જીવનના દરેક સવાલનો ઉકેલ મેળવવા બીજાઓ પાસે પહોંચી ન જવાય : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૩૦ જુલાઈ ૨૦૨૬)

એક થોડી અલગ પ્રકારની વાત છે.જરા ધ્યાનથી ધીરજ રાખીને સમજવાની કોશિશ કરીશું તો ખરી મજા આવશે.

ઉપદેશ આપનારાઓ અને ઉપદેશ માગનારાઓ, બેમાંથી કોઈનુંય કશું કામ નથી આ દુનિયામાં. જીવનમાં તમારે શું કરવું જોઈએ અને શું નહીં એવું અન્ય કોઈ વ્યક્તિ કેવી રીતે તમને કહી શકે? નક્કી તમારે પોતે કરવાનું હોય. તમારી તત્કાલીન પરિસ્થિતિ અને તત્કાલીન મન:સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરવાના હોય. તમારી આસપાસ તથા અંદર શું ચાલી રહ્યું છે એની રજેરજની માહિતી તમારા સિવાય બીજા કોઈને હોતી નથી. અધકચરી માહિતી જાણીને અપાતો ઉપદેશ પણ અધકચરો જ હોવાનો.

પણ ઉપદેશ આપનારાઓની આપણે ત્યાં ખોટ નથી. પાડોશીઓથી માંડીને પરમ ભગવદીય જેવા વિશેષણોથી અલંકૃત થઈ ગયેલા બ્રાન્ડ માર્કાવાળા ઉપદેશકો એક જ ગોળીએ ટાઈફોઈડ, ન્યુમોનિયા, મલેરિયા, કમળાનો ઈલાજ કરે છે. એ ટેબ્લેટનું નામ છે: તમારે આમ કરવું જોઈએ.

મારે આમ જ કેમ કરવું જોઈએ, તેમ કેમ નહીં એવો સવાલ જે દિવસે ઊભો થશે તે દિવસથી બોધિજ્ઞાનનું પહેલું ટીપું આ ખોપરીમાં ટપક્યું ગણાશે. જીવનના દરેક સવાલનો ઉકેલ મેળવવા બીજાઓ પાસે પહોંચી ન જવાય. પોતાની મેળે શોધેલો ઉત્તર જ કાયમી સમાધાન, શાશ્ર્વત સંતોષ આપી શકે. જેમની પાસે તમારા કરતાં વધારે જાણકારી, વધારે સમજદારી છે એવા લોકોનો ઉપયોગ બહુ બુહ તો હાઈવે પર શહેર કે ગામનું નામ તથા દિશા સૂચવતા તીર ચીતરેલા પાટિયા તરીકે કરવાનો હોય. આ માર્ગદર્શક પાટિયાને તમારે કહેવાનું ન હોય કે તમે પણ મારી સાથે મુસાફરી કરો.

કોઈ પૂછે તો સૂચન કરાય, ઉપદેશ આપવા બેસી ન જવાય. તમે નક્કી કરેલાં મૂલ્યોનાં માપદંડથી બીજાને કેવી રીતે માપી શકાય? જીવનનાં મૂલ્યોનું કદીય સ્ટૅન્ડર્ડાઈઝેશન નથી થઈ શકતું. વ્યક્તિના પોતાના જીવનમાં તેમ જ સામાજિક જીવનનાં મૂલ્યોમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. ગયા શતકમાં જે સાચું મનાતું, સ્વીકાર્ય મનાતું તે આજે નિંદનીય ગણાતું હોય એવું બન્યું છે અને એનાથી ઊલટુંય બનતું જોયું છે તમે.

માણસના પોતાના અંગત વિશ્ર્વમાં જે કંઈ કરી રહ્યો છે તે સાચું છે કે ખોટું છે એવું નક્કી કરી આપવાનો ઈજારો લેવાનું ઉપદેશકોને ખૂબ ગમે છે. જેમની પાસે પોતાના સ્વતંત્ર અસ્તિત્વની ખુમારી નથી એવા લોકો આ ઉપદેશકો પાસે જઈ છએય અંગ ભોંય પર લગાડી પરસાદની સાથોસાથ ઉપદેશ પણ સીધો જ ગળે ઉતારી દેવા આતુર હોય છે.

પોતાના વિશે ઝાઝું વિચારવાની માથાકૂટ કરવી ન પડે અને પોતાની સમસ્યાઓના ઉકેલ કારગત ન નીવડે ત્યારે બીજાઓના માથે એની જવાબદારી ઢોળી શકાય એવા ઈરાદાથી પણ આપણે ઉપદેશકો તરફ દોડી જવાનું પસંદ કરીએ છીએ.

સંસ્કૃતમાં ઉપદિશ એટલે બે દિશાઓ વચ્ચેનો ખૂણો, પેટાદિશ અને ઉપદેશ એટલે બતાવવું, એ દિશા તરફ બતાવવું. ઉપદેશનો સાચો અર્થ એ છે. કોઈ એક ચોક્કસ દિશા તરફ ધ્યાન દોરતી વાત કહેનારા ઉપદેશકો હવે રહ્યા નથી. જે છે તેઓ પોતાની અધકચરી સમજ અને પોતાના પાક્કા સ્વાર્થ અનુસાર સલાહ-શિખામણ આપનારા છે.

સાચા ઉપદેશના ત્રણ પ્રકાર છે: ૧. પ્રભુસંચિત. અર્થાત્ રાજાની જેમ આજ્ઞા કરવી તે. ૨. મિત્રસંચિત. અર્થાત્ દોસ્તની જેમ સમજાવીને કહેવું તે. અને ૩. કાંતાસંચિત. અર્થાત્ સુંદર સ્ત્રીના મધુર સંભાષણમાંથી વ્યક્તિ પર જે વાતની અસર થઈ જાય તે. છેલ્લા પ્રકારના ઉપદેશે હવે કપટનું સ્થાન લઈ લીધું છે. બીજા પ્રકારના ઉપદેશમાંથી હવે કૂથલી જન્મવા માંડી છે અને પ્રથમ પ્રકારના ઉપદેશના અધિકારી કોઈ રહ્યા નથી, એવી પાત્રતા હોય એવા માણસો ક્યાં છે આજકાલ.

નક્કી થયેલા નિયમો, નિશ્ર્ચિત નીતિમત્તા કે શાસ્ત્રોમાં વ્યક્ત થયેલા આદેશો સમાજ માટે છે, વ્યક્તિ માટે નહીં, ઉપદેશકો આ જ નિયમો- આદેશોનું પુનરાવર્તન કરતા રહે છે. આ નિયમો- આદેશો સમાજ માટે છે એનો અર્થ એવો કે મોટા ભાગના લોકો એ પ્રમાણે વર્તે તો સારું. તમામ લોકો એ જ રીતે વર્તે એવો આગ્રહ રાખી શકાય નહીં. કોણ એ રીતે વર્તે ને કોણ નહીં એવા અપવાદો અંગે પણ સ્પષ્ટતા કરવી અશક્ય છે, કારણ કે અપવાદો અંગેની સ્પષ્ટતા છેવટે નિયમોમાં જ પરિણમતી હોય છે.

ઉપદેશની નિરર્થકતા અણસમજુ લોકોએ જ પુરવાર કરી દીધી છે. જેઓ અક્કલના આળસુ છે તેઓ બાબાના વાક્યને પ્રમાણભૂત ગણીને જીવનમાં ઉતારી દેવાનો પ્રયાસ કરે છે અને પછી દુ:ખી દુ:ખી થઈ જાય છે. ઉપદેશની નિરર્થકતાનો અર્થ કોઈ એવો ન કરે કે દુનિયામાં જે કંઈ સારા વિચારો સર્જાયા અને જે કંઈ ઉમદા ફિલસૂફીઓ રચાઈ એ તમામ નિરર્થક છે. આ તમામ વિચારો, ફિલસૂફીઓ આપણા મનને સંકુચિત વિશ્ર્વમાંથી બહાર લઈ જવા માટે છે, મનની મોકળાશ વધારવા માટે છે. પણ મોટાભાગના ઉપદેશ આપનારાઓમાં અને ખાસ તો, ઉપદેશ માગનારાઓમાં આથી તદ્ન ઊંધી જ પ્રક્રિયા જોવા મળે.

સારા વિચારો કે જીવનોપયોગી તત્ત્વજ્ઞાન પામીને મનની એક પછી એક બારી ઊઘડતી જાય, તમામ બારણાં ખુલ્લાં થઈ જાય, છાપરું પણ ન રહે અને વારાફરતી બધી દીવાલો ખરી પડે. એક અવકાશ રચાઈ જાય. સમજણની આડે આવતી તમામ આડશો, સીમાઓ, મર્યાદાઓ આ રીતે છૂટતી જાય. પણ આપણી પોતાની અધૂરપને કારણે અથવા ક્યારેક ખોટી સમજણને કારણે આપણે ખુલ્લામાં આવી ગયા પછી અવકાશની, પરમશાંતિની, લાગણી અનુભવવાને બદલે આસપાસ કશું જ નથી એવી ખાલીપાની પ્રતીતિ થતાં અસલામતીની લાગણી અનુભવવા માંડીએ છીએ.

આવી અસલામતી દરમ્યાન કોઈ એક વિચારકની કે કોઈ એક સંસ્થાગત વિચારસરણીની કે કોઈ એક ઉપદેશકની છત્રી ખોલીને માથે છત્ર હોવાનો પોકળ સલામતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આવા પ્રયાસ આપણને વધુ જડવાદી, વધુ રૂઢિવાદી, વધુ પરંપરાવાદી બનાવી દે છે. અત્યાર સુધી પામેલા તમામ ઉપદેશોના અંતિમ હેતુ પર પાણી ફરી વળે છે. આવું થાય ત્યારે માનવું કે વાંક બેઉનો છે. ઉપદેશ પામનારનો તો ખરો જ, જેમનાથી એ પચાવી શકાયો નહીં. અને ઉપદેશ આપનારનોે પણ ખરો, જેમણે પોતાના ઉપદેશ દ્વારા અનુયાયીઓની પાત્રતાને વિકસાવવાને બદલે છિછરી જ રાખી.

જીવનને સ્પર્શતો કોઈ પણ સારો વિચાર એવા લોકો માટે નથી જેમને બત્રીસ જાતનાં ભોજન આરોગ્યા પછી ઓડકાર ખાતાં ખાતાં, દાંત ખોતરતાં અસ્તિત્વ વિશે વિચારવાનો શોખ હોય. ગંભીર તત્ત્વજ્ઞાનમાંથી નીપજતી, સુંદર વિચારોની વાતો માત્ર એ લોકો માટે જ છે જેઓ પોતાની પાત્રતાની વિશાળતા, એનું ઊંડાણ વધારવા માગતા હોય. ઉપરછલ્લી પાત્રતા ધરાવનારા અનુયાયીઓને ઉપદેશકો પણ એવા જ મળવાના અને અધકચરા ઉપદેશકોના અનુયાયીઓ પણ કાચીકોરી સમજવાળા જ રહેવાના. લેનાર અને સ્વીકારનાર બેઉની પાસે પોતપોતાનાં ભવ્ય શિખરોનું ગૌરવ હોય તો જ આદાનપ્રદાનની ક્રિયા સાર્થક થાય.

સાયલન્સ પ્લીઝ!

માત્ર સુગંધનો મોહ નડી ગયો,
બાકી કાગળનાં ફૂલો તો
જિંદગીભર સાથ આપવા તૈયાર હતાં.

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here