મોદી શા માટે મોદી છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : 29 મે 2020)

(આ લેખ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એના એક વર્ષ પછી, 24 એપ્રિલ 2015 લખાયો હતો)

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા અને મુખ્યપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા એની રિયલ સ્ટોરી સાહેબ ક્યારેક આત્મકથા લખે ત્યારે ખબર પડે, પણ ભારતની સવાસો કરોડ જનતામાંના એક તરીકે મોદીને મેં જે રીતે જોયા છે, એમાંથી શીખવાનું ઘણું છે.

નરેન્દ્ર મોદીના જાહેર જીવનને ઑબ્ઝર્વ કરતાં ઊડીને આંખે વળગે એવી સૌથી મોટી વાત એ છે કે એ જબરસ્ત મહેનત કરે છે. ભારે કામગરા છે. છેલ્લા અઠવાડિયામાં તમે પોતે કેટલીવાર બીજા લોકોને કહ્યું કે આ અઠવાડિયે મારી પાસે ટાઇમ નથી, નેક્સ્ટ વીક. પણ મોદી પાસે ટાઇમ જ ટાઇમ છે. દિવસનો એકેએક કલાક જ નહીં, એકએક મિનિટ એમના માટે કામની છે. કામ સિવાયની ગપ્પાંબાજી માટે એમની પાસે ફુરસદ નથી. ટાઇમ મેનેજમેન્ટની વાતોનાં વડાં તળ્યા વિના મોદી શિખવાડે છે કે આપણા જેવા લોકો પાસે અત્યારે કામ કરવા માટે જેટલો સમય છે એના કરતાં ડબલ સમય કાઢી શકીએ એમ છીએ, જો બીજી બિનફળદ્રુપ પ્રવૃત્તિઓમાથી બહાર નીકળી જઈએ તો.

બીજી વાત, મોદીને મોદી બનાવતી, એ છે કે પોતાના ટીકાકારો પર પ્રહાર કરવામાં, એમની સાથે જીભાજોડી કરવામાં એ ઝાઝો સમય વેડફતા નથી. ક્યારેક કોઈ કટ લગાવી દીધી તો પૂરતું છે. સાથોસાથ તેઓ પોતાના ચમચામંડળને દૂર રાખે છે. ગુજરાતમાં કેશુભાઈ, શંકરસિંહ વગેરે રોજ દરબારો ભરતા. મોદી પોતાની કુર્નિશ બજાવનારાઓને સો વેંત દૂર રાખે છે. મસ્કાબાજોથી માણસનું પર્સેપ્શન ખોરવાઈ જતું હોય છે. મોદી બરાબર સમજે છે આ વાત. અને ટીકાકારોથી માંડીને ગાળો ભાંડવાવાળાઓને મોઢે ન લગાય એ પણ તેઓ સમજે છે. વિરોધીઓના મુદ્દામાં જો કાંઈ દમ હોય તો સ્વીકારી લેવાનો, વગર કન્સલ્ટિંગ ફીએ આવી સલાહ કોણ આપે? પણ એમની સાથે જીભાજોડીમાં ઊતરીને ટાઇમ વેસ્ટ નહીં કરવાનો. ક્યારેક મન થાય ત્યારે અને પેલો બહુ ચડી વાગ્યો હોય ત્યારે એક આડા હાથની એવી ઝીંકી દેવાની કે સાત પેઢી સુધી યાદ રાખે અને એની આસપાસ ઊભી થઈ ગયેલી ટોળકી પણ સાનમાં સમજી જાય.

ત્રીજી વાત મોદીની એ સરસ કે એ શીખતા રહે છે. ગુજરાતમાં હતા ત્યારે શરૂઆતમાં એમની હિન્દીમાં પરેશ રાવલ જાણી જોઈને ગુજરાતી છાંટવાળી હિંદી બોલે એવી એક્સન્ટ ઉમેરાતી. દિલ્હી જતાં પહેલાં મોદી વાજપેયીને પણ ટક્કર મારે એવા શુદ્ધ હિંદી ઉચ્ચારો કરતા થઈ ગયા. તે વખતે એમનું ઇંગ્લિશ પણ ગુજરાતી મીડિયમવાળું હતું. છેલ્લા એક-સવા વર્ષમાં એમને અંગ્રેજીમાં ટી.વી. ઇન્ટરવ્યૂ આપતાં સાંભળો કે પ્રવચન કરતાં સાંભળો ત્યારે લાગે કે એમને રેપિડેક્સ વાંચવાનો ટાઇમ ક્યારે મળતો હશે! પણ એમની નિરીક્ષણશક્તિ અને ગ્રહણશક્તિ બેઉ ધારદાર છે. પોતાની આસપાસના તેજસ્વી બ્યુરોક્રેટ્સ વગેરેને ઑબ્ઝર્વ કરીને એ હવે સચોટ ઇમ્પેકેબલ અંગ્રેજી બોલતા થઈ ગયા છે. સાંભળો તો નવાઈ લાગે કે ગુજરાતીભાઈ આવા ભારેખમ અંગ્રેજી શબ્દોને કેટલી સરળતાથી અપનાવતા થઈ ગયા છે.

સોશ્યલ મીડિયાનો આટલો વિશાળ ઉપયોગ કરનાર એ સૌપ્રથમ અને સૌથી જાણકાર નેતા. કમ્પ્યૂટરનું ઑબ્સેશન છેક નાઇન્ટીઝથી. ગુજરાતમાં જે ઝડપે સરકારી કામકાજનું કમ્પ્યૂટરીકરણ થયું તે મોદીના રાજમાં થયું.

ચોથી વાતઃ મોદી પર્સનલી સાદા માણસ છે. એમની લાઇફસ્ટાઇલ સિમ્પલ છે, પણ તેઓ સાદગીનો દંભ નથી કરતા. હું તો બાબુભાઈ જશભાઈ પટેલની જેમ ખાદીની થેલીમાં સામાન ભરીને એસ.ટી.માં ટ્રાવેલ કરીશ કે કેજરીવાલની જેમ હું પણ પીએમના તોતિંગ બંગલાને બદલે કોઈ સાદી ખોલીમાં રહેવા જઈશ કે મમતા બેનર્જીની જેમ પગમાં બ્લ્યુ પટ્ટીવાળી રબરની સ્લિપર પહેરીશ એવા ગાંધીવાદી કે સામ્યવાદી દેખાડાઓથી એ દૂર રહે છે. પહેર્યો હવે જાને, દસ લાખનો સૂટ પહેર્યો, અને આ લે શરીર પરથી કાઢીને કરોડોમાં વેચી પણ કાઢ્યો. મોદીને ખબર છે કે આ સાદગીના દંભીડાઓનાં ઊતરેલાં કપડાં વાસણવાળીને વેચશે તો સરખી તપેલીય ન આવે અને પોતે વેચે તો… તમે જોઈ લીધું. ઇન્દિરા ગાંધી કાંડા પર એચ.એમ.ટી.ની બસો રૂપિયાવાળી ઘડિયાળ પહેરતાં અને કરોડો રૂપિયા ઘરભેગા કરતાં. મોદી પાસે એમની નોકરીના પગાર સિવાય અને જૂની બચતમાંથી લીધેલાં સરકારી યોજનાનાં ઇન્વેસ્ટમેન્ટ સિવાય બીજું કાંઈ નથી. ગાંધીનગર છોડતી વખતે એમણે મુખ્યમંત્રી તરીકેના તેર વર્ષના પગારમાંથી બચેલી એકવીસ લાખ રૂપિયા કરતાં વધુની રકમ ચોથા વર્ગના કર્મચારીઓની છોકરીઓના ભણવા માટે વહેંચી દીધી. મોંઘાં કપડાં, કિંમતી ચશ્માં, કોસ્ટલી શૂઝ વગેરે વાપરતા હોવા છતાં મોદી નિઃસ્પૃહ છે જે એમની બિહેવિયરમાં, લાઇફસ્ટાઇલમાં ટપકે છે. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા, લાર્જ ફાર્મ હાઉસીઝ અને અઢળક બીજી સંપત્તિ ધરાવતા રાજકારણીઓમાંના મોદી નથી.

પાંચમી વાત એમની સારી એ છે કે એ સ્ટાઇલિશ છે. ચંદ્રશેખર પણ વડાપ્રધાન હતા- લઘરવઘર દાઢીવાળા. મોદીની દાઢીનું ટ્રિમિંગ તમે જોયું? આઠ-આઠ દિવસ માટે પરદેશ જતા હશે ત્યારે દાઢી માટે સાથે કોઈને લઈ જતા હશે કે ટ્રિમર વસાવી લીધું હશે! સેલ્ફી પાડતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયાનો આટલો વિશાળ ઉપયોગ કરનાર એ સૌપ્રથમ અને સૌથી જાણકાર નેતા. કમ્પ્યૂટરનું ઑબ્સેશન છેક નાઇન્ટીઝથી. ગુજરાતમાં જે ઝડપે સરકારી કામકાજનું કમ્પ્યૂટરીકરણ થયું તે મોદીના રાજમાં થયું. મૉડર્ન માણસ છે. સમય કરતાં આગળ વિચારે છે ને સમયની સાથે ચાલે છે.

છઠ્ઠી વાત ઘણી મોટી છે. ઇન્ડિયાનું પોટેન્શ્યલ એમને ખબર છે. વડા પ્રધાન મોદી વિદેશી યાત્રાઓ કરતા રહે છે એવી ટીકાઓ કરનારા (અને એ વિશે ફેસબુક/ટ્વિટર પર જોક્સ લખનારા) લોકોને ખબર નથી કે મોદી તો કાંઈ નથી, ઓબામા એમનાથી વધારે ફરે છે. મોદીના કારણે આ એક વર્ષમાં ફોરેનની પ્રેસમાં, વિદેશી રાષ્ટ્રોમાં, ત્યાંના રાજકારણીઓમાં, ત્યાંની પ્રજામાં ભારત માટેનું પર્સેપ્શન બદલાઈ રહ્યું છે અને કેટલીક બાબતોમાં બદલાઈ ગયું છે. ભારત પુંગી વગાડતા ગારુડીઓનો દેશ નથી, રસ્તે ચાલતા હાથી પર બેઠેલા મહાવતોનો દેશ નથી એની ખબર પડવા માંડી છે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને. ત્યાંના લોકો હવે ભારતને ઝૂકીઝૂકીને સલામ કરતા થઈ ગયા છે. આ બધું મોદીના કારણે.

સાતમી વાત મોદીની એ ગમે કે એમણે મીડિયાને કટ ટુ સાઇઝ કરી નાખ્યું. બહુ કૂદકતા હતા માળા બેટાઓ. દિલીપ પાડગાંવકર નામના એક એડિટરે તો રાજીવ ગાંધીના જમાનામાં જાહેર કરી દીધેલું: “મારો જૉબ ઇમ્પોર્ટન્સમાં નેક્સ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર છે.” પોતાના છાપાના તંત્રીલેખો વાંચીને દિલ્હીમાં નીતિઓ ઘડાય છે એવું માનનારા અંગ્રેજી છાપાના માલિકો પણ સીધાદોર થઈ ગયા છે. આ જ લોકોએ 2002 પછીના ગાળામાં મોદીને મા-બહેનની સંભળાવવાનું જ બાકી રાખ્યું હતું, છતાં દેશની ઉન્નતિ માટે જૂના ઘાવ ભૂલીને અનેક ટી.વી. પત્રકારો સાથે તેમ જ તોતિંગ મીડિયા હાઉસોના માલિકો સાથે એમણે દોસ્તી કરી લીધી.

ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી (એ વખતે વાજપેયીની સરકાર હતી) આદેશ આવશે તો બે ઘડીમાં હાથમાં થેલી લઈને કાંકરિયા (હેડગેવાર ભવન) પાછો જતો રહીશ.

આઠમી વાત મને પર્સનલી એ ગમે છે કે મોદી પોતાની આસપાસ પોતાનાથી વધુ પ્રતિભાશાળી લોકો હોય તો ઇન્ફિરિયોરિટી નથી અનુભવતા. એમને ચુનંદા માણસોની ટીમ બનાવતાં આવડે છે. બધાને ઇન્સ્પાયર કરીને એમની પાસે કામ કઢાવતાં આવડે છે અને એ લોકોને અકાઉન્ટેબલ બનાવતાં પણ આવડે છે. કોઈને એમની જવાબદારીમાંથી છટકવા દેતા નથી.

નવમી એમની ખોરાકની હેબિટ્સ ગમે છે. આપણા જીવનમાં જો આ એક જ વાત ઉમેરાઈ જાય તો આપણે અડધા મોદી બની જઈએ. શાક, દાળ, રોટલી, સલાડ, છાશ- આ જ લંચ, ડિનર પણ સાદું. પ્લસ નહીં કોઈ વ્યસન, નહીં કોઈ જીભની લાલચો. નેહરુ-વાજપેયી શરાબ-કબાબના માણસ હતા તે બધા જાણે છે. મોદીને તો સિગરેટનું પણ વ્યસન નથી, ઇવન ઓબામા વારંવાર ટ્રાય કરી ચૂક્યા છે, પણ સિગરેટ એમનાથી છૂટતી નથી.

દસમી અને સૌથી મોટી વાત મને એમની એ લાગે છે કે એ લાઇફમાં બિલકુલ ઇન્સિક્યોર્ડ નથી. કાલ ઊઠીને સત્તા પરથી ફેંકાઈ જઈશ તો—એવો સહેજ પણ ભય નથી, કારણકે એમને સત્તા દ્વારા કશું ભેગું કરીને ગળે બાંધીને ક્યાંય લઈ જવું નથી. ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી (એ વખતે વાજપેયીની સરકાર હતી) આદેશ આવશે તો બે ઘડીમાં હાથમાં થેલી લઈને કાંકરિયા (હેડગેવાર ભવન) પાછો જતો રહીશ. સત્તા પર ટકી રહેવા જે છટપટાહટો કરવી પડે છે તે મોદીએ નથી કરવી પડતી, કારણ કે એમને ખબર છે કે કાલ ઊઠીને સાત, રેસકોર્સ રોડ પરથી નીકળી જવાનું આવશે તો દિલ્હીમાં પણ કાંકરિયાની જેમ ઝંડેવાલામાં આર.એસ.એસ.નું કેન્દ્ર છે, જ્યાં દસ બાય દસની એક રૂમ તો ગમે ત્યારે કોઈ પણ ખાલી કરી આપશે.

મોદીના જીવનમાં દેખાતાં ગુણો આપણામાં ઊતર્યા પછી આપણે કદાચ મોદી ન બની શકીએ, પણ જે છીએ એના કરતાં વધારે સારા તો ચોક્કસ બની શકીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

29 COMMENTS

  1. સર , આપના દરેક મુદ્દા જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ અપ્રતિમ ગૌરવની લાગણી થતી ગઇ. દુનિયામાં આપણા દેશના હવે ” સિક્કા પડવા લાગ્યા છે…. ભાવ બોલાવા લાગ્યા છે ” અને એનું શ્રેય જાય છે ફક્ત અને ફક્ત મોદીજી ને. આજ સુધી ક્યાં કોઇએ એવુ કાંઈ કરી બતાવ્યું છે. કાશ્મીર , રામમંદિર જેવા મુદ્દાઓ યાદ કરી લેવા જ્યારે જ્યારે મોદીજી ના કાર્યમાં શંકા આવવા લાગે ત્યારે. સર , અદ્ભૂત લેખ આપનો. ખૂબ સંતોષ થયો.

  2. તમારા જેવા ચાપલા ભાટ ચારણ પતલ કારો ને મોદી માં સાદગી ના દર્શન થાય એ સ્વભાવિક છે….
    ચશ્મા ના નંબર ચેક કરાવી લેવાની સલાહ છે
    તમારા જેવા પતળ કારો ને લીધે આજે દેશ આ દુર્ગતિ એ પહોંચ્યો છે……
    એક એવોર્ડ અથવા રાજકીય લાભ ખાટવા સારું નીચે ના પગથીયા નું પત્રકારિત્વ તમને મુબારક

  3. Very wonderful & perfect analysis.I used to read Good morning article on Mumbai Samachar in past.Keep writing & I wish God to give strength & Fearless quality to you.

  4. बहुजन सुंदर विश्लेषण, सौरभभाई, आवुज पिरसता रहेजो.

  5. બધી વસ્તુ માં એગ્રિ, પણ “મોદી વિરોધીઓ ના મુદ્દા ને સહર્ષ સ્વીકારી લે છે” એ મુદ્દા પર ફક્ત એગ્રી નથી. હકીકત એ છે કે મોદી ને ફક્ત જી હજુરિયા ઓ પચે છે. ફક્ત એટલે જ રઘુરામ રાજન જેવા જીનીયસ ને પોતાના થી દુર કરી નાખે છે અને સુબ્રમણ્યમ સ્વામી જેવાં પોતાના પાર્ટી ના નેતાઓને પણ કવરેજ નથી આપતા. કારણકે એમણે ખાલી સરકારને દોરવતી ટીકાત્મક ટિપ્પણી કરી છે ભૂતકાળ માં. એવા બીજા ઘણા સચિવોને પાણીચું પકડાવવામાં આવ્યું છે જેમણે ખાલી મોદી ને પસંદ ના આવી હોય એવી ટિપ્પણી કરી હોય. મેં પોતે જ મોદી ને વોટ આપ્યો છે અને આપીશ. એટલે આ વાત મેં એક વિરોધી કે ટીકાકાર તરીકે નહિ પણ એક ઓબઝર્વર તરીકે લખી છે.

  6. Oh. Wonderful and analytical analysis make one most logical supporter of NAMO. Please add up trust and expected legistative agendae and he becomes the only ideal leader in present circumstances. I pray for his magical timeless energy to cure ills of Bharatvarsh in the present period.

  7. રાષ્ટ્રપ્રેમ બહુજન હિતાય બહુજન સુખાય તથા અખંડ ભારતનું સ્વપ્ન જોનાર ચાણક્ય બાદ
    અપાર રાષ્ટ્રપ્રેમ અખંડિત ભારત તથા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે જો કોઈને મેં જોયા હોય તો તે છે- નરેન્દ્ર મોદી…. નરેન્દ્ર મોદી ….નરેન્દ્ર મોદી ….

  8. સાહેબ ની વિરોધીઓ ને ચિત કરી દેવાની કુનેહ જબરદસ્ત છે. એમનું મન અકળ છે. અને સૌથી મહત્વ ની વાત કે એમનો કોન્ફીડન્સ ગજબ નો છે. સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી છે.
    જેટલું લખીએ એટલું ઓછું છે
    સૌરભ ભાઈ તમારું એનાલીસીસ એકદમ બરાબર છે.

  9. મોદી શા માટે મોદી છે :
    કારણકે મોદી એમના મનમાં શું ચાલે છે એ કળવા
    દેતા નથી, અને
    Simple living & high thinking તથા
    તમે જણાવેલા અન્ય ખાસીયતો.
    Superb Analysis by you.

  10. Very practical and realistic observations. Readers have to learn a lot from this enlightening article !

  11. Modi promises to remove corruption but in Mumbai i still faces when I reach any Gov department.Traffic police still receive bribe to those who can’t wear Helmet.It happens daily inspit of new technology exists.Daily i see this happening from my house window.Citizen too make under table .

    You can’t do things

  12. શ્રીસૌરભભાઈ,
    હું જે જાણતો હતો એમાં ચોક્કસ ઉમેરો થયો. મોદી વિશેની નવી ઘણી બાબતો જાણીને મોદીને જે 100% માર્કસ હું આપતો હતો. એ હવે એનાથી વધુ આપું છું. ગુજરાતમાં રહીને ગુજરાતી સી.એમ. ને શાસન કરતાં જોયા હતાં. હવે પી.એમ. તરીકે જે નામના પૂરા વિશ્વમાં કાઢી છે એ ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. એમના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતો છે.

  13. Excellent analysis of Modiji’s positive attributes. Very simply put. But each of them are not easily implementable for us mortals.

  14. MODIJI mate Abhipray Aapi shakvani hesiyat mate layak banvu pade ek ek sawal ke samsya mate perfect thinking. Amuk balish bakwas loko jyare Aa Nakhshikh DESH HEET RASHTRA HEET prtye sabhanta BHARAT NU SUKAN MAJBOOT MANOBAL DHARAVTA HATHO MA 6E.DESH NASIBDAR JANATA A HEER PARKHI SAATH AAPVANI SAD BUDHHI AAPE. JAY YOGESHWAR ?

  15. મોદી એ મોદી જ છે….. અતિશયોક્તિ બિલકુલ નથી….. સચોટ….. આભાર

    • Oh. Wonderful and analytical analysis make one most logical supporter of NAMO. Please add up trust and expected legistative agendae and he becomes the only ideal leader in present circumstances. I pray for his magical timeless energy to cure ills of Bharatvarsh in the present period.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here