ખલીલ ધનતેજવી: શ્રદ્ધાંજલિ

ખલીલ ધનતેજવી તેજસ્વી શાયર અને હૂંફાળા આદમી હતા. એમના ઘેઘૂર કંઠમાં જિંદગીમાં મળેલી પછડાટો પડઘાતી અને માથું ઊંચું રાખીને એ અનુભવોનો સામનો કર્યાની ખુમારી છલકાતી.

મારા મિત્રો અનિલ બ્રહ્મભટ્ટ અને વિજય મહેતા એમની ખૂબ નજીક હતા. છેલ્લા બેએક દાયકા દરમિયાન એમને કારણે મને પણ ખલીલભાઈ પોતાનો માનતા. જિંદગીની જે ચિરંજીવ સ્મૃતિઓ છે એમાંની કેટલીક ખલીલભાઈ સાથે સંકળાયેલી છે એ મારા માટે સદભાગ્યની વાત છે.

ગુજરાતી મુશાયરાઓ એમના વગર અધૂરા છે અને મિત્રોની મહેફિલોમાં એમના વિના સન્નાટો છવાશે. એમની બે ગઝલ આ સાથે મૂકી છે. એમના ઘેઘૂર કંઠમાં મનોમન વાંચીને શ્રદ્ધાંજલિ આપજો.

—સૌરભ શાહ
રવિવાર, ૪ એપ્રિલ ૨૦૨૧

#અલવિદાખલીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here