(Monday, 27 July 2026, 5:00 PM)
આજે સંસદમાં વિરોધ પક્ષના સભ્યોએ પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા ખરડાનો વિરોધ કર્યો. જે ઇશ્યૂને લઈને રાહુલ, કેજરીવાલ, અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓ સડક પર ઉતરી આવ્યા હતા એ જ વાતનો ઉકેલ આવી રહ્યો છે તે અમને પસંદ નથી. ભારતના મતદારો સમક્ષ આ તમામ લોકો ફરી એકવાર નાગા થઈ ગયા છે.
આ વર્ષે જૂનમાં ‘નીટ’ની રી-એક્ઝામ લેવાય તે પહેલાં 13 ધરપકડો થઈ ચૂકી હતી. અત્યારે આ આરોપીઓ જેલમાં છે અને તપાસ આગળ વધતી જશે એમ વધુ ધરપકડો થવાની. દિલ્હીની સીબીઆઇ કોર્ટમાં ચાલી રહેલા આ મુક્દ્દમામાં જે 13 જણાને અત્યારે જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે તે કોણ કોણ છે?
આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં કે મેઈન સ્ટ્રીમ મીડિયામાં તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કે ‘નીટ’ના આ કૌભાંડમાં જેમને પકડ્યા છે એમાંનો જે સૂત્રધાર હતો તેને ક્લીન ચિટ આપીને છોડી મૂકવામાં આવ્યો છે.
પહેલી વાત—13માંના એક પણ આરોપીને ક્લીન ચિટ નથી મળી, તેરેતેર જણ અત્યારે જેલમાં છે. આ આરોપીઓ પર ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા થઈ રહી છે અને અત્યારની ચાર્જશીટમાં NTAના કોઈ કર્મચારીનું નામ નથી આમ છતાં એ દિશામાં તપાસ ચાલુ છે.

સી.બી.આઈ. તરફથી જે માહિતી આપવામાં આવી તે 2024ના ‘નીટ’ના પેપરને લીક કરવાના કેસમાં પકડાયેલા સંજીવ મુખિયા નામના આરોપીને લગતી છે. ( અટક મુખિયા હોવાથી કેટલાક ડાહ્યા પત્રકારોએ એને કૌભાંડનો મુખ્ય આરોપી-કિંગપિન માની લીધો ) સંજીવ મુખિયા પર 2024ની ‘નીટ’ પરીક્ષાના પેપર ચોરીને એનું વિતરણ કરવાનો આક્ષેપ હતો પણ એ અંગેના પુરાવા સીબીઆઇને મળ્યા નથી એટલે એને આ કેસમાં જામીન મળ્યા છે. જોકે, બિહાર પોલીસે દાખલ કરેલા કેસમાં હજુય એ જેલમાં જ છે.


2024ના ‘નીટ’ પેપર લીક કેસના મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રૉકી 45 આરોપીઓ પર હજુ કેસ ચાલી રહ્યો છે. આવો વિલંબ ન થાય તે માટે આ પ્રકારના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે-ટુ-ડે બેઝીસ પર ચલાવવાનો નિર્ણય લેવાઈ ગયો છે. એટલું જ નહીં 2024ના કેસના આરોપીઓ આ બે વર્ષના ગાળા દરમ્યાન એક પછી એક રેગ્યુલર જામીન પર છૂટી ગયા છે. પણ તેઓ આરોપી તો છે જ. જામીન ન્યાયપ્રક્રિયાનો એક ભાગ છે. કાયદા અનુસાર જ્યાં કોર્ટે આપવા પડે ત્યાં અપાય. અને એન.એસ.એ. પ્રકારના કેસમાં દેશદ્રોહ કે આતંકવાદ જેવા ગુનાઓમાં ન મળે તો ન જ મળે. જેમ કે કૉન્ગ્રેસીઓને જેમના પર બહુ વહાલ ઉભરાઈ આવે છે તે રાજમાન રાજેશ્રી 38 વર્ષના ‘વિદ્યાર્થી’ ઉમર ખાલીદને 2013થી વારંવાર દેશદ્રોહ કે અન્ય ગુનાઓ હેઠળ પકડવામાં આવ્યો છે જેમાં એને કૉન્ગ્રેસીઓએ જામીન પર છોડાવ્યો પણ છે પરંતુ 2020ના દિલ્હી રાયટ્સના કેસમાં એની એની સામે એવા જડબેસલાક પુરાવા છે કે વારંવાર અરજી કરી હોવા છતાં, છેક સુપ્રીમ કોર્ટમાં જઈને નાક રગડવા છતાં એને જામીન નથી મળી રહ્યા. આ વખતે ભાઈ પર યુ.એ.પી.એ. (UAPA) અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળ ગુનો નોંધાયો છે. ઉમર ખાલિદ અને શર્જિલ ઇમામ તરફી નારાઓ લગાવાયા હતા જંતરમંતર પર. આ જેન-ઝીની તરફેણ કરી રહેલા લોકોએ એમને ગ્યાન આપવું જોઇએ કે આ બંને ચાદરમોદ કોણ છે. શર્જિલ પણ 2020ના દિલ્હી હિંદુ વિરોધી રમખાણોનો આરોપી છે. એ હરામીએ સિલિગુડી પાસે આવેલા ચીકન નેક તરીકે ઓળખાતા સાંકડા પ્રદેશ પર બાંગ્લા દેશ કબજો કરીને ભારતનાં ઇશાનનાં રાજ્યોને ભારતથી વિખૂટાં પાડી ભારતના ટુકડા કરી નાખવામાં આવે એવી માગણી કરી હતી. જંતરમંતરના વાંદા-વાંદાઓનો આ લાડકો દેશદ્રોહી અને સમાજકંટક શર્જિલ 6 વર્ષથી તિહાર જેલમાં સબડે છે.

ખેર.
2026ના ‘નીટ’ પેપર લીકના કેસમાં જે 13 જણ અત્યાર સુધી પકડાયા છે તેમની ઝડપી ઓળખપરેડ કરી લઈએ.
1. પી.વી. કુલકર્ણી : સૂત્રધાર. કેમેસ્ટ્રીનું પેપર લીક કર્યું.
2. મનીષા ગુરુનાથ મંધારી : પૂનાનાં સિનિયર બોટની અધ્યાપક. બાયોલોજીનું પેપર લીક કર્યું.
3. મનીષા સંજય હવલદાર : પૂનાનાં ફિઝિક્સ એક્સપર્ટ/અધ્યાપક. ફિઝિક્સનું પેપર લીક કર્યું.
1. ડૉ. મનોજ ભગવાનરાવ શિહુર : લાતુરના ડૉક્ટર જેમણે લીક થયેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા.
5. તેજસ હર્ષદકુમાર શાહ : પૂનાની કોચીન એકેડેમીમાં ફિઝિક્સ શીખવાડનારા.
6. શિવરાજ રઘુનાથ મોટેગાંવકર : લાતુરની રેણુકાઈ કરિયર/કેમિસ્ટ્રી સેન્ટરના સ્થાપક.
7 થી 13 : આ ઉપરાંત વચેટિયા તરીકે કામ કરનારાઓમાં મનીષા વાઘમારે, ધનંજય લોખંડે, શુભમ ખૈરનાર, યશ યાદવ, માંગીલાલ ખાટિક, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલ.
આમાંથી 6 નંબરનો આરોપી શિવરાજ અતિ શ્રીમંત છે અને કોંગ્રેસી નેતા છે, રાહુલ ગાંધીની નિકટનો બદમાશ છે.

આ તેરેતેર જેલમાં છે. કોઈને જામીન નથી મળી.
‘નીટ’ જેવા મુદ્દા આવ્યા જ કરશે. જ્યાં સુધી ભાજપ સરકાર સત્તામાં છે ત્યાં સુધી એટલે કે આવતા ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ સુધી વિપક્ષના ફ્રસ્ટ્રેડ નેતાઓ ભારતને અસ્થિર કરવાના ઇરાદાથી દેશમાં અશાંતિ પેદા કરશે, અરાજકતા ફેલાવશે.

તમારામાંથી કેટલાક વાચકોને 2019ની લોકસભાની ચૂંટણીના મતદાનનો હજુ પહેલો તબક્કો પણ પૂરો નહોતો થયો ત્યારે જે લેખ મેં લખ્યો હતો એ યાદ હશે. ન યાદ હોય તો ટૂંકાવીને મૂકું છું. આખો વાંચવો હોય તો Newspremi dot com પર આર્કાઈવ્સમાં જઈને વાંચી શકો.
આટલું વાંચી લો પછી આગળ વાત કરીએ:
ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી, એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે : સૌરભ શાહ
(ન્યુઝપ્રેમી, ગુરુવાર, ૨૫ એપ્રિલ ૨૦૧૯)
૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટ્સ મળી હતી. આ વખતે ૩૦૦ પ્લસ પાકી છે અને એન.ડી.એ.એ કુલ મળીને ૩૫૦ થી પોણા ચારસો સીટ્સ મળે છે એ નક્કી છે.
મારો અભ્યાસ એમ કહે છે કે ડિસ્પાઈટ એવરિથિંગ મોદી માટે આ ચૂંટણી કેકવૉક છે. બીજી ટર્મ એમને મળશે કે નહીં એ વિશે મારા મનમાં કોઈ અવઢવ નથી…
બીજી ટર્મના છેલ્લા બે વર્ષ દરમ્યાન જે કંઈ બંધારણીય સુધારણાઓની અને ક્રાન્તિકારી પગલાંઓની આપણે સૌ આશા રાખીએ છીએ તે બધાં જ કામ થવાનાં. એ બધાં કામ ઉપરાંત આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવાં એવાં કામ આ મોદીકાકા દિવસરાતના ઉજાગરા કરીને આપણા માટે કરવાના છે – મારા આ શબ્દો લખી રાખજો, એવાં એવાં કામ મોદી કરશે જેની આપણને કલ્પના પણ નહીં હોય.
મોદીની એ સફળતા જોઈને કૉન્ગ્રેસ અને એના ભાંગફોડિયા સાથીઓના પેટમાં તેલ રેડાવાનું, તેઓ રાજકીય ક્ષેત્રમાંથી ભૂંસાઈ જવાની અણી પર આવી જશે, એ સૌની પીઠ ભીંત સરસી ચંપાઈ જશે, બચવાનો કોઈ મારગ નહીં હોય, ભારતના લોકોને એમના પર સહેજ પણ વિશ્વાસ બચ્યો નહીં હોય – માત્ર પેઈડ સેક્યુલર લેફ્ટિસ્ટ મીડિયાના રહ્યાસહ્યા ચિરકુટો એમની સાથે હશે, કૉન્ગ્રેસીઓ અને એમના સડકછાપ સાથીઓ જીવ પર આવી જશે અને તે વખતે ભારત માટે, મોદી માટે, આપણા સૌ માટે સૌથી મોટો ખતરો ઊભો થશે – મરતા ક્યા નહીં કરતા, નાગાને નહાવું શું અને નિચોવવું શું?
…અખિલેશ, મમતા કે પછી પેલો જોકર કેજરીવાલ હોય – આ સૌ નિર્વસ્ત્ર નેતાઓ પોતાના હાથમાંથી સરી ગયેલી સત્તાને પાછી મેળવવા, એક છેલ્લો ચાન્સ હવે આ જ છે એમ કહીને મરણિયા બની જશે અને પહેલી ટર્મમાં તો એમણે બહુ છટપટાહટ કરી – મોદીને હેરાન કરવાની, ન કરી શક્યા. બીજી આખીય ટર્મ દરમ્યાન, આ સૌ ગદ્દારો મોદી જે રાતના ત્રણ-ચાર કલાક પૂરતા જ ઊંઘે છે, એમને એટલુંય સૂવા નહીં દે – એવા એવા ખેલ આ કૉન્ગ્રેસીઓ, મુસ્લિમવાદીઓ, લેફ્ટિસ્ટો કરશે અને પેઈડ મીડિયા પણ પોતાના શરીર પરની છેલ્લી લંગોટી બચાવવા દસગણા જોરથી મોદી વિરુધ્ધનું પ્રચારકાર્ય શરૂ કરીને આપણને ભરમાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.
મને ૨૦૧૯ની ચૂંટણીની ચિંતા નથી. મને ૨૦૨૪ની ચૂંટણીની ચિંતા છે. આપણને સૌને હોવી જોઈએ. આવતાં પાંચ વર્ષ દરમ્યાન એકે એક દિવસ આપણે ચૌકન્ના રહેવું પડશે. વિપક્ષો મરણિયા બનીને મોદીને નુકસાન કરવાના હેતુથી આ દેશનું નુકસાન કરવા તૈયાર થશે. ભૂતકાળમાં એમણે એ જ કર્યું છે. પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગે ત્યારે કૉન્ગ્રેસે દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી
હરકતો કરીને પોતાને બચાવી લેવાની અપવિત્ર હરકતો કરી જ છે. મોદીને ઉથલાવવા એમના વિરોધીઓ દેશમાં અસ્થિરતા ઊભી કરી શકે એમ છે. તેઓ માત્ર કોમી રમખાણો જ નહીં, સાઉથમાં, નૉર્થ-ઈસ્ટમાં, બંગાળમાં પણ – સિવિલ વૉરની પરિસ્થિતિ પેદા કરી શકે એમ છે.
…આપણે સૌએ, ભારતના એકેએક મતદારે આવતાં પાંચ વર્ષ દરમ્યાન મોદીની સાથે જાગતાં રહેવું પડશે. કૉન્ગ્રેસી મીડિયાના અપપ્રચારમાં આપણે ક્યાંક ઊંઘતાં ન ઝડપાઈ જઈએ. ભારતનો ક્રુશ્યલ ટાઈમ ૨૩મી મેએ એન.ડી.એ.ને જંગી બહુમતી મળ્યા પછી શરૂ થવાનો છે…
મોદી પર ભરોસો રાખીએ આસ્તીનના સાપ પાસે પણ જે નાગિન ડાન્સ કરાવી શકે એનું નામ મોદી છે.
* * *
2019ની 25 એપ્રિલે આ લેખ પ્રગટ થયા પછી એ જ વર્ષે ડિસેમ્બરમાં મુસ્લિમો દ્વારા એનઆરસી વિરુદ્ધ શાહીન બાગ આંદોલન થયું. 2020માં દિલ્હીમાં હિંદુ વિરોધી કોમી રમખાણો થયાં. 2021વાળું ખાલિસ્તાની ખેડૂત આંદોલન ચાલ્યું.
વિરોધ પક્ષોને ખબર પડી ગઈ છે કે મોદી અને ભાજપ અને આરએસએસ-આ પવિત્ર ત્રિપુટી મળીને દેશના કલ્યાણ માટે જે કામ કરી રહી છે એના દસ ટકા જેટલુંય કામ કરવાની પોતાની ક્ષમતા નથી અને દાનત પણ નથી. માટે વાર તહેવારે સડક પર આવીને પ્રજામાં આક્રોશ પેદા કરો, અસંતોષ ઊભો કરો, મીડિયાને ખરીદો, ઇન્ફિલ્યુઅન્સર્સને બહેકાવો અને મતદારોને-વિશેષ કરીને જેઓ ફર્સ્ટ ટાઇમ કે સેકન્ડ ટાઇમ વોટર્સ છે જેમણે 2004-2014નું ચીંથરેહાલ ભારત જોયું જ નથી એમને ભરમાવવાની ભરપૂર કોશિશ કરો. ‘નીટ’ની કોક્રોચોને લઈને આવી જ કોશિશ થઈ. હજુ તો ગરોળી, વીંછી, માંકડ, ચાંચડ, મચ્છર, ઉંદર, મગર બધું ઘણું આવવાનું બાકી છે. ભરોસો રાખજો તમારા પોતાના પર, મોદી પર અને તમારા સુધી કડવી પણ સાચી વાત નિઃસ્વાર્થ ભાવે પહોંચાડી રહેલા ગુજરાતના અને દેશના ગણ્યાગાંઠ્યા સચ્ચા દેશપ્રેમથી રંગાયેલા પત્રકારો પર.

<img class=”alignnone size-full wp-image-14396″ src=”https://www.newspremi.com/wp-content/uploads/2026/07/WhatsApp-Image-2026-07-27-at-17.19.27.jpeg” alt=”” width=”941″ height=”1672″ />
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












