મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન જેવા સક્ષમ શિક્ષણ પ્રધાનને ખસેડી લીધા એમાં મોદી કંઈ નબળા નથી પડી જવાના : સૌરભ શાહ

(Monday, 27 July 2026. 10:00 AM)

સોશિયલ મીડિયા જ્યારે તોફાની બારકસોના હાથમાં જાય છે ત્યારે એનો ઘોર દુરુપયોગ થાય છે. સાચા, નિષ્ઠાવાન અને દેશહિત જેમના હૈયે છે તેવા લોકો જ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી રહ્યા છે.

આવું જ મીડિયાનું પણ છે. રાજદીપ સરદેસાઈ જેવા રૉન્ગ નંબરો દરેક ભાષાના મેઈન સ્ટ્રીમ મીડિયામાં ભર્યા પડ્યા છે. આની સામે અર્નબ ગોસ્વામી જેવા સચ્ચા દેશભક્તો પણ મીડિયામાં છે.

કોક્રોચોના આંદોલન પાછળનાં ખરાં કારણો જો આપણા જેવાઓને ખબર હોય તો શું મોદીને ના હોય. દેશમાં અસ્થિર અને અરાજકતા ફેલાવવા માગતા દેશના દુશ્મનોને અને આ દુશ્મનોને કવર ફાયર આપતા મીડિયાને ટેકલ કરવામાં મોદીને કોઈ પહોંચી ન શકે.

મોદી જોઈ શકે છે કે વિપક્ષના નેતાઓ બિલિયર્ડ રમવામાં નિષ્ણાત છે. જે બૉલને એમની સ્ટિક ટચ કરે છે એ એમનો ટાર્ગેટ નથી. એ બૉલ ક્યાં ક્યાં અથડાઈને છેવટે કયા બૉલને ટચ કરશે તે રમત મોદી જાણે છે, સામાન્ય પ્રજા અજાણ હોય છે. ‘નીટ’ની પરીક્ષાની કૉપી રોકવા માટેનાં પગલાં લેવામાં આવ્યાં જ છે. છેક 2024માં એટલે જ તો કાયદો ઘડવામાં આવ્યો. 2026માં પુનરાવર્તન થયું ત્યારે આ કાયદો વધુ કડક બનાવવાની જરૂરત ઊભી થઈ. એ કામ ચાલુ થયું અને પૂરું થાય ત્યાં જ વિપક્ષને આ મુદ્દો મળી ગયો. એ લોકોને પરીક્ષા સાથે, પેપર ફૂટવાની ઘટના સાથે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ લેવાદેવા નથી હોતી. પેપર ફૂટવાને કારણે હતાશ થઈને ૨૧ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી એ પણ ગધેડીને તાવ આવે તેવી વાત છે. કોઈ પણ મુદ્દાને ઇમોશનલ બનાવવા માટે આવી વાતો ફેલાવવી જરૂરી હોય છે. જે લોકો મૃત્યુ પામ્યા એમાંથી પેપર લીક થઈ જવાને લીધે આત્મહત્યા કરી હોય એવા કેટલા? કોવિડ કાળમાં જેટલા લોકો મૃત્યુ પામતા એ બધાના મોત કોરોનાને લીધે થયાં એવો દાવો કરવામાં આવતો હતો. આવા નકારાત્મક નરેટિવ ઊભા કરનારાઓ દેશના દુશ્મન હોય છે. આ જ દુશ્મનોએ નોટબંધી વખતે લાઇનમાં ઊભા રહેવું પડ્યું એટલે, રોકડ રકમ ખૂટી પડી એટલે વગેરે જેવાં વાહિયાત ફેક ન્યુઝ ફેલાવીને નોટબંધીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.

પેપર ફૂટવાની ઘટનાથી કોઈએ ખરેખર આત્મહત્યા કરી લીધી હોય તો વિચારવું જોઈએ કે આ બાબતે પોતાની જિંદગી જે ટૂંકાવી નાખે છે એ ભવિષ્યમાં ડોક્ટર થઈ પણ જાય તો શું ઉકાળશે? એ વ્યવસાયમાં તો રોજ કોઈ ને કોઈ ક્રાઇસિસનો સામનો કરવો પડતો હોય છે. દર્દીના જીવનમરણનો પ્રશ્ન પણ હોઈ શકે છે. તે વખતે માનસિક તાણ સહન કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તેવા લોકો ક્યાંથી ‘નીટ’ જેવી અઘરી પરીક્ષાઓમાં પાસ થવાનાં સપનાં જોઇ શકે? આ બે ડઝન વિદ્યાર્થીઓનાં મૃત્યુ માટે જવાબદાર કોણ છે, કઈ ઘટના છે તે વિશે કોઈ જાંચતપાસ વિના જ નરેટિવ ઊભો થઈ ગયો કે હાય, હાય, આ તો મોદી સરકારે નિર્દોષ યુવાનોનો ભોગ લીધો.

જંતરમંતર પર ચાલી રહેલા વાંદાઓના તોફાન દરમિયાન એક એવું પરસેપ્શન ઊભું કરવામાં આવ્યું કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવશે એટલે મોદીની નામોશી થઈ જશે, એમની સામે આંદોલન થશે એટલે એમણે ગાદી છોડવી પડશે, એ ગાદી છોડશે કે તરત પપ્પુ કૂદકો મારીને વડા પ્રધાન બની જશે. કેટલાક મોદીપ્રેમી દેશભક્તોને પણ આવી ઘાસ્તી લાગે છે.

પણ આ ખયાલી પુલાવ છે શેખચલ્લીનો ઘાડવો છે.

મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન જેવા સક્ષમ શિક્ષણ પ્રધાનને ખસેડી લીધા એમાં મોદી કંઈ નબળા નથી પડી જવાના. ધારો કે મોદીએ અભિજીત દીપકેની માગણી સ્વીકારીને પોતાનું રાજીનામું ધરી દીધું (અરે ભાઈ, અહીં જેટલાં સ્માઈલી હોય તે બધાં જ ઠાલવી દેજો તો કોઈ) તો પણ સત્તા પલટો થવાનો નથી. વિપક્ષો સરકાર નહીં રચી શકે. ધારો કે પપ્પુને સરદાર બનાવીને કે પછી કેજરીવાલને કે મમતાને કે અખિલેશ જેવા ગેન્ગસ્ટરોમાંથી કોઈને વડા પ્રધાન બનાવવામાં આવે છે તો આ દેશનું બાળમંદિરમાં ભણતું છોકરું પણ તમને કહેશે કે એ સરકાર છ મહિનાથી વધારે નહીં ટકે અને છેવટે વચગાળાની ચૂંટણી આવશે જેમાં મોદી 400થી વધુ સીટ લઈને પાછા વડા પ્રધાન પદે બેસશે. લખી રાખજો, ધરપત રાખજો. મોદીને કોઈ ઉથલાવવાનું જ નથી પણ ન કરે નારાયણ અને જો એવું થયું તો વચગાળાની ચૂંટણી પાકી અને જેમાં 400 પ્લસ હન્ડ્રેડેન વન પર્સેન્ટ.

મોદીએ ગુરુવારે મધરાત પછી ઇન્સ્ટાગ્રામ પર જે લાજવાબ રીલ બનાવીને મૂકી છે તે તમે જોઈ જ હશે. ના જોઈ હોય તો જોઈ લેજો. બીજે દિવસે આભાર માનતી અફલાતૂન રીલ મૂકી છે જે જરૂર જોવાની છે. બે-પાંચ મિનિટનો જ સવાલ છે. પણ એ જોઈને જે ધરપત મળશે તે લાંબા ગાળાની છે.અને ગઈ કાલે ત્રીજી રીલ આવી છે એ પણ જુઓ.

મોદીને ભારતની આબાલવૃદ્ધ પ્રજા સાથે આત્મીયતા કેળવતાં આવડે છે. એ માટે એમણે આજીવન કામ કર્યું છે, તપ કર્યું છે. મોદી માત્ર સારા વક્તા નથી ( એવા કુટકળિયા તો ઘણા હોય ) મોદી જે બોલે છે તેમાં એમનું જીવન-એમની તપસ્યા અને એમનો અનુભવ-એમનો ત્યાગ અને એક સચ્ચા દેશપ્રેમી તરીકેની એક સાચા હિન્દુ તરીકેની લાગણીઓનો પડઘો હોય છે, જે પડઘો તમને સ્વામી સચ્ચિદાનંદ કે મોરારીબાપુ જેવા દુર્લભ સંતોની વાણીમાં કે ગુણવંત શાહ જેવા જૂજ વિચારક ચિંતકની વાણીમાં સંભળાતો હોય છે.

કેટલાક વાંકદેખાઓ કહેવા લાગ્યા કે ઇન્સ્ટા પર મોદીએ ‘મિત્રોં’ને બદલે ફ્રેન્ડ્ઝનું સંબોધન કર્યું! આગળ આગળ જોતા રહેજો મોદી ‘હેય, ગાઈઝ’ પણ કહેશે અને ‘બ્રો’ પણ બોલશે. અમારા સાહેબને તમે વાંદાઓ માનો છો શું? અમે એમ કંઈ જેનાતેના અંધ ભક્ત થોડા બની જઈએ.

આજનો વિચાર

આ દેશનાં ગાદલાં-ગોદડાં છેલ્લાં 70 વર્ષથી કોઈએ તડકે મૂક્યાં જ નહોતાં. મોદીએ આવીને અગાશી પર જેવાં સૂકવવા મૂક્યાં ત્યાં જ એમાંથી માંકડ, ચાંચડ, જૂ અને ઝીણી ઝીણી એનઆરઆઈ વંદીઓ બહાર નીકળીને ભાગદૌડ કરવા માંડી છે. મોદીએ પોતે તો હજુ આ ગાદલાં-ગોદડાંને ઊંધાંચત્તાં કરીને એના પર લાકડી મારી મારીને એની ધૂળ કાઢવાનું શરૂ કર્યું નથી. માત્ર તડકે મૂકવાનું જો આટલું મોટું પરિણામ આવતું હોય તો બાકીના ક્રિયાકરમનું કેટલું મોટું પરિણામ આવશે, કલ્પના કરી જુઓ.

-સૌરભ શાહ

(2016ની સાલમાં, આજથી દસ વર્ષ પહેલાં, ‘મુબઈ સમાચાર’ માટે લખાતી મારી દૈનિક લાસ્ટ પેજ કૉલમ ‘ગુડ મૉર્નિગ’ના એક લેખમાંનો આ હિસ્સો અભિનેતા પરેશભાઈ રાવલ સહિત અનેક વાચકોએ વાયરલ કર્યો હતો જે આજે ફરી એકવાર કોક્રોચોને કારણે ચર્ચામાં આવ્યો છે)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here