એમના તરફી સમાચારો છવાઈ જાય છે અને આપણા તરફી ઢંકાઈ જાય છે એવું કેમ?

ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ
(શુક્રવાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦)

હિન્દુ સમાજને ઘણી વખત એની કુપ્રથાઓ, એના કુરિવાજો માટે આજના સમયમાં લાકડી લઈને ફટકારવામાં આવે છે. આમાંની કેટલીક વાતો તદ્દન જુઠ્ઠી હોય છે, કેટલીક અતિશયોક્તિ ભરેલી હોય છે, કેટલીક તોડીમરોડીને – સંદર્ભવિહીન કરીને- રજૂ કરવામાં આવતી હોય છે અને કેટલીક સ્થળ-કાળ-પરિસ્થિતિ અનુસાર તે વખતે રિલેવન્ટ હતી, હવે અપ્રસ્તુત છે તે છતાં આજની તારીખેય આપણને એ યાદ કરાવીને આપણે કેટલા પછાત છીએ એવો બોધ કરાવવામાં આવે છે. દાખલા તરીકે વર્ણાશ્રમ. બ્રાહ્મણનું કામ અમુક, ક્ષત્રિયનું કામ અમુક એવું બધું એક જમાનામાં હતું. આજે નથી. આજે બ્રાહ્મણે દુકાન ચલાવવી હોય તો ચલાવી શકે છે. વૈશ્ય લશ્કરમાં જોડાવા માગતો હોય તો જોડાઈ શકે છે, કોઈ બંધન નથી એના પર. સમાજના સૌથી છેલ્લા સ્તરના વર્ણમાંથી જેના પૂર્વજો આવે છે તેઓ આ દેશનું બંધારણ ઘડી શકે છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં ઉચ્ચ સ્થાન ભોગવી શકે છે, રાષ્ટ્રપતિ બની શકે છે, મોટા મોટા ઉદ્યોગોના માલિક બની શકે છે, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બનીને બ્રાહ્મણ સહિતના ત્રણેય વર્ણના વિદ્યાર્થીઓને ભણાવી પણ શકે છે. ક્યાં છે વર્ણાશ્રમ આજે? આમ છતાં દલિત-પોલિટિક્‌સ કરનારાઓ તથા એમને પ્રોત્સાહન આપનારાઓ આજેય તમને વર્ણાશ્રમ તથા મનુવાદની લાકડીએ ફટકારતા રહેશે. જે પ્રથાઓ કોઈ એક જમાના માટે અનુકૂળ અહ્તી જે આજે અપ્રસ્તુત બની ગઈ છે, સમાજે એને છોડી દીધી છે એવી બાબતોને લઈને હિન્દુસમાજને સતત બદનામ કરવામાં આવે છે, આપણા માટે નીચાજોણું કરાવવામાં આવે છે. આપણે તો એ બધું છોડીને ક્યારના આગળ આવી ગયા છીએ. જે પ્રજાનો ધર્મ માત્ર ૧,૪૦૦ કે ૨,૦૦૦ વર્ષ જૂનો છે એ ઈસ્લામ કે ખ્રિસ્તીના અનુયાયીઓના પૂર્વજો કેટલા બર્બર હતા તેનો આખો ઇતિહાસ છે. સ્ત્રીઓ પ્રત્યે, જાતભાઈઓ પ્રત્યે, દુશ્મનો અને વિરોધીઓ પ્રત્યે કેવું વર્તન થતું એ વિશે પુસ્તકો ભરીને પુરાવાઓ છે. એમની સામાજિક કુપ્રથાઓમાંની ઘણીય હજુ પ્રચલિત છે. એ કુપ્રથાઓને હટાવવાનો આજની સરકાર પ્રયત્ન કરે છે ત્યારે સરકારની ટીકા થાય છે, એ કુપ્રથાઓને વળગી રહીને સુધારાઓનો વિરોધ કરનારાઓની નહીં! કેવી વાત કહેવાય.

આજના ઇતિહાસકારો અને મિડિયા માટે હિન્દુઓ માટેનાં ત્રાજવાંકાટલાં જુદાં છે, બાકીના લોકો માટેનાં ત્રાજવાંકાટલાં જુદા છે. આ સમજવું જોઈએ. અને અકળાયા વિના આપણી પરિસ્થિતિ માટે ગૌરવ લેવું જોઈએ. બન્યું છે શું કે પેલા લોકો પાસે પોતાનો પ્રચાર કરવા માટેનું એક આખું માળખું તૈયાર છે, જે નેહરુના જમાનાથી વારસામાં મળેલું છે. આ ઈકો સિસ્ટમનો એમને લાભ મળે છે અને આપણે હજુ એવી વ્યવસ્થા ઊભી નથી થઈ. ૨૦૧૪ પછી થઈ રહી છે. એને વિશાળ તથા વ્યાપક બનાવતાં વાર લાગશે. બીજું એમની પાસે એકો( પડઘો) ચૅમ્બર્સ પણ છે. અર્થાત્‌ એમનું એક કૂતરું ભસે એટલે બાકીના કૂતરાંઓ પણ સમજ્યાકર્યા વિના ભસવાનું શરૂ કરી દે. એમનો એક કાગડો વીજળીના તાર પર વગર કારણે બેસે તો બાકીના પણ લાઈનબંધ બેસી જાય અને એક ઊડી જાય તો બાકીના પણ ઊડી જાય. એમનો એક વાંદરો પોતાના માથા પરની ટોપી હટાવીને નીચે ફેંકી દે તો બાકીના વાનરો પણ એનું અનુસરણ કરે. કોઈ એક સમાચારને તમે એક ટીવી ચેનલ પર જુઓ અને ફટાફટ બાકીની બધી જ ચેનલો પર દેખાવા માંડે એનું રહસ્ય એમની આ – એકો ચૅમ્બર્સ છે. સવારના પહોરમાં મોટાભાગનાં છાપાંનાં ફ્રન્ટપેજ કાકા-મામા-ફોઈ-માસીનાં કઝિન્સ જેવાં લાગે એનું કારણ આ એકો ચૅમ્બર્સ છે જેમાં પીટીઆઈ જેવી દેશી તેમજ કેટલીક વિદેશી સમાચાર સંસ્થાઓ ઘણો મોટો ભાગ ભજવે છે. આપણી પાસે આવી એકો ચૅમ્બર્સ ૨૦૧૪ પછી તૈયાર થઈ રહી છે પણ આવી વ્યવસ્થા રાતોરાત તૈયાર થતી નથી. એટલે આપણી વિરુધ્ધના ન્યુઝ શા માટે વાયરલ થઈ જાય છે અને આપણા તરફી સમાચારોને શા માટે કોઈ સૂંઘતું નથી એવું વિચારીને અકળાવું ન જોઈએ. ધીરજથી સમજવું જોઈએ. આઝાદી પહેલાં અંગ્રેજો આપણા ઇતિહાસનું શિક્ષણ તથા મોટાભાગના મેઈનસ્ટ્રીમ મિડિયાને કન્ટ્રોલ કરતા અથવા એમના પર પ્રભાવ પાડતા. અંગ્રેજો ગયા પછી પંડિત જવાહરલાલ નેહરુ નામના બ્રાઉન લાટસાહેબને ગાંધીજીએ આપણા પ્રથમ વડા પ્રધાનમંત્રી બનાવ્યા. નેહરુ સવાયા અંગ્રેજ હતા. એમણે ઓપનલી દેશને શિક્ષણ આપવાની જવાબદારી એક કટ્ટરવાદી મુસ્લિમ નામે મૌલાન આઝાદને સોંપી દીધી. દેશની સ્વતંત્રતાનો જેઓ વિરોધ કરતા હતા તે સૌ વામપંથીઓ તથા છદ્‌મ સેક્યુલરો નામે ગાંધીવાદીઓ આ મૌલાનાના સરકારી અંચળને ધાવી ધાવીને તગડા થયા. સામ્યવાદી ઇતિહાસકારો પાસે ભણેલા તેમજ કૉન્વેન્ટ સ્કૂલ-કૉલેજોમાં શિક્ષણ પામેલા યુવાનો મિડિયામાં પ્રસરી ગયા. આ રીતે હિન્દુસમાજને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકી દે એવી ઈકો સિસ્ટમ તથા એકો ચૅમ્બર્સ સર્જાઈ. થોડાક દસકા પહેલાં આ વિશે આપણામાં જાગૃતિ નહોતી, પાયાની સમજ પણ કદાચ નહોતી – એટલા બધા હાવી થઈ ગયેલા એ લોકો. ક્રમશઃ એ સમજ ઉઘડવા માંડી. એકલદોકલ પત્રકારો કે છુટક મિડિયાહાઉસ એ દિશામાં કામ કરતા થયા. ૧૯૯૨ પછી એની સંખ્યા વધી. ૨૦૦૨ પછી એ લોકોની વિકૃતિઓનો વિરોધ કરનારા વધ્યા. પણ હજુય આપણો અવાજ નગારખાનામાં પિપૂડી વગાડનાર જેવો હતો. એમના પ્રચાર પડઘમમાં આપણી વાત દબાઈ જતી. ૨૦૧૪ પછી આ દિશામાં પણ ક્રાન્તિ થઈ. ધીરજ રાખીને વ્યૂહરચના સાથે આગળ વધીશું તો આખી બાજી પલટાઈ જશે. આપણી જે ફરિયાદો અત્યારે છે તે એ લોકોની બની જશે.

સ્વીડન, નેધરલૅન્ડ, અને હૉલેન્ડ એટલે અતિ સમૃદ્ધ, ભણેલાગણેલા અને સંસ્કારી દેશો. ત્યાંનો સમાજ આધુનિક, એમની વિચારસરણી દુનિયા માટે દાખલારૂપ વગેરે. એ દેશોની હાલત ત્યાં મુસ્લિમ ઈમિગ્રન્ટ્‌સ આવવા માંડ્યા પછી શું છે અત્યારે? વર્લ્ડ વૉર ટુ વખતે થયેલી આંતરરાષ્ટ્રીય ટ્રિટી મુજબ યુરોપના કેટલાક દેશોએ ‘ઉદાર થઈને’ મધ્યયુગીન શાસન પધ્ધતિમાં ઉછરેલા મુસ્લિમ શરણાર્થીઓને સ્વીકારવાનું નક્કી કર્યું ત્યારે આ દેશોની સ્થાનિક પ્રજાઓએ ખૂબ વિરોધ કર્યો હતો. છેલ્લા દશકની જ આ વાત છે. પણ આ સુધરેલા દેશોમાં ઉછરેલા લેફ્‌ટિસ્ટ માનસ ધરાવતા બૌદ્ધિકો તેમ જ કેટલાક વામપંથી રાજકારણીઓએ, ‘આપણે તો એ આંતરરાષ્ટ્રીય સંધીને માન આપવું જોઈએ અને પોતાના દેશમાં પ્રતાડિત મુસ્લિમોનાં આંસુ લૂછીને એમને આશ્રય આપવો જોઈએ-‘ એવી ‘ઉદારતા’ દેખાડીને ધાડાંનાં ધાડાં પોતાની સીમાની અંદર આવવા દીધાં.

પરિણામ શું આવ્યું છે? સ્થાનિક પ્રજા પાસેથી ધીમે ધીમે પોતાનું કામ છૂટવા લાગ્યું. એટલું જ નહીં સ્વીડન, નેધરલૅન્ડ, હૉલેન્ડ વગેરેમાં ઠેર ઠેર જુહાપુરા ઊભા થવા લાગ્યા. મુસ્લિમો એકજૂટ થઈને જે બસ્તી ઊભી કરે તેને ઘેટો કહે. આવાં મિનિ-પાકિસ્તાનો એ દેશોમાં સર્જાયાં. ત્યાં પગ મૂકતાં એ દેશની પૂરતાં સાધનો ધરાવતી પોલીસ પણ ડરે છે. શરણાર્થીઓનાં તોફાનો, એમની જોહુકમી તથા જે ભૂમિ એમને આજીવિકા આપે છે એ જ ભૂમિ પ્રત્યેની એમની ગદ્દારી આ બધા વિશેના સમાચારો અમારા જેવાઓ, આ લાઈનમાં સક્રિય હોય એવાઓ, સુધી નિયમિત પહોંચે છે. જો આ સમાચારો ફ્રન્ટપેજ અને પ્રાઈમટાઈમ દ્વારા આપણા સુધી પહોંચતા હોત તો સી.એ.એ. વિરુદ્ધનાં શાહીનબાગો સર્જાયાં જ ન હોત. પણ મેઈન સ્ટ્રીમ એ સમાચારોને સહેજ પણ મહત્વ આપતું નથી કારણ કે એમને તો યુપીમાં થયેલા કોઈ એકલદોકલ લિન્ચીંગના કેસને ચગાવવામાં રસ છે, કોઈ મામૂલી ધર્મવડાએ સ્ત્રીઓના માસિક વિશે કરેલા નાદાન નિવેદનોને રાષ્ટ્રીય સમાચાર બનાવવામાં રસ છે. એમની પાસેની ઇકો સિસ્ટમ તથા એકો ચૅમ્બર્સની જ્યોતિ ઓલવાઈ જાય એ પહેલાનો આ છેલ્લો ઝળહળાટ છે. આપણે એને એમના સુવર્ણયુગની, એમના મધ્યાહ્નની પરાકાષ્ટા માનીને બેઠા છીએ. હકીકત એ છે કે આ એમના સૂર્યાસ્તની ઘડી છે. અને આ વાતો આપણને આશ્વાસન મળે એટલા માટે નથી થતી. આ ક્ષેત્રમાં ઊંડા ઉતરેલા તેમ જ આ ક્ષેત્રની પેરિફરી પર રહીને સઘન કામ કરી રહેલા નિષ્ઠાવાન લોકો સાથે થયેલા ચિંતનમંથનમનનના પરિણામસ્વરુપે જે નવનીત પ્રાપ્ત થયું છે તે તમારી સમક્ષ વહેંચ્યું છે. બાકીની વાતો કાલે કન્ટિન્યૂ કરીશું. મીનવ્હાઈલ આ શ્રેણીના આજના આ પ્રથમ લેખ પહેલાં ગઈ કાલે જે પ્રસ્તાવના લખાઈ તે તમે જો હજુ સુધી ન વાંચી હોય તો એની આ લિન્ક છેઃ http://newspremi.com/gujarati/news-views-20-02-2020/

આજનો વિચાર
અયોધ્યામાં રામમંદિર બાંધવાની સાથે ત્યાં જ હનુમાનની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.
—કેજરીવાલની ‘આપ’ પાર્ટીની માંગ ( આ બનાવટી હિન્દુવાદીઓને ખબર નથી કે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ છે અને રામજીની જીંદગીમાં એ વખતે હનુમાનજી પ્રવેશ્યા નહોતા)

13 COMMENTS

  1. Excellent, bold and true facts! I lived in Europe in 1990s and then I visited Belgium and France in 2017. In 2017 transformation from good to bad was shocking!

    We had universities before Alexandar came to Bharat varsh. Some of them survived long period. We were the first to know about plants and solar system. Our ancestors were smart in mathematics were calculating numbers 10 to the power of 62 and higher. Shushutra is oldest surgeon. Patanjali created Yogsutra. We were not only intelligent but we were brave. We had established education system, and there fore we had great architectures seen in temples and palaces. We were advance in dance also, Deva di deve Mahadev is natraj. This can be infinite. I am sure we will have group of scholars to create a set up where we can study and gain the knowledge and use for advancement of our country and for make our future generation aware and learn and give their rich contribution to the Bharat maata.

  2. બિલકુલ નગ્ન સત્ય આપે કહ્યું છે, એટલે તો લોકો ને મિરચી લાગે છે અને આપને સલાહ આપતા ફરે છે કે ક્યારેક મુસ્લિમ ધર્મગુરૂ ને પણ મળો, પરંતુ મારો આવા લોકો ને પ્રશ્ન છે કે દરરોજ દરેક નમાઝ પછી કાફીરોને ખતમ કરવા દુવા તમામ મુસલમાન શા માટે માંગે છે?, જેમને બીજા ધર્મ નું અસ્તિત્વ જ સ્વીકાર નથી કરવું, તેમને સુધારવા કેમ?

    આપ સાહેબ પાસે આવા જ જલદ વિષય ઉપર સાચી હકીકત દેખાડતા લેખો ની અપેક્ષા હોય છે, ખૂબ ખૂબ અભિનંદન ?

  3. આપણે ક્યારેય orthodox હતા જ નહી એકમાત્ર આપણે ત્યાં દિકરીઓ નો સ્વયંવર કરતા હતા જે હિંમત આજનો કોઇપણ સુધરેલો સમાજ ના કરી શકે

  4. એકલ દોકલ મીડિયા સિવાય બધે નેગેટીવીટી ફેલાતી દેખાય છે

  5. Our main problem is that still we treat our Dalit community as untouchable. Due to this system they feel betrayed / unsafe and support Muslim propaganda. We should understand that they are Human being & have equal rights to enter Temple, use water from same source, enjoy Marriage function etc.. Baba Saheb Ambedkar was very clever,, humble and had great vision to join as Buddhist & not Christian or Muslim. We, Hindu’s are obliged by his right steps and should respect their Human Rights.

    • It’s a myth that we treat them as untouchables. Leftist media constantly twists and publicizes such sporadic instances out of proportion. That’s why we have this impression. Leftists want to devide our hindu society into 2 parts- dalits and non dalits. We should understand that, then only we will stop doing comments like this.

  6. ઈસ્લામ ના અનુયાયી ઓ આજે પણ એટલાજ બર્બર છે. મિડલ ઇસ્ટ ના બધા દેશ પર એક નજર નાખો, સમજાય જશે. ઈરાન ઈરાક સાઉદી અરેબિયા ટર્કી સિરિયા જોર્ડન લેબનોન યેમેન ઇજિપ્ત algiria અફઘાનિસ્તાન પાકિસ્તાન વ. શિયા સુન્ની isis મુલ્લાઓ કેટલાય જેહાદી ગ્રૂપ એક બીજાને કાપી રહ્યા છે. 1979 માં ઈરાન માં શાહ ને હટાવાયા પછી એક પછી એક દેશ માં જે islamisation થયું, કટ્ટર મુલ્લાઓ એ એ બધા સમાજ ને બાન માં પકડ્યો છે, કેટલાંય યુદ્ધ થયા, લાખો મુસલમાન ની કતલે આમ થઈ, અને હજુ ચાલુ છે.

    છતાંય અહી ના મુસલમાન ને sharia લાગુ કરવો છે, અને પોતાની ઘોર ખોદવા માં રસ છે

    Kim ghattas ની ” black wave ” Book જરૂર વાંચવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here