(Sunday, 26 July 2026. 4:00 PM)
કોક્રોચોના ‘નીટ’ આંદોલનમાં એમણે ફરી એકવાર પુરવાર કરી દીધું કે વિપક્ષોના ફુગ્ગામાં ટાંકણી ભેરવવામાં પોતે એક્સપર્ટ છે. એમણે એટલે આપણા સાહેબે. સાહેબ એટલે આપણે જેમના ભક્ત છીએ, અંધભક્ત છીએ (અને દેશદ્રોહીઓ જલી જલીને જેમને એમના ભૂંડભક્ત કહે છે તે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ.
28 દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં જેન-ઝીના નામે જંતરમંતર પર ચાલતા દેશવિરોધી આંદોલન દરમ્યાન રોજની ડઝનબંધ ભ્રામક માહિતીઓનો ફુગ્ગો ફુલાવવામાં આવતો રહ્યો. મોદીએ ગુરુવારની મધરાત પછી ઇન્સ્ટાગ્રામ પર ખાલી અઢી ત્રણ મિનિટની એક નાનકડી રીલ પોતાના મોબાઈલ પર રેકોર્ડ કરીને વહેતી મૂકી દીધી અને 24 જ કલાકમાં આખો સિનારિયો બદલાઈ ગયો. મોદીનું સિંહાસન ડોલી રહ્યું છે એવી ખાતરી ધરાવતા લોકો વાંદાની જેમ પીઠ પર ઊંધા વળીને હવામાં અધ્ધર પગ કરીને છટપટાવા લાગ્યા. મોદીપ્રેમી અને ભારતનાં સાચાં સંતાનોનાં મનમાં એક-બે છાંટા આવી દહેશતના પડ્યા હતા તે પણ આ રીલ આવ્યા પછી બાષ્પીભવન થઈને વરાળ બની ગયા.
24 કલાકમાં આ મોદીની રીલને 300 મિલિયન કરતાં વધુ, 30 કરોડ કરતાં વધુ વ્યુઝ મળ્યા અને હજુય મળી રહ્યા છે. ( કરન્ટ ફિગર છે: 379 મિલિયન, 37.9 કરોડ).


મોદીએ આ રીલ જોવા બદલ જેન-ઝીનો આભાર માનવા માટે શુક્રવારે રાતે બીજી રીલ બનાવીને મૂકવી પડી એ પણ લાખો-કરોડો ઇન્સ્ટાગ્રામપ્રેમી યુવાપેઢી સુધી પહોંચી રહી છે.
NEET- ‘નીટ’. નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. મેડિકલ અને આયુર્વેદના ડૉક્ટર બનવા માટે ભારત આખાના વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. લાખો વિદ્યાર્થીઓના સપનાં આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઊંચા માર્ક્સ લાવ્યા પછી સાકાર થવાની શરૂઆત થઈ જતી હોય છે. આ પરીક્ષા લેવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની છે જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગનો એક હિસ્સો છે.
‘નીટ’ની પરીક્ષા ( જે અગાઉ એ.આઈ.પી.એમ.ટી. ના નામે લેવાતી)ના પેપર આ મે મહિનામાં ફૂટી ગયાં અને પરીક્ષા મુલતવી રાખવી પડી. 21મી જૂનને ફરી લેવાઈ. જુલાઈની 16મીએ રંગેચંગે એના રિઝલ્ટ આવી ગયાં. આર્યન ગુપ્તા નામના પંજાબના તેજસ્વી વિદ્યાર્થીને 720 માંથી 715 માર્ક મળ્યા. હરિયાણાના પંશુલ બંસલની બીજી રેન્ક આવી. એને પણ 715 માર્ક્સ આવ્યા. 22 લાખ વિદ્યાર્થીઓએ આ વખતની પરીક્ષા માટે ફોર્મ ભર્યાં હતાં જેમાંથી લગભગ 20 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભારતના 5,440 કેન્દ્રોમાં યોજાયેલી પરીક્ષામાં બેઠા. આ કેન્દ્રોમાં કુલ એક લાખ સીસીટીવી કેમેરા હતા. લગભગ સવા અગિયાર લાખ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જેમાંથી લગભગ સવા લાખ વિદ્યાર્થીઓને મેડિસીનની અને આયુર્વેદની વિવિધ શાખાઓમાં અભ્યાસ માટે ઍડમિશન મળી જશે. આ વખતે 56-57% જેટલું રીઝલ્ટ આવ્યું. પેપર ફૂટવાથી હોશિયાર અને પ્રામાણિક વિદ્યાર્થીઓને જે નુકસાન થઈ શકે એમ હતું તે ઘાત ટળી ગઈ. તાબડતોબ ફરીથી પરીક્ષા લેવાઈ એટલે એક પણ વિદ્યાર્થીનું આખું વર્ષ બગડ્યું નહીં.
‘નીટ’ જેવી રાષ્ટ્રીય સ્તરે યોજાતી ખૂબ અગત્યની પરીક્ષાઓના પેપર ફૂટે કે એમાં કૉપી થાય કે પછી એકને બદલે બીજી વ્યક્તિ પરીક્ષામાં બેસવા જાય એવા દુષણો રોકવા માટે ભારતમાં કોઈ અલગ કડક કાયદો નહોતો. કોક્રોચપ્રેમી મોદીદ્વેષીઓને જણાવવાનું કે આ કાયદો અમારા સાહેબ બે વર્ષ પહેલાં લઈ આવ્યા અને એમાં અમેન્ડમેન્ટ કરીને એને હજુ વધુ કડક બનાવવામાં આવશે. વધુમાં વધુ 10 વરસની જેલ અને દસ કરોડ રૂપિયા સુધીનો દંડ અપરાધીને થશે. પબ્લિક એક્ઝામિનેશન ( પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2024 બે વર્ષ પહેલાંનાં, 21 જૂન 2024થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ અનેક અપરાધીઓ પકડાયા છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. મે 2026ના ‘નીટ‘ના પેપરલીક કૌભાંડમાં મોદી સરકારની પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને કુલ 13 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
શિક્ષણનું ક્ષેત્ર એવું છે કે જેમાં રાતોરાત ઊંધુંચત્તું કરવા જાઓ તો બાવાનાં બેઉ બગડે. ભારતના બંધારણમાં શિક્ષણનો વિષય કેન્દ્ર તેમ જ રાજ્ય બેઉની જવાબદારીમાં ગણાયો છે- કોનકરન્ટ લિસ્ટમાં છે. રાજ્યોની મંજૂરી વિના અમુક નિર્ણયો અમલમાં મૂકવા અશક્ય છે. આ ઉપરાંત મોદી પાસે રાતોરાત રિફોર્મ કરવાની કોઈ છડી નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. નિર્ણયો લેતાં પહેલાં પૂરતો સમય જોઈએ. નિર્ણય લીધા પછી એના અમલીકરણ માટે સમય જોઈએ. અમલીકરણ થયા પછી એની યોગ્ય અસર ઉપજે એ માટે સમય જોઈએ.
ઘરમાં પરણવા જેટલો દીકરો કે દીકરી હોય ત્યારે એના માટે સ્યુટેબલ પાત્ર રાતોરાત નથી મળી જતું. મળી ગયા પછી એમના લગ્ન રાતોરાત નથી લેવાતા. ઘણી બધી તૈયારીઓ કર્યા પછી છ-બાર મહિને શરણાઈના સૂર વગાડવામાં આવતા હોય છે અને ઘોડિયું બંધાતાં તો હજુ પણ વધારે રાહ જોવી પડતી હોય છે. અને લગ્ન નક્કી થયા પછી ધારો કે તમને સોશ્યલ મીડિયા પર હજારો રીલ્સ બનાવીને એને વાયરલ કરીને એમ કહેવામાં આવે કે કાં તો હમણાં ને હમણાં બાળક દેખાડો અને નહીં તો અમે જઈએ છીએ પથરા ભરેલી ટ્રક લઈને સંસદભવન તરફ, તો એ ટોળા માટે તમને સિમ્પથી થાય?
ખેર. આ વિષય હાથમાં લીધો જ છે તો પૂરો કરીને જ રહીશું.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












