ગાલી-ગલૌંચ કી દુનિયા: ચકલીના ‘ચ’થી મગરના ‘મ’ સુધી – સૌરભ શાહ

(તડકભડક,‘સંદેશ’: રવિવાર, ૧ માર્ચ ૨૦૧૫)

ગુલઝાર જેવા મહાન ફિલ્મસર્જકના લાડકા એવા હોનહાર સંગીતકાર-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’ ફિલ્મ આ ડાયલોગથી ઓપન થાય છે:

“(બીપ) ઔર બેવકૂફમેં ધાગેભર કા ફર્ક હોતા હૈ, ધાગે કે ઈંગે બેવકૂફ ઔર ઊંગે (બીપ) ઔર જો ધાગા ખિંચ લો તો કૌન બેવકૂફ ઔર કૌન (બીપ) ક્રોડ રૂપયે કા પ્રસન હૈ.”

બીપની જગ્યાએ ચકલીના ‘ચ’થી શરૂ થતો અભદ્ર શબ્દ મૂકીને વાંચશો તો વધારે મજા આવશે.

મારી જ નહીં, મારી પહેલાંની અને પછીની બબ્બે જનરેશન્સ માટે પપૂધધૂની કક્ષાના આરાધ્યદેવસમા લેખક ચંદ્રકાંત બક્ષીએ ક્યાંક કહ્યું છે કે,”ગાળ એ પુરુષોનું મેન્સિસ છે.” (બક્ષીસાહેબે જો આવું ન કહ્યું હોય તો ભલે, કંઈ વાંધો નહીં, અમે કહીશું). આવું કહેવાનો મતલબ એ કે જ્યાં સુધી પુરુષ ગાળો બોલતો રહે છે ત્યાં સુધી એનામાં પ્રજોત્પત્તિ કરવાની શક્તિ બરકરાર રહે છે.

ગુજરાતી એક રોબસ્ટ ભાષા છે. ખરબચડી જમીનમાંથી ઊગીને અને સદીઓના વરસાદ-તડકાની ઝીંક ઝીલીને ખડતલ બનેલી ભાષા છે, જેને સાહિત્યકારોએ અને અમે લેખકોએ માયકાંગલી, ચાંપલી, વાયડી, વેવલી અને બાયલી બનાવી દીધી છે. પણ એ તો પુસ્તકોમાં છપાતી ભાષા. બોલાતી ભાષાને ઊની આંચ નથી આવી, એની માને…!

કોઈપણ ભાષાની મીઠાશ એ ભાષામાં રહેલા ગાળભંડોળને કારણે સર્જાતી હોય છે. પારસીઓની જુબાન એટલે જ મિઠ્ઠી લાગે છે. સુરતીઓની જુબાન તો મધુપ્રમેહ થઈ જાય એટલી બધી મીઠડી હોય છે, પણ હિન્દુ સંસ્કૃતિનાં ઓવારણાં લેતા ભારતના સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીને આ ડાયાબિટિક લૅંગ્વેજ પચતી નથી. સાહેબે પોતાની વોકેબ્યુલરીમાં હોય એવા બે-અઢી ડઝન શબ્દો છાપીને દરેક રાજ્યના સેન્સર બોર્ડના અધિકારીઓને સરક્યુલર મોકલ્યો કે ફિલ્મમાં આ બધા શબ્દોની બોલતી બંધ કરી દેવાની. બીપ.

થોડા વખત પહેલાં મારિયો પૂઝોની જગમશહૂર બેસ્ટસેલર ‘ગૉડફાધર’નું ઑફિશ્યલ ગુજરાતી ટ્રાન્સલેશન કરવાનું સ‌‍દ્‍ભાગ્ય મને મળ્યું. મઝાથી કર્યું, પણ મારી એક મૂંઝવણ હતી કે આ નવલકથાનાં મોટાભાગનાં પાત્રો અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા છે અને આ પાત્રો ગુજરાતીમાં બોલે તો ક્યારેય એકબીજાને “તું અત્યંત નિકૃષ્ટ કક્ષાનો માનવી છે” એમ કહીને ગાળ નથી આપવાના. એમના માટે ‘સાલા હરામખોર, રંડીની ઓલાદ’ અને એથીય વજનદાર અભિવ્યક્તિ હાથવગી હોવાની. મારાં સદ્‍નસીબ કે મારા ભડવીર પ્રકાશકે ‘ગૉડફાધર’માં કમસે કમ ૨૬ જગ્યાએ આવતા એ શબ્દો તથા વર્ણનો મંજૂર રાખ્યાં એટલું જ નહીં, મને કહ્યું કે તમે પ્રસ્તાવનામાં લખ્યું છે કે:‘આવાં શબ્દપ્રયોગો તેમજ વર્ણનો આ નવલકથાના અનુવાદકે ગુજરાતીમાં પણ રાખવાનો નિર્ણય લીધો છે’, એમાં ઉમેરો કરીને ‘અનુવાદકે અને પ્રકાશકે’ લખો અને મેં એ ઉમેરો કર્યો.

ગાંધીજીએ સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ દ્વારા પ્રગટ થયેલા ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં શારીરિક સમાગમ માટે વપરાતા ચકલીના ‘ચ’થી શરૂ થતા સડકછાપ શબ્દથી માંડીને બીજા અનેક શબ્દો સામેલ છે, જેની સંસ્કારી કુટુંબોમાં કે સભ્ય સમાજમાં સ્વાભાવિક અને વાજબી રીતે આભડછેટ હોવાની. આઠ દાયકાથી આ જોડણીકોશ શાળા-કૉલેજોની હજારો લાયબ્રેરીઓમાં બાળકો-કિશોરો માટે હાથવગો છે. ‘ગૉડફાધર’ના કેટલાંક ડાયલોગ્સ કે વર્ણનોમાં આવતી સ્લૅન્ગ હજુ સુધી ગુજરાતી સાહિત્યમાં વ્યાપકરૂપે વપરાતી થઈ નથી. ગુજરાતી વાચકો ક્યારના પુખ્ત સમજ ધરાવતા થઈ ગયા છે, પણ ગુજરાતી પુસ્તકોની ભાષાએ આ પુખ્તતા સાથે કદમ મિલાવવામાં થોડું મોડું કર્યું છે. ખેર, દેર આયે દુરુસ્ત આયે.

ડ્રૉઈંગરૂમમાં કમોડ ન હોય, એનું સ્થાન વૉશરૂમ, બાથરૂમ, રેસ્ટરૂમમાં જ હોય છે. ગાળો સાહિત્ય પરિષદના અધિવેશન મંચ પરથી બોલવાની ચીજ નથી. સરખેસરખા સાથે, બીજાઓના કાને ન પડે એવા હલકાફુલકા વાતાવરણમાં અભિવ્યક્તિના શબ્દો ખૂટે ત્યારે વાપરવાની આ ચીજ છે. ક્યારેક કોઈનો કૉલર ખેંચીને શર્ટ ફાડીને બોલવાની ચીજ છે. ગાળો માટે એમ કહેવાય છે કે ઝઘડો થતો હોય ત્યારે હાથાપાઈ કરવી કે ત્યાંથી ભાગી છૂટવું, આ બે અંતિમો વચ્ચેનો માર્ગ છે– ગાળાગાળી કરી લેવાનો. બેઉ પક્ષોની વરાળ બહાર નીકળી જાય. ગાળોની મઝા એ છે કે એમાં જે સગાંવહાલાંઓના ઉલ્લેખો કરવામાં આવે છે એમની સાથે એવું કૃત્ય કરવાનો તમારો કોઈ ઇરાદો નથી હોતો, કતઈ નહીં. પણ તમારે સામેવાળાનું ઇન્સલ્ટ કરવું છે, જબરદસ્ત અપમાન કરવું છે. અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં બધો વાંક પેલાનો જ છે એમ કહીને તમારી બધી જ ભડાસ બહાર કાઢવી છે. તપી ગયેલા દિમાગમાંથી એક પછી એક ગાળ બહાર ફેંકાતી જાય એમ મગજ એક એક ડિગ્રી ઠંડું પડતું જાય. ગાળો બોલી નાખવાથી છરી હુલાવવાની કે પિસ્તોલનું ટ્રિગર દબાવવાની જરૂર પડતી નથી. માર્ક ટ્‍વેઇને તો ત્યાં સુધી કહ્યું હતું કે, “કેટલાક સંજોગોમાં પ્રાર્થનાના શબ્દો જે રિલીફ નથી આપતા તે ગાળો દ્વારા મળે છે!”

યુકેની રેડીમેઇડ કપડાંની એક કંપની છે, ફ્રેન્ચ કનેક્શન. લક અને ડક સાથે પ્રાસ ધરાવતા અંગ્રેજી શબ્દને સજ્જનો જાહેરમાં વાપરતા નથી, લખતા-બોલતા પણ નથી. આ કંપનીએ વીસ-પચીસ વર્ષ પહેલાં એક કૅમ્પેનમાં કંપનીના નામની પાછળ યુનાઇટેડ કિંગડમના ઇનિશ્યલ્સ મૂકીને બ્રાન્ડિંગ કર્યું: એફ.સી.યુ.કે. પહેલી નજરે તમે વાંચો ત્યારે ‘એફ’ પછી ‘યુ’ પહેલાં અને ‘સી’ પછી જ વાંચો અને તમારી આંખો પહોળી થઈ જાય, અને પછી આ ચાલાક ક્રિએટિવિટી સમજમાં આવે ત્યારે તમારું સ્માઈલ પહોળું થઈ જાય. હવે તો ભારતમાં અને ગુજરાતમાં પણ ‘એફસીયુકે’ બ્રાન્ડનાં કપડાં પહેરાય છે. અફકોર્સ, તે વખતે આ કૅમ્પેન સામે રાડારાડ થયેલી પણ વખત જતાં બધું શાંત થઈ ગયું.

બોલતી વખતે પૂર્ણવિરામ કે અન્ય વિરામચિહ્નોની જગ્યાએ ગાળ મૂકવાની ટેવ ઘણાને હોય છે. તારક મહેતાએ ટપુડાની સિરીઝમાં આવું એક પાત્ર ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે સંવાદ આ રીતે લખતા અને એ જ રીતે છપાતા: “(ગાળ), તને કહ્યું તો ખરું કે આ કામ મારાથી નહીં થાય. જોઈએ તો તું પેલા (ગાળ)ને પૂછી જો…” અને દરેક સંસ્કારી ઘરનાં સ્ત્રી-પુરુષ વાચકો કૌંસમાં પોતપોતાની ફેવરીટ ગાળ મૂકીને સંવાદ ફરી વખત વાંચતા!

ગુલઝારને આર. ડી. બર્મન સાથેની દોસ્તી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગુલઝારે હસીને કહ્યું, “દોસ્તી મેં જૈસે લોગ પેશ આતે હૈં, એક દુસરે કે સાથ, ગાલી-ગલૌંચ સે.. વૈસે હી.. કુછ ઝ્‍યાદા શરાફત સે તો પેશ નહીં આતે થે!”

સેન્સર બોર્ડના ચીફને ગુલઝાર અને આર. ડી. જેવા દોસ્તો મળે એવી પ્રાર્થના.

પાન બનાર્સવાલા

એક પણ ગાળ ન આવડતી હોય એવાઓ માટે જિંદગીની આપત્તિઓ જીરવવી જરા વધારે મુશ્કેલ બની જતી હોય છે.

_બિલ વૉટરસન
(વિખ્યાત કૉમિક સ્ટ્રિપ ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ના સર્જક)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here