સબરીમાલા: ભગવાને ક્યારે કોને દર્શન આપવાનાં એ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે?

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

મંદિરની બહાર પાટિયું મૂક્યું હોય કે ન મૂક્યું હોય આપણે જૂતાં-ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશ નથી કરતા.

ચર્ચમાં પગરખાં પહેરીને પ્રાર્થના થતી હોય છે.

કાલ ઊઠીને કોઈ સુપ્રીમ કોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પી.આઈ.એલ.)ની અરજી નાખે કે ચર્ચની જેમ મંદિરમાં પણ પગરખાં પહેરીને પ્રવેશ મળવો જોઈએ, તો સુપ્રીમ કોર્ટ શું કરશે?

મંદિરના ગર્ભગૃહમાં, જ્યાં ભગવાનની મૂર્તિની સ્થાપના થયેલી છે ત્યાં કોઈ ભકતને પ્રવેશ નથી મળતો. જેમને પૂજા કરવાનો હક્ક પ્રાપ્ત થયો છે તે પૂજારીઓ જ મંદિરના ગભારામાં જઈ શકે છે. કેટલાક મંદિરોમાં ભકતો મૂર્તિની નજીક જઈ શકે છે, પણ તેના માટે એમણે નહાઈને સીવ્યા વિનાનું (અથવા ક્યારેક કોરું) કપડું પહેરવું પડે.

ભારતમાં હિન્દુ મંદિરો પોતપોતાની પરંપરાથી અને પોતાની અનુકૂળતા મુજબ મંદિર માટેનાં નીતિનિયમો બનાવતાં આવ્યાં છે. વૈષ્ણવ મંદિરો કે હવેલીઓમાં ભગવાનનાં દર્શન સતત ખુલ્લાં નથી રહેતાં. કેટલાંક મંદિરોમાં સવારથી સાંજ સુધી કમાડ ખુલ્લાં રહે છે, જ્યારે દર્શન કરવાં હોય ત્યારે કરી લો.

આ બધી હિન્દુઓની પર્સનલ બાબતો છે જે અન્ય કોઈ લોકોને નડતરરૂપ થતી નથી. આમ છતાં કોઈ અટકચાળો કરવા માટે સુપ્રીમ કોર્ટને અરજી કરે કે વૈષ્ણવ હવેલીઓમાં આઠ સમાનાં દર્શનને બદલે મંગળાથી શયન સુધી સતત કમાડ ખુલ્લાં રાખવાં જોઈએ તો સુપ્રીમ કોર્ટે શું કરવાનું? આવા વાનરવેડા કરનારાને દારૂ પાઈને નિસરણી પર ચડવા દેવાનો?

સબરીમાલા કેરળના જ નહીં, સમગ્ર દેશના શ્રદ્ધાળુઓનું સ્થળ છે. સદીઓથી પરંપરા ચાલતી આવી છે કે ત્યાં સ્ત્રીભકત દર્શન કરવા આવે તો એની ઉંમર ૧૦થી ઓછી કે ૫૦થી વધુ હોવી જોઈએ. સ્ત્રી માટે રજસ્વલા થવાનો જે સરાસરી વયગાળો છે તે ઉંમરની – દસથી પચાસ વર્ષની ઉંમરની સ્ત્રીઓને પ્રવેશ નથી.

હવે પ્રવેશ નથી તો નથી. સૌ સૌની આસ્થાનો સવાલ છે. પ્રવેશબંધી પાછળનાં તર્ક તમને મંજૂર હોય કે ન હોય, તર્ક છે તો છે અને તર્ક કરતાં વિશેષ આસ્થા છે. આસ્થાને પડકારવાવાળા તમે વળી કોણ? તમને જો આવી બાબતોમાં આસ્થા ન હોય તો ફાઈન, તમે સબરીમાલાનાં દર્શને નહીં જતા, પણ સબરીમાલાના મંદિરે પોતાનો નિયમ બદલવો જોઈએ એવું તમે કેવી રીતે કહી શકો?

તમે જો દારૂ પીને ગંધાતા મોઢે મારા ઘરે આવતા હો તો મારી મરજી છે કે હું તમને મારા ઘરમાં પ્રવેશ આપું કે નહીં, પણ તમે જો બીજા કોઈના ઘરે જતા હો અને એ ઘરના માલિકને કોઈ વાંધો ન હોય તો હું તમને કે એમને કેવી રીતે રોકું? કેવી રીતે મારા ઘરના નિયમો બીજાના ઘર પર લાદવાની કોશિશ કરું?

સુપ્રીમ કોર્ટ ધર્મની બાબતમાં જ્યારે ચુકાદો આપવા બેસે છે ત્યારે કેટલીકવાર ખોટું વેતરાઈ જાય છે. સુપ્રીમ કોર્ટના હુકમની સામે અનેકવાર જનઆંદોલનો થયાં છે. એટ્રોસિટીઝ ઍકટની બાબતમાં તાજેતરમાં જે ચુકાદો આપ્યો તેની સામે ખૂબ રમખાણો થયાં. તે વખતે પેઈડ મીડિયા રમખાણ કરનારાઓની તરફેણ કરતું હતું. અહીં પેઈડ મીડિયા સબરીમાલામાં વિરોધ કરનારાઓની પાછળ પડી ગયું છે, જબરજસ્તીથી પ્રવેશ મેળવવા જતી નારીઓ જાણે મોટી સિદ્ધિ મેળવી લેવાની હોય એવી રીતે એમના ‘સંઘર્ષ’ની કહાણીઓ કહી રહ્યું છે.

સબરીમાલાના પૂજારીઓ અડીખમ છે. તેઓ એવું નથી કહેતા કે અમે સુપ્રીમ કોર્ટનો અનાદર કરીશું. તેઓ કહે છે કે અમે ભગવાનની પૂજા કરવાનું બંધ કરી દઈશું. ઈફેક્ટિવલી મંદિર જ બંધ થઈ જશે, કારણ કે મંદિરમાં પૂજા કરવાનો પરંપરાગત હક્ક ‘તન્ત્રી’ તરીકે ઓળખાતા આ પૂજારીઓનો જ છે એટલું જ નહીં દર્શન ખુલ્લાં હોય ત્યારે એમની હાજરી અનિવાર્ય છે.

જો મંદિર જ બંધ કરી દેવામાં આવશે તો સુપ્રીમ કોર્ટને શું મળશે? ભગવાનની પૂજા કોણે કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી એ વિશે સુપ્રીમ કોર્ટે કોઈ પણ ધર્મ કે રિલિજ્યનની બાબતમાં માથું મારવાનું ન હોય.

મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામી અયપ્પા બ્રહ્મચારી છે. સુપ્રીમ કોર્ટે રિવિઝન પિટિશન સાંભળીને પોતાનો નિર્ણય બદલવો જોઈએ. જેન્ડર ઈક્વાલિટી અને બંધારણીય હક્ક જેવી સુફિયાણી વાતો અહીં અપ્રસ્તુત છે. આમેય બંધારણની ૨૬મી કલમ દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ધર્મસ્થળો પોતાની રીતે મૅનેજ કરવાની છૂટ આપે છે, પણ આ કલમ માત્ર લઘુમતીને જ લાગુ પડે છે. કેમ? બહુમતીએ શું ગુનો કર્યો?

ભારતના મંદિરોના પૈસા સરકાર લઈ જાય અને ચર્ચ-મસ્જિદ – દરગાહોના પૈસાને સરકાર હાથ પણ લગાડી શકતી નથી. આવા તો ઘણા મુદ્દા ચર્ચા માટે ખુલ્લા છે, પણ આજે બસ આટલું જ. ભગવાન તરફથી જ્યારે સુપ્રીમ કોર્ટ અડધી રાત્રે આતંકવાદીઓની ભલાઈ માટે દ્વાર ઉઘાડવાં જોઈએ કે નહીં એ બાબતમાં દખલગીરી થતી નથી ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ભગવાનનાં દ્વાર કોના માટે ખુલ્લાં હોવા જોઈએ ને કોના માટે નહીં એ મામલામાં માથું ન મારવું જોઈએ.

કાગળ પરના દીવા

સમાજમાં પરિવર્તન કેમ નથી આવતું? ગરીબમાં હિંમત નથી, મધ્યમ વર્ગ પાસે ફુરસદ નથી, શ્રીમંતને જરૂર નથી.

– વૉટ્સઍપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

મોદી: ગૅસ કનેક્શન આપી દીધું, લાઈટ આપી, પાકું મકાન પણ આપ્યું, હવે તો ભૈલા તું ગરીબીની રેખાની ઉપર આવી જા.

કૉન્ગ્રેસી: સાહેબ, ગરીબીની રેખાની ઉપર નહીં લઈ જાઓ. બહુ કામ કરવું પડે છે…

( મુંબઇ સમાચાર : રવિવાર, 21 ઓક્ટોબર 2018)

13 COMMENTS

  1. Dear Sir,
    Sorry to know about your views on subrimala.i think you are still living in 18th century. This is 21st century and we should welcome good thing. I know you are pro BJP but to this extent? Please note that I am not anti BJP Or pro anybody. But what is wrong is wrong.

  2. એવું લાગે છે કે ઝું માં આપણે કોઈ એવા અરીસા ની સામે ઊબ૊ રહી ગયા હોઈએ કે ત્યાં જે હોય એના કરતા વિચિત્ર અને વરવું જ પ્રતિબિંબ દેખાય…આ લેખ એવા દરેક લોકો. એવાંચવો જોઈએ જેમના હાથ માં “યોગ્ય” નિર્ણય લેવા ની સત્તા હોય અને પોઝિટિવ અભિગમ હોય…

      • સાહેબ, તમે હવે આસ્થા ની વાત કરો છો? શું ટ્રીપલ તલાક એ મુસલમાનો માટે આસ્થા નો વિષય ન’હતો? વર્ષો પછી જેમને અન્યાય થઈ રહ્યો હતો તેવી મહિલા ઓને ન્યાય અપાવવા નો પ્રયત્ન કર્યો તો તમને યોગ્ય ન લાગ્યું. જરા તટસ્થ રીતે વિચારવા ની જરૂર નથી લાગતી તમને?

  3. Gender equality વાળા પણ ladies and gents toilet અલગ હોવા જોઈએ તેવું માનતા હોય છે ??

  4. આનો અર્થ થયો ગુજરાત માંથી કોય ભૈરવ ભગવાન નો ભક્ત કહે અમારા ભગવાન ને દારૂ ચડે છે એટલે પ્રશાદ લેવો અમારો હક છે
    તો સુ pil સામે હાઈકોર્ટ ગુજરાત માં દારૂ પીવાદેશે

  5. હાલ કોર્ટ કોઈના પણ ચઢાવ્યાથી ચણાના ઝાડ પર ચઢી જાય છે. આટલા જજો બેઠા પછી પણ તર્ક વગરના બીજા ધર્મગુરૂઓની જેમ કોઈપણ કાયદો પસાર થયા વગર જાણે ફટવાઓ બહાર પાડવા મંડ્યા છે. શું તેઓ દરેક કોમ કે સમાજને લગતા પાયાની સમસ્યાઓ પર ટિપ્પણી કરતા કોણ રોકે છે? કરો એના પર ટિપ્પણી.

  6. Tamari.aaj ni cat sathe.hu sahmat nathi.suprim court dakhal na devi te barobar pan ladies(10 to 50) ne pravesh n aapvo te koipan rite yogy nathi . J vat this pravesh nathi Tena thaki j duniya aagal chhale chhe

  7. સ્ત્રી કે પુરુષ વ્યક્તિ સ્વાતંત્ર્ય ની વાત છે

  8. Dharma ane Astha ae darek samaj ni angat ane niji vato chhe aema fakt aeni parampara ane riti riwaj anusar aenu palan thavu joiye aema Constitutional rights kyathi aave. Bahu saras ane sachot lekh. Saurabhbhai once again an eye opener.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here