વાગે માટુંગાની આઇકોનિક રેસ્ટોરાંમાં અમે સૌ મળવાના છીએ। ધૂમધડાકા , ઢોલનગારાં, મોઢામાં આંગળી નાખીને સીટીઓ વગાડીને રજનીસરની ‘કબાલી’ પછી બે વર્ષે આવી રહેલી આ ફિલ્મનું અમારા જેવા એમના હજારો પાગલ ચાહકો કેવી રીતે સ્વાગત કરીએ છીએ એ વિટનેસ કરવાની તમને તક છે. વહેલા ઊઠીને પાંચ વાગ્યાથી મારા એફબી પેજ પર આવી જજો. છ વાગે પિક્ચર શરૂ થશે અને રજનીસરની એન્ટ્રી થશે ત્યારે ચિચિયારીઓ સાથે જે માસ હિસ્ટીરિયા પેદા થવાનો તે બધો જ માહોલ તમારા માટે એક્સક્લુઝિવ લાવી રહ્યા છીએ. તો મળીએ… રાત રહે જાહરે પાછલી ખટ ઘડી સાધુ પુરુષે સૂઈ ન રહેવું…

અને કાલે ક્યારે શું થવાનું છે એનું ટાઇમટેબલ અંગ્રેજીમાં વાંચવું હોય તો કૃષ્ણને અમારા ગ્રુપમાં જે પોસ્ટ નાખી છે તે વાંચી લો:

Good morning Rajini fans

Wait is over, tickets for exclusive screening of KAALA has arrived.

SCHEDULE:

4.50 a m – Assemble at Ramashraaya hotel, matunga

5.00 a m – Have steaming hot (Rajini brand) filter coffee

5.15 a m – Leave Ramashraaya and reach Arora at around 5 30 am

5.30 – 5.45 – Witness the phenomenon called Rajinikant which would include procession, bursting of crackers, cake cutting, dance to the live dhol, Aarti and many more.

5.45 – Enter the abode, witness floral celebration inside the foyer

6.00 – Screening starts, mind your ears very likely one may go deaf amidst the noise.

Krishnan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here