ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને ‘ગાંધી ચીંધ્યા’ માર્ગે થયેલું વાંદા-આંદોલન : સૌરભ શાહ

(Sunday, 26 July 2026, 1:00 PM)

બે વાત સૌથી પહેલાં સમજી લઈએ કે જેમ 2020-21નું ખેડૂત આંદોલન ખેડૂતોનું નહીં પણ દેશવિરોધી તત્વો દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલું ભારતના ટુકડા કરવા માટેનું ખાલિસ્તાની આંદોલન હતું, એમ જંતરમંતર પરનું કોક્રોચોનું આંદોલન ન તો જેન-ઝીનું આંદોલન હતું, ન વિદ્યાર્થીઓનું આંદોલન હતું, ન ‘નીટ’ પેપરલીકથી દુભાયેલા યુવાનોનું આંદોલન હતું.

જંતરમંતર પરથી સમેટી લેવામાં આવેલું આંદોલન ચૂંટણીમાં વારંવાર પછડાટ ખાતા, ભારતના જેન્યુઇન મતદારોનો ભરોસો ગુમાવી ચૂકેલા અને રાજકારણના જગત માટે અપ્રસ્તુત થવા માંડેલા શરાબ કૌભાંડના આરોપી તરીકે પાંચ મહિના જેલમાં જઈ આવેલા અરવિંદ કેજરીવાલ જેવા દેશદ્રોહી નેતાઓના દોરીસંચાર દ્વારા શરૂ થયેલું ભારતમાં અરાજકતા ફેલાવીને દેશને અસ્થિર કરવાનું કાવતરું હતું જેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા પોતાનો સપોર્ટ બેઝ ગુમાવી ચૂકેલા અને હવે ભારતના રાજકારણ માટે પરચુરણ સિક્કા બની ગયેલા નેતાઓ ચાલતી ગાડીએ બેસી ગયા.

બીજી વાત. કેટલાક નાદાન, ભોળા અને હજુ પુખ્તવયે ન પહોંચેલા બાબા-બેબીઓ કોક્રોચોના આંદોલનને ગાંધીચીંધ્યા માર્ગે થયેલું આંદોલન ગણાવે છે. આ આંદોલન અહિંસક હતું ? વૉટ નોનસેન્સ. હિંસાની શરૂઆત અભિજિત દિપકેએ પાળેલા ગુંડા,મવાલી અને સડકછાપ આંદોલનકારીઓએ પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સના જવાનો પર કરેલા પથ્થરમારાથી થઈ. આ બાબતના પુરાવા છે. તમને મળતી સિલેક્ટિવ રીલ્સ અધૂરી, આગળપાછળના સંદર્ભો વિનાની છે— તમને ઉશ્કેરવા માટેની છે જેથી ‘પોલીસ અત્યાચારો’નો નેરેટિવ સેટ થઈ શકે.

પથ્થરમારો શરૂ થયા પછી પણ પોલીસ અધિકારીઓ વારંવાર લાઉડસ્પીકર પર સૂચના આપતા રહ્યા કે પથ્થરમારો બંધ કરો, શાંતિથી ઘરે જતા રહો, તમને સંસદ સુધી માર્ચ કરવાની પરવાનગી નથી. (આ વાત આગલા દિવસે જ કહી દેવામાં આવી હતી અને જંતરમંતર પર માત્ર એક જ દિવસ ધરણા કરવાની પોલીસ પરવાનગી હતી). કોક્રોચોના રિંગ લીડર અભિજિત દિપકેએ એકઠા કરેલા સડકછાપ આંદોલનકારીઓ જ્યારે ન માન્યા ત્યારે પોલીસે એમને વિખેરવા અશ્રુવાયુના ટેટા ફોડવા પડ્યા અને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. આટલું કર્યા પછી પણ હિંસક આંદોલનકારીઓ શાંતિથી પોતપોતાના ઘરે જતા રહેવાને બદલે પોલીસો પર-અર્ધ લશ્કરી સુરક્ષા દળના જવાનો પર હુમલો કરવા લાગ્યા, સરકારી સંપત્તિની અને પોલીસ વાહનોની તોડફોડ કરવા લાગ્યા ત્યારે પોતાના બચાવમાં પોલીસે પગલાં લેવાનું શરૂ કર્યું. આ પછી પણ જ્યારે આંદોલનકારીઓ ન માન્યા ત્યારે એમના પર સખત લાઠીચાર્જ શરૂ થયો, પેલેટ ગનનો ઉપયોગ પણ કરવો પડ્યો.

હિંસાથી શરૂ થયેલા આંદોલનને અહિંસક રીતે ડામી શકાય નહીં.

આ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું આંદોલન નહોતું. બેવકૂફ જેવી વાત જો કોઈ કરતું હોય તો એમને સમજાવજો કે ગાંધીજીને સમજ્યાકર્યા વગર રાષ્ટ્રના વિરાટ સપૂત વિશે ભરડવાનું નહીં. ઉપવાસ પણ શસ્ત્ર છે અને એ કોઈ અહિંસક શસ્ત્ર નથી. આમરણ ઉપવાસ કરી રહેલો નેતા મરી જશે તો એના સમર્થકો હિંસા પર ઉતરી આવશે એવી ખાતરી બેઉ પક્ષે હોય છે એટલે જ આ હિંસક શસ્ત્રનો ઉપયોગ થતો આવ્યો છે. ગાંધીજીના ઉપવાસ પણ આવા જ હતા. ( ગાંધીજીના જેન્યુઇન ઉપવાસો થતા. સોનમ વાંગચૂકના ત્રણ અઠવાડિયા પછી પણ ઘોડા જેવી થનગનતી શક્તિ રહે એવા ફ્રોડ ઉપવાસો હતા.) જો ગાંધીજીને કંઈ થયું તો એમના કહેવાતા અહિંસક ગાંધીવાદીઓ હિંસાનો માર્ગ અપનાવશે જ એની બેઉ પક્ષોને ખાતરી રહેતી હતી.

(ગાંધીજીના તથાકથિત અહિંસક અનુયાયીઓએ ચોરીચોરામાં પોલીસ ચોકીને આગ લગાડીને ડઝનબંધ પોલીસોને જીવતા સળગાવી દેવાનું નરાધમ કૃત્ય કર્યું હતું.)

એવા કોઈ વહેમમાં રહેતા નહીં અને કોઈને વહેમમાં રાખવાની જુર્રત પણ કરતા નહીં કે કોક્રોચોના ‘ગાંધીચીંધ્યા માર્ગે’ થયેલા આંદોલનને ‘સફળતા’ મળી છે.

કોક્રોચોનું આંદોલન સફળ નથી થયું. મોદીએ નવા શિક્ષણ પ્રધાન નીમીને આંદોલનકારીઓના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. દેશ માટે અતિ આવશ્યક એવી મોદીની અભૂતપૂર્વ નવી શિક્ષણનીતિમાં તસુભાર ફેરફાર પડવાનો નથી.

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સ્ટ્રેટેજીક માસ્ટરસ્ટ્રોક છે એવું મોદીના દુશ્મનોએ પણ સ્વીકારવું પડ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન ખૂબ સારા, કામગરા, બુદ્ધિશાળી અને ટીમ સ્પિરિટમાં માનનારા શિસ્તબદ્ધ પરંપરામાં ઉછરેલા સચ્ચા ભારતીય છે. એમનો ઉપયોગ મોદી બીજી કોઈ અગત્યની જવાબદારી માટે કરશે. એમની જગ્યાએ આવેલા નવા શિક્ષણ પ્રધાન પ્રહલાદ જોષી પણ એટલું જ ભવ્ય વ્યક્તિત્વ ધરાવે છે. અને એમની જગ્યાએ જે કાયમી નિમણૂક થશે ત્યારે પણ શિક્ષણ બાબતની મોદીની ક્રાંતિકારી નીતિઓના અમલીકરણમાં કોઈ ફરક પડવાનો નથી, આ ક્ષેત્રે જે કંઈ સુધારા-વધારા થવા જોઈએ તે થઈ જ રહ્યા છે. મોદી સરકાર આ બાબતે સઘન કામ કરી રહી છે અને ક્રમશઃ એના પરિણામો પણ આવી રહ્યા છે અને ભવિષ્યમાં હજુ તો અનેક નેત્રદીપક કાર્યો થવાના છે.

હિંસક કોક્રોચોની માંગણી સ્વીકારીને શું મોદી કોઈ ખોટો પ્રિસિડેન્ટ પાડી રહ્યા છે?

ના. સ્પષ્ટ ના. ડોશી મરે તેનો વાંધો નહીં પણ જમડો ઘર ભાળી જશે એવી કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. મોદીને ખબર છે કે સર સલામત તો પઘડિયાં બહોત. ખેડૂતોના હિતમાં ઘડાયેલા ફાર્મર્સ બિલ મોદીએ દેશના હિતમાં પાછાં ખેંચી લીધાં હતાં. છેવટે એ જ બિલની કેટલીક જોગવાઈઓનો એમણે ટુકડે ટુકડે ભાજપના રાજ્યોમાં અમલ કરાવ્યો. એન.આર.સી.નો વિરોધ થયો તો એમણે એસ.આઇ.આર. દ્વારા આંગળી ટેઢી કરીને ઘી કાઢીને દેશને ઘુસપેઠિયાઓથી મુક્ત કરવાની શરૂઆત કરી.

મોદીને આ લોકો ચૂંટણીમાં હરાવી શકે એમ નથી. એમણે કરેલાં તોતિંગ કાર્યોને કારણે પ્રજા ખુશ છે. ચિરકુટની જેમ એલફેલ બોલ્યા કરતા કહેવાતા ઇન્ફ્લુએન્સર્સ તમને ભરમાવવા નીકળી પડતા હોય છે. જંતરમંતર આંદોલન અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વખતે આપણને ખબર પડી ગઈ કે આપણી આસપાસ, આપણા જ વર્તુળમાં આટલા બધા વાંદા હતા. એ સૌ વાંદાઓને હિટ-મુબારક.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here