છાપાં નથી છપાતાં તો શું થઈ ગયું? સમાચારો-લેખો વાંચવા માટે બીજાં પણ માધ્યમો છે : સૌરભ શાહ

( ન્યુઝ વ્યુઝ, શુક્રવાર, 27 માર્ચ 2020)

મોટા મોટા અંગ્રેજી મિડીયા હાઉસોએ વીડિયો બનાવવા શરૂ કર્યા છે કે અમારું છાપું કેવા સ્વચ્છ વાતાવરણમાં છપાય છે, અમારી પ્રિન્ટિંગ પ્રેસને ડિસ્ઈન્ફેક્‌ટ કરવામાં આવી છે, બધું ઑટોમેટિક થાય છે, એક પણ કામ એવું નથી કે કોઈનાય હાથનો સ્પર્શ થાય. જ્યાં અડકવાની જરૂર છે ત્યાં વર્કરો માસ્ક, ગ્લવ્સ અને માથે ટોપી પહેરીને કામ કરે છે. તમારા ઘર સુધી જે ફેરિયાઓ છાપું લાવે છે એ બધાને અમે ગ્લવ્સ આપ્યા છે વગેરે.

કોરોના વાયરસ જેવા રોગચાળાને લીધે ન્યુઝપેપર ઈન્ડસ્ટ્રી સફાળી જાગીને બેઠી થઈ ગઈ છે. કલકત્તામાં છાપાં હજુય છપાય છે પણ ત્યાં ૮૦ ટકા ડીમાન્ડ ઘટી ગઈ છે એવા સમાચાર છે. મુંબઈમાં છાપાં બંધ છે, ગુજરાતમાં પણ.

છાપાં છાપવાનું કામકાજ હવે ઘણે બધે અંશે સ્વયંસંચાલિત થઈ ગયું છે. પાર્સલો આપમેળે બંધાઈ જાય અને એ પહેલાં કૉપીઓ પણ ગણાઈ જાય એવી મશિનરી દાયકાઓથી ઈન્ડિયામાં પણ આવી ગઈ છે. એ પહેલાં પ્રેસમાં વર્કરોએ હાથે કૉપી ગણવી પડતી. દાખલા તરીકે દેવગઢ બારિયાના એજન્ટને એકાવન નકલ મોકલવાની હોય તો તે હાથેથી ગણાય. પછી હાથેથી એનું પાર્સલ બંધાય. પછી હાથેથી એના પર એજન્ટના નામ-સરનામાનું લેબલ ચોંટાડવામાં આવે. હવે બધું જ ઑટોમેટિક.

પણ પ્રેસની બહાર છાપાં નીકળે પછી હાઈજિન કેટલું સચવાય છે? હજુ ગઈ કાલ સુધીની વાત છે. સવારની શતાબ્દીમાં અમદાવાદ જવાનું હોય તો ઘરેથી પરોઢિયે ઉઠીને બોરીવલી સ્ટેશન પહોંચી જઈને સ્ટેશન સામે ચાની લારી પર બે ચાની સાથે બનમસ્કાનો નાસ્તો કરવાનો. એ એરિયાના છાપાં પ્રેસમાંથી ત્યાં જ ઠલવાય. પેકેટો ખુલે એની રાહ જોઈને જરૂરી હોય એટલાં છાપાં લઈ લેવાનાં. ટ્રેનમાં મફતમાં છાપાં મળતા હોય છે તો પણ.

આ છાપાંનાં બંડલો ચાવાળાની પાછળની ગંદી ફૂટપાથ પર છોડવામાં આવે. વરસાદના દિવસોમાં તો કેટલીયવાર તમારા હાથમાં છાપાં પર લાગેલી ગંદકી પણ લાગે.

કોરોનાના સમયમાં છાપાંની ડિલિવરી આપવા આવતા ફેરિયાએ ગ્લવ્ઝ પણ પહેર્યાં પણ હશે તો ય એણે તમારી નકલ પર છીંક નથી ખાધી એની કોઈ ખાતરી નથી. એ તમારા મકાનની લિફ્‌ટમાં આવશે ત્યારે લિફ્‌ટમાં બટન દબાવતી વખતે એના ગ્લવ્ઝવાળા આંગળાં પર લાગેલાં સંક્રમિત જંતુ બટન પર ટ્રાન્સફર નહીં થાય એની કોઈ ખાતરી નથી. ન્યુઝ પેપર્સ એક જમાનામાં દૂધ-શાકભાજી-અનાજની જેમ એસેન્શ્યલ કૉમોડિટીની સરકારી યાદીમાં મૂકાતાં. હજુ પણ મૂકાય છે. પરંતુ હવે ન્યુઝપેપર્સ એસેન્શ્યલ રહ્યાં નથી. માહિતીનાં સાધનો વધ્યાં છે. સમાચાર મેળવવા ૨૪ કલાક રાહ જોવાની જરૂર નથી. ટીવીની ચેનલો લાઈવ ન્યુઝ દેખાડે છે (મચ્છી માર્કેટ ન ચાલતી હોય ત્યારે). નેટ પર તમને ઝડપથી ખબર મળી જાય છે. સોશ્યલ મિડિયામાં પણ તમામે તમામ અખબારી ગૃહો ફુલ્લી ઍક્‌ટિવ છે.

આ પીસ લખવાનું કારણ એ કે જો તમને લૉકડાઉન દરમ્યાન સમાચારપત્રોની ખોટ સાલતી હોય અને તમારે ઘેર બેઠાં ન્યુઝની બાબતમાં અપટુડેટ રહેવું હોય તો તમારે માત્ર ટીવી પર આધાર રાખવાની જરૂર નથી. તમારી પાસે આ મજબૂત વિકલ્પો છે:

૧. જયવંત પંડ્યા ગુજરાતના અગ્રણી સિનિયર પત્રકાર છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ વૉટ્‌સએપ દ્વારા એક સર્વિસ આપે છે. સવારના આઠથી રાત્રિના દસ વાગ્યા સુધી દર કલાકે તમને પાંચ પાંચ ન્યુઝ મળતા રહે એવું આયોજન એમણે કર્યું છે. પોતે અત્યંત વ્યસ્ત પત્રકાર છે. ઘણી બધી ચેનલો પર પેનલ ડિસ્કશન કરવા માટે એમની ખૂબ ડિમાન્ડ હોય છે. એટલે ક્યારેક કલાકને બદલે બે-ત્રણ કલાકે એમનો વૉટ્‌સએપ આવશે. એમના બ્લૉગ પર વિવિધ છાપાંઓમાં છપાતી એમની નિયમિત કૉલમો પણ મૂકાય છે. એમણે વાચકોને સ્વૈચ્છિક રીતે આર્થિક રીતે મદદરૂપ થવાની અપીલ પણ બ્લૉગ પર મૂકી છે. સૌ કોઈએ આ અપીલને ઉમળકાભર્યો પ્રતિસાદ આપવો જોઈએ. જયવંત પંડ્યા ક્યાંય નોકરી નથી કરતા. તેઓ એક સિઝન્ડ અને સ્વતંત્ર મિજાજના પત્રકાર છે. ન્યુઝ ઉપરાંતના વિષયો પરનાં એમનાં લખાણો પણ ખૂબ રસપ્રદ હોય છે. તમે વૉટ્‌સએપ પર( માત્ર વૉટ્‌સએપ પર જ) જયવંત પંડ્યાનો સંપર્ક કરીને ‘સત’( SAT: Sach Aap Tak) નામની એમની ન્યુઝ સર્વિસમાં તમને જોડે એવી વિનંતી કરી શકો છો. એમનો નંબર છેઃ 98982 54925. એમના બ્લૉગનું સરનામું પણ તેઓ જ તમને આપશે. હું જયવંત પંડ્યાની આ સેવાનો નિયમિત લાભ લઉં છું. મહિને માત્ર બસો રૂપિયાના ખર્ચે તમને આ દુર્લભ સર્વિસ મળે છે.

૨. સુરતમાં નરેશ કાપડિયા અને જયેશ સુરતી એમના મિત્રોની મદદ લઈને વર્ષોથી એક સરસ સેવા વૉટ્‌સએપ પર આપે છે. ‘અખબારી વાચન’ ગ્રુપમાં તેઓ દરેક અગ્રણી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાનાં અખબારોની પી.ડી.એફ. ફાઈલ રોજેરોજ તમારા સુધી પહોંચાડે છે. અગત્યના તંત્રીલેખો વગેરેને પણ અલગથી તારવી આપે છે. ઘણું તોતિંગ કામ છે આ અને એમને મદદરૂપ થનારા મિત્રો નિઃસ્વાર્થ ભાવે આ સેવા આપે છે. વર્તમાનપત્રો છપાતાં હોય એવા કાળમાં પણ તમે બહારગામ હો અને તમારું ફેવરિટ છાપું હાથવગું ન હોય તો તમે ‘અખબારી વાચન’ ગ્રુપને લીધે સમાચારોથી વંચિત ન રહી જાઓ. નાટ્‌યજગતના મારા કેટલાક મિત્રો ટુર પર હોય ત્યારે એમને ફોન પર એમનું ફેવરિટ છાપું મળતું રહે એ માટે મેં આ ગ્રુપ એમને રેકમેન્ડ કર્યું હતું. અત્યારે તો ‘અખબારી વાચન’ ગ્રુપમાં ૨૫૬ કરતાં કંઈકગણા સભ્યો છે એટલે એમના નેજા હેઠળ ઘણા ગ્રુપ્સ શરુ થયા છે. હું વર્ષો સુધી આ મિત્રોના સંપર્કમાં રહેવાના આશયથી એમના સૌ પ્રથમ ગ્રુપનો સભ્ય રહ્યો છું. જોકે, મને છાપાંની પી.ડી.એફ. વાંચવાનો કે ઈ-પેપર વાંચવાનો ત્રાસ થતો હોય છે. એને બદલે એ છાપાંની સાઈટ પર જઈને એ જ સમાચારને નોર્મલ ફૉર્મેટમાં વાંચવાની તસ્દી લેવાનું વધુ પસંદ કરું છું. જોકે આ મારી પર્સનલ ચોઈસ થઈ. અત્યારે જ્યારે તમારા ઘરે છાપાં જ નથી આવતાં ત્યારે તમારા માટે ‘અખબારી વાચન’ ગ્રુપ ભગવાનના ખૂબ મોટા આશીર્વાદ જેવું પુરવાર થશે. નરેશ કાપડિયા તથા જયેશ સુરતીનો વૉટ્‌સએપ પર( માત્ર વૉટ્‌સએપ પર જ) સંપર્ક કરીને તમે એમને આ ગ્રુપમાં સામેલ થવાની વિનંતી કરી શકો છો. તેઓ તમને લિન્ક મોકલી આપશે. નરેશભાઈનો નંબર છેઃ 99099 21100 અને જયેશભાઈનો નંબર પણ નોંધી રાખો: 94277 78036.

૩. એક ત્રીજી સર્વિસ પણ તમને સૂચવી દઉં અને આજની વાત પૂરી કરું. રાજકોટના મનોજ કલ્યાણી અને એમની સાથેની ઘણી મોટી ટીમ ‘લિમિટેડ ટેન(10)’ નામનું વૉટ્‌સએપ ગ્રુપ ચલાવે છે. હું અલમોસ્ટ શરુઆતથી એ ગ્રુપમાં છું. રોજેરોજ આ ગ્રુપમાં તમને દસ લેખો વાંચવા મળે. ગુજરાતના વર્તમાનપત્રોમાં છપાતી સેંકડો કૉલમો તથા અન્ય બીજા ઘણા સાહિત્યમાંથી કાળજીપૂર્વક ચૂંટી ચૂંટીને રોજેરોજ દસ લેખો તેઓ તમારા સુધી પહોંચાડતા હોય છે. લેખ તમને મળે એ પહેલાં લેખકની અનુમતિ લીધેલી હોય છે. અત્યારે તો ‘લિમિટેડ ટેન(10)’ના એટલા બધા સભ્યો છે કે ચાર-પાંચ ડઝન ગ્રુપ્સ બનાવવા પડ્યાં છે. આ ઉપરાંત આ મિત્રોએ સ્પેશ્યલ વાંચન માટેનાં ગ્રુપ્સ પણ બનાવ્યાં છે. આ બધા વાંચનના પ્રતિભાવરૂપે તમારે કંઈક કમેન્ટ આપવી હોય તો ‘ફીડબેક ગ્રુપ’ પણ છે. મનોજ કલ્યાણી આ ટીમના એક અડીખમ સભ્ય છે. એમનો વૉટ્‌સએપ દ્વારા( માત્ર વૉટ્‌સએપ દ્વારા જ) સંપર્ક કરી શકો છોઃ 99982 07070. મનોજભાઈ ઉપરાંત આ ગ્રુપના બીજા સંચાલક મિત્રો છેઃ ભાવિન ડી. સોની(99780 77405), દિવ્યેશ ખાંટ(96620 62163), હર્ષિત ચોક્‌સી(99983 41655), ખંજન અંતાણી(89785 91212), મહેન્દ્ર મેરવાણા(96381 57133) અને કૃષિત પટેલ(98215 45757).
‘લિમિટેડ ટેન(10)’ની સેવા પણ ‘અખબારી વાચન’ની જેમ નિઃશુલ્ક છે.

આ ત્રણ ઉપરાંત પણ વૉટ્‌સએપ કે સોશ્યલ મિડિયાના અન્ય માધ્યમોથી સમાચાર-લેખોના પ્રચાર-પ્રસાર માટેની બીજી સેવાઓ જરૂર હશે. હું નિયમિતરૂપે જેમના સંપર્કમાં રહ્યો છું એમની મેં વાત કરી. તમારા ધ્યાનમાં અન્ય સેવાઓ હોય તો તમે Newspremi.com પર આ લેખની નીચેના કમેન્ટ બોક્‌સમાં એની વિગતો આપીને સૌની સાથે શેર કરી શકો છો. કોરોના તો આજે છે ને કાલે નથી, મિત્રો. સમાચારો-લેખો-કૉલમો-અખબારો-ચેનલો-સોશ્યલ મિડિયા કાયમનાં છે.

છોટી સી બાત

મહેરબાની કરીને કોઈએ પોલીસ મારતી હોય તેવી ક્લિપ વોટ્સએપ પર મુકવી નહીં, ઘરવાળી પરાણે ચીજ વસ્તુ લેવા બહાર મોકલે છે.

14 COMMENTS

  1. નમસ્તે, સાહેબ શ્રી,
    હું આપના લેખો અને વિચારો થી ખુબ જ પ્રભાવિત છું, ઘણા સમયથી આપના લેખો નિયમિત વાંચ્યા પછી મારી વિચારધારા માં ઘણું પરિવર્તન આવ્યું છે, હવે, હું આપશ્રી ની જેમ થોડું ઘણું લખી શકું છું, જે હું મારા મિત્ર વર્તુળમાં મુકું છું, તે ઉપરાંત હિન્દુત્વ ની અને રાષ્ટ્રવાદ ની વિચારધારા થી પ્રેરિત થઈને , એવા ઘણા સમાચારો હોય છે, જે મિડીયા નથી બતાવતું તે હું શોધી ને મારા ગ્રુપ માં મુકું છું, અને આ ગ્રુપ નું નામ પણ મેં આપ ની સાઇટ પર થી પ્રેરીત થઈ ને ‘ દેશપ્રેમી’ રાખ્યું છે.
    ભારત માતા કી જય.

  2. આભાર સર,
    લિમિટેડ 10 પોસ્ટ ગ્રુપ ને લોકો સુધી પહોંચાડવા માટે.
    ગ્રુપ માં જોઈન થવા એક ઓટો રિસ્પોન્સ નમ્બર 7041143511 પણ છે. તેના ઉપર રિકવેસ્ટ મોકલવાથી તુરંત ગ્રુપ માં જોડાવવાની લિંક મળે છે.

    દિવ્યેશ પટેલ
    સુપર એડમીન, લિમિટેડ 10 પોસ્ટ

  3. આપનો ખુબ આભાર, સર.
    લીમોટેડ 10 પોસ્ટ માં જોડાવવા માટે ઓટો રિસ્પોન્સ નમ્બર પણ છે જેનો લાભ કોઈ પણ લઈ શકે છે.

    7041143511

    આ નમ્બર ઉપર રિકવેસ્ટ મોકલવાથી તરત જ ગ્રુપ માં જોડાવવાની લિંક મળશે.
    ફરીથી આભાર.

    દિવ્યેશ પટેલ
    સુપર એડમીન , લિમિટેડ પોસ્ટ ગ્રુપ

  4. Thank you very much Shri Saurabh Bhai I was missing you in Mumbai samachar .but now daily on whatsup i meet you on whatsup thank you once again

  5. Very true sir . The news paper small vendor or the person coming house to house residents not in 1 society. He may for number of society in surrounding areas , keeping some of the bundles on a tea store or small eatery stall or some entrance of the society, where so many people are coming. Normally it happens but in a such situation it is not advisable for newspaper rather to read online or suggested as above. Thanks

  6. શ્રી નરેશભાઇ (સુરત) નો નંબર 9909921100 વ્હોટ્સ એપ પર રજીસ્ટર નથી.

    • My pleasure, Nareshbhai. You and your team have relentlessly worked day in and day out to serve Gujarati readers through અખબારી વાચન ગ્રુપ.

      Btw, please read above comment which says that he is not able to WhatsApp you.

  7. Roj savare Charni road station ni njik Central cinema pase news paper wala rasta par besine building wise chhapa gothve chhe.Je road par thi lakho loko pasar thya hoy tyanj aa chhapa nu sorting thay chhe.

    • VERY BAD.
      I WILL REPORT THIS TO THE NEWS PAPERS DISTRIBUTORS LIKE DANGAT, SHINGOTE & ALL OTHERS.
      ALSO TO THE CIRCULATION MANAGERS OF THE PUBLICATIONS.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here